શ્રી સાધનપઞ્ચક સ્તોત્ર


(આ સાધનપંચકમાં એટલે જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન મેળવવાના સાધનોનો ઉપદેશ કરનારા આ પાંચ શ્લોકોમાં પૂજ્યચરણ શ્રી શંકરાચાર્યજીએ સામાન્ય અધિકારીએ ક્યાં પારમાર્થિક સાધનોનું કેવા ક્રમથી અનુષ્ઠાન કરી, બ્રહ્મનું જ્ઞાન સંપાદન કરી, વિદેહકૈવલ્ય પ્રાપ્ત કરવું જોઈએ તે દર્શાવ્યું છે.)


વેદો નિત્યમધીયતાં તદુદિતં કર્મસ્વનુષ્ઠીયતાં, 
તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ્ .
પાપૌઘઃ પરિધૂયતાં ભવસુખે દોષોનુસન્ધીયતા-
માત્મેચ્છા વ્યવસીયતાં નિજગૃહાત્તુર્ણં વિનિર્ગમ્યતામ્ .. 1 ..

૧.વેદોનું નિત્ય અધ્યયન કરવું
૨.તેમાં કહેલાં કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરવું
૩.તે કર્મ વડે શ્રી ઈશ્વરની પુજા કરવી
૪.કામ્ય કર્મમાં રહેલી પ્રીતિ મુકી દેવી
૫.પાપના સમૂહને સારી રીતે ધોઈ નાખવો
૬.સંસારના સુખમાં દોષોનું અનુસંધાન કરવું
૭.આત્માને જાણવાની દ્રઢ ઈચ્છા કરવી
૮.પોતાના ઘરમાંથી શીઘ્ર નીકળી જવું

સઙ્ગ સત્સુ વિધીયતાં ભગવતો ભક્તિર્દૃઢાધીયતાં,
શાન્ત્યાદિઃ પરિચીયતાં દૃઢતરં કર્માશુ સન્ત્યજ્યતામ્
સદ્વિદ્વાનુપસર્પતાં પ્રતિદિનં તત્પાદુકે સેવ્યતાં,
બ્રહ્મૈકાક્ષરમર્થ્યતાં શ્રુતિશિરોવાક્યં સમાકર્ણ્યતામ્ .. 2 ..

૯.સત્પુરુષોનો સમાગમ કરવો
૧૦.પરમાત્માની દ્રઢ ભક્તિ કરવી
૧૧.શાંતી આદી શુભ ગુણોનો સારી રીતે સંગ્રહ કરવો
૧૨.વધારે દ્રઢ કર્મોનો શીઘ્ર સારી રીતે ત્યાગ કરવો
૧૩.શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ પુરુષનું કે સ્ત્રીનું શરણ ગ્રહણ કરવું
૧૪.પ્રતિ દિવસ તેમની પાદૂકાનું સેવન કરવું
૧૫.તેમની પાસે એક અને અવિનાશી બ્રહ્મના ઉપદેશની પ્રાર્થના કરવી
૧૬.તેમની પાસેથી ઉપનિષદના વાક્યોનું સાવધાનતાપૂર્વક શ્રવણ કરવું

વાક્યાર્થશ્ચ વિચાર્યતાં શ્રુતિશિરઃપક્ષઃ સમાશ્રીયતાં,
દુસ્તર્કાત્સુવિરમ્યતાં શ્રુતિમતસ્તર્કોનુસન્ધીયતામ્ .
બ્રહ્મૈવાસ્મિ વિભાવ્યતામહરહા ગર્વઃ પરિત્યજ્યતાં,
દેહેહંમતિરુજ્જ્ઞતાં બુધજનૈર્વાદઃ પરિત્યજ્યતામ્ .. 3 ..

