Daily Archives: 15/10/2008

|| શ્રીરામકૃષ્ણ પુરાણ – શ્રીરામકૃષ્ણ પુંથિ ||

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૨ નવેમ્બર ૨૦૦૮ થી ૩૦ નવેમ્બર ૨૦૦૮ સુધી દરરોજ સાંજે ૭ થી ૯ શ્રીરામકૃષ્ણ પુરાણ (શ્રીરામકૃષ્ણ પુંથિ) વિષય ઉપર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રવણનો લાભ લેવા દરેક ભક્તજનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રી સ્વામી ધૃવેશાનંદજી તરફથી નિમંત્રણ આપવામાં આવેલ છે.

કથાકારઃ શ્રી નલિનભાઈ કેશવલાલ શાસ્ત્રી, રાજકોટ
સંગીતકારઃ શ્રી જિતુભાઈ અંતાણી, રાજકોટ
સહગાન અને વાદ્યવૃંદઃ સાથી મિત્રો

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

આધ્યત્મિક પ્રવચનો – (સ્થળઃ રામદાસ આશ્રમ, ભાવનગર)

(ભાવનગરમાં શ્રી રામદાસ આશ્રમ ખાતે નિત્ય સત્સંગ કાર્યક્ર્મો ચાલતાં રહે છે. સમર્થ જ્ઞાની સંતો અહીં વારાફરતી આવીને ભાવનગરની અધ્યાત્મ-પ્રિય જનતાની જ્ઞાન પિપાસા સંતોષવા માટે હંમેશા કૃપા કરતાં રહે છે. આ આશ્રમના સંચાલિકા શ્રી મોટીબહેનના સતત પુરૂષાર્થથી આ મહાકાર્ય સુપેરે ચાલી રહ્યું છે.)

જામનગરના સ્વામિની પૂ.નિજાત્માચૈત્યનજીના આધ્યાત્મિક પ્રવચનોનું શ્રી રામદાસ આશ્રમ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો લાભ લેવા સર્વ અધ્યાત્મ-પ્રિય જનતાને સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.

તારીખઃ ૧૬-૧૦-૨૦૦૮ થી ૨૪-૧૦-૨૦૦૮ સુધી.
સમયઃ સવારે ૭ થી ૮ (કૈવલ્ય ઉપનિષદ)
સાંજે ૬-૩૦ થી ૭-૪૫ (આધ્યાત્મિક પ્રવચનો)

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

અધ્યાત્મવિદ્યા અને માનવજીવન

અધ્યાત્મવિદ્યા અને માનવજીવન એ વિષય ઉપર એક ચાર દિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન પરમ પ્રમાણ દર્શન (પારડી) તથા ૐ શ્રી રામ મંત્ર મંદિર ટ્રસ્ટ, ભાવનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રવક્તા પ.પૂ.સ્વામિની તન્મયાનંદ સરસ્વતીજી છે.

મનુષ્ય જીવનનું ધ્યેય શું છે?
ધ્યેયની પ્રાપ્તિ માટે જીવનમૂલ્યોનું સ્થાન ક્યાં છે?
જીવનમાં ધર્મ કેવી રીતે સંકળાયેલો છે?
ધર્મિક જીવનવ્યવહાર, સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં કઈ રીતે સહાયક છે?
કર્તવ્ય કર્મ અને ઈચ્છિત કર્મ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ કેવી રીતે લાવવો?
જીવનની વિષમ પરિસ્થિતિમાં માનસિક સંતુલિતા કેવી રીતે જાળવવી?
સ્વેચ્છા અને સ્વધર્મમાંથી કોની પસંદગી કરવી?

આમ, કર્તવ્ય અને મોહ વચ્ચે માનવી સતત મુંઝાયેલો રહે છે. કર્તવ્ય-પરાયણ રહેવું એટલે જ શ્રેયમાર્ગે અડગ રહેવું અને કર્તવ્ય છોડી પોતાની ઈચ્છા પ્રમાણે જીવવું તેને પ્રેય માર્ગ કહે છે. પ્રેયને માર્ગે અર્થાત ઈચ્છા પ્રમાણે કરવું તે તો સરળ છે, સહજ છે અને સ્વાભાવિક છે, પરંતુ શ્રેયના માર્ગે પ્રયાણ કરવું એટલે જ કર્તવ્ય પરાયણ જીવવું.

‘ઈશ્વર સાક્ષાત્કાર’ જ માનવજીવનનું અંતિમ લક્ષ્ય છે. માનવી ધારે તો પોતાના પ્રયત્નથી પામરથી પરમાત્મા પર્યંતની જીવનયાત્રા સંપન્ન કરી શકે છે. ગૃહસ્થી, વ્યથિત સંસારી મનુષ્ય, કેવી રીતે જીવનસાફલ્યના માર્ગે પ્રયાણ કરી શકે, તેની સમજ પ્રાપ્ત કરવામાં આવે તો, કોઈ પણ સંસારી મનુષ્ય આત્મકલ્યાણના પંથે પ્રયાણ કરી શકે છે. આ માર્ગ કઠિન છે કારણ કે, તે સત્યનો, સંયમનો અને સદાચારનો માર્ગ છે.

કઠિન છતાં પરમકલ્યાણના અર્થાત શ્રેયના માર્ગે આગળ વધવાની પ્રેરણા,
કોને થાય?
ક્યારે થાય?
શા માટે થાય?
કેવી રીતે થાય?
તે માટે શું કરવું?
આવા પ્રશ્નોનું સમાધાન મેળવી સાંસારિક જીવન જીવતાં-જીવતાં આધ્યાત્મિક વિકાસની કેડી કંડારવા કટિબધ્ધ થયેલાને માર્ગદર્શનરૂપ, આ જ્ઞાનયજ્ઞમાં સર્વને હાર્દિક નિમંત્રણ સંસ્થાના આયોજકો તરફથી આપવામાં આવેલ છે.

તારીખઃ આસો વદ ૨ ગુરૂવાર તા.૧૬-૧૦-૨૦૦૮ થી
આસો વદ-૫ રવિવાર તા.૧૯-૧૦-૨૦૦૮ સુધી.

સ્થળઃ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, પ્લોટ નં.૯૩૮, ગીતાચોક, ડોન,
ભાવનગર (ગુજરાત, ભારત)

સમયઃ રોજ સાંજના ૬-૩૦ થી ૮-૦૦ સુધી.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

સમજણની છે વાત સમજાય તો શાંતિ – (સ્વામી એકરસાનંદ)

આવ્યા તો આનંદ, ને જાવ તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.

હતા તો આનંદ, ને ગયા તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.

છે તો આનંદ, ને નથી તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.

થાય તો આનંદ, ન થાય તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.

શું સમજાય તો શાંતિ?

હું એક અભીનેતા – છું સર્વ ભૂમિકા માં,
સમજાતાં આનંદ – સમજાતાં શાંતિ.

વધે ઘટે ભૂમિકા – ના લાભ ના હાનિ,
અભીનેતા હું અસંગ – સમજાતાં શાંતિ.

આવ્યા તો આનંદ, ને જાવ તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

Blog at WordPress.com.