Daily Archives: 01/10/2008

સરળ બ્રહ્મબોધ શતક

પ્રશ્ન : કૌન તુમ કહાં સે આયો, કૌન માત અરૂ તાત 
કૌનસે તુમને જન્મ પાયો, લે લક્ષ મેં બાત – 1 

પ્રત્યુત્તર: મેં બ્રહ્મ બ્રહ્મલોકસે આયો, નહીં કોઇ માતકે તાત
મૈં અજન્મા અવિનાશી સદા, અલક્ષ બ્રહ્મ સાક્ષાત – 2

પ્રશ્ન : કૌન આતા કૌન જાતા, કૌન પાતા જન્મ
પાપપુણ્ય કૌન બ્રહ્મને કિયા, વિવિધ ભોગે કરમ – 3

પ્રત્યુત્તર : જીવ આતા જીવ જાતા, જીવ પાતા જન્મ
પાપપુણ્ય જીવને કિયા, વિવિધ ભોગે કરમ – 4

કૌન જીવ કહાંસે આયા, ક્યા રૂપ ઔર રેખ
કૌન જીવ કર્તા ભોક્તા, કહી બતાવો લેખ – 5

ઇશ્વર અંશ જીવ ચૈતન્ય, સો અવિદ્યા આધીન
ચિદાભાસ કર્તા ભોક્તા, યથાર્થ બાત સમીચીન – 6

અખંડ બ્રહ્મ અવિનાશી, ઈશ્વર કૈસે અવિદ્યા આધીન
ભયા પાપ પુણ્ય કૌન નિર્લેપસે,કહિયે બાત સમીચીન-7

નિર્ગુણ નિરાલંબ બ્રહ્મ, સ્વભાવે થયુ સાકાર
સંકલ્પસે સૃષ્ટિ ભઈ, એકસે અનેક આકાર – 8

સૃષ્ટિ અને જીવ સબ, રહ્યા માયામે લય પાઈ
સો માયા માયાપતિમે, સદા રહી સમાઈ – 9

સામ્ય રૂપ ત્રિગુણ તણુ, પ્રધાન કહીએ સોઈ
જડ ચેતન જીવ સબ રહ્યા, બ્રહ્મમે માયા સહ સોઈ – 10

માયા વિરોધી જાનીએ, વિશેષ બ્રહ્મજ્ઞાન
જ્ઞાન સામાન્ય આશ્રય, વચન વેદ પ્રમાણ – 11

સૃષ્ટિથી નહીં સુખ બ્રહ્મ, નહીં સૃષ્ટિથી ક્લેશ
સ્વભાવે સૃષ્ટિ ભઈ, શેષ અવિશેષ વિશેષ – 12

અપના કરમ ભોગ સહિત, માયામેં સબ રહ્યા સમાય
સો માયા બ્રહ્મમેં રહી, જ્યોં દિવસમેં રહી રાત – 13

જીવકા ભોગ ભાવે કરી, સરજનહાર સંકલ્પ
માયાસે જીવ જાગિયા, ધરી અનેક વિકલ્પ – 14

શુધ્ધ સત્વમેં બ્રહ્માભાસ ભયો, બ્રહ્મ ન્યારૂં સોઈ
માયા વિશિષ્ટ ચૈતન્યકો, ઈશ્વર કહત સબ કોઈ – 15

મલિન સત્વમેં બ્રહ્માભાસ ભયો, બ્રહ્મ ન્યારૂં સોઈ
અવિદ્યા વિશિષ્ટ ચૈતન્ય કો, જીવ કહત સબ કોઈ – 16

આંખસે જહાં તક દેખીયે, મનસે વિચારી જાય
તહાં તક માયા જાનીયે, સો વેદમત કહેવાય – 17

જીવ શિવ કલ્પનાયે કરી, સૃષ્ટિ સ્થૂલ સૂક્ષ્મ
અજ્ઞાને જીવ શિવ વિલસ્યા, જોતા મર્મ નિર્મૂળ – 18

શિવથી જીવ જુદા પડ્યા, એકથી થયા અનેક
ડાળપાન ભાસે જૂજવાં, વૃક્ષ એકનું એક – 19

જીવ કરે જીવ ભોગવે, કર્મફલદાતા શિવ
અવિવેકે પરતંત્રતા જીવ, રહ્યો વિવેક સદા શિવ – 20

આદિ વિચારે અંત નહીં, થકે બલ બુધ્ધિ વિવેક
શુભાશુભ શિવે કિયા કે, જીવ તણો અવિવેક? – 21

વેદ સમ કો જ્ઞાતા નહીં, કરે નૈતિ નૈતિ અવાજ
મિથ્યા કલ્પના કો કરે, વાણી વમળ કે કાજ – 22

શિવ શક્તિસે ભિન્ન નહીં, જ્યું બિંબ પ્રતિબિંબ
માયા છાયા શિવકી, રહી લિંગા લિંગ – 23

જીવ શિવમેં ભાસે ભેદ, ઉપાઘીકો સો જાનિયે ખેદ
ઉપાધિ વિણ એક અદ્વૈત, સોમત વદે વેદ – 24

