Daily Archives: 23/12/2008

સહેલો રસ્તો (42)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૨ – સહેલો રસ્તો

૪. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે. વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલ ધર્મ. પૃથ્વીના પડ પર જે કંઈ પ્રાચીન લખાણ મોજૂદ છે તેમાંનું વેદ પહેલું લખાણ મનાય છે. તેથી ભાવિક લોક તેને અનાદિ માને છે. આથી વેદ પૂજ્ય ગણાયા. અને ઈતિહાસની દ્રષ્ટિથી જોઈએ તો પણ વેદ આપણા સમાજની પ્રાચીન ભાવનાઓનું જૂનું નિશાન છે. તામ્રપટ, શિલાલેખ, જૂના સિક્કા, વાસણો, પ્રાણીઓના અવશેષ એ બધાંના કરતાં આ લેખિત સાધન અત્યંત મહત્વનું છે. પહેલવહેલો ઐતિહાસિક પુરાવો એ વેદ છે. આવા એ વેદમાં જે ધર્મ બીજરૂપે હતો તેનું વૃક્ષ વધતાં વધતાં છેવટે તેને ગીતાનું દિવ્ય મધુર ફળ બેઠું. ફળ સિવાય ઝાડનું આપણે શું ખાઈ શકીએ ? ઝાડને ફળ બેસે પછી જ તેમાંથી ખાવાનું મળે. વેદધર્મના સારનોયે સાર તે આ ગીતા છે.

5. આ જે વેદધર્મ પ્રાચીન કાળથી રૂઢ હતો તેમાં તરેહતરેહના યજ્ઞયાગ, ક્રિયાકલાપ, વિવિધ તપશ્ચર્યાઓ, નાના પ્રકારની સાધનાઓ બતાવેલી છે. એ બધું કર્મકાંડ નિરૂપયોગી નહીં હોય તો પણ તેને સારૂ અધિકારની જરૂર રહેતી હતી. તે કર્મકાંડની સૌ કોઈને છૂટ નહોતી. નાળિયેરી પર ઊંચે રહેલું નાળિયેર ઉપર ચડીને તોડે કોણ ? તેને પછી છોલે કોણ ? અને તેને ફોડે કોણ ? ભૂખ તો ઘણીયે લાગી હોય. પણ એ ઊંચા ઝાડ પરનું નાળિયેર મળે કેવી રીતે ? હું નીચેથી ઊંચે નાળિયેર તરફ તાકું ને નાળિયેર ઉપરથી મારા તરફ જોયા કરે. પણ એથી મારા પેટની આગ થોડી હોલવાવાની હતી ? એ નાળિયેર અને મારી સીધી મુલાકાત ન થાય ત્યાં સુધી બધું નકામું. વેદમાંની એ વિવિધ ક્રિયાઓમાં અત્યંત સૂક્ષ્મ વિચારો હોય. સામાન્ય જનતાને તે કેવી રીતે સમજાય ? વેદમાર્ગ વગર મોક્ષ ન મળે પણ વેદનો તો અધિકાર નહીં! પછી બીજાંઓનું શું થાય ?

6. તેથી કૃપાળુ સંતોએ આગળ પડી કહ્યું, ‘ લાવો, આપણે આ વેદોનો રસ કાઢીએ. વેદોનો સાર ટૂંકામાં કાઢી દુનિયાને આપીએ. ’ એથી તુકારામ મહારાજ કહે છે,

वेद अनंत बोलला । अर्थ ईतुका चि सादला ।

વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો. એ અર્થ કયો ? હરિનામ. હરિનામ એ વેદનો સાર છે. રામનામથી મોક્ષ અવશ્ય મળે છે. સ્ત્રીઓ, છોકરાં, શૂદ્ર, વૈશ્ય, અણઘડ, દૂબળાં, રોગી, પાંગળાં સૌ કોઈને માટે મોક્ષની છૂટ થઈ. વેદના કબાટમાં પુરાઈ રહેલો મોક્ષ ભગવાને રાજમાર્ગ પર આણીને મૂક્યો. મોક્ષની સાદીસીધી યુક્તિ તેમણે બતાવી. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કાં ન કરી શકાય ? બીજા યજ્ઞયાગની જરૂર શી ? તારૂં રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કર.

7. એ આ રાજમાર્ગ છે.

