મારા વિષે

Copy of ATULJANI

મિત્રો,
અનંતની યાત્રાએ નીકળેલા આપણે સહું ભિન્ન ભિન્ન માર્ગો પરથી આવીને આજે અહીં મળ્યાં છીએ. ખબર નથી ક્યાં સુધી આપણે અહીં સાથે રહેશું અને ફરી પાછા પોત પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતાં વિખૂટા પડશું. જેટલો વખત આપણે અહીં સાથે છીએ તેટલો વખત આ યાત્રાને આનંદથી માણી લઈએ અને એવા કંઈક કાર્યો કરતાં જઈએ કે જે હવેની યાત્રામાં એક સુખદ સંભારણું બની રહે.

મારા વિષે થોડી વાત કરું તો ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે હું એક ગુજરાતી. ગુજરાતના ભાવનગરમાં મારો જન્મ. ડિપ્લોમા મિકેનિકલ એંજીનીયરીંગ અને પોસ્ટ ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન્સનો અભ્યાસ. બે વર્ષ પ્રોગ્રામર તરીકે જોબ કર્યા પછી સોફ્ટવેર ડેવલપમેન્ટ તથા સોફ્ટવેરને લગતી સેવા આપવાનો સ્વતંત્ર ધંધો શરૂં કર્યો. અધ્યાત્મ મારો પ્રિય વિષય અને જીવનમુક્તિની મારી ઝંખના અને કંઈ નહીં તો છેવટે વિદેહમુક્તિથી ઓછું કશું જ ન ખપે.

અત્રે આપણા ભારતવર્ષના અને આખાય વિશ્વના ચિંતકોના વિચારો સમયે સમયે અને અનુકુળતા મુજબ મુખ્યત્વે ગુજરાતીમાં રજૂ કરવાની મારી નેમ છે. અને આ વિચારોના સહ-ચિંતનમાં આપ સહું ને ભાગીદાર બનવા મારું હાર્દિક નિમંત્રણ છે.

ભજન તે ઈશ્વર પ્રતિ પ્રેમ વ્યક્ત કરવાનું એક સશક્ત માધ્યમ છે. વળી, ભજન દ્વારા ઘણી ગહન અને કઠીન વાત સરળતાથી સમજાવી શકાય છે. આપની પાસે આવા સ્વરચિત કે અન્ય ભક્તોના ભજનો હોય તો તે મોકલશો તો અનુકુળતાએ તેને પ્રકાશિત કરવાનો પુરતો પ્રયત્ન કરીશ.

આપના લેખ Unicode (ગુજરાતી) માં જ લખીને મોકલવા જેથી પ્રકાશિત કરવામાં સરળતા રહે.

મિત્રો, આપણી આ ચિંતન યાત્રામાં આપ અવાર નવાર જોડાતા રહેશો અને આપની પાસે પણ આવા ચિંતનાત્મક સ્વંતત્ર કે કોઈ પણ ચિંતકના લેખો હોય તો તે મોકલતા રહેશો. સમયે સમયે અને અનુકુળતાએ તેને પ્રકાશિત કરવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવશે. આપ સલાહ સુચનો અને પ્રતિભાવો આપીને મારા ઉત્સાહમાં વધારો કરશો જ એવી મને પુર્ણ શ્રદ્ધા છે.

લી. આપનો સહ્રદયી અતુલ જાની

120 Comments

120 thoughts on “મારા વિષે

 1. શ્રી અતુલભાઈ,

  કેમ છો ? નવુ વર્ષ મુબારક

  હમણા થી મારા મન મા એક વિચાર આવે છે,
  *** મહેનત કરો —- સારી વાત છે
  *** નસિબ હોય —- વધુ સારુ છે
  *** પણ જો ઇશ્વર ક્રુપા થઇ જાય તો ……. ઈશ્વર પણ મળી જાય ટુક મા બેડો પાર ———- જય શ્રી રામ

 2. શ્રી અતુલભાઈ,

  કેમ છો ? નવુ વર્ષ મુબારક

  ખુબ જ સરસ — ખુબ જ સરસ —— ખુબ જ સરસ

  પણ એક વાત નો ખાસ ખ્યાલ રાખવો પડે છે આ રસ્તા પર કે
  *** ગ્નાન માર્ગ અને મુઢતા વચ્ચે બહુ પાતળી રેખા છે
  *** ભક્તિ માર્ગ અને નિષ્ક્રીયતા વચ્ચે પણ બહુ પાતળી રેખા છે
  *** અને કર્મયોગ મા સારા નરસા નો વિવેક ચુકાઈ જાય છે
  ઉપર ના બધા સાથે સાચિ સમજ અને દરેક વ્યક્તિ પ્રત્યે કરુણા હોય તો આપણુ કામ વધુ સરળ બની જાય

  ટિકા ટિપ્પણ કરવાનિ છુટ — તમને હક્ક છે જરુર જરુર
  જય શ્રી રામ ( પહેલા ‘શ્રી’ લખતા નહતુ આવડતુ)

  નિશિથ

 3. અતુલભાઈ,
  અધ્યાત્મ માર્ગે યાત્રા કરાવવાનો સુંદર પ્રયાસ.
  તમારા વિશે જાણી આનંદ થયો. ઈશ્વર તમને આ જન્મમમાં જ ધ્યેયપ્રાપ્તિ કરાવે તેવી શુભ ભાવના.

 4. સુરેશ જાની

  આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. અદ્યાત્મ બાબત તમારી સાથે ચર્ચા કરવાનું ગમશે . મારો પણ એ પ્રીય વીષય છે.

 5. એક ગુજરાતી… ડિપ્લોમા મિકેનિકલ એંજીનીયરીંગ કોમ્પ્યુટર પ્રોગ્રામર સોફ્ટવેર ડેવલપર અને સ્વતંત્ર ધંધાર્થા …જેનો અધ્યાત્મ પ્રિય વિષય અને જીવનમુક્તિની જેને ઝંખના છે!
  મિત્ર અતુલભાઈ

  વિચારમાં તો પડી જ ગયો અતુલભાઈ ! એક વાતથી આનંદની સાથોસાથ વિસ્મયત થઈ જવાયું … તમારા જેવા સ્કીલ્ડ અભ્યાસી અધ્યાત્મમાં આટલા બધાં રમમાણ! અને ખાસી ઊંડી સમજ છે તમને આધ્યત્મ બાબતની ! તેને જાળવી રાખજો કારણકે તમ સરીખા અભ્યાસું ભારતની સંસ્કૃતિની ધરોહર છો. આશા રાખું છું કે હાજરીથી ગુજરાતી બ્લૉગ જગતના આધ્યત્મના રસિકજનો વધુ લાભાંવિત થશે જ! ખૂબ પ્રગતિ વાંછું છું!

  મારા બ્લૉગ પર તમારા પસંદગીના ક્ષેત્ર બહારના વિષય હોવા છતાં મારા બ્લૉગની મુલાકાત બાદ તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

  કમલેશ પટેલ
  “શબ્દસ્પર્શ”
  http://kcpatel.wordpress.com/

 6. વ્હાલા અતુલભાઈ,
  વિશ્વભરના ચિંતકોના વિચારોને ‘ભજનામૃતવાણી’ બ્લોગ ઉપર્ રજૂ કરવાની આપની વીનમ્ર ઝંખના કાબીલે દાદ છે. ધન્યવાદ…
  મારી જેવા દુર્જનને બાર ગાંઉ દુરથી નમસ્કાર કરવાની આપની નેમ હોવા છતાં મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ ઉપર મને હુંફ અને પ્રોત્સાહન આપવા બદલ આભાર.
  ગોવીંદ મારૂ
  http://govindmaru.wordpress.com/

 7. શ્રી અતુલભાઈ… એક નવીન અને અત્યંત ઉમદા વિષયવસ્તુ ધરાવતો બ્લોગ અર્પણ કરવા બદલ આભાર…

 8. krishna jadeja

  આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. અદ્યાત્મ બાબત તમારી સાથે ચર્ચા કરવાનું ગમશે . મારો પણ એ પ્રીય વીષય છે ….

 9. kantilal1929

  માનનીય સ્નેહિશ્રી અતુલભાઈ,
  ગીતા પ્રવચનોના માધ્યમ દ્વારા આપની મુલાકાત થઈ, હવે એક ગુરૂના રૂપમાં આપના દર્શન અને આપની વાણીને માણવા પ્રયત્ન કરૂં છું.
  ઘણી વાતો મારી સમજ બહારની છે છતાં સમજવા કોશિશ કરતો રહીશ.
  કૃપાળુ પરમાત્મા આપને તંદુરસ્તિ સાથ આ કાર્ય કરવામાં કાયમ ધગશ આપતા રહે એ પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન

 10. શ્રી કાંતીલાલભાઈ,

  આપ તો સાચા અર્થમાં કર્મયોગી છો. અને ખરેખર તો મને આપની પાસેથી પ્રેરણા મળી છે. આ ઉમરે પણ આટલી ધગશ અને નવુ નવું શીખવાની આપની લગન જોઈને ખરે જ આપની સમક્ષ મસ્તક આદરથી ઝુકી જાય છે. આપણે સહુ તો આ જગતની પાઠશાળામાં સહાધ્યાઈઓ છીએ. સહુનો ગુરૂ એક માત્ર ઈશ્વર જ છે અને આપણે જેમ જેમ તેની અભીમુખ થતા જઈએ તેમ તેમ તે આપણને વધુને વધુ માર્ગદર્શન આપતો રહે છે.

  સાદર પ્રણામ.

  • સ્નેહિ શ્રી અતુલભાઈ પ્રણામ. ઘણા સમયે આપનો અભિપ્રાય વાંચ્યો. લુઆન્શીયા ઝાંબિયામાં સંત શ્રી સ્વામી પ્રણવતીર્થજી એમના શિષ્યો સાથ વાર્તાલાપ કરે તે શિષ્યો લખી લે. આવી ફાઈલ તેમના તરફથી વાંચવા મળી તો મારા બ્લોગમાં લખી છે આપ એનો ઉપયોગ કરી શકો છો.

 11. માનનીય અતુલભાઈ,

  આજે આપના સુંદર બ્લોગ “ભજનામૃતવાણી” માંથી અમૃતની કેટલીક બુંદો પીવાનો લહાવો મળ્યો. હ્રદયના કોઈક ખૂણેથી નીકળેલા ભાવને શબ્દોમાં રજુ કરવા અક્ષમ છું છતાં એટલું લખવાનો પ્રયાસ કરું કે આપનો આ બ્લોગ ખરેખર અમૃતનો એ ગાગર છે જેના વડે મારા જેવાં કેટલાય ગુજરાતીઓ એનું પાન કરી માનવતાનું એક ઉપરું સ્તર પામી શકે છે અને પામી રહ્યાં છે.

  આપના આ અમૃત ગાગરને સદાય છલકાતો રાખશો એવી આશા અને અભિનંદન સહ

  વૈભવ રાણા
  સનાતન જાગૃતિ

 12. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 13. Atulbhai,

  You really have amazing knowledge of SHASTRAs. You might like to read following web-sites as well.

  http://www.stephen-knapp.com/
  http://www.sacred-texts.com/

 14. અતુલભાઈ,

  અધ્યાત્મ માર્ગે યાત્રા કરાવવાનો સુંદર પ્રયાસ.
  તમારા વિશે જાણી આનંદ થયો. ઈશ્વર તમને ધ્યેયપ્રાપ્તિ કરાવે તેવી શુભ ભાવના.

  Tulsidal
  Editor
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 15. RAMESH K. MEHTA

  THIS IS REALLY A HIGHEST LEVEL OF SPIRITUAL REALITY.

 16. Pradeep Thaker

  આંખો જે શુષ્ક થઇ ગઇ હતી, તેમાં ઓચિતીં નમી ક્યાંથી આવી?
  મૃતપાય શરીરમાં જીવ ક્યાંથી આવ્યો?
  પાછુવાળીને જોયુંતો અદ્યાત્મા જાગ્યો’તો,
  મહાનલની એક ચિન્ગારી થકી!

  જો મહાનલની ચિન્ગારીમાં આ શક્તિ હોય,
  કે મૃતપાય જીવ સળવળીને ગર્જી શકે,
  તો વિશ્વના સર્વ નરની ચિન્ગારી ભેગી કરી,
  વૈશ્વાનરનો મહાનલ કેમ પૈદા ન થઇ શકે?

  પ્રદીપ ઠાકર, ચેન્નૈ
  malti@vsnl.com

 17. Maheshchandra Naik

  I enjoyed with your blog eventhough visited first time keep it up, something will come out in LIFE

 18. atulmehta

  i enjoy to see your sight i first time enter in your profile and know about you. request to start about geeta and krishna’s charector its great to see repeatly.

  atul

 19. મારા બ્લોગ “મધપુડો” ઉપર લટાર મારતાં તમારા બ્લોગનો આકસ્મિક ભેટો થઇ ગયો. તમારું સંકલન સરસ છે. મધપુડો વાંચીને તેમાંથી ભજન કે ચિંતન્ લઇ શકો છો. મારાં પત્ની કલ્પના ભજનો લખે છે. મને ગદ્ય ફાવે છે.

  દિગંબરભાઇ

 20. nice to read ur blog

  welcome to gujarati blog-world

 21. Prakash Dave

  Atul,

  May god bless you and you will get what ever you wish by grace of god…. the blog is wonderful and after a gap of many years i got the opportunity to reach Gujarati Sahitya… i know your interst about adhyama and gujarati sahitya since your childhood… buy was really was not aware that how far u reach in the same journey…. but very happy about to know through your blog that u r mailes ahead of our expections….

  Keep in touch……..

 22. virat pandya

  photo hasto rakhavo hato ne

  baki badhu saru chhe

  adhyatmik babate mari chach nani pade

 23. saheb tamaro blog khubaj saras che

  aaje paheli var joyo ane aanand thayo

  adabhut blog che

 24. shree atulbhai apanoblog khubaj sarash che ane mane tamaro blog khub gamiyo karane ke hu pote jyotish shasra no abhiyasi chu ane shasrama bahu manuchu

 25. પ્રિય અતુલભાઇ,
  આપની વિરાટ અંતર યાત્રારૂપી આ સર્જન યાત્રામાં અમને સહભાગી બનાવવા બદલ આભારી
  છીએ. મારું આતમપંખી ભજન આપે પ્રકાશિત કર્યું એ આપનું સૌજન્ય બતાવે છે. મેં એવાં પંચોતેર
  જેટલાં સ્વરચિત ભજનો લખ્યાં છે. નિજાનંદ માટે લખું છું. મારું બીજું એક ખૂબ લોકપ્રિય થયેલું
  ભજન “પાંપણનાં પગથિયે” અલગથી આપને રવાના કરું છું. ગમે તો સ્વીકારશો.

  મારા પતિ શ્રી દિગંબર સ્વાદિયા પણ આપને આધ્યાત્મિક સફરમાં ઉપયોગી થાય એવી ક્રુતિઓ
  મોકલશે.

 26. Nitin Chudasama

  Atulbhai,

  Tamne Khub Khub abhinandan.
  Gujarati sahitya ane varso aap amara sahu sudhi pahochado chho te mate tamaro aabhar manvo j rahyo.

  Tame avi j rite sahu gujarati o ne jodi rakho evi Ishwar pase prarthana ane bhagvan apanane sahu ne sakti, samjan ape.

  Likitang,
  Nitin Chudasama
  Jetpur

 27. Atulbhai,
  Mane Gujarati net uper kem lakhay te sikhawadi dejo pachi comment
  lakhish.
  Tmara blog ni tunki warta to malej Che. Maza aaveche.
  Jay Thakur
  Maaro Photo kyan lagadwano che ?
  …………… PRAVIN BHATT

 28. Nice knowing you & your Blog, Atulbhai ! ABHINANDAN !

 29. kalpesh darji

  hello,

  please help me to get durga 32 names path in gujarati lipi.

  regards,

 30. Ramesh Patel

  ભારતીય સંસ્કૃતિના રંગે દીપતી વિચાર સૃશ્ટિ

  દિલમાં હર્ષ ઉભરાવી ગઈ.

  ડો શ્રી ચન્દ્રવદન ભાઈનો આભાર,કે હવે

  નિયમિત રીતે મુલાકત લઈ લાભ મળશે.