જીવ શિવકા ભેદકો, કોન બતાવત જ્ઞાન
ભ્રાંતિ ભેદસે ભટકે, જીવ બપુળો અજ્ઞાન – 25

જીવ શિવસે બિલગ પડી, ધરી દેહ અભિમાન
માયામેં મન મથી રહ્યો, કહાં મિલે કલ્યાણ – 26

વિધ વિધ દેહ પાયકે, વિધ વિધ પાયે જન્મ
અબ લગ અંત ન પાઈઓ, કબ છૂટે કરમ – 27

ઉચ્ચ કર્મસે ઉચ્ચ ફલ, નીચ કર્મ સે નીચ
શુભા શુભ મિશ્રસે, મધ્યમ ગતિસો બીચ – 28

દાનવ માનવ દેવ અરૂ, જીવ જડ જંગમ અનંત
ખાણ ચારો ભટકતાં, અબ તક આવ્યો ન અંત – 29

બાર બાર આયો જાયો, બાર બાર પાયો જન્મ
શ્યામ સ્મરણ કિન્હો નહીં, કિયા ન શુભ કરમ – 30

અંધા બન આંખ મીંચકે, ખેલત ઐસો દાવ
દાવ દિયો ન જાય જબ તક, તબ તક જમકા ઘાવ – 31

બહુ રડ્યો કકળ્યો બહુ, બહુ વિધ પાયો ક્લેશ
સદ્‌ગુરુ બિનુ સુખ નહીં, જો દિખાવે અપના દેશ – 32

વિચારી લે વિવેકથી, વિશ્વંભરમેં કરી વિશ્વાસ
ભજનપ્રકાશ ભક્તિ કર, તજી દે સઘળી આશ – 33

મનવો ભુંડો માને નહીં, જબ લગ ખતા ન ખાય
ભજનપ્રકાશ અંકુશ વશ, રાખીયે જહાં તહાં જાય – 34

સો વાત સમજાવતા, મન છલીલનું છલીલ
ભજનપ્રકાશ વશ વર્તે નહીં, કરતા અનેક દલીલ – 35

દલીલ તેને શું કરે, મન હરાયું ઢોર
ભજનપ્રકાશ માલિક વિના, દિશો દશ ભમે ચોર – 36

કહી કહી કેટલુ કહીયે, મન નાક બીનુ નિર્લજ્જ
ભજનપ્રકાશ સમજાવતાં થાક્યો, વાતો કરી અબજ – 37

મેડી મોલાત કો સુખ મન, સમજ સોઈ સ્મશાન
ભજનપ્રકાશ ભરથરી ગોપીચંદ, કરબેઠા સમાધિ ધ્યાન – 38

સંપત સો વિપત સદા, નહીં અમીરી આનંદ
ગોપીચંદ ભરથરી છોડકર, બેઠા ભજનપ્રકાશાનંદ – 39

સો બાત અજાન નહીં, જાનત સબ લોક
ભજનપ્રકાશ માને નહીં, મનવો ન મુકે શોક – 40

હે મુરખ મન માની લે, કર હરી સે વિશ્વાસ
કંઈક ભક્તજન તારીયા, તેના બુજી સઘળી આશ – 41

બાત છુપી ન હોત સદા, વેદ પુરતા સાખ
અધમ નર તર્યો નિરંતર, કઈંક હરીકા દાસ – 42

નાત જાતકા કામ નહીં, નહીં વરણ વિચાર
ભજનપ્રકાશ પ્રેમ થકી, સઘળો તરે સંસાર – 43

અજામિલ કહાં ઉચ્ચ હૈ, ગુણિકા શબરીનાર
સજના કસાઈ ગજ પશુ, સો ભજનપ્રકાશ વિચાર – 44

ભક્તિ કરી ભવસાગર, અધમ તર્યો અપાર
ભજનપ્રકાશ પ્રેમ બીના, જીવ ડુબ્યાં સંસાર – 45

પ્રભુ ભજનમાં પ્રાણિયા, જોવાનો નો હોય જોષ
ભજનપ્રકાશ કાલ શું વિચારે,કરીએ ભજન તજીને સોચ-46

હરિભજનથી સોચ ટળે, ટળે સઘળા સંતાપ
ભજનપ્રકાશ ભટકે જ્યાં ત્યાં, તપાસી જોતું આપ – 47

મંદિરે મસ્જીદે મળે નહીં, મળે નહીં તીરથધામ
નહીં કેદારકે કાશી મથુરા, નહીં એ ગોકુલ ગામ – 48

તીર્થમાં જો ત્રીકમ વસે, કરે મચ્છ નિત સ્નાન
પક્ષી પાંખ ફફડાવી કરે, ભજન બીન હોત ન કલ્યાણ – 49

સમજ્યા બીન ફાંફાં ઘણા, મારે માનવલોક
વિરલા વસ્તુ વિચારશે, ભજનપ્રકાશ તો કોક – 50

લાખોમાં મળશે કોઈ, જેણે વસ્તુનો કર્યો વિચાર
ભજનપ્રકાશ તેને તુચ્છ થયો, આ સઘળો સંસાર – 51

આવા નરની જાણજે, જગમાં મોટી ખોટ
ભજનપ્રકાશ તેને હોય નહી, જગમેં મોટ કે છોટ – 52

મોટા છોટા માને તે, સો અધૂરીયાનો આંક
ભજનપ્રકાશ વસ્તુ મહીં, જેની બુધ્ધિની ન બેસે ટાંક – 53

પુરા તો પુરણમાં સદા, ભજનમાં રહે ભરપુર
ભજનપ્રકાશ સોઈ સંતમેં, બરશે નિરંતર નુર – 54

સંત મત સોહામણો, સમજુને થાય સુખ
ભજનપ્રકાશ સો મતે ચાલતા,ગણીએ ન સુખ કે દુ:ખ – 55

પામર વિષયી પશુ સમ, તેને હોત ન વિવેકાવિવેક
ભજનપ્રકાશ મન મત ચાલતાં, તેના રસ્તા અનેકાનેક – 56