‘ यानास्थाय नरो राजन् न प्रमाद्येत कर्हिचित् ।
धावन्निमील्य वा नेत्रे न स्खलेन्न पतेदिह ।। ’

જેનો આધાર લેવાથી માણસની કદીયે ભૂલ થવાનો ડર નથી, આંખો મીંચીને દોડે તોયે પડશે નહીં. બીજો રસ્તો ‘ क्षुरस्य धारा निशिता दुरत्यया ’ – અસ્ત્રાની ધાર જેવો તીક્ષ્ણ, મુશ્કેલીથી તે પર ચલાય એવો છે. તરવારની ધાર કદાચ થોડી બૂઠી હશે પણ આ વૈદક માર્ગ મહાવિકટ છે. રામના ગુલામ થઈને રહેવાનો રસ્તો સહેલો છે. કોઈને ઈજનેર ધીમે ધીમે ઊંચાઈ વધારતો વધારતો રસ્તો ઉપર ને ઉપર લેતો લેતો આપણને શિખર પર લઈ જઈને પહોંચાડે છે. અને આપણને આટલા બધા ઊંચે ચડયા એનો ખ્યાલ સરખો આવતો નથી. એ જેવી પેલા ઈજનેરની તેવી જ આ રાજમાર્ગની ખૂબી છે. જે માણસ જ્યાં કર્મ કરતો ઊભો છે ત્યાં જ, તે જ સાદા કર્મ વડે પરમાત્માને પહોંચી શકાય એવો આ માર્ગ છે.

8. પરમેશ્વર શું ક્યાંક છુપાઈ રહેલો છે ? કોઈ ખીણમાં, કોઈ કોતરમાં, કોઈ નદીમાં, કોઈ સ્વર્ગમાં, એમ તે ક્યાંક લપાઈ બેઠો છે? હીરામાણેક, સોનું ચાંદી પૃથ્વીના પેટાળમાં છુપાયેલાં પડયાં છે. તેની માફક શું આ પરમેશ્વરરૂપી લાલ રતન છૂપું છે ? ઈશ્વરને શું ક્યાંકથી ખોદીને કાઢવાનો છે ? આ બધે સામો ઈશ્વર જ ઊભો નથી કે ? આ તમામ લોકો ઈશ્વરની મૂર્તિ છે. ભગવાન કહે છે, ‘ આ માનવરૂપે પ્રગટ થયેલી હરિમૂર્તિનો તુચ્છકાર કરશો મા. ’ ઈશ્વર પોતે ચરાચરમાં પ્રગટ થઈને રહ્યો છે. તેને શોધવાના કૃત્રિમ ઉપાયો શા સારૂ ? સીધોસાદો ઉપાય છે. અરે ! તું જે જે સેવા કરે તેનો સંબંધ રામની સાથે જોડી દે એટલે થયું. રામનો ગુલામ થા. પેલો કઠણ વેદમાર્ગ, પેલો યજ્ઞ, પેલાં સ્વાહા ને સ્વધા, પેલું શ્રાદ્ધ, પેલું તર્પણ, એ બધું મોક્ષ તરફ લઈ તો જશે, પણ તેમાં અધિકારી ને અનધિકારીની ભાંજગડ ઊભી થાય છે. આપણે એમાં જરાયે પડવું નથી. તું એટલું જ કર કે જે કંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે. નવમો અધ્યાય એવું કહે છે. અને તેથી ભક્તોને તે બહુ મીઠો લાગે છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

રામને સમર તો તને ખોટ શાની (82)

રાગઃ- માલકૌંસ

રામને સમર તો તને ખોટ શાની
કાંઇ ન બેસે દામ તારે, કરવાનું છે એક જ કામ –ટેક

સસ્તું છે શ્યામ સ્મરણ, ન બેસે નાણું લેતા નામ
આળસુ થઇને પડ્યો અભાગી, એ કાયરપણાનું કામ –1

રામનામનો મહિમા મોટો, તરવાનું એ કામ
ભક્તજનને ભીતર વહાલું, નારાયણનું નામ –2

શાને માટે સૂતો સંસારી, ઉંઘમાં કરતો આરામ
કાલ આવી ઝાલી જાશે, ત્યાં જમ પાસે નહીં જમાન –3

નવમાસ ભારે મારી જનુની, હેરાન કરી હેવાન
જનનીનું તે દૂધ લજાવ્યું, ન લીધું નારાયણનું નામ –4

સત્‌ગુરુ સાહેબ સ્મરણ કરી લે, ભક્ત વત્સલ ભગવાન
ભજનપ્રકાશ ભવસાગર તારે, આપે અમર ધામ –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Conversations and Dialogues with Swami Vivekananda (XI)

XI
(Translated from Bengali)
(From the Diary of a Disciple)

(The disciple is Sharatchandra Chakravarty, who published his records in a Bengali book, Swami-Shishya-Samvâda, in two parts. The present series of “Conversations and Dialogues” is a revised translation from this book. Five dialogues of this series have already appeared in the Complete Works, Vol. V.)

[Place: The house of the late Babu Navagopal Ghosh, Ramakrishnapur, Howrah, 6th February, 1898.]

Today the festival of installing the image of Shri Ramakrishna was to come off at the residence of Babu Navagopal Ghosh of Ramakrishnapur, Howrah. The Sannyasins of the Math and the householder devotees of Shri Ramakrishna had all been invited there.
Swamiji with his party reached the bathing ghat at Ramakrishnapur. He was dressed in the simplest garb of ochre with turban on his head and was barefooted On both sides of the road were standing multitudes of people to see him. Swamiji commenced singing the famous Nativity Hymn on Shri Ramakrishna — “Who art Thou laid on the lap of a poor Brahmin mother”, etc., and headed a procession, himself playing on the Khol. (A kind of Indian drum elongated and narrows at both ends.) All the devotees assembled there followed, joining in the; chorus.

Shortly after the procession reached its destination, Swamiji went upstairs to see the chapel. The chapel was floored with marble. In the centre was the throne and upon it was the porcelain image of Shri Ramakrishna. The arrangement of materials was perfect and Swamiji was much pleased to see this.

The wife of Navagopal Babu prostrated herself before Swamiji with the other female members of the house and then took to fanning him. Hearing Swamiji speaking highly of every arrangement, she addressed him and said, “What have we got to entitle us to the privilege of worshipping Thâkur (the Master, Lord)? — A poor home and poor means! Do bless us please by installing him here out of your own kindness!

In reply to this, Swamiji jocosely said, “Your Thakur never had in his fourteen generations such a marble floored house to live in! He had his birth in that rural thatched cottage and lived his days on indifferent means. And if he does not live here so excellently served, where else should he live?” Swamiji’s words made everybody laugh out.

Now, with his body rubbed with ashes and gracing the seat of the priest, Swamiji himself conducted the worship, with Swami Prakashananda to assist him. After the worship was over, Swamiji while still in the worship-room composed extempore this Mantra for prostration before Bhagavan Shri Ramakrishna:

— “I bow down to Ramakrishna, who established the religion, embodying in himself the reality of all religions and being thus the foremost of divine Incarnations.”

All prostrated before Shri Ramakrishna with this Mantra. In the evening Swamiji returned to Baghbazar.

Categories: Conversations and Dialogues, Swami Vivekananda | Tags: , | Leave a comment

અંતર્જ્ઞાન (December – 23)

Paramhansa Yogananda

Paramhansa Yogananda

જો આપણે મગજનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણે સમજી શકીએ કે પ્રભુ મન અને બુદ્ધિની સીમાથી કેટલો પર છે. સહજજ્ઞાનની શક્તિ દ્વારા જ એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તે જાણી શકાય છે. આપણે મન તથા બુદ્ધિના કેન્દ્ર – અધિચેતન મન દ્વારા જ બ્રહ્મચૈતન્યને જાણવું પડશે. મનુષ્ય આગળ અંતર્જ્ઞાનાત્મક અધિચૈતન્યના માધ્યમ વડે જ પ્રભુનું અનંત સ્વરૂપ પ્રગટ થાય છે. ધ્યાનમાં અનુભવેલ આનંદ, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત આનંદની ઉપસ્થિતિને ખુલ્લી પાડે છે. ધ્યાનમાં દેખાતો પ્રકાશ સુક્ષ્મ પ્રકાશ છે કે જેના વડે આપણું ઇન્દ્રિયગોચર બ્રહ્માંડ નિર્માયેલ છે. આ પ્રકાશને જોયા પછી, સૃષ્ટિની સમસ્ત વસ્તુઓની સાથે માનવ ઐક્ય અનુભવે છે.

If we use the mind properly, we can understand how God is beyond mind and intellect; and how His true nature can be felt only through the power of intution. We must find His consciousness through the super-conscious mind – the nucleus of mind and intelligence. His infinite nature is revealed to man through the intuitive super-consciousness. The joy felt in meditation reveals the presence of Eternal joy spread over all creation is made. Beholding this light, one feels a unity with all things.

— Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga annual-series booklet”

Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Blog at WordPress.com.