રાગઃ- જગમાં વેરી એનું કોઇ નહી
એજી ક્યાંથી પંખી આપણે આવ્યા, ક્યાં આવી કીયા તે વાસા
કોણ રે તરુવર તે કીધા બેસણા,કોણ ફળ ચુગ ચુગ ખાસા-ટેક
અમર લોકથી આપણે આવ્યા, મૃત્યું લોક કીયા વાસા
સંસાર તરુવર તે કીધા બેસણાં,નિશ્ચય નહીં ત્યાં નિવાસા –1
તારૂં રે તરુવર તને વેડશે, મુકી દે માળાની માયા
ઉડીજા તુ બ્રહ્મ અવિનાશમાં, છોડી તરુવરની છાયા –2
ફળ રે ખાધાને લીધો છાંયડો, વિશ્રામ કર્યો કરી વિશ્વાસા
પારાધી રહ્યો જાળ પાથરી, તજી દે તું તરુવરની આશા –3
અવિનાશી તારો આતમો, કાયા જાવાની કરમાઇ
ભજનપ્રકાશ ભજન ભગવાનનું, પૂરણ કરીલે કમાઇ –4