Daily Archives: 18/10/2008

શ્રી કૃષ્ણયજુર્વેદીય કૈવલ્યોપનિષત


સહ નાવવતુ | સહ નૌ ભુનક્તુ | સહ વીર્યં કરવાવહૈ |
તેજસ્વિ નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ||

ૐ અથાશ્વલાયનો ભગવન્તં પરમેષ્ઠિનં પરિસમેત્યોવાચ ||૧||

અધીહિ ભગવો બ્રહ્મવિદ્યાં વરિષ્ઠાં સદા સદ્ભિઃ સેવ્યમાનાં નિગૂઢાં |
યયાઅચિરાત સર્વપાપં વ્યપોહ્ય પરાત્પરં પુરુષં યાતિ વિદ્વાન || ૨ ||

તસ્મૈ સ હોવાચ પિતામહશ્ચ શ્રદ્ધાભક્તિધ્યાનયોગાદવેહિ || ૩ ||

ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગેનૈકે અમૃતત્વમાનશુઃ || ૪ ||

પરેણ નાકં નિહિતં ગુહાયાં વિભ્રાજતે યદ્યતયો વિશન્તિ || ૫ ||

વેદાન્તવિજ્ઞાનસુનિશ્ચિતાર્થાઃ સંન્યાસયોગાદ્યતયઃ શુદ્ધસત્વાઃ |
તે બ્રહ્મલોકેષુ પરાન્ત્કાલે પરામૃતાત્પરિમુચ્યન્તિ સર્વે || ૬ ||

વિવિક્તદેશે ચ સુખાસનસ્થઃ શુદ્ધિઃ સમગ્રીવશિરઃશરીરઃ |
અત્યાશ્રમસ્થઃ સકલેન્દ્રિયાણિ નિરુધ્ય ભક્ત્યા સ્વગુરું પ્રણમ્ય || ૭ ||

હ્રત્પુણ્ડરીકં વિરજં વિશુદ્ધં વિચિન્ત્ય મધ્યે વિશદં વિશોકં |
અચિન્ત્યમવ્યક્તમનન્તરુપં શિવં પ્રશાન્તમમૃતં બ્રહ્મયોનિમ || ૮ ||

તમાદિમધ્યાન્તવિહીનમેકં વિભું ચિદાનન્દમરુપમદ્ભુતં |
ઉમાસહાયં પરમેશ્વરં પ્રભું ત્રિલોચનં નીલકણ્ઠં પ્રશાન્તં || ૯ ||

ધ્યાત્વા મુનિર્ગચ્છતિ ભૂતયોનિં સમસ્તસાક્ષિણં તમસઃ પરસ્તાત |
સ બ્રહ્મા સ શિવઃ સ ઈન્દ્રઃ સોઅક્ષરઃ પરમઃ સ્વરાટ || ૧૦ ||

સ એવ વિષ્ણુઃ સ પ્રાણઃ સ કાલાગ્નિઃ સ ચન્દ્રમાઃ |
સ એવ સર્વં યદ્ભૂતં યચ્ચ ભાવ્યં સનાતનં જ્ઞાત્વા તં મૃત્યુમત્યેતિ નાન્યઃ પન્થા વિમુક્તયે || ૧૧ ||

સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ |
સમ્પશ્યન્બ્રહ્મ પરમં યાતિ નાન્યેન હેતુના || ૧૨ ||

આત્માનમરણિં કૃત્વા પ્રણવં ચોત્તરારણિં |
જ્ઞાનનિર્મથનાભ્યાસાત્પાશં દહતિ પણ્ડિતઃ || ૧૩ ||

સ એવ માયાપરિમોહિતાત્મા શરીરમાસ્થાય કરોતિ સર્વં |
સ્ત્રિયાન્નપાનાદિવિચિત્રભોગૈઃ સ એવ જાગ્રત્પરિતૃપ્તિમેતિ || ૧૪ ||

સ્વપ્ને સ જીવઃ સુખદુઃખભોક્તા સ્વમાયયા કલ્પિતવિશ્વલોકે |
સુષુપ્તિકાલે સકલે વિલીને તમો અભિભૂતઃ સુખરુપમેતિ || ૧૫ ||

પુનશ્ચ જન્માન્તરકર્મયોગાત્સ એવ જીવઃ સ્વપિતિ પ્રબુદ્ધઃ |
પુરત્રયે ક્રીડતિ યશ્ચ જીવસ્તતસ્તુ જાતમ સકલં વિચિત્રં || ૧૬ ||

આધારમાનન્દમખણ્ડબોધં યસ્મિન લયં યાતિ પુરત્રયં ચ || ૧૭ ||

એતસ્માજ્જાયતે પ્રાણો મનઃ સર્વેન્દ્રિયાણિ ચ |
ખં વાયુર્જ્યોતિરાપશ્ચ પૃથિવી વિશ્વસ્ય ધારિણી || ૧૮ ||

યત્પરં બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાયતનં મહત |
સૂક્ષ્માતસુક્ષ્મતરં નિત્યં તત્ત્વમેવ ત્વમેવ તત || ૧૯ ||

જાગ્રત્સ્વપ્નસુષુપ્ત્યાદિપ્રપંચં યત્પ્રકાશતે |
તદબ્રહ્માહમિતિ જ્ઞાત્વા સર્વબન્ધૈઃ પ્રમુચ્યતે || ૨૦ ||

ત્રિષુ ધામસુ યદ્ભોગ્યં ભોક્તા ભોગશ્ચ યદ્ભવેત |
તેભ્યો વિલક્ષણઃ સાક્ષી ચિન્માત્રોઅહં સદાશિવઃ || ૨૧ ||

મય્યેવ સકલં જાતં મયિ સર્વં પ્રતિષ્ઠિતં |
મયિ સર્વં લયં યાતિ તદબ્રહ્માદ્વયમસ્મ્યહં || ૨૨ ||

અણોરણીયાનહમેવ તદ્વન્મહાનહં વિશ્વમિદં વિચિત્રં |
પુરાતનોઅહં પુરુષોઅહમીશો હિરણ્મયોઅહં શિવરુપમસ્મિ || ૨૩ ||

અપાણિપાદોઅહમચિન્ત્યશક્તિઃ પશ્યામ્યચક્ષુઃ સ શૃણોમ્યકર્ણઃ |
અહં વિજાનામિ વિવિક્તરુપો ન ચાસ્તિ વેત્ત મમ ચિત્સદાહં || ૨૪ ||

વેદૈરનેકૈરહમેવ વેદ્યો વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહં || ૨૫ ||

ન પુણ્યપાપે મમ નાસ્તિ નાશો ન જન્મદેહેન્દ્રિયબુદ્ધિરસ્તિ |
ન ભૂમિરાપો મમ વન્હિરસ્તિ ન ચાનિલોમેઅસ્તિ ન ચામ્બરં ચ || ૨૬ ||

એવં વિદિત્વા પરમાત્મરુપં ગુહાશયં નિષ્કલમદ્વિતીયં |
સમસ્તસાક્ષિં સદસદ્વિહીનં પ્રયાતિ શુદ્ધં પરમાત્મરુપં || ૨૭ ||

યઃ શતરુદ્રિયમધીતે સોઅગ્નિપૂતો ભવતિ સ વાયુપૂતો ભવતિ સુરાપાનાત્પૂતો ભવતિ બ્રહ્મહત્યાયાઃ પૂતો ભવતિ સુવર્ણસ્તેયાત્પૂતો ભવતિ કૃત્યાકૃત્યાત્પૂતો ભવતિ |
તસ્માદવિમુક્તમાશ્રિતો ભવત્યત્યાશ્રમી સર્વદા સકૃદ્વા જપેત |
અનેન જ્ઞાનમાપ્નોતિ સંસારાર્ણવનાશનં |
તસ્માદેવં વિદિત્વૈનં કૈવલ્યં ફલમશ્નુતે કૈવલ્યં ફલમશ્નુત ઈતિ || ૨૮ ||

ઈતિ શ્રીકૃષ્ણાયજુર્વેદીય કૈવલ્યોપનિષત્સમાપ્તા ||


સહ નાવવતુ | સહ નૌ ભુનક્તુ | સહ વીર્યં કરવાવહૈ |
તેજસ્વિ નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ||

Categories: ઉપનિષદ | Leave a comment

ઈશોપનિષત્

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ||
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |

|| અથ ઈશોપનિષત્ ||

ૐ ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ |
તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || 1 ||

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ |
એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે || 2 ||

અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઅવૃતાઃ |
તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ || 3 ||

અનેજદેકં મનસો જવીયો નૈનદ્દેવા આપ્નુવન્પૂર્વમર્ષત્ |
તદ્ધાવતોઅન્યાનત્યેતિ તિષ્ઠત્તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ || 4 ||

તદેજતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વન્તિકે |
તદન્તરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ || 5 ||

યસ્તુ સર્વાણિ ભૂતાન્યાત્મન્યેવાનુપશ્યતિ |
સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે || 6 ||

યસ્મિન્સર્વાણિ ભૂતાન્યાત્મૈવાભૂદ્વિજાનતઃ |
તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમનુપશ્યતઃ || 7 ||

સ પર્યગાચ્છુક્રમકાયમવ્રણ-મસ્નાવિરઁ શુદ્ધમપાપવિદ્ધમ્ |
કવિર્મનીષી પરિભૂઃ સ્વયમ્ભૂ-ર્યાથાતથ્યતોઅર્થાન્વ્યદધાચ્છાશ્વતીભ્યઃ સમાભ્યઃ || 8 ||

અન્ધં તમઃ પ્રવિશન્તિ યેઅવિદ્યામુપાસતે |
તતો ભૂય ઇવ તે તમો ય ઉ વિદ્યાયાઁ રતાઃ || 9 ||

અન્યદેવાહુર્વિદ્યયાઅન્યદાહુરવિદ્યયા |
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નસ્તદ્વિચચક્ષિરે || 10 ||

વિદ્યાં ચાવિદ્યાં ચ યસ્તદ્વેદોભયઁ સહ |
અવિદ્યયા મૃત્યું તીર્ત્વા વિદ્યયાઅમૃતમશ્નુતે || 11 ||

અન્ધં તમઃ પ્રવિશન્તિ યેઅસમ્ભૂતિમુપાસતે |
તતો ભૂય ઇવ તે તમો ય ઉ સમ્ભૂત્યાઁ રતાઃ || 12 ||

અન્યદેવાહુઃ સમ્ભવાદન્યદાહુરસમ્ભવાત્ |
ઇતિ શુશ્રુમ ધીરાણાં યે નસ્તદ્વિચચક્ષિરે || 13 ||

સમ્ભૂતિં ચ વિનાશં ચ યસ્તદ્વેદોભયઁ સહ |
વિનાશેન મૃત્યું તીર્ત્વા સમ્ભૂત્યાઅમૃતમશ્નુતે || 14 ||

હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્ |
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે || 15 ||

પૂષન્નેકર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂહ રશ્મીન્ સમૂહ તેજઃ |
યત્તે રૂપં કલ્યાણતમં તત્તે પશ્યામિયોઅસાવસૌ પુરુષઃ સોઅહમસ્મિ || 16 ||

વાયુરનિલમમૃતમથેદં ભસ્માંતઁ શરીરમ્ |
ૐ ક્રતો સ્મર કૃતઁ સ્મર ક્રતો સ્મર કૃતઁ સ્મર || 17 ||

અગ્ને નય સુપથા રાયે અસ્માન્ વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન્ |
યુયોધ્યસ્મજ્જુહુરાણમેનો ભૂયિષ્ઠાં તે નમઉક્તિં વિધેમ || 18 ||

ઇતિ ઈશોપનિષત્ |

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ||
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |

Categories: ઉપનિષદ | 2 Comments

વખત એટલે શું? – (2)

 


ગતાંક થી ચાલુ


તો આપણે એક જ અધિષ્ઠાન વસ્તુને બે વિભાગે જોશું. એક પરમાર્થરૂપે અને બીજું વ્યવહારરૂપે. પરમાર્થરૂપે પરમ સત્ય તે પરમાત્મા છે અને વહેવારરૂપે આ અપર અને પરિણામી સંસાર છે કે જે વખત યા કાલની સતામાં સંસરણ જેનું થતું રહે છે. કે જે સંસાર છે અને જેની કાલ કે વખત પણ વશ છે તેવી સર્વોપરી સત્તા તે બ્રહ્મ પરમાત્માની છે. કે જે સત્તા સત્તારૂપે જ રહે છે. તેટલે જે તેને ત્રિકાલાબાધિત કહેવાય છે. તેવું એક બ્રહ્મ છે અને તે આપણું સ્વરૂપ છે. છતાં તેનો સર્વને અનુભવ થતો નથી. કોઈ કોઈને થાય છે. કેમ અનુભવ સર્વને થતો નથી તેનું કારણ આવરણ છે. અને તેની જ્ઞાનથી નિવૃતિ પણ થાય છે અને નિવૃતિ થાય છે માટે તે સાચું નથી. અને આવરણની નિવૃતિ કરીને સ્વરૂપને જાણવા માટેનો પ્રયત્ન કરવો તે પુરુષાર્થ કહે છે. તે આવરણને દુર કરવાની યુક્તિઓ પણ છે. અને તેની યુક્તિ શોધીને તે પ્રમાણે સ્વરૂપનો અનુભવ લેતા આવડે તો તે જ પુરુષનો સાચો પુરુષાર્થ છે. છતાં પણ કોઈ કોઈ પ્રારબ્ધવાદીઓ પ્રારબ્ધને જ બળ કે જોર આપે છે. અને તે જ કારણને લઈને કેટલાય જુદા જુદા મત મતાન્તર જોવામાં આવે છે.

તેટલા માટે જ કોઈ કહે છે કે કલીયુગનો પોરો વખત કઠણ છે. કોઈ કહે છે પંચમ આરો કઠણ છે. ઘણા ભજનોમાં પણ ગાય છે કે ગુરુજી આવ્યો છે જુઠડો જમાનો કઠણ કલીયુગ વારો રે. આમાં કેમ દીધો કીરતાર અવતાર અમારો રે. કંઈક આવા કે જેમાં સમાજમાં અનાચરણ થતા જોઈને સંતના મુખમાંથી અવાજ નીકળી જાય છે કે જ્યાં સમાજ વ્યવસ્થા માટે કે ધર્મ વ્યવસ્થા માટે સમાજની ઉન્નતિનો વિચાર કરીને કંઈક ધર્મ બંધારણ તથા મર્યાદાઓ બાંધી હોય છે અને જ્યારે તેથી કાંઈક વિપરીત આચરણ થવા લાગે જે કાલે ત્યારે કંઈક સંતોના અંતરમાંથી કાલને કે વખતને નિમિત બનાવતો અવાજ નીકળી આવતો હોય છે. તેથી અત્યારે સઘળા કલીયુગને જ દોષ દેતા હોય છે કે કલીયુગનો પોરો, વખત કઠણ છે. રામચરિત માનસમા પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે ‘કલી કરમ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ’ કે કલીયુગમાં કોઈ પણ ધર્મ, કર્મ પણ સારા ન બની શકે, સ્વભાવથી જ લાલચુ પ્રકૃતિના જીવ પેદા થતા હોય છે. જીવનમાં વાસનાનું જોર અધિક હોય છે તેથી બહાર જ દોડતા હોય છે. કર્મ ધર્મનો વિવેક ખોઈને અધિક પાપમાં, જેમ પાણીમાં માછલું ડુબ્યું રહે તેમ ડુબીને રહેતા હોય છે. અને પરિણામે અધિકથી પણ અધિક દુ:ખ ભોગવતા હોય છે. પીડા અને કલેશથી ધેરાયેલા રહે છે તેથી મુક્ત થવાનો ઉપાય શોધી શકતા નથી. અને જે ઉપાયો કરે તે પણ આખર દુ:ખ વૃદ્ધિ કરનારા હોય છે. પણ તેથી મુક્ત કેમ થવું તેના ઉપાયમાં આંધળા જ હોય છે અને તેથી ઉપાય પણ અનુપાય જ બનીને રહે છે.

તેથી સંસારની તે રચના જ એવી છે કે દેશ, કાલ, વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટના જ્યાં ત્યાં જે તે કાલે કે વખતમાં ઘટતી હોય છે, સંજોગોના જોડાણની સાથે. પછી જે તે સંજોગોના જોડાણની સાથેનો સબંધ પરિણામ કરતો હોય છે. સારું કે માઠું બસ પરિણામો પણ સારાં કે માઠા બે જ પ્રકારના મનાય છે. સારા કહેતા જેમ ધાર્યું થાય સુખ થાય અને માઠા કહેતા ધાર્યું ન થાય દુ:ખ થાય. બસ આ જ વખતની સાથે ચાલતો વહેવાર છે. અને સૃષ્ટિના સ્થાવર-જંગમ કે જડ-ચેતન જીવોમાં જે જડ છે તે તો દુ:ખ કે સુખનો અનુભવ કરી શકતા નથી. કારણ કે તેમાં અંતઃકરણ નથી જ્યાં અંત:કરણ હોય, પ્રાણની ક્રિયા ચાલતી હોય, શ્વાસોચ્છશ્વાસ લેતા હોય તે જ કરી શકે, તેથી જે સુખ દુ:ખનો અનુભવ કરી શકે છે તે જંગમ જીવ છે. અને સુખ દુ:ખનો અનુભવ નથી કરી શકતા તે સ્થાવર જીવ હોય છે. તેથી જડ ચેતન તેવા વિભાગ જીવોના કરીને કહેવાય છે, કે આ જડ છે, આ ચેતન છે. તેવા જંગમમાં પણ સંપૂર્ણ પણે ભોગને પ્રાપ્ત થયેલ જીવ તે મનુષ્ય યોનીથી ઇતરના છે. તેમાં એક મનુષ્ય યોની જ ભોગ તથા યોગનું કે કર્મ ધર્મનું ક્ષેત્ર છે. તેથી મનુષ્ય જન્મમાં જ ફલાશા ભાવથી કરેલ કર્મ કર્તાને ક્રિયમાણની સાથે જોડે છે. ક્રિયમાણ સંચિત થાય છે અને સંચિત પ્રારબ્ધરૂપમાં ફેરવાયને કોઈ જાતિમાં જન્મ આયુ તથા તેના ભોગને નિર્માણ કરે છે.

અંત:કરણમાં કોઈ પણ વિષય પદાર્થમાં ઇચ્છા થવી તે જ પ્રારબ્ધનો જન્મ છે. જ્યાં કિંચિત માત્ર પણ ઇચ્છા નથી ત્યાં વખત કાલ કે સંજોગ એક સરખો રહે છે. પરંતુ કોઈ પણ વસ્તુ પદાર્થમાં ઇચ્છાનું ઉત્પન્ન થવું તે જ વાસના છે. વાસના વસ્તુ પદાર્થમાં સુખ ઢુંઢે છે. અનુકૂળતા શોધે છે. પરંતુ કર્મ અશુભ વાસનાથી થયેલ કર્મ પણ પ્રતિકૂળતાના સંજોગો ઊભા કરે છે. અને ઠીક શુભ સારી વાસનાથી થયેલ કર્મ ઠીક અનુકૂળતાના સંજોગો ઊભા કરે છે. વાસ્તવિકતામાં સંજોગ કે સંજોગો તો સંજોગો છે વખત તે વખત છે, સમય તે સમય છે. તેથી તેને અનુકૂળતા કે પ્રતિકૂલતાની ખબર નથી. પરંતુ અમારી ઇચ્છા વાસના ઉદભવી અને જો ધાર્યું ન થયું તો સંજોગો કે વખત પ્રતિકૂલ લાગે છે અને જો ધાર્યું થયું તો સંજોગો તથા વખત અનુકૂલ લાગે છે. આ સઘળો ઇચ્છા, વાસના તથા મનનો ખેલ છે. પછી તેમાં ઘટનાને નિમિત બનાવીએ છીએ. સંજોગો ને નિમિત બનાવીએ છીએ. વખતને દોષ દઈએ છીએ. કોઈ પણ કર્તાને, કર્મ ફલ ભોગવવા માટે અથવા તે તે ઇચ્છિત ફલની પ્રાપ્તિ માટે કર્તા પાસે તેને પ્રાપ્ત કરવાના સાધન કરણ જોઈએ. અને તે કર્તાએ જે કરણ કે ઉપકરણો દ્વારા પ્રાપ્ત કરેલ ફલનો ભોગ કરવા માટે ભોગાયતન સ્થાન જોઈએ, શરીર જોઈએ તેમાં કર્તા ભોક્તા, અહંકારી જીવ પોતાના મન ઇત્યાદિક અંત:કરણ તથા ઇન્દ્રિયો બહિકરણ દ્વારા ફલ પ્રાપ્ત કરે છે અને શરીર ભોગવે છે. કર્તા ભોક્તા જીવ કડવો મીઠો અનુભવ લે છે. વાસ્તવિકતામાં તો કર્તા ભોક્તા અંહકારી ચિદાભાસ જીવ શરીરમાં થતા પરિણામોનો અનુભવ લે છે.

કર્મને જ પ્રાધાન્ય આપનારા કર્મઠો કહે છે, કે નિષ્કામ કર્મ કરો તો સઘળું ઠીક થઈ જશે. કર્મથી જ બંધન થયું છે. કર્મથી જ સુખ દુ:ખ થાય છે. ક્રિયા કર્મ તે પ્રકૃતિનો સહજ સ્વભાવ છે. તેથી કર્મ તો થતું રહેવાનું પણ જે કર્મ ભલી બુરી વાસનાથી કે ફલની ઇચ્છાથી કરાયેલું કર્મ જ ભલુ બુરું ફલ આપે છે, તેથી ફલની આશા જ બંધન કરનારી છે. ફલની આશાનો પરિત્યાગ કરીને કર્મથી જ કર્મને કાપવું જેમ કાંટાથી કાંટો નીકળે. તેમ બંધને કર્મને કે પ્રારબ્ધને સત્ય માનનારાનું માનવું છે.

પરંતુ એક મત એવો છે કે જે ઇશ્વરનો તથા તેની સતાને માનનારા કહે છે કે સઘળું ઇશ્વરની સતાથી અને ઇચ્છાથી થયું છે. ઇશ્વર સ્વતંત્ર પણે સૃષ્ટી કરે છે. પાલે છે અને સંહાર પણ તે જ કરે છે. આ સૃષ્ટીની પહેલા પણ ઇશ્વર હતા, ઇશ્વરની ઇચ્છાથી સૃષ્ટી થઈ છે. તેની ઇચ્છાથી ચાલે છે અને ચાલતી રહેશે. માટે સઘળું જીવ કે જગત ઇશ્વરની સત્તામાં છે. તેથી માણસ માત્રનું કર્તવ્ય છે કે તે ઇશ્વરને શરણે થવું, તેની ભક્તિ કરવી, ભજન કરવુ, આ ભક્તિમાર્ગ વાળાનો મત છે. જીવ, જગત તથા જગદીશને સત્ય માનનારા તો કોઈનો મત છે કે કર્મ અથવા તો પ્રારબ્ધ જો સાચાં છે તો પછી ઇશ્વરની શું જરૂર છે? અથવા પુરુષાર્થની પણ શું જરૂર છે? કર્મ તથા પ્રારબ્ધ જ જો સઘળું ચલાવે છે તો ત્યાં ઇશ્વરની સત્તાની કંઈ કિંમત કે જરૂર પણ રહેતી નથી. અને જો ઇશ્વરની સત્તાથી જ જો સઘળું ચાલે છે તો પછી કર્મ કે પ્રારબ્ધ તે સત્ય નથી.

જ્ઞાન માર્ગ પર ચાલનારા કહે છે કે બંધન આત્માના કે સ્વરૂપના અજ્ઞાનથી થયું છે. સઘળા દુ:ખોનું કારણ સ્વરૂપનું અજ્ઞાન છે. અને જ્ઞાન થતાં અજ્ઞાનની નિવૃતિ થઈને મોક્ષ થશે. ઘણા ઘણાની તેવી માન્યતા પણ છે કે આ ક્ષણ ભંગુર, અલ્પ, અસ્થાયી, નાશવંત શરીરથી આત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે. તેમ માનનારાઓને પણ વખત નબળો લાગતો નથી. વખત પર જોર આપે છે.

જ્યારે આપણે આ નામ રૂપાત્મક પ્રપંચ જગત સામે જોઈએ છીએ ત્યારે જરૂર આપણને તેમ થાય છે અને મનમાં વિચાર ઉદભવે છે કે આ કેવી રીતે ઉત્પન્ન થયું હશે? આ કેવી રીતે ચાલે છે? અને અંતે કેમ ચાલશે? શું આ જગતનો કોઈ પણ રચયિતા હશે? કર્તા હશે? અને હોય તો કેવો હશે? તેનું સ્વરૂપ શું હશે અને કઈ કલ્પનાથી આવી રચના કરતો હશે? કે શું અકસ્માત કાકતાલિય ન્યાયે બની ગયું હશે? જગત ચાલે છે અને તેની વ્યવસ્થાનો વિચાર કરતા તો જરૂર અજાયબી ઉત્પન્ન થાય છે કે જરૂર કોઈ વ્યવસ્થાપક વગર વ્યવસ્થા ન ચાલે. તો આ શું છે તેના પર વિદ્વાનોએ બહુ વિચાર કર્યા છે, કરે છે અને કરતા રહેશે. છતાં સઘળાને પરમાત્મા મળી ગયા છે તેમ તો કહેવાય નહીં. અને કોઈને મળ્યા નથી તેમ પણ કહેવાય નહીં. દરેક જીવાત્માની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. તેથી સઘળાની માન્યતાઓ કે ખ્યાલો પણ જુદા જુદા હોય છે. આ પૃથ્વી પર વિચરનારા માણસના મનમાં શરૂઆતમાં તો ઘણી ખોટી માન્યતાઓ તથા ખોટા ખ્યાલો પ્રવેશ કરી ગયા હોય છે કે જે પૂર્ણ ગ્રંથીરૂપે બંધાય ગયા હોય છે. તેવી એક જુઠી માન્યતા વખતના સંબંધમાં પણ હોય છે. કારણ કે માણસ જ્યારે આ જગત સામે જુવે છે ત્યારે તેને બે જ વસ્તુ દેખાય છે. એક પોતે અને બીજું જગત. પણ જગદીશ દેખાતા નથી. પરંતુ પોતે કોણ છે તેની તેને ખબર જ નથી. અને જગત શું છે તે પણ જાણતો નથી તેને માટે તો તે માને છે કે સઘળું જગતમાં સમાઈ ગયું છે. પરંતુ તેને તે ખબર હોતા નથી કે આ તો મારી માન્યતાનું સાંકડું જગત હોય છે. જેવું હું માનું છું તેવું હોતું નથી. ભગવાન શ્રીકૃષ્ણ પણ અર્જુનને કહે છે અર્જુન તું જે આ જગતને જુવે છે તેવું નથી. તે તું તારી માન્યતાનું જગત જુવે છે. તેથી સઘળું જગતમાં સમાઈ જતું નથી. ત્યારે જગત શું છે? પ્રપંચ શું છે? કારણ કે જગતને જોતી વખતે આપણે આપણા વિચારો જગત તરફ છોડીએ છીએ કે જગતના કોઈ પણ પદાર્થ સાથે અંત:કરણ વિશિષ્ટ પ્રમાતા વૃતિ બહાર પદાર્થ સાથે સંયોગ કરે છે. વૃતિનું પદાર્થમાં વ્યાપવું થાય છે. આવરણ ભંગ કરે છે અને પછી અનુકૂલતા કે પ્રતિકૂલતાનો વિચાર કે અનુભવ લઈને અનુભવેલો વિચાર તે અંતઃકરણમાં સંસ્કારરૂપે સ્થાપિત કરે છે. પછી વળી તે સંસ્કારરૂપે સ્થાપિત કરેલો વિચાર ફરી વિચાર થઈને બહાર જગતને દેખે છે. પરંતુ આપણી બુદ્ધિ એવી છે કે તેથી પરમાત્મા જાણી જ ન શકાય. સંસારી બુદ્ધિ પરમાત્માને જાણી જ શકતી નથી. તેથી બુદ્ધિ બદલાવવાની જરૂર પડે છે. આવી બદલાવ વગરની જે બુદ્ધિ છે તે તો બસ સંસારના પદાર્થ પરત્વેના જ અનુકૂલ કે પ્રતિકૂલ અનુભવો આપ્યા કરશે. અને સુખ દુ:ખની પરંપરા સર્જાતી રહેશે. આ ખાસ ઉપયોગી પ્રશ્ન છે કે આપણા તથા જગતના સબંધથી ઉત્પન્ન થાય છે તો પછી જે આપણે કોઈ નવીન વસ્તુ બાબતમાં કે તેના ખ્યાલમાં આપણે વિચારવું હશે કે જાણવું હશે જેને આપણે આત્મા પરમાત્મા કહીએ તે જ નવીન વસ્તુ છે અને તેનો જ કયારે પણ વિચાર કરતા નથી. બાકી તો જુના જગતને તો જાણવામાં પણ ઘણા ખોટા ખ્લાયો બાંધ્યા છે અને તેને પણ પૂરું સમજી શકયા નથી. આજનું વિજ્ઞાન પણ પ્રયત્ન કરે છે. પણ પાર પામ્યું નથી. પામશે કે નહીં તે કહેવું કઠણ છે.


વધુ આપણે કાલે જોશું.


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

ભાઇ મારો મનવો ભયો વૈરાગી – (16)

રાગઃ- ચેતીને ચાલો મારા ભાઇ, ધરમ જોઇ પાંવ ભરજો

ભાઇ મારો મનવો ભયો વૈરાગી, અમે બન્યા સાચા ત્યાગી 
આસ પ્યાસ અંતરસમી, સતગુરુ શબ્દ સે લેર લાગી –ટેક

ભાઇ વિકાર વરતી રહી વીસમી, અવિનાશી ચરણ અનુરાગી
ચૌદ લોક તૃણ સમ હોઇ રહ્યા, ઇન્દ્રીય વિષય વિરાગી –1

ભાઇ અડોલ મન ડોલે નહી, રંભા રૂપ ન રાગી
સમદૃષ્ટિ સમતા સાધ હુઇ, શત્રુ મિત્ર સુહાગી –2

ભાઇ મૂળ રે વૈરાગ્યમાં મન ગળ્યાં, તન તપ તેજ બિરાજી
ભજનપ્રકાશ ભવસાગર નહીં, મહાપદ મન રહ્યાં રાજી –3

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.