૧૭.વાક્યના અર્થનો સારી રીતે વિચાર કરવો
૧૮.વેદાંતના પક્ષનો સારી રીતે આશ્રય કરવો
૧૯.કુતર્કથી સારી રીતે વિશ્રામ પામવું
૨૦.શ્રુતિને અનુકુલ એવા તર્કનું વારંવાર અનુસંધાન કરવું
૨૧.હું બ્રહ્મ જ છું એવી ભાવના નિત્ય દ્રઢ કરવી
૨૨.મિથ્યાભીમાનનો પરિત્યાગ કરવો
૨૩.શરિરમાં રહેલી હું પણાની બુધ્ધિને ત્યજી દેવી
૨૪.જ્ઞાની પુરુષની સાથે વાદનો પરિત્યાગ કરવો 

ક્ષુદ્ધ્યાધિશ્ચ ચિકિત્સ્યતાં પ્રતિદિનં ભિક્ષૌષધં ભુજ્યતાં,
સ્વાદ્વન્નં ન તુ યાચ્યતાં વિધિવશાત્ પ્રાપ્તેન્ સન્તુષ્યતામ્ .
શીતોષ્ણાદિ વિષહ્યતાં ન તુ વૃથા વાક્યં સમુચ્ચાર્યતા-
મૌદાસીન્યમભીપ્સ્યતાં જનકૃપાનૈષ્ઠુર્યમુત્સૃજ્યતામ્ .. 4 ..

૨૫.ભૂખરૂપ રોગનો ઉપચાર કરવો
૨૬.પ્રતિ દિવસ ભિક્ષાન્નરૂપી ઓસડ ખાવું
૨૭.સ્વાદવાળા અન્નની માગણી ન કરવી
૨૮.પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા વડે સંતોષ રાખવો
૨૯.ટાઢ-તડકાદીને સારી રીતે સહન કરવા
૩૦.પ્રયોજન વીનાનું વચન ન બોલવું
૩૧.ઉદાસીનપણાને સર્વભણીથી ઈચ્છવું
૩૨.મનુષ્યો ઉપર કૃપા કરવાનું કે નિર્દયતા કરવાનું મુકી દેવું

એકાન્તે સુખમાસ્યતાં પરતરે ચેતઃ સમાધીયતાં,
પૂર્ણાત્મા સુસમીક્ષ્યતાં જગદિદં તદ્‌બાધિતં દૃશ્યતામ્ .
પ્રાક્કર્મ પ્રવિલાપ્યતાં ચિતિબલાન્નાપ્યુત્તરૈઃ શ્લિષ્યતાં,
પ્રારબ્ધં ત્વિહ ભુજ્યતામથ પરબ્રહ્માત્મના સ્થીયતામ્ .. 5 ..

૩૩.એકાંતમાં સુખપૂર્વક બેસવું
૩૪.માયાથી પર બ્રહ્મમાં ચિત્તને સારી રીતે એકાગ્ર કરવું
૩૫.પૂર્ણાત્માનો સારી રીતે સાક્ષાત્કાર કરવો
૩૬.તે વડે જગતને બાધ પામેલું જોવું
૩૭.ચૈત્યનના સમર્થ્યથી સંચિત કર્મોને સારી રીતે વિલિન કરવા
૩૮.અને ઉત્તરોની ક્રિયમાણ કર્મો સાથે ન જોડાવું
૩૯.અહીં પ્રારબ્ધ કર્મને ભોગવવું
૪૦.પરબ્રહ્મ રૂપે સ્થિતિ કરવી.

યઃ શ્લોકપઞ્ચકમિદં પઠતે મનુષ્યઃ
સઞ્ચિન્તયત્યનુદિનં સ્થિરતામુપેત્ય .
તસ્યાશુ સંસૃતિદવાનલતીવ્રઘોરતાપઃ
પ્રશાન્તિમુપયાતિ ચિતિપ્રસાદાત્ .. 6 ..

જે મનુષ્ય આ પાંચ શ્લોકોનું અધ્યયન કરે છે, અને પ્રતિ દિવસ સ્થિરતા રાખીને તેનું મનનધ્યાન કરે છે, તેનો સંસારરૂપી દાવાનલનો તીવ્ર અને ભયંકર તાપ ચૈતન્યના અનુગ્રહથી શીગ્ર શાંતિ પામે છે. 

ઇતિ શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્યશ્રીમચ્છઙ્કરાચાર્યવિરચિતં  સાધનપઞ્ચકસ્તોત્રં સમ્પૂર્ણમ્ 

Categories: સ્તોત્ર | Tags: | 1 Comment

Post navigation

One thought on “શ્રી સાધનપઞ્ચક સ્તોત્ર

  1. Rajesh

    કબીરજી, સાંઈબાબા, નાનકજી, બુધ્ધ વગેરે વગેરે સા્ચા સંત હતા પણ પ્રભુ યેશુજી સત્ય હકીક્ત, ૨૦૧૦ વરસ પુરાની છે મન ના મેળ નથી, અને હુ પણ પ્રભુ યેશુજીને નો’તો જાણતો કે માનતો પણ હવે એમેનેજ માનુ છુ, અમારા ખાનદાનમાંથી, જાતિમાંથી સૌથી પહેલો પ્રભુ યેસુને અપનાવનારો, રાજેન્દ્ર પડયા, ૪૬ વરસ, મુમ્બઈનો,જન્મેલો, નવજુવાન બુઢો છુ, ૩ વરસ પહેલા હુ પણ આત્મિક રીતે ભટ્કેલ હતો, બહુજ પુજા-પાઠ કરનારો, બન્ને નવરાત્રિ, સ્રાવણમાસ, ભાદરવો, બધાજ સોમ, મંગલ, ગુરુ, શનિવાર કરનારો, તંત્ર-મંત્ર જાણનારો, અંધકાર માં ઠેબા ખાતો હતો, પણ હવે મારી આંખો ખુલી ગઈ છે, તમે પણ ઠેબા ના ખાઓ, કારણ કે કર્મ-કાંડ ખોટો છે, મંત્ર-તંત્ર તદ્દન જ ખોટા, ઘરમાં અશાંતિ લાવનાર છે, મન મેલુ હશે તો મેલો દેવ જ પામશો જે નરક્માં લઈ જવા માટે નારકીય કામ કરાવશે, (જરા તમારી અંદર પોતાના આત્માને જ પુછોને) માટે પ્રભુ યેશુજી કહે છે કે પ્રાયશ્ચીત કરો, છાતિ કુટો, પોતાના, પાડોશિના, સમાજના, દેશના, દુનિયાના પાપો માંટે, એમની પણ આત્મિક આંખ ખુલે. ખુબ જ સરસ, હવે મોટેથી કહો, હે સ્વર્ગના પિતા, હુ પ્રભુ યેસુ ના નામથી તમારા સિંહાસન પાસે આવુ છુ અને જેમ તમે વચન આપ્યુ છે કે “જો કોઈ મનુશ્ય પોતના મન-વચનથી યેસુજી ને પ્રભુ માનીને અન્ગિકાર કરે કે પરમપિતાએ યેસુજિને મરેલા માંથી જીવીત કર્યા છે તો એ પોતે નિશ્ચય ઉધ્ધાર પામશે, એટ્લે કે જેમ લોકો જિવતે જીવતા મરેલા જેવા છે અને મર્યા પછિ નરક જ પામશે (અને નરકજ પામે છે), એ જીવતે જીવતા, મરેલો નહિ પણ જીવતે જીવતા જીવિત રહેશે અને દેહ છોડ્યા પછી પણ મરશે નહિ સર્વ પાપોથી મુક્ત રહેશે અને પરમપિતા પાસે અનંત જીવન પામશે અને સ્વર્ગદુત બનીને પરમપિતાની અખંડ સ્તુતિ કરતો રહેશે અને એનુ આખુ ખાનદાન પણ ઉધ્ધાર પામશે અને સમાજ માટે અભીશાપ નહી પણ આશીશ જ બનશે, કોઇ જાદુ ટોન, મંત્ર તંત્ર, બીમારી, ચોર, છ્લ, કપટ, અને નરક ના બધા દેવી-દેવતