રાગઃ- રામ રસ ઐસા હે મેરે ભાઇ
શબરી સમરે સીતારામ, આવો મારા અંતરના આરામ –ટેક
ગુરુ વચનમાં વિશ્વાસ રાખી, ધરતી હરિનું ધ્યાન
એક દિન આવશે અંતર્યામી, ભક્ત વત્સલ ભગવાન –1
હરતી ફરતી હરિને સમરતી, કરતી સેવાનાં કામ
વિશ્વંભરમાં વિશ્વાસ રાખી, સમરે રાત દિન રામ –2
વનવગડે થી વીણી લાવે, મીઠાં બોર બદામ
જમાડીશ જદુરાયને મુખ, નીરખી સુંદર શ્યામ –3
વાટ જોતાં વહાણાં વાયા, વર્ષો વિત્યાનું નહીં ભાન
કાયા એની કરમાવા લાગી, સુકાયાં હાડને ચામ –4
શબરી શ્રીરામમાં તન્મય બનીને, ધરતી અખંડ ધ્યાન
શાને માટે શ્યામ ન આવ્યાં, વિશ્વના વિશ્રામ –5
ભૂધરને નિજ ભક્ત વહાલા, તેને ભૂલે કેમ ભગવાન
શબરી ઘેરે રામ પધાર્યા, કરે પાય પ્રણામ –6
મીઠાં બોર જમાડે જગદીશને, એઠ જૂઠ નહીં ભાન
વંદન કરતી વારે વારે, બની પ્રેમ દિવાન –7
અધમ જાતિમેં નારી અપાવન, સુનો સુંદર શ્યામ
સેવા પૂજા કાંઇ ન જાણું, ન જાણું ધ્યાન કે જ્ઞાન –8
સૂનો ભામિની નાતી કે જાતિ, ન જાણું ઉચ કુળવાન
ભક્તિ સાથે સગાઇ મારી, હું દોડતો જાઉં તે કામ –9
કર જોડી શબરી સુણે, નવધા ભક્તિ જ્ઞાન
ભજનપ્રકાશના સ્વામીમાં ચિતડું જોડી,શબરી ગઇ વૈકુંઠધામ-10