  સુંદર સંકલન ધન્યવાદ

  રમેશ પટેલ(આકાશદીપ)

 31. શ્રી અતુલભાઈ,

  આજે પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાતે આવ્યો છુ, કારણકે મેં તો હજુ હમણાં હમણાં જ પગલા માંડ્યા છે.તમારો બ્લોગ વાંચીને ખુબ જ આનંદ થયો. આશા રાખું છુ કે તમારો બ્લોગ વાગતા-ઘાજ્તા વરઘોડા સાથે આગળ વધે (અમે જાનૈયાઓ તમારી સાથે જ હોઈશું)
  મારા બ્લોગ પર પણ તમારી થોડી મીઠી નજર પાડવા િવનંતી. કોઈ યોગ્ય સલાહ-સુચન આપશો તો બહુ ગમશે

 32. Vraj Dave

  gujarati ma lakhavanu sikhavadi dyo pachhi pratibhav aapavani majo padase.
  iswar to aapani unadarj chhe.bas baharanu jovanu chhodo ane andar najar karo.fakt thodi meditesan akagrata mate.

 33. અતુલભાઈ,
  તમારો બ્લોગ ગમ્યો, કોલેજમાં મારો મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ ફીલોસોફી, તેમાં મને તત્વચિંતકો ના તત્વજ્ઞાનનો ખુબ અભ્યાસ કરેલો! તેમાં પણ શ્રીમદભવદ ગીતા માં આપેલ તત્વજ્ઞાનનો અને તત્વજ્ઞાની(ફિલોસોફર) તરીકે શ્રીકૃષ્ણ નો તો દુનિયાના ફિલોસોફરો તેમના આ તત્વજ્ઞાન આગળ પાણી ભરે !! તો વળી સ્વામી વિવેકાનંદ જેવા યુવા વિચારક યુગ પુરૂષ તો મારા આદર્શ અને પ્રિય છે.
  આવા તત્વજ્ઞાન અને અદયાત્મા ના વિષય સાથે શરૂ કરેલા આ બ્લોગ ને અને તમને મારી અંતરની શુભેચ્છા !! -અને હા, શ્રી કૃષ્ણ અને તેમના તત્વજ્ઞાનનું ચિંતન તમે માનજો જનમાષ્ટમી ના દિવસે મારા બ્લોગ પર !!

  પ્રવિણ કે.શ્રીમાળી
  “યુવરોજગાર”
  http://pravinshrimali.wordpress.com

 34. ખૂબ જ સુંદર બ્લોગ જોવા મળ્યો. ‘ભજન – શા માટે’ વિષે મારી વિચારયાત્રામાં સામેલ થવા આમંત્રણ છે.

 35. સંતોષ એકાંડે

  શ્રી અતુલભાઈ
  આપના બ્લોગની પ્રથમ મુલાકાતનું સૌભાગ્ય આજે આટલા વખત પછી પ્રાપ્ત થયુ.
  રીડ ગુજરાતી નાં પ્રતિભાવક તરીકે આપની બુધ્ધિમત્તાની પ્રશંસનીય છબિ પહેલેથીજ ઉપસેલી.
  આપના બ્લોગ દ્વારા એ છબિ વધુ વિશાળ આકાર પામી.
  એક ઉચ્ચશિક્ષિત યુવાન આદ્યાત્મ જેવા વિશાળ ફલક માટે કાંઇક કરવાની ભાવના ધરાવે છે,
  ભઈલા, હૈયુ હલબલી ગયુ. સાંભળીને…. વાંચીને…
  આગળ વધતાં રહો. પ્રભુ આપની સાથે છે…અને સદાય રહેશે.
  સન ૧૯૯૨માં આપ રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલાં.. અલપઝલપ વાંચ્યુ છે.
  વિગતવાર જણાવશોતો મઝા આવશે.

 36. હિતેશભાઇ જોશી

  શ્રી અતુલભાઇ જાની
  મહાદેવ હર

  સૌ પ્રથમ તો આપને મારા ખુબ ખુબ અભિનન્દન
  રંગે રૂપે નેત્રને ગમી જાય તેવા સ્વરૂપે ભારતિય સંસ્કૃતિનો અઢળક વારસો આવી રીતે એક જ સ્થળે વિશ્વને કોઇપણ ખૂણેથી અત્યંત સરળતાપૂર્વક અને સહેલાઇથી વાંચી શકાય, જોઇ શકાય, સાંભળી શકાય …. એવી વેબસાઇટનું નિર્માણ એ તો ઘોર કળીયુગમાં સાક્ષાત ઇશ્વરની અનુકંપા હોય તો જ સંભવ બને. આ કાર્ય માટે આભાર માનવાનું મન થતું નથી તો અભિનંદન આપતાં રોકી શકતો નથી.
  કદાચ આપણા બન્ને ના શોખ એક સરખા જ છે

  આપ ખુબ સુન્દર અને ઉતમ કોટિ નુ લખો છો પરમ ક્રુપડુ પરમત્મા ની અસીમ ક્રુપા હોય તો શક્ય બને
  અંત મા ફરી થી લાખ લાખ અભિનન્દન

 37. urmila

  Mr Jani – thanks for creating this website.It is very well-thought and beautiful – specially the E books division – My prayers are with you all the time – to give you more light and love to go foward in this chosen field and be successful in reaching the vast world of human minds to have positive thinking towards peaceful life

 38. I am so late to welcome you in Gujarati Blog.

 39. Sahil

  I started reading stories from your blog. ( વિણેલા ફુલ ). You must be spending great amount of time for this blog. You hard work is really encouraging. Your faith and devotion is really inspiring for me.

  Salute to you and other bloggers who dedicate themselves to preserve our culture, traditions and values.
  Keep up the good work.

 40. સુંદર વિચારોના પ્રયોજન બદલ આભાર

 41. Namrata

  Atulbhai,
  Namaste!!
  Thanks for creating this blog. It is very impressive work. I am also a software engineer interested in gujarati literature. I liked the short stories compiled by you very much. Keep up good work.

 42. પ્રિય અતુલભાઇ,

  ભારતવર્ષના અને આખાય વિશ્વના ચિંતકોના વિચારો જૂ કરવાની આપની નેમ સાથેનો આપનો બ્લોગ બહુ સરસ છે. આ વિચારોના સહ-ચિંતનમાં સહું ને ભાગીદાર બનવા આપે આવકાર્યા છે. તે મોટી વાત છે.

  નામ સાંભળ્યુ હોય તો, શ્રી પરમહંસ યોગાનંદજી, કે જેમનું જન્મસ્‍થળ બંગાળ, ભણતર કોલકાતા અને કર્મભૂમિ અમેરીકા રહી છે; એ મહાન અને દિવ્ય પુરૂષના વિચારો મૂકવા જેવા છે. શ્રી પરમહસ યોગાનંદજી ‘એક યોગીની આત્મકથા ’ ના લેખક તરીકે વધુ જાણીતા છે. આપના બ્લોગની પહેલા મુલાકાત લીધી ત્યારથી ઇચ્છા છે કે શ્રી પરમહંસ યોગાનંદજી વિષે કંઇક રજુ કરવું. અનુકૂળતાએ તે તૈયાર કરીને મોકલીશ એવી આશા છે.

  આવો સરસ બ્લોગ તૈયાર કરવા બદલ અભિનંદન.

 43. priya atulbhai,
  aapne banne hum paanchhi ek daalke etle jarur maja padshe,malta rahishoo, maaro blog”www.gopalparekh.wordpress.com “chhe, joine khaami vishe janavajo anand thashe,
  jaishrikrishna,
  gopal

 44. અતુલભાઇ….
  આપનો બ્લોગ અને વિચારો બન્ને ગમ્યા.
  અભણને મળે તે ભણેલાને નથી મળતું.
  બુદ્ધીની સરહદ પૂરી થાય ત્યાંથી શ્રદધાની શરૂઆત થાય છે.
  પરંતુ માનવ જન્મ એનામાં એકાકાર થવાનો સુલભ અવસર છે.
  જો સમજાય તો………..!
  મારા એક શેર સાથે વાત પુરી કરું છું ……….

  જગત સાવ મિથ્યા ભલે હોય “મરમી”,
  હયાતી થકી આ ઇબાદત મળી છે. -અસ્તુ……

 45. આ યાત્રાને આનંદથી માણી લઈએ અને એવા કંઈક કાર્યો કરતાં જઈએ કે જે હવેની યાત્રામાં એક સુખદ સંભારણું બની રહે….વાહ ખુબ સારી વાત કહી..આપે….
  અતુલભાઈ, સુપ્રભાતમ..
  આપે ગીતગુંજનની બ્લોગડાળ પર થી આપનું ફેવરીટ ગીત સાંભળ્યું….ગીત એ ઉત્સવ છે..જીવનમાં ગીત પ્રગટતા માનવ કેન્સર કે દુઃખ કે મૃત્યુનો શોક પણ ભુલાવી શકે..બસ આપના વિચાર ગમ્યા અને જિવન તરફ જોવાનો અભિગમ પણ ગમ્યો …જીન્દગી પ્યારકા ગીત હૈ ઉસે હર દિલ કો ગાના પડેગા…મળતા રહીશું…આવજો.

 46. Patel Popatbhai

  Vachava Game, Dilne Saru Lage Chhe.

 47. અતુલભાઈ, આપના બ્લોગની મુલાકાતથી ખુબ આનંદ થયો. ધન્યવાદ !

 48. ભાઈશ્રી આપના બ્લોગની મિલાકા લઈને હું ખરેખર મંત્રમુગ્ધ થઈ ગયો..ધર્મ અને વિજ્ઞાનનો ખુબ જ સુંદર મેળાપ આપના બ્લોગમાં જોવા મળ્યો.

  જય દ્વારકાધિશ

 49. શ્રી અતુલભાઈ
  આજે અચાનક આપના બ્લોગની લીક ગોવિન્દભાઈના બ્લોગ ઉપરથી મળી અને મુલાકાત લીધી. ખૂબજ મજા આવી અને આપના આધ્યાત્મિક વિચારો જાણવા અને મારા જેવાના વિચારોમાં સ્પષ્ટા મેળવવા વારંવાર મુલાકાત લેતો રહીશ ! આપ પણ મારાં બ્લોગની મુલાકાતે અનુકૂળતાએ મુલાકાત લેશો અને આપના કિમતિ પ્રતિભાવો જણાવશો તો મને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પણ મળશે ! આવજો ! મળતા રહીશું ! મારાં બ્લોગની લીંક
  http.arvindadalja.wordpress.com
  સ-સ્નેહ
  અરવિંદ

 50. ==

  કોઈકનો પ્રીય વીષય આત્મા હોય

  કોઈકનો પ્રીય વીષય પરમાત્મા હોય

  આપનો પ્રીય વીષય અધ્યાત્મા છે.

  અધ્યાત્મ મારો પ્રિય વિષય અને જીવનમુક્તિની મારી ઝંખના અને કંઈ નહીં તો છેવટે વિદેહમુક્તિથી ઓછું કશું જ ન ખપે.

 51. ખૂબજ સારી શરૂઆત કરી કહેવાય. ભજન ભાવુંકને મન કેટલું આનન્દ દાયક છે, એતો ભજન-સત્સંગ માં પલળેલાને જ ખબર પડે! સાથે સંગીતના સૂરોની અસર તન-મન-આત્માને જે બેજોડ આનંદ આપે તે માણીએ ત્યારેજ ખબર પડે.
  મારા બ્લોગની મૂલાકાત લેશોતો આનંદ થશે.

 52. Gyanprakash Swamiji

  હું વૈદિક સંસ્કૃતિમાં સંપુર્ણ આસ્થા ધરાવું છુ અને આ સંસ્કૃતિ માટે મને અનહદ માન છે. મારો પ્રયાસ અહીં કશાનો વિરોધ કરવા માટેનો નથી પણ બધી બાબતોમાથી સાર ગ્રહણ કરવાનો જ છે તેની નોંધ લેવા નમ્રે ભાવે વિનંતી કરુ છું.

  આ તમારા આત્મામાંથી વહેલી શબ્દ સરિતા તો મને પણ ભીંજવી ગઈ. સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાથના કે આવા સજ્જન પુરુષોને વધુને વધુ શક્તિ આપતા રહે.

  પ્રતિશ્રી ,

  ભજન અમૃતવાણી
  અતુલભાઈ જાની

  માતૃભાષા ગુજરાતીની ઉત્તમ સેવા કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.

  સ્વામિનારાયણ મંદિર અમરોલી – સુરતથી જ્ઞાનપ્રકાશ સ્વામીના જય શ્રી
  સ્વામિનારાયણ સ્વીકારશો. મેં આજે જ તમારી ભજન અમૃતવાણી SITE જોઈ . જીવનોપયોગી
  ઉત્તમ સાહિત્ય તમે સમાજ સામે પ્રસ્તુત કર્યું છે, કારણ કે મહાન લેખકો જે લખી
  ગયા તે જેટલું માણસની નજરમાં આવે તેટલું કામનું .

  મારી પાસે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનની તેમજ ભાગવત
  વગેરેની PDF FILE છે, મારી એવી ઈચ્છા છે કે તે પણ આપ દ્વારા સમાજ તેનો વધુમાં
  વધુ લાભ મેળવે .

  મારો સંપર્ક નં. ૯૪૨૯૦૮૯૨૯૪

  EMAIL – gunatitvision@gmail.com

 53. chandravadan

  અતુલ,

  આજે તારા બ્લોગ પર ફરી આવ્યો !

  તારા બ્લોગના “મુખ્ય પાન” પર “ગમતીલા પોતાના સ્વજનો”માં અનેક બ્લોગોના નામો વાંચ્યા…..

  “કુરૂક્ષેત્ર”….ટહુકો” …”.અસર” ….”ગધસુર”…..”મનોમંથન” ….અને…. “વાંચન્યાત્રા” !…..and “Nirave Rave ” of Pragnajuben Vyas !

  આવા બ્લોગો ચલાવનારાઓ સાથે “હું અને ચંદ્રપૂકાર” !….મારૂ હ્રદય હલી ગયું ….ભારી થયું…..પણ આ ભાર હતો આનંદનો !

  આભાર !

  પછી વિચાર આવ્યો કે આ “આનંદ અને આભાર” અતુલને કેવી રીતે દર્શાવું ?…ઈમૅઈલ કરી શકતે…..પણ, અતુલ તારા જ બ્લોગ પર જાણ્યું , તો, તારા જ બ્લોગ પર એ દર્શાવું…અને “તારા પરિચય” વિભાગે એક પ્રતિભાવરૂપે પ્રગટ કરૂં છું !

  >>>>>>ચંદ્રવદન મિસ્ત્રી (કાકાજી )
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Atul..Thanks for your recent visit/comment on Chandrapukar !

 54. આપનો બ્લોગ ખરેખર ખુબ સરસ છે.
  વાંચીને આનંદ થયો.મારા બ્લોગની મુલાકત લેવા આમંત્રુ છુ.

 55. rajshri

  atulbhai good job done. i wish to share my comments in Gujrati how i can as i can on tahuko? i also wish to share highly spiritual poems of rabindrnath in gujarati. let me know how i can do this

 56. rajshri

  I also request you if UPNISHAD can be put on audio, isavasya, kath and ken upnishad i wish to listen.

 57. શ્રી રાજશ્રીબહેન,

  તમે જે રીતે “ટહુકો” ઉપર કોમેન્ટ કરો છો તેવી રીતે અહીં કોમેન્ટ કરવી સાવ સરળ છે. તમારે એક સાથે બંને “ટહુકો” અને “ભજનામૃત વાણી” તમારા બ્રાઉઝર માં Open કરવાના. પછી “ટહુકો” ના કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ લખવાની. ત્યાંથી કોપી કરીને અહીંના કોમેન્ટ બોક્ષમાં પેસ્ટ કરવાની. તમે રબીન્દ્રનાથ ટાગોરની કઈ કવિતા શે’ર કરવા માંગો છો?

  એકલો જાને રે ?

  તો તે કવિતા મહેરબાની કરીને મારી સાથે શે’ર ન કરશો. એકલો એકલો તો હું આખી જીંદગી જીવ્યો છું . હવે “કોઈ બેકલો જાને રે” એવી કવિતા હોય તો જરા કહેશો.

  હા, આ કવિતા શેર જેવા લોકોને સંભળાવો તો કાઈ વાંધો નથી.

 58. hirals

  Shri AtulBhai,

  Nice to know about you.

  You have asked spiritual good poem….so, thought to share….I am sure you will like this.

  સંસારચક્રનો બંદી
  ————————————–

  હું આમ વિચારું ને તેમ વિચારું,
  એકાગ્ર ચિત્ત થોડી ક્ષણો પણ ટકી શકે ના,
  તોયે હું સ્વતંત્ર!

  સુખ, દુઃખ એની મેળે જ આવે ને જાય,
  હું મારું મમત્વ છોડી શકુ ના,
  તોયે હું સ્વતંત્ર!

  જીવન-મૃત્યુ ચક્રની ધરી એની મેળે જ ફરે,
  હું ફેરવી શકુ ના,
  તોયે હું સ્વતંત્ર!

  આ સંસારચક્રનો હું બંદી,
  મારી જમાતન કોઇ કરી શકે ના,
  તોયે હું સ્વતંત્ર!

  ————————————–

  I think this and that,

  can’t concentrate for few seconds,

  but still I am free!

  sorrow and bliss come its own & go its own,

  they don’t ask my permission,

  but still I am free!

  birth and death wheel circulate its own,

  I can’t turn or twist it,

  but still I am free!

  I am prisoner of this worldly-world,

  No one can give or take my bale,

  but still I am free!

  ©Hiral

  Best wishes,

  Hiral

 59. hirals

  Sorry, this is not bhajan…..just a good concept to realise our real situations, our limitations.

 60. ખરેખર બહુજ સુન્દર બ્લોગ. વાંચીને આનંદ થાય છે.

 61. શ્રી અતુલભાઈ,
  આજે આપના બ્લોગમાં પગલા પડ્યા નવું જાણવાનું મળ્યું .
  આપ ભજન કહો છો તેમ ભજન દ્વારા ઘણું શીખી શકાય છે.
  અને બીજાને શીખવાડી શકાય છે. મારી પાસે જુના ભજનો છે.
  હમણાં મેં મારા “સ્વપ્ન સમર્પણ ” બ્લોગ દ્વારા રાધા -કૃષ્ણનો
  સવાદ દાણ લીલા ” પરાર્થે સમર્પણ”માં મુકેલ છે આપને યોગ્ય
  લાગે તો લઇ શકો છો. શ્રાવણ માસમાં બીજા ભજનો મુકવાનો
  ચુ. આપનો પ્રયાસ ખુબ સુંદર છે . અભિનંદન.

  ” સ્વપ્ન” જેસરવાકર

 62. અતુલભાઈ.
  આજે જ તમારો બ્લોગ જોયો. ખૂબ સરસ. તમે પણ અધ્યાત્મમાર્ગના પ્રવાસી છો એ જાણી આનંદ થયો. અમારી બીજી વેબસાઈટ તમને અધ્યાત્મ માર્ગે જવામાં સહાયરૂપ થશે. કદાચ તમે તે જોઈ જ હશે.
  ખૂબ ખૂબ અભિનંદન.
  મીતિક્ષા.

 63. umesh kankoshiya

  અતુલભાઈ.
  આજે જ તમારો બ્લોગ જોયો. ખૂબ સરસ. આનંદ થયો. જોઈ જ હશે.
  ખૂબ ખૂબ અભિનંદન.
  Umesh

 64. ગં

  ભૂખ્યાને અન્ન મળે અને તરસ્યાને પાણી મળે અને જેટલો સંતોષ થાય એટલો આનંદ તમારો આ બ્લોગ

  વાંચીને થયો. હવે નિયમિત વિચારવિનિમય કરતા રહીશું. અભિનંદન.

 65. શ્રી અતુલભાઈ,
  આપને નમસ્કાર. પેહલી વખત આપના બ્લોગ પર આવ્યો છું. ” આજ નું ચિંતક – આગંતુક ” માં મુકેલ એક એક મોતી ને મેં નિહાળ્યા.સાચે, આ બધા મોતી ની ચમક એટલી તે ચમકદાર છે કે દિલોદિમાગ ને આ વિચાર ને સ્વીકારવા અસર કરી દેછે.
  આપના વિચારો આપના ગહનચિંતન ની ઊંડાઈ બતાવે છે.
  બહુજ ગમ્યું.

 66. શ્રી અતુલભાઈ,
  આપને જણાવવાનું રહી ગયું કે આપના બ્લોગ ના નામ નો સમાવેશ મેં મારી એક ગધ્ય રચના માં કરેલ છે ” wordpress.com પર મારા આગમન વેળા ” . આપ મારા બ્લોગ પર આવશો તો આનંદ થશે.

 67. khubsaras

 68. ભાઈ શ્રી,

  આપના વિચારો આપની આધ્યાત્મિક યાત્રા નો મોઘમ ઈશારો છે.
  આપનો આ પ્રયાસ ખુબ ખુબ પ્રસંશનીય છે. કોટી કોટી અભિનંદન.

  મારો અંગત અનુભવ તમારી સાથે શેર કરુંછું.
  ટીવી ઉપર ડિસ્કવરી ચેનલ ચાલુ થઇ તે પહેલા મારા મનમાં પણ ‘મોક્ષ’ની ઝંખના, આધ્યાત્મ માં રસ હોવાથી, પ્રબળ હતી. પણ આ ચેનલ પર બ્રહ્માંડ ના દ્રશ્યો જોયા પછી મેં નોધ્યું કે (હજી સુધી આપણી પહોંચ છે ત્યાં સુધી) પૃથ્વી જેટલી જીવંત અને સુંદર રચના બીજે ક્યાંય નથી. હવે ઈશ્વરને સૃષ્ટિ ના રચયિતા માનીએ તો જ્યારે તેમણે આપણને તેની સૌથી ઉત્કૃષ્ટ રચના ઉપર જીવવા મોકલ્યા હોય ત્યારે તેની આગળ મોક્ષ કે જીવન મુક્તિ ની વાત કરાવી એ કેવું નગુણાપણું લાગે ?

  આધ્યાત્મિકતા અકબંધ રાખી ધરતી પર મોજ કરવા મને ઈશ્વરે મોકલ્યો હોય તેમ કશાય છોછ કે નિયંત્રણો વિના (માત્ર એક મર્યાદા પાળું છું કે મારી ખુશી અન્યની પરેશાની ન બનવી જોઈએ)જીવવામાં જીવન ની સાર્થકતા અનુભવું છું. રોજ રોજ આ અમૃતમયી ધરતી ની અજાયબીઓ થી અચરજ પામી ઉપર આકાશમાં જોઉં છું અને મને આ કિલ્લોલ-યાત્રાએ મોકલવા માટે તેનો આભાર માનું છું.

 69. Prafull Sheth

  Shree Atulbhai,
  Jay Shree Krushhn
  Wish You Speedy Recovery
  Optics Neuritis Search – http://www.ncbi.nlm.nih.gov/pubmedhealth/PMH0001750/
  What I Get is as Follow
  Optic neuritis
  Retro-orbital neuritis
  Last reviewed: August 29, 2009.
  Optic neuritis is inflammation of the optic nerve. It may cause sudden, reduced vision in the affected eye.
  Causes, incidence, and risk factors
  The cause of optic neuritis is unknown.
  Sudden inflammation of the nerve connecting the eye and the brain (optic nerve) can injure the insulation (myelin
  sheath) surrounding each nerve fiber, causing the nerve to swell.
  Causes of the inflammation can include:
  Autoimmune diseases (systemic lupus erythematosus, sarcoidosis, Behcet disease, autoimmune optic
  neuritis)
  Infections (tuberculosis, syphilis, Lyme disease, meningitis, viral encephalitis, and post-infectious
  measles, rubella, chickenpox, herpes zoster, mumps, and Mycoplasma pneumonia or other common
  upper respiratory tract infections)
  Multiple sclerosis (most often in adults, but also in children)
  Toxicity from drugs such as methanol or ethambutol
  Vitamin B-12 deficiency
  Risk factors are related to the particular cause.
  Symptoms
  Loss of vision in one eye, over the course of an hour or a few hours
  Changes in the way the pupil reacts to bright light
  Loss of color vision
  Pain when you move the eye
  Signs and tests
  A complete medical examination can help rule out related diseases. Tests may include the following:
  Color vision testing
  MRI of the brain including special images of the optic nerve
  Visual acuity testing
  Visualization of the optic disc by indirect ophthalmoscopy
  Treatment
  Vision often returns to normal within 2 – 3 weeks with no treatment.
  Corticosteroids given through a vein (IV) may speed up recovery. Higher doses should be used cautiously, as
  they can have serious side effects.
  Further tests may be needed to determine the cause of the neuritis. The condition causing the problem can
  then be treated.
  Expectations (prognosis)
  People who have optic neuritis without a disease such as multiple sclerosis have a good chance of recovery.
  Optic neuritis caused by multiple sclerosis or other autoimmune diseases such as systemic lupus
  erythematosus has a poorer outlook, although vision in the affected eye may still return to normal.
  Complications
  Body-wide side effects from corticosteroids
  Vision loss
  About 20% of patients with a first episode of optic neuritis will develop myelin sheath inflammation at other
  sites or will develop multiple sclerosis.
  Calling your health care provider
  Call your health care provider immediately if you have a sudden loss of vision in one eye.
  If you have optic neuritis, call your health care provider if:
  Your vision decreases
  You develop pain in the eye
  Your symptoms do not improve with treatment
  References
  Germann CA, Baumann MR, Hamzavi S. Ophthalmic diagnoses in the ED: optic neuritis. Am J Emerg
  Med. 2007;25:834-837. [PubMed: 17870491]
  1.
  Johnston MV. Demyelinating Disorders of the CNS. In: Kliegman RM, Behrman RE, Jenson HB,
  Stanton BF, eds. Nelson Textbook of Pediatrics. 18th Ed. Philadelphia, Pa: Saunders Elsevier; 2007:
  chap 600.
  2.
  Review Date: 8/29/2009.
  Reviewed by: Daniel B. Hoch, PhD, MD, Assistant Professor of Neurology, Harvard Medical School, Department of Neurology,
  Massachusetts General Hospital. Also reviewed by David Zieve, MD, MHA, Medical Director, A.D.A.M., Inc.
  A.D.A.M., Disclaimer
  Copyright © 2011, A.D.A.M., Inc.
  Optic neuritis – PubMed Health http://www.ncbi.nlm.nih.gov/pubmedhealth/PMH0001750/
  2

 70. Vaibhav

  Dear Atulbhai

  Good to hear about you…

  Very good collection and great source of knowledge for spirituality.

  I like your e-book collection. If you have some more e-books can you please provide that to me.

  This website can be so useful for your spiritual path. You might have heard about this website. It has many good books from Shree Yogeshwarji.

  http://www.swargarohan.org/

  Regards
  Vaibhav

 71. અતુલભાઇ, નમસ્તે.
  આપના બ્લૉગની આજે મુલાકાત લીધી અને ઘણી ખુશી ઉપજી. અધ્યાત્મનો આનંદ સાચો આનંદ છે તેની પ્રતિતિ ફરી એક વાર આપની મુલાકાત લઇને થઇ. ભાવનગરની પરંપરા જાળવી રાખવા માટે અભિનંદન!

  આપનો,
  કૅપ્ટન નરેન્દ્ર (ભૂતપૂર્વ ભાવનગરવાસી)

  • કેપ્ટન સાહેબ

   આપના લખાણો હું રસપૂર્વક વાંચતો હોઉ છું. હમ્મેશા તેમાં કશુંક ઈંગીત હોય છે, કશુંક ખૂંચીને પણ જગાડનારું. આપ ભૂતપૂર્વ ભાવનગરવાસી છો તે હકિકતથી તો મને આપના તરફ વિશેષ ખેંચાણ રહે છે.

   આપનો સહ્રદયી અતુલ

 72. અતુલભાઈ,

  મારું બ્લોગ વાંચન ઘણું જ સીમિત છે એટલે રેગ્યુલર તો નહી પણ ઘણીવાર તમારો બ્લોગ વાંચુ છું, ખરેખર સરસ કામ કરો છો…

  કોમેન્ટ કરવાનું બીજુ પણ એક કારણ કે તમે અવાર-નવાર મારી બ્લોગ પોસ્ટ લાઈક કરીને પ્રોત્સાહિત કરો છો એ બદલ દિલથી થેંક્યુ – અને આ કહેવા માટે જનરલી હું મેઈલ કરતો હોવ છું પણ મને તમારૂં આઈ ડી મળ્યુ નહી (એમાં પણ હું કાચો છું)

  ચાલો ત્યારે આવજો અને શુભેચ્છા ! 🙂

  • શ્રી રજનીભાઈ

   મને બ્લોગ-જગતમાં આંટા-ફેરા કરવા બહુ ગમે છે. તમારા બ્લોગ પર અવનવું જાણવા – માણવા મળે તેથી અચૂક આવું છું. જે પોસ્ટ ગમે તેમાં લાઈક પર જરૂર ક્લિક કરુ છું.

   ઈ-મેઈલ આઈ.ડી. નોંધી લેશો – માત્ર આભાર વ્યક્ત કરવા માટે જ નહિં કોઈ પણ કામ માટે જ્યારે જરૂર પડે ત્યારે મેઈલ કરશો.

   atuljaniagantuk@gmail.com

 73. આદરણીય શ્રી અતુલભાઈ,
  સૌ પ્રથમ મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર.
  આજે પ્રથમ વખત મે આપના બ્લોગની મુલાકાત લીધી છે પરંતુ દિલથી કહુ છુ કે મને ખુબ જ આનંદ આવ્યો. જો આપનુ આગમન મારા બ્લોગ પર ન થયુ હોત તો આપના એ પગરવને ખોળતી હુ અહી સુધી ન આવી શકી હોત. આપ શ્રી ખુબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો, જે પથ ઉપર મે હજી પા પા પગલી કરી છે તે પથની ઘણી લાંબી મજલ આપ કાપી ચુક્યા છો. મે એક જ બેઠકે આપના બ્લોગના લગભગ બધા જ ક્ષેત્રની મુલાકાત લઇ લીધી અને મનને રૂચીકર એવી બધી પોસ્ટ એક બેઠકે વાંચી લીધી, ( મે વાંચી લીધી કહેવા કરતા “ મારાથી વાંચી લેવાઇ “ એ કહેવુ વધુ યોગ્ય રહેશે) મને જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર, ગીતા પ્રવચનો અને હેલન કેલરની આત્મકથા વાંચવાની ખુબ જ મઝા આવી. અને હા, એક ખાસ વાત એ કે આપના જ બ્લોગ ઉપરથી મને મારા પસંદગીના ગુજરાતી લેખકો શ્રી ગુણવંત શાહ અને શ્રી કાંતી ભટ્ટનુ સરનામુ મળવા પામ્યૂ છે, તે બદલ આપનો આભાર
  “જીવન આપણને જીવી જવા માટે મળ્યુ છે, જીવી નાખવા નહી” ઇશ્વરે આપેલી આ અણમોલ ભેટનો બને એટલો સદઉપયોગ કરી શકીએ તો તેના જેવી સુંદર રીટર્ન ગીફટ બીજી કોઇ નથી. આ જીવન પ્રત્યેની મારી માન્યતા છે.
  પ્રેરણાત્મક અને ચીંતનાત્મક લેખો એ જીવનરૂપી ઉધ્ધાન નુ ખાતર છે. મારી પાસે આવા ઘણા લેખોનો સંગ્રહ છે, સમય મળે યુનીકોડમા રૂપાંતરીત કરી આપને મોકલતી રહીશ. મારા બ્લોગ પર અંગ્રેજી ભાષામા પ્રકાશીત જીવન ઉપયોગી પુસ્તકો અને તેમા રહેલા લેખો તેના લેખક અને પ્રકાશકની પરવાનગીથી ગુજરાતીમા ભાષાંતર કરીને ગુજરાતી પ્રજા સમક્ષ રજુ કરવાનો મે પ્રયત્ન કર્યો છે. આપ અવાર-નવાર તેની મુલાકાત લેતા રહેશો.
  આભાર,

  http://ajvaduu.wordpress.com

 74. Hello Atul Jani,

  I am interesting in reading as like this blog..
  i also believe in Bhagvad Geeta, Upnishad.
  I am also form Bhavnagar, right now i m in IT fields as a web and graphic designer.

 75. આદરણીયશ્રી. અતુલભાઈ સાહેબ

  આપના બ્લોગમાં આજે કોઈક લિંક મળતા આવ્યો તો સાચે જ

  ધરમનો સાચો મર્મ સમજાયો, આપનું ખુબજ ઉંડાણ પૂર્વકનું જ્ઞાન

  વિશાળ વાંચન સિવાય આ શક્ય જ નથી.

  ધન્ય છે, આપના માતા-પિતા કે જેમણે આવા સુંદર વિચારો આપનામાં પ્રસ્થાપિત કર્યા.

  આપના વિચારો જોતા સાહેબ ગયા ” મા સરસ્વતી ” ની આપ પર કૃપા

  થયેલી છે. આપની કલમ દ્વારા વર્ષો સુધી આ બ્લોગ જગતમાં આપ

  લોક હ્ર્દયમાં બિરાજમાન રહેશોજી.

  હું તો બ્લોગ જગતમાં ખુબજ નવો નવો છું. હજુ તો મારા નવા પગરણ છે, સાહેબ

  પરંતુ આપની ધાર્મિક સેવા જોઈ હું ખુબજ પ્રભાવિત થયો,

  જુગ જુગ જીવો

  લિ.

  ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  સુરત

  • શ્રી કીશોરભાઈ,

   આપના બ્લોગ પર હું ઘણી વખત અલપ ઝલપ આવું છું. જો કે પ્રતિભાવ નથી આપી શક્યો. ક્યારેક સમય લઈને આવીશ. આવતા રહેજો.

 76. માનનીય શ્રી અતુલભાઈ,
  આપના બ્લોગની પ્રથમ મુલાકાત લઈને ખુબ જ આનંદ થયો. તમારા બ્લોગમાં જેમ જેમ
  ઊંડા ઉતરતા જઈએ એમ એમ હૃદય આદ્યાત્મીક્તાથી પુલકિત થઇ જાય છે અને વધુ ને વધુ
  વાંચ્યા કરીએ એમ થયા કરે છે.
  મેં પણ મારી ૭૫ વર્ષની ઉમરે મારો વિનોદ વિહાર બ્લોગ એક મહિનાથી શરુ કર્યો છે.એની
  વેબ સાઈટ http://www.vinodvihar75.wordpress.com પર એની મુલાકાત લઇ મને પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરશો.
  વિનોદ આર. પટેલ ઈ-મેલ- vinodpatel63@yahoo.com

  • શ્રી વિનોદભાઈ,

   આપના બ્લોગની ઉડતી મુલાકાત લીધી. લેખ વાંચવા માટે સમય લઈને આવીશ. લેખ વાંચ્યા પછી પ્રતિભાવ જરુર આપીશ. આવતા રહેશો – વાંચતા રહેશો. એકાદ વાચક પણ જો પુલકિત થશે તો મારું રોમે રોમ પુલકીત થશે.

   આભાર

 77. i am very happy for knowing your vision and goal.

 78. સ્નેહીશ્રી અતુલભાઈ; આપના બ્લોગ પર આપનો પરિચય થકી મને એ જાણવા મળ્યું કે આપની રુચિ અને રસ કેવા પ્રકારનો છે? મને જણાવતાં એ આનંદ થાય છે કે અહીંયા જેઓ એ આપને પ્રતિભાવો આપ્યા છે તેમાંથી કેટલાંક બ્લોગરોથી પરિચિત છું..અને લાગે છે કે આપણે સૌ એક જ નાવમાં બેઠેલ મુસાફર છીએ સમય બધાનો અલગ અલગ હોઈ શકે પણ મંઝિલ સૌની એક છે.અંતે એટલું જ ઈશ્વરને પ્રાર્થીશ કે “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ અંતર્માં વહ્યા કરે શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય વહે.” આપની સાથે આદ્યાત્મિક યાત્રામાં સભાગી થવું મને ગમશે.

 79. ઉષાબહેન
  આપણે સહુ આ જગતરુપી વિરાટ નાવમાં પ્રવાસ કરતા સહપ્રવાસી છીએ. આ નાવ એટલી વિશાળ છે કે આપણે માત્ર થોડાંક પ્રવાસીઓ સાથે હળી મળી શકીએ છીએ – જેઓ જેઓ સાથે આપણો ઋણાનુબંધ હશે તેમને તેમને મળવાનું અને પ્રવાસમાં સાથે મુસાફરી કરવાનું થતું રહેશે. છેવટે તો સહુનું લક્ષ એક છે:

  દુ:ખની આત્યંતિક નીવૃત્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ.

  કોઈ આજ તો કોઈ કાલ જરૂર પહોંચશે. યાત્રામાં જેટલો વખત સાથે છીએ તેટલો વખત આનંદથી આ યાત્રાને માણીએ અને સહુ કોઈ એકબીજાના સંપર્કમાં આવનારાને કશાક સહાયરુપ બનીએ એટલે યાત્રા આનંદપ્રદ બની રહેશે.

 80. નમસ્તે..!!!

  રેશનાલિઝમ અંગે કોમેન્ટ્સ વાંચતાં અહી સુધી આવી ચડ્યો
  અને ખરેખર આધ્યાત્મ અને ભારતિય સંસ્કૃતિ નો ખજાનો જોવા મળ્યો !!

  ખુબ ખુબ આનંદ થયો !!!!!

  શ્યામ શુન્યમનસ્ક
  અલકાપુરી વડોદરા

 81. amirali khimani.

  શ્રિ અતુલ ભાઇ આપ્નો બ્લોગ અતિ સુન્દર છે કોલેજ થિ મને આધ્યત્મિક લેખો નુ વાન્ચ્ન ગમ્તુ હુ જ્ન્મે ગુજરતિ અને ગુજરતિ મારો પ્રિય વિશ્ય. પુજ્ય શ્રિ વિનોબાજિ ના ગિતા પ્ર્વ્ચનો દિલ્ના ઉડાણ મા ઉત્રિ જાય્છે.ટિપ્ણિ સાથે જો શ્ર્લોક પ્ણ હોય્તો સ્મ્જ્વુ સરલ થાય.આપ્ના વિચારોથિ હુ પ્ર્ભાવિત થ્યો.અધ્યત્મિક ચિન્તન નો બિજો એક બ્લોગ અજ્વાલુ પ્ન અતિ સુન્દર છે.આવુ વન્ચન પરમસ્મપે લઇજાય છે.જિવન કેટ્લુ ન્શ્વેર્છે તે ગિનાન આપેછે.મારા અભિનન્દન સ્વિકર્જો આપ્ના બ્લોગ નુ વધુ વાન્ચ્ન કરિયાપ્છઇ પ્ર્તિભાવ આપિશ. અતુલ ભાઇ મને ગુજરાતિ કિ-બોરડ વિશે મહિતિ આપિ સકો છો? આ કોમેન્ટ પરામુખિ થ્કિ ગુજરતિ મા લખુછુ આથિ વ્યક્ર્ણ નિ ભુલો થાય્છે તેમ્જ સ્મ્ય પ્ણ બ હુલાગે છે.માહિતિ આપ્શોતો આભારિ થઇસ.્સદ્ભવ્ના સાથે કરાચિ પકિસ્તાન થિ અમિર અલિ .

 82. વૈદિક જ્ઞાન માટે મહત્વની સાઈટ
  અહી તમને વૈદિક જ્ઞાન માટેના લેખ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મળશે.
  http://agniveer.com/category/lang/gu/

 83. Dharmesh Joshi

  I think Thakur brought me to your blog. Good to know you and I will keep visiting.
  Best Regards,
  Dharmesh Joshi

 84. Amee

  Atulbhai,

  I dont know but from somewhere i got your blog and i read whole in 2 weeks. with all novels. i specially like “Georger Wasignton Cower”….so superb thanks to provide us.

  Pls if possible than upload more gujarati books on your blog.

  Again many Thanks.

 85. અતુલભાઈ,
  ઘણા સમયથી આપની નેટ મુલાકાત થઈ નથી. આપની કોમેન્ટથી મારા બ્લોગની દિશા નક્કી થઈ –
  ‘એક આંખનું સ્વપ્ન’ – (ઓગસ્ટ ૭, ૨૦૧૨). પણ તમારો પ્રતિભાવ ન આવ્યો.
  આજે તમારા બ્લોગનો રેફરન્સ – ‘જુનુંઘર ખાલી કરતા’ સાભાર લઊં છું.
  ફરી મળીશું

  • શ્રી જીતુભાઈ,

   બ્લોગ વિચરણ યથા શક્તિ કરતો હોઉ છું. જો કે પ્રતિભાવ આપવાનું તથા ચર્ચા વિચારણાં હાલ પુરતાં મોકુફ રાખ્યાં છે.

   અહીં થી આપને જે જોઈએ તે લેવાની છૂટ છે. જો કે તેમાનું ઘણું બધું તો મેં પણ અન્ય સ્થળેથી એકત્ર કરેલ છે.

   વાસ્તવિકતા તો એવી છે કે આપણે અહીં ખાલી હાથે આવ્યાં હતાં તેથી આપણું અહીં કશું ન હોઈ શકે. જે કાઈ લઈએ છીએ તે અહીંથી લઈએ છીએ, જે કાઈ આપીએ છીએ તે અહીં આપીએ છીએ. આપણે સહુ લેવા અને દેવાનું એક યંત્ર માત્ર છીએ. છેવટે જે રીતે ખાલી હાથે આવ્યાં હતાં તે રીતે ખાલી હાથે ચાલ્યાં જઈએ છીએ.

   આવતાં રહેજો, જે જોઈએ તે લેતા રહેજો અને જે કાઈ આપવાની ઈચ્છા થાય તે આપતા રહેજો.

   ’એક આંખનું સ્વપ્ન’ વાંચવા વહેલી તકે આવીશ.

   • હું પણ શરીરને યંત્ર માનું છું, પણ એ હજુ અંદર સુધી ઉતારી શક્યો નથી.
    આભાર !

 86. મજાની (કે તકલીફની) વાત એ થઈ કે હું તમારા આ બ્લૉગનો ફોલોઅર છું…ને છતાં બ્લૉગને લાઈક કે વોટિંગ આજ સુધી કર્યું નથી ! હવે આજે એ મહાકાર્ય કરીને સંતાપ સાથે સંતોષ લઉં છું. ધન્યવાદ.

  • આપ જેવા વિદ્વતજન આ બ્લોગને ફોલો કરે તેનો આનંદ કાઈ ઓછો નથી.

   આપ સંતુષ્ટ થયા તેથી રાજી થયો અને સંતાપ જીવનમાં ક્યારેક ને ક્યારેક થતો જ હોય છે.

   માનવ જાતની સઘળી પ્રગતી આ સંતાપની નિવૃત્તિ માટે તો થઈ છે ને?

   આશા રાખીએ કે આપનો સંતાપ જલ્દીથી દુર થાય અને આપને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય.

   • આભાર.

    સંતાપ તો મારા મોડા પડવાનો જ હતો; તમારા બ્લૉગનો તો સંતાષ જ.

 87. Bhavesh Desai

  Excellent site. Dont know how to write in Gujrati on web site. Keep it up, we will enjoy and you will reach where you should be!

 88. Bhavesh Desai

  Please provide RSS feed for follow up

 89. dharam

  અતુલભાઈ,
  આપ્નો બ્લોગ અતિ સુન્દર છે. તમારા બ્લોગમાં જેમ જેમ
  ઊંડા ઉતરતા જઈએ એમ એમ હૃદય આદ્યાત્મીક્તાથી પુલકિત થઇ જાય છે અને વધુ ને વધુ
  વાંચ્યા કરીએ એમ થયા કરે છે.
  આપના બ્લોગની મુલાકાતથી ખુબ આનંદ થયો. ધન્યવાદ !

  • એટલું જ નહીં પણ ઊંડા ઊતરવા પ્રેરે પણ છે.

 90. Dear Atulbhai, thanks for publishing articles of my book MANOCHIKITSA
  I want to contact to you. please send your mail id or contact no at my id
  drsmjani@yahoo.com
  wait for your reply

 91. નમસ્કાર!
  આપનો બ્લોગ ”ભજનામૃતવાણી” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

 92. Shamma

  Atul bhai where do I find vinela phool’s all part I mean guchaa 1 2 3 all of them……please replay….I love to read short navlika.

 93. અંતરના આંગણેથી...

  ભજનામૃતવાણી…. વાસ્તવમાં અમૃત છે અતુલભાઈ. આભાર

 94. *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
  વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
  વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
  નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
  સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
  ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
  ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
  *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
  * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
  વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
  ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
  * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
  બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
  ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
  વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
  ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
  છે.
  * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
  ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
  ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
  શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
  શીખવી સરળ બની જશે.
  * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
  વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
  ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
  મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
  તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
  ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
  “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
  રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
  રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
  કટિબદ્ધ છે.
  *ગુજરાતીલેક્સિકોન વિશે : *
  45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
  ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
  સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
  *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
  મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
  વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
  ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
  લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
  *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
  (*http://global.gujaratilexicon.com/
  *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
  ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
  છે.
  ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
  ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
  આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
  લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
  ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
  રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
  વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
  સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
  વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
  શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
  સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
  Phone : +91 79 40049325 / +91 9825263050

 95. ખુબ સુંદર પ્રસ્તુતિ . આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( Students of FMS, Delhi (MBA)& Bits Pilani (M.Tech)) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

  આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે.

  હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com

 96. આદરણીય શ્રી,
  જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
  ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક,જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
  વિગતો :
  તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
  સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
  સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
  આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

  નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

 97. ખુબ જ સુંદર અતુલભાઈ google માં વિચારસાગર સર્ચ કર્યું
  અને તમારો આ બ્લોગ જોયો વધુમાં પંચદશી અને
  પૂજય રમણમહર્ષિની કૃતિઓ વિષે પણ થોડા શબ્દો લખજો
  જયશ્રી કૃષ્ણ

  • સંજય

   નમસ્કાર
   અરુણાચલ સ્તુતિ આ બ્લોગ પોસ્ટ માં જોઈ અતિ આનંદ થયો.
   મોરબી પાસે લક્ષ્મીનગર ગામ માં અમો મિત્રો , ગુરુજી પ્રબુદ્ધ શ્રી ગોરજી ના સાન્નિધ્ય માં શ્રી રમણ મહર્ષિ કેન્દ્ર , ધ્યાન, અધ્યાત્મ પિપાસુઓ માટે ચલાવીએ છીએ ,
   આપ આવો ત, મુલાકાત લોઆપનું અડ્રેસ મોકલો તો અમુક પુસ્તકો પણ મોકલવ ગમશે જેથી બૃહદ વર્તુળ માં મિત્રો ને લાભ મળે.
   પ્રણામ
   સંજય કાપડિયા, રાજકોટ
   ૯૮૨૫૩૩૮૯૪૮

 98. ykshoneycomb

  અતુલભાઈ,

  ૭૨ વર્ષની જૈફ વયે પૈસા કરતા સમય બાબતમાં હું વધારે કંજુસ છું. એટલે સિનેમા, ટી.વી. અને સમયનો વ્યય કરતા બ્લોગ્સથી હું અળગો રહેવાનું પસંદ કરું છું. પણ અધ્યાત્મ અને ભજન એજ હવે મારું જીવન છે, એટલે તમારા બ્લોગથી
  આજે આકર્ષાયો, એટલુજ નહિ મને તમારો બ્લોગ મને બહુજ ગમ્યો.
  હાલ અમેરિકામાં પણ મૂળ ભાવનગરનો વતની અને ભાવનગરની ભાવસિંહજી પોલીટેકનીકમાંથી ૧૯૬૬ની સાલમાં મીકેનીકલ એન્જીનયર થયો હોવાથી આપનો પરિચય જાણી સવિશેષ આનંદ ઉપજ્યો.

 99. Gautam

  I haven’t any words to appreciate your work.
  But
  Thank you

  • અતુલભાઈને સ્નેહયાદી સાથે નવું વરસ મુબારક. – જુ.

   *– જુગલકીશોર. *

   jjugalkishor@gmail.com Net–ગુર્જરી : https://jjkishor.wordpress.com/ –––––––––––––––––––––––

   2017-01-01 14:38 GMT+05:30 bhajanamrutwani.wordpress.com :

   > Gautam commented: “I haven’t any words to appreciate your work. But Thank > you” >

 100. Nanu B Patel

  અતુલભાઈ,
  આપ્નો બ્લોગ અતિ સુન્દર છે.
  તમારા બ્લોગમાં જેમ જેમઊંડા ઉતરતા જઈએ એમ એમ હૃદય આદ્યાત્મીક્તાથી પુલકિત થઇ જાય છે અને વધુ ને વધુ
  વાંચ્યા કરીએ એમ થયા કરે છે.

  આપના બ્લોગની મુલાકાતથી ખુબ આનંદ થયો. ધન્યવાદ !

 101. kyaa chho Autlbhai?

 102. આપ ફરીથી નીયમીત બ્લોગ ઉપર પોસ્ટ મુકતા રહેશો એ બાબતની આપની આજ ની પોસ્ટ અનુંસંધાનમાં આપે કાંઈજ ગુમાવેલ નથી. ઉપર બે ચાર કોમેન્ટ જુઓ. જાન્યુઆરી ૨૦૧૭ પછી મુલાકાતી માંડ એકાદ બે આવેલ છે અને મેં તો ટાપસી પુરાવેલ છે…

 103. હિરેન આહીર

  ભાઈ શ્રી….આપનો બ્લોગ ખૂબ જ જ્ઞાન સભર પોસ્ટ્સ થી ભરેલ છે…..મારે પરમહંસ યોગનન્દ ની બુક” mens etrnel quest” નું ગુજરાતી અનુવાદ જોયે શક્ય હોય તો બાકી હિન્દી પણ ચાલશે…..
  આભાર

 104. ભાવેન ડી. પારેખ

  જિતેન્દ્રભાઈ નો લેખ ખૂબ સરસ હતો. અતુલ, ખૂબ ખૂબ અભિનંદન.

 105. Harshadray Chauhan

  આપનો પરિચય જાણીને મનમાં સદ્ભાવ પ્રગટ્યો ,ખૂબ જ આનંદ થયો.
  — હર્ષદ ચૌહાણ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: