અખંડ બ્રહ્મને ઓળખી તમે – (12)


અખંડ બ્રહ્મને ઓળખી તમે, જુઓ આ ઘટમાં જાગી 

વિના ભેદ બાહીર મત ભટકો, ખોજ કરો માંહી આધી –અખંડ

સત શબ્દસે કરલે ગુજારા, વરતી રાખી વૈરાગી

મહાપુરુષના વચને ચાલો, તન મન દીયો ત્યાગી –અખંડ

નૂર નિરંતર ભાળો નૂરતસે, સુરતા બાંધી સુહાગી

અગમ ઘરમેં વાસ અલખકા, ગુરૂ ગમસે જો જાગી –અખંડ

અધર તખ્ત પર આપ બિરાજે, લીઆ અલક્ષ લક્ષ તાગી

ભજનપ્રકાશ પૂરણ બ્રહ્મ પાયા,મારી ભે ભ્રમણા ભાંગી–અખંડ


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Post navigation

Leave a comment

Blog at WordPress.com.