તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
સુંદર બોધકાવ્ય.
તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો …
ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો ….
બસ આ બે લાઇન જ મને યાદ હતી , આ કવિતા પુસ્તકમાં આવતી,
ક્યાં ધોરણમાં એ પણ યાદ નહીં અને એના સર્જક નું નામ ખબર નહીં…
જેથી અધૂરપ અનુભવતો કિન્તુ આજે શોધ ખોળ કરતાં કરતાં અહી આવી પહોંચ્યો ને ખૂબ આનંદિત થયો …
કેમકે એક માર્મિક રચના આખે આખી મળી અને સાથે સાથે રચનાકાર નું નામ પણ જાણવા મળી ગયું …
ઘન્યવાદ…. 🙂
આ રચના માં કવિ પહેલી પંક્તિ માં નાના મોટા નો ખ્યાલ ભૂલવાનું કહે છે. પરંતુ છેલ્લી પંક્તિ માં કવિ પોતે જ નાના મોટા નો ખ્યાલ દર્શાવે છે. લાગે છે કવિ પોતે નાના મોટા માં ગોથા ખાય છે.
are ben kavi gotha nathi khata
gotha to tame khaav cho
kavi bahya motapana no ahankaar chodi ne aantrik motapanu laavvanu khe che
kavita na smjaati hoy to vaachvaanu bandh karo.
Please watch same song tu nano hu moto