ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.
દેવો પૂજ્યાં પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.
કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઇ મોટાં કર્યાં,
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહીં.
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરાં કર્યાં,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં.
લાખો કમાતાં હો ભલે, મા-બાપ જેમાં ના ઠર્યાં,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.
ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં.
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.
“બચપણ મહીં પજવ્યાં તમે, પજવે કદી ઘડપણે,
લેજો સહી ધીરજ ધરી, કર્તવ્ય નિજ ચૂકશો નહીં.”
ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહીં,
સંતાન સૌ એના ચરણની, કદી ચાહના ભૂલશો નહીં.
You can read this post on my blog too. http://binatrivedi.wordpress.com/2008/10/page/2/ posted on Oct.9th 2008. Bina
મધર ડે, ફાધર ડે,.. શું આ બધા ડે જ ફક્ત માં કે બાપ ને યાદ કરવા ના? પછી?
મેં માં માટે એક રચના બનાવી છે, જે માં બાપ ને ભૂલશો નહિં વાંચનાર/શાંભળ નાર ને જરૂર ગમશે, જે અહિં રજુ કરૂં છું.
મા
જેનો જગમાં જડે નહીં જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી માં તેં બનાવી….
નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો….કેવિ…
મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજને બચાવી
જીવનની રાહ બતાવી….કેવિ..
જ્યાં હું આવું રોતો રોતો, થોળો સાચો થોળો ખોટો
ત્યાંતો આવે દેતી દોટો..કેવિ…
જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવિ…
ભાલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
તોએ માને મન ઘાણી ખોટો…કેવિ..
પ્રભુ “કેદાર” કરૂણા તારી, બસ એકજ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો…કેવિ..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com
મારો શિવ
શ્રી કેદારસિંહજી
આપની ઘણી રચનાઓ વાંચી છે. કેટકેટલા લોકો તરફથી કેટકેટલા સંદેશાઓ અને રચનાઓ વાંચવા મળે છે. મુળ વાત તો એવી છે કે લાગતા વળગતા લોકોએ સીધો સંપર્ક કરવો જોઈએ. મારફતીયા / દલાલો / વચેટીયાઓ મને તો નથી ગમતાં.
તમને ગમે?