પામર વાત પડતી કરી, નિજકો કર વિચાર
અપને જીવન ક્યા કીયો, લીધો શું જીવનસાર – 57

ધૃવ પ્રહલાદ બાલકાં, મીરાં નાની નાર
ભજનપ્રકાશ બાલપનસે, તાકો લગો ત્રીકમસે તાર – 58

કૌન કૌન ભક્તકી બાત કરૂં, સોઈ સમજા જીવનકો સાર
ભજનપ્રકાશ ભક્તિ કરી, ઉતર ગયા ભવ પાર – 59

જાનીએ જીવન પુષ્પ કળી, કરમાંતાં શી વાર
ભજનપ્રકાશ ખીલ્યું કરમાશે, સો ગમાર ને નહીં વિચાર – 60

જીવન અલ્પ જગ જાનીએ, વીજ તણો ચમકાર
જશે ભજનપ્રકાશ મટી, થશે તુર્ત અંધકાર – 61

કાલ ફરે સો સાવધ બની, નહીં ગમારકો ગમ
ભજનપ્રકાશ કાલ તણું, જબરૂં ભારે જખમ – 62

સાવધ બના સંત ચાલતાં, કરતાં ઘડી પલ વિચાર
ભજનપ્રકાશ વાકો ભય નહીં, હરદમ રહેતા હોશીયાર – 63

હવે ઢીલ ન કરીએ ભઈલા, પ્રભુ ભજનની કાંઈ
ભજનપ્રકાશ મુખ ગ્રાસ પડે, તેટલા ભુખ સમાઇ – 64

મોંઘો મુલો મનખો, મળે ન વારંવાર
ભજનપ્રકાશ મણી મળી, તેને પગ પાટુ ન માર – 65

અમૂલખ અવસર મળ્યો, વસ્તુનો કરી લે વિચાર
ભજનપ્રકાશ સોઈ સમજણ, જેને સમજાયો સત્ય સાર – 66

સોઈ સત્યકી પીછાનમેં, કરીએ ન દોડાદોડ
ભજનપ્રકાશ ભીતર દેખીયે,સાચો બાંધી ત્રોડ – 67

બહારમુખ વિષયમેં વૃત્તિ, રહે ભટકતી બહાર
ભજનપ્રકાશ અંતરમુખે, હોવે નિજ વિચાર – 68

મન મોક્ષ માની રહ્યું, માની રહ્યું મન બંધ
ભજનપ્રકાશ મૂકે નહીં, મન વિષયકી ગંધ – 69

હું ને મારૂં મને કર્યા, મને કર્યો સંસાર
ભજનપ્રકાશ કરી વાસના, ભટકે જ્યાં ત્યાં બહાર – 70

હું ને મારા મહીં રહ્યો, સઘળો આ સંસાર
ભજનપ્રકાશ છુટે મન મમતા, તો તુર્ત કરે ભવપાર – 71

સાચા સદ્‌ગુરુ સાંપડે, મન માથે બને મદાર
ભજનપ્રકાશ સોટા લગે શબ્દકા, તો પઢતા ન લાગે વાર -72

ગુરુ બ્રહ્મજ્ઞાની ગમ કરે, બતાવે પથ્યાપથ્ય
ભજનપ્રકાશ વિવેક થતાં, સમજાય સત્યાસત્ય – 73

મિથ્યા તણો મોહ મટે, વિષય દ્વેષ અરૂ રાગ
ભજનપ્રકાશ ધરે ત્યારે, મનવો સાચો વૈરાગ્ય – 74

વૈરાગ્યથી વશવર્તી રહે, છૂટે અંતરઆશ
ભજનપ્રકાશ તૃષ્ણા ત્રિલોકની, રહે ન ચિત્ત આકાશ – 75

તીવ્ર વૈરાગ્ય ભોગ ત્યાગનો, બને તુચ્છ બ્રહ્મલોક
ભજનપ્રકાશ વૈરાગી એવા, પરાપરના કોક – 76

વૈરાગે વૃત્તિ વશ કરી, કરે તત્વ વિચાર
ભજનપ્રકાશ હું કોણ છું, તેનો શોધે ઉંડો સાર – 77

તત્વમસિ મહાવાક્ય વેદ, લક્ષણા ભાગ ત્યાગ
ભજનપ્રકાશ શોધે જીવ શિવ, ભેદાભેદકો તાગ – 78

નિષેધે નક્કી કરી, શેષ કાઢે સાર
ભજનપ્રકાશ મનવાણી થકે, અનુભવ રૂપ આધાર – 79

પીંડ બ્રહ્માંડ પ્રગટ રહ્યો, ગોવિંદ તણો ગુંજાર
ભજનપ્રકાશ ભીતર ભભકે, ઓહમ્ સોહમ્ કો તાર – 80

સ્થૂલ સૂક્ષ્મ કારણ તણો, સાક્ષી સદા શરીર
ભજનપ્રકાશ તુર્યાએ રહ્યો, અખંડ રાખી ધીર – 81

પ્રકૃતિ વિકૃતિ અષ્ટધા, સોળ સોઈવિકાર
ભજનપ્રકાશ તત્વ ચોવીશ, પચીશમાં પુરુષ પાર – 82

ક્ષરાક્ષર પુરુષ દોનું, તેથી આઘો વિચાર
ભજનપ્રકાશ અક્ષરાતીત, ગીતાજ્ઞાન આધાર – 83

આધેય અક્ષર વિચાર્યો, મૂલે કાઢ્યો મર્મ
ભજનપ્રકાશ બિંદુમાં રહ્યો, અખંડ અનભે ધર્મ – 84

અકાર વિશ્વ વિરાટ અભેદા, ઉકારે તેજસ હિરણ્યગર્ભ
મકારે પ્રાજ્ઞ ઈશ્વર, અમાત્રે કુટસ્થ બ્રહ્મ પ્રભ – 85

અક્ષર એક વિચારતાં, મીટે સઘળો ભેદ
ભજનપ્રકાશ આપે થઈ રહે, કુટસ્થ બ્રહ્મ અભેદ – 86

ગુરુ ગમ જ્ઞાને કરી, કોઇ સાચું શોધે મૂળ
ભજનપ્રકાશ ખબર ખરી કરે, સાચા હોઇ જે શૂર – 87

મુનિજન થાક્યા મથી, થાક્યા વદતાં વેદ
ભજનપ્રકાશ શોધી કાઢે, સત્ય સદા બ્રહ્મ ભેદ – 88

અગમ અગોચર ઓળખી, અગમમાં કીધો વાસ
ભજનપ્રકાશ અભેદથી, મિટ્યો કાલકો ત્રાસ – 89

હંસવૃત્તિ એ વિવેક કર્યો, બિલગ થયાં નીર ક્ષીર
ભજનપ્રકાશ જ્યું પરપોટો થાવે, નીર ભેળો નીર – 90

આવન જાવનકા નહીં અંતરા, પૂરા પરવાના પાઇ
ભજનપ્રકાશ ભવ સાગરમેં, કબુ ન આવે જાય – 91

સાહેબકા ઘર દૂર હે, હદ બેહદ જો જાય
ભજનપ્રકાશ મળે નિરંજન, નિરભે નિર્વાણ થાય – 92

પંડિત નિત પોથી પઢે, કાજી પઢે કુરાન
ભજનપ્રકાશ ભ્રાંતિમાં ભટકે, પાવે ન પુરુષ પુરાણ – 93

આચારી આચાર રહે, મૂળનો જોતા મર્મ
ભજનપ્રકાશ કઠીન કર્મ-ગત, કોક છૂટે કર્મ – 94

ગળે ગાંઠ ભ્રમ તણી, હું નો થાવે નાશ
ભજનપ્રકાશ તેવા નરની, હરિ રહે નીત પાસ – 95

મન માંયલો મરી ગયો, બુધ્ધિ કરે પ્રકાશ
ભજનપ્રકાશ ત્યાં કરે, કોટી સૂર્ય પ્રકાશ – 96

બ્રહ્માનંદ મન મગન ભયો, રહ્યો સ્વરૂપ સમાઈ
બહતી સરિતા સ્થિર થઈ, જ્યોં સાગર જલ પાઈ – 97

શબ્દ થોડા સાર ઘણો, સાખી સત વિચાર
જે જન શબ્દ સમજશે, તે ઉતરશે ભવ પાર – 98

શાસ્ત્ર મત સંત મતે, વેદ મતે વિચાર
જાણ્યું તેટલું ભાખ્યું, ભજનપ્રકાશ ગમાર – 99

સત સાખી પુરા કર્યા, સાખી સરલ બ્રહ્મબોધ
ભજનપ્રકાશ અપના ભીતર, સાચી કરી શોધ – 100

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

ગુરૂ મહિમા

સરસ્વતી વંદના

શારદા દેવી સરસ્વતિ, દેજો માતા શુધ્ધ મતિ
મહિમા ગાવો ગુરૂ તણો, અતંર નિર્મલ શબ્દ ભણો

ગણપતિ વંદના

ગણપતિ હું વંદન કરૂં, તવ શરણે શીશ ધરૂં
શુધ્ધ બુધ્ધ સ્વામી આપજો, વિઘ્ન સર્વે કાપજો

ગુરૂ મહિમા

ગુરૂ બ્રહ્મા વિષ્ણુ શિવ,ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ ઈવ
ગુરૂ પુરૂષોતમ પુરાણ પુરૂષ, ગુરૂ બલિ વરદાતા બરૂ (1)

ગુરૂ તાપત્રય હરણ સદા, ગુરૂ હરણ ભય મોહ મદા
ગુરૂ આદ્યબ્રહ્મ અવિચલ ગતી, ગુરૂ શુધ્ધ બ્રહ્મ સત્વમતિ (2)

ગૂરૂ કેવલ્ય સત્ય સનાતન, ગુરૂ અરૂપ અનંત અનાતન
ગૂરૂ સકલ બ્રહ્મ પરાત્પર, ગુરૂ અપરંપાર પરાપર (3)

ગુરૂ સત્યં જ્ઞાન અનંતરૂપ, ગુરૂ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ
ગુરૂ પુરણ બ્રહ્મ પરમાનંદા, ગુરૂ માયાતિત મુકુંદા (4)

ગુરૂ નિર્વાણપદ મહા નિરંજન, ગુરૂ ભય ભ્રમ ભવદુ:ખભંજન
ગુરૂ ભવતારન હરન દુ:ખ, ગુરૂ કૃપાલુ નિત કરન સુખ (5)

ગુરૂ ઉદય કોટી પ્રકાશ ભાનુ, ગુરૂ અજ્ઞાન તિમિર હર જ્ઞાનુ
ગુરૂ શિતલ પૂનમ કે ચંદુ, ગુરૂ મિટાવન માયા ફંદુ (6)

ગુરૂ તોષ પોષ શાંતિ કરે, ગુરૂ સબ દુ:ખ અજ્ઞાન હરે
ગુરૂ જ્ઞાન પ્રકાશ ગોવિંદ ગોપર, ગુરૂ શેષ અશેષ મહિધર (7)

ગુરૂ અમૃતપદ અક્ષય ધામુ, ગુરૂ અંતર સબ ક્લેશ વિરામુ
ગુરૂ અકળગત બીજ સનાતન, ગુરૂ અધર અટલ નિત આસન (8)

ગુરૂ અલક્ષ્યરૂપ અનામી, ગુરૂ સકલરૂપ બહુનામી
ગુરૂ નાદબિંદુ કલા ૐકારા, ગુરૂ ધરણીધર સકલ જગધારા (9)

ગુરૂ બાવન અક્ષર સે બારા, ગુરૂ ચારો વાણી વેદ પસારા
ગુરૂ કૂટસ્થ સાક્ષિ કેવલ, ગુરૂ નિર્મલ સુગંધ પરિમલ (10)

ગુરૂ તુરીયાતીત પદ શુધ્ધા, ગુરૂ સર્વજ્ઞ નિત્ય બુધ્ધા
ગુરૂ અબાધિત કાલ અતિતા, ગુરૂ પ્રકાશ સ્વયં નિત્યોદીતા (11)

ગુરૂ આદિ મધ્યકર અંતા, ગુરૂ મિથ્યા પ્રપંચ ભનંતા
ગુરૂ અવધુત જ્ઞાન ગંભીરા, ગુરૂ ઐશ્વર્ય અમિત અમીરા (12)

ગુરૂ અચ્યુતરૂપ અદ્વૈતા, ગુરૂ સબ તિરથ પરમ પુનિતા
ગુરૂ નિરાલંબ બ્રહ્મ નિવાસા, ગુરૂ શ્રુતિ પ્રમાણ નિશ્વાસા (13)

નમો ગુરૂ શરણાગત પાલક, કરો કૃપા તવ જાણી બાલક
નમો ગુરૂ નિર્ગુણ ગુણ સગુણા, આપો શરણ સદગુરૂ મહાગુણા (14)

નમો ગુરૂ અનાથ કે નાથા, આપો શરણ ગુરૂ કરો સનાથા
નમો ગુરૂ સદાશિવ સ્વરૂપા, કરો કલ્યાણ નિજ બ્રહ્મ સ્વરૂપા (15)

નમો ગુરૂ પ્રાણજીવન શ્વાસા, ભક્તિ જ્ઞાન ભરો નિજ દાસા
નમો ગુરૂ બ્રહ્મજ્ઞાન વિજ્ઞાતા, તુમ સમાન નહીં કોઉ વિધાતા (16)

નમો ગુરૂ પ્રણતપાલ સુખસિંધુ, ચાહું એક જ અમૃત બિંદુ
નમો ગુરૂ મુક્તિ પદ નિર્વાણા, કાપો બંધ કરો વચન પ્રમાના (17)

નમો ગુરૂ શીતલ શાંત સધીરા, હરો ત્રિતાપ ગુરૂ મનની પીરા
જે જન કરે ગુરૂની સેવા, પાવે મનવાંચ્છિત ફલ એવા (18)

જે જન ગુરૂની કરશે પુજા, રહે નહીં ગુરૂથી અંતર જુદા
જે જન ગુરૂને પુષ્પ ચડાવે, તેનું મન અમન થઈ જાવે (19)

જે જન ગુરૂ ચરણોદક પીવે, તીરથ સકલ કોટી ફલ લીવે
જે જન ગુરૂને શીશ નમાવે, અંતરનું અભિમાન નસાવે (20)

જે જન તન મન શીશ સમર્પે, તાપર ગુરૂકૃપામૃત વરસે
જે જન ગુરૂના ચરણોને સેવે, સબ દેવન પુજાફલ લેવે (21)

જે જન સદગુરૂ ધરશે ધ્યાના, તે જન હોય નક્કી નિષ્કામા
જે જન ગુરૂ વચને ચાલે, તે જન મન સંશય નવ સાલે (22)

પારસ પરસે હેમ ન થાયે, તેને પારસ કેમ કહેવાયે
સેવે કલ્પતરૂ દારિદ્ર ન જાવે, કલ્પતરૂ તેને કેમ કહેવાયે (23)

અમૃત પીવે અમર ન થાયે, અમૃત તેને કેમ કહેવાયે
પીધે ગંગાજલ પાપ ન નાશે, કોણ જાવે ગંગાજલ આશે (24)

બેઠા પ્રકાશે ન જાય અંધારૂ, પ્રકાશ તેને કોણ કહેવારૂ
જે જન ગુરૂની નિંદા કરશે, કોટી જનમના પાતક ધરસે (25)

જે જન ગુરૂના દોષને જુવે, તે ઘુવડ થઈ અંધા હુએ
જે જન ગુરૂના વચન ઉથાપે, તે નર તપશે ત્રિવિધ તાપે (26)

અંતર ગુરૂથી જે જન કરશે, તે નર દિલમાં પાપ જ ભરશે
જે જન દેવે ગુરૂને ગાળ, તે જન પડળે જમની લાળ (27)

જે જન ગુરૂને શીશ ન નામે, તે જન શંકર કોપને પામે
હુકમ ગુરૂનો ચહુદિશે ચાલે, ચરાચરમાં કોઈ નવ ટાલે (28)

મુક્તિ ભક્તિના તુમ હો દાતા, સદગુરૂ તુમ સમરથ વિધાતા
સદગુરૂ તારો મહિમા અપારા, તુજ ગતિ ગુરૂ અપરંપારા (29)

શિવ સનકાદિક ગાતાં થાકે, શેષ બ્રહ્મા પણ કહેતા વાકે
શારદા દેવી ગાતાં હારે, જુગ જુગ ગાતાં તવ મહિમા રે (30)

ગણપતિ કલમ કામ ન આવે, લખતાં મહિમાં વિસ્મય પામે
મુક્તિ ભુક્તિ કાંઈ ન ચાહું, તવ કૃપા ગુરૂ એક જ આશુ (31)

અજ્ઞાન માયા મોહનું જાળું, ખોલો ગુરૂ વજરનું તાળું
કૃપા કરો ગુરૂ આપો કુંચી, સદગુરૂ યુક્તિ બતાવો ઉંચી (32)

સદગુરૂ કાપો કડી કરમની, મળે રીત સત મુક્તિ ધરમની
ગુરૂ તત્વ સમજાવો સારું, હોય કલ્યાણ જે રીતે મારું (33)

તુમ સમાન નહીં કો હિતકારી, અરજી આ અંતરની હમારી
આપો શરણ રાખો તવ પાસા, જાની કરી નિજ આપનો દાસા (34)

નહીં પંડીત કો વિદ્વાના, કરમ ધરમનું ન કોઉ જ્ઞાના
ખટદર્શન અરૂ વેદ પુરાના, સર્વ મર્મ કર મતિ અજ્ઞાના (35)

નિજ મતિ ગુરૂ મહિમા ગાયો, વાણી પાવન સ્વાંત સુખાયો
સત્યમિત્રાનંદ સદગુરૂ સમરથ, પાઉ ફલ ચારો પરમારથ (36)

ભજનપ્રકાશ ગુરૂ મહિમા ગાતાં, જ્ઞાન ગંગામાં નિત નિત ન્હાતા
આ સંસારે આવે ન જાવે, સદગુરૂ અમર પરવાના પાવે (37)

જે કોઈ મહિમા સદગુરૂ ગાશે, અંતે અમરપર ધામે જાશે
સંત ભક્ત સૌ જતિ સતિ, ઋષિ મુનિ સહું મહામતિ (38)

મહાપદના મુનિવરા મનાય, સહુને ૐ નમો નારાયણાય
શ્રીરામ જય રામ જય જય રામ,શ્રીરામ જય રામ જય જય રામ (39)

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

ભુમિકા

કેનાપિ દેવેન હ્રદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ (અર્થાતઃ હ્રદયમાં રહેલા કોઈ દેવ જે કરવાને મને યોજે છે તે કરવાને પરાણે પ્રવૃત્ત થાવ છુ.)

ઉપરના વચનને અનુસરીને ગ્રંથ રચવાની કોઈ પણ ઈચ્છા ન હોવા છતાં પણ કોઈ અંતર્યામી અંતરમાંથી પ્રેરણા કરતો હોય કે કંઈક લખકંઈક લખ. પછી આ ગ્રંથ કોને ઉપયોગી થશે કેટલાને ઉપયોગી થશે તેનો કોઈ વિચાર નહીં. પણ જેવી રીતે શરીરમાં થયેલ ગુમડું અને તેમાં થતા પરૂ બહાર નીકળવા પ્રયત્ન કરતાં હોય છે અને બહાર જેમ નીકળી જાય કે તુરત જ શાંતિ થઈ જાય છે. તે પરૂ બહાર નીકળવાનો માર્ગ તો શોધે છે પણ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી ચિત્તને ચંચંળ જ રાખે અને બહાર નીકળતા તુર્તજ શાંતિ કરે છે તેમ કોઈ અદ્રશ્ય બળવાન શક્તિ ચિત્તમાં ખળભળાટ મચાવીને પ્રેરે છે કે કાંઈક લખ. એટલે જ્યાં સુધી તેનો નિકાલ ન કરવામાં આવે ત્યાં સુધી ખળભળાટ મચાવ્યાં જ કરે. તો જે આ ભજનસંગ્રહમાં ભજનો કિર્તનો તથા દોહાઓ ઈત્યાદી જે શબ્દ સાખી તથા સરળ બ્રહ્મ બોધ શતક લખાયાં છે તે મહાનુભાવો પાસે જતાં તેનો આદર સ્વીકાર કરશે કે તેવી ઠોકરે ચડીને અપમાનિત થશે? જેમ બને તેમ. પણ કોઈ કર્તાના ભાવ-રહિતપણે જે અંતર આત્માની પ્રેરણાથી લખાયું તે લખ્યું છે. જો કે સંસારમાં કોઈ પણ વસ્તુ નિરૂપયોગી હોતી નથી. કોઈ ને કોઈ તે વસ્તુની ઉત્પત્તિ પહેલાં જ તેનો ઉપયોગ કરનારા તૈયાર જ હોય છે. સમુદ્રમાંથી અમૃત અને વારૂણી બંને ઉત્પન્ન થયાં ત્યારે તેનો ઉપયોગ કરનારા દેવ અને દાનવ તૈયાર જ હતાં. આ સૃષ્ટિમાં જે જે પદાર્થ કે વસ્તુ ઉત્પન્ન થાય છે તે તે પહેલા તેના અધિકારીઓ પણ તૈયાર હોઈને ન્યુનાધિકપણે તેનો ઉપયોગ કરતાં જ હોય છે.

સાધક જે પોતાના સાધના માર્ગ પર જતાં પોતાની દુખ:દ ક્લિષ્ટ વૃત્તિઓનો ક્રમ બદલીને સુખદ અક્લિષ્ટ વૃત્તિઓના અભ્યાસ દ્વારા વર્તમાન સ્થિતિ પર જે વૃત્તિઓ, વિચારો અને સંસ્કારોનું પરિણામ ઉપજીને ભાવોના સાત્વિક ઉભરાઓ ઉભરાઈને વૈખરીમાં પ્રગટ શબ્દ વાણી એ સાધકના વાસ્તવિક જીવનને વ્યક્ત કરે છે. જીવનનું પરમ લક્ષ્ય પરમાત્માં છે અને તે પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય ઈત્યાદિ સાધનો દ્વારા સાધક પોતાની પ્રકૃતિની અભિરૂચિ અનુસાર પોતોનો સાધના માર્ગ સ્વીકારે છે. તે તેને વધુ સરળ અને સુલભ બને છે. સાધના આવી જ રીતે બને તેમ કઈ રીતે કહી શકાય? પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપે તે સાધન કહેવાય પછી તે બીજાની દ્રષ્ટિએ ભલે ખરાબ કે અશુભ મનાતું હોય પણ જો આચરણ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો તેને માટે શુભ છે.

મહાત્મા તુલસીદાસજી કહે છે…

તુલસી નફા વિચારીએ, ક્યા ભલે બુરે કા કામ

ભૂતન સે હનુમાન મીલા, હનુમાન સે મીલા રામ

તો આ સાધના માર્ગમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના જે અનુભુતિ ઉદગારો નીકળ્યાં તે આ સ્વાંત સુખાયે પ્રગટ થયા છે. તેને કોણ ગાશે, કોણ સાંભળશે અને કોણ વિચારશે? તેનો કોઈ વિચાર નહીં કારણકે નિર્ગુણ બ્રહ્મ, નિરાકાર પરમાત્મા જે મન વાણી થી અગોચર અને જેને વેદ નૈતિ નૈતિ કહી પોકાર કરે એવા અગમ્ય તત્વનું કે જે ભજનપ્રકાશ પોતાની શૂદ્ર બુધ્ધિથી શું વર્ણન કરી શકે? જેમ મચ્છર પોતાના ઉડ્ડયન દ્વારા આકાશનું માપ કાઢવા જાય તેવું છે. જે અનંત પરમાત્માના ગુણગાન ગાવા માટે બ્રહ્મા, શેષ, મહેશ, સરસ્વતિ ઈત્યાદી પણ જેના મહિમાનો પાર ન પામી શકતા હોય તો હું શું પ્રપંચમાં ફસાયેલ અલ્પજ્ઞ જીવ તેનો મહિમા ગાઈ શકું? છતાં પણ જેમ અનંત આકાશમાં મચ્છરથી લઈને ગરૂડ સુધી સર્વ કોઈ પોત-પોતાની શક્તિ પ્રમાણે ઉડ્ડયન કરે છે તેમ સહુ કોઈ સંતો, ભક્તો, કવિઓ કે પંડિતો તેનો મહિમા ગાયા વગર રહી શક્યાં નથી. મારી ભાષા સદોષ તો છે જ છતાં પણ ભાષાદોષનો વિચાર ન કરતાં સજ્જનો, પ્રભુના પ્યારા સંતો મારી અલ્પજ્ઞતાની ઉપેક્ષા કરીને તેમાં રહેલાં ભાવ તરફ દ્રષ્ટી કરતાં જરૂર આદર કરશે તેવો મને વિશ્વાસ છે. ન કોઈ જ્ઞાનીપણાંનો દાવો, ન વિદ્વાન કે ન પંડિત કે ન સંત કે સિધ્ધ – અસ્તુ- એક અલ્પજ્ઞ – ભજનપ્રકાશાનંદજી

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ

પુજ્ય સ્વામી શ્રીભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ ગિરિ પરંપરામાં નિવૃત્ત જગદગુરુ શંકરાચાર્યજી અને પ્રવર્તમાન મહામંડલેશ્વર સ્વામી શ્રીસત્યમિત્રાનંદગિરિજી મહારાજના સદશિષ્ય છે. તેઓ શ્રી રાણાવાવ, નિર્વાણધામ યોગાશ્રમના સ્થાપક અને નિવાસી સંત છે. સાધનાપથ ઉપર આગળ વધતા વધતા તેમણે નિજાનંદ માટે તથા અન્ય સાધકોને પણ માર્ગદર્શન મળી રહે તે માટે ઘણા બધા ભજનોની રચના કરી છે. અહીં આપ તેમના આ ભજનો માણી શકશો.

સ્વામી શ્રીસત્યમિત્રાનંદગિરિજી

સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

પ્રાર્થના

પ્રાર્થના (૧) – અબ સોંપ દિયા

અબ સોંપ દિયા ઈસ જીવનકા સબ ભાર તુમ્હારે હાથો મેં
હૈ જીત તુમ્હારે હાથોમેં ઔર હાર તુમ્હારે હાથો મેં ..ટેક

મેરા નિશ્ચય બસ એક યહી, એક બાર તુમ્હે પા જાઉં મેં
અર્પણ કર દૂં દુનિયા ભરકા, સબ પ્યાર તુમ્હારે હાથો મેં ..૧

જો જગ મેં રહું તો ઐસે રહું, જ્યોં જલ મેં કમલકા ફૂલ રહે
મેરે સબ ગુણ દોષ સમર્પિત હો, કરતાર તુમ્હારે હાથોમેં
ભગવાન તુમ્હારે હાથોમેં ..૨

યદિ માનવકા મુજે જન્મ મીલે, તો તવ ચરણોં કા પુજારી બનુ
ઈસ પુજકકી ઍક ઍક રગ કા, હો તાર તુમ્હારે હાથોમેં ..૩

જબ જબ સંસારકા કેદી બનું, નિષ્કામ ભાવ સે કર્મ કરું
ફિર અંત સમયમેં પ્રાણ તજું, નિરાકાર તુમ્હારે હાથોમેં
સાકાર તુમ્હારે હાથોમેં ..૪

મુજમેં તુજમેં બસ ભેદ યહી, મેં નર હું તુમ નારાયણ હો
મેં હું સંસાર કે હાથોમેં, સંસાર તુમ્હારે હાથોમેં ..૫

પ્રાર્થના (૨) – હે નાથ અબ તો ઐસી દયા હો!

હે નાથ અબ તો ઐસી દયા હો, જીવન નિરર્થક જાને ન પાયે
યહ મન ન જાને ક્યા ક્યા કરાયે, કુછ બન ન પાયા અપને બનાયે ..ટેક

સંસારમેં હી આસક્ત રહકર, દિનરાત અપને મતલબકી કહ કર
સુખકે લીયે લાખો દુઃખ સહકર, યે દિન અભી તક યોં હી બિતાયે હે નાથ – ૧

ઐસા જગાદો ફીર સો ન જાઉં, અપનેકો નિષ્કામ પ્રેમી બનાઉં
મૈં આપકો ચાહું ઔર પાઉં, સંસારકા ભય રહ કુછ ન જાયે હે નાથ – ૨

વહ યોગ્યતા દો, સત્કર્મ કરલું, અપને હ્રદયમેં સદભાવ ભરલું
નર તન હે સાધન ભવસિંધુ તરલું, ઐસા સમય ફીર આયે ન આયે હે નાથ – ૩

હે નાથ મુજે નિરભિમાની બના દો, દારીદ્ર હર લો, દાની બના દો
આનંદમય વિજ્ઞાની બના દો, મૈં હુ તુમ્હારી આશા લગાયે હે નાથ -૪

પ્રાર્થના (૩) – હે દયામય !

હે દયામય ! આપહી સંસાર કે આધાર હો
આપહી કરતાર હો હમ સબ કે પાલનહાર હો

જન્મદાતા આપહી માતા પિતા ભગવાન હો
સર્વ સુખદાતા સખા ભ્રાતા હો તન-ધન-પ્રાણ હો

આપકે ઉપકારકા હમ ઋણ ચુકા સકતે નહીં
બિન કૃપાકે શાંતિ સુખકા સાર પા સકતે નહીં

દીજિએ વહ મતિ બને હમ સદગુણી સંસારમેં
મન હો મંજુલ ધર્મમય ઔર તન લગે ઉપકારમેં

હે ઈશ બહુ ઉપકાર તુમને સર્વદા હમ પર કિયે
ઉપકાર પ્રતિ ઉપહાર મેં ક્યાં દુ તુમ્હે ઈસકે લીયે

હે ક્યા હમારા સૃષ્ટિમેં યહ સૃષ્ટિ સબ તુમસે બની
સતત ઋણી હૈ હમ તુમ્હારે તુમ હમારે હો ધની

લોકશિક્ષાકે લીયે અવતાર થા જીસને લીયા
નિર્વિકાર નિરીહ હોકર નર સદ્રશ કૌતુક કિયા

શ્રી રામનામ લલામ જીસકા સર્વ મંગલ ધામ હૈ
પ્રથમ ઈસ સર્વેશકો શ્રધ્ધા સમેત પ્રણામ હૈ

હે દેવદેવ ! પ્રણામ દેવ ! પ્રણામ લાખો બાર હો
ફિર ફિર પ્રણામ, પ્રણામ નાથ, પ્રણામ વારંવાર હો

પ્રાર્થના (૪) – ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા દેના

ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા દેના
અબ તક તો નિભાયા હૈ, આગે ભી નિભા લેના …ટેક

દલબલકે સાથ માયા ઘેરે જો મુજે આકર
તો દેખતે ન રહના, ઝટ આકે બચા લેના …૧

સંભવ હે જંજટોમેં મૈ તુમકો ભૂલ જાઉં
પર નાથ કહી તુમ ભી મુજકો ન ભુલા દેના …૨

તુમ દેવ મૈં પુજારી તુમ ઈષ્ટ મૈં ઉપાસક
યહ બાત અગર સચ હૈ સચ કરકે દિખા દેના …૩

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | 3 Comments
 
 

સ્વાગત

સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
સર્વે સન્તુ નિરામયાઃ ||
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||


સહનાવવતુ |
સહનૌ ભુનક્તુ |
સહવીર્યં કરવા વહૈ |
તેજસ્વિના વધિ તમસ્તુ |
મા વિદ્વિષા વહૈ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

( ભજનામૃતવાણીમાં આપનું સ્વાગત છે )


ગામઠી જ્ઞાન માળા વાંચવા અહીં ક્લિક કરશો…


Categories: ઉદઘોષણા | 33 Comments

Blog at WordPress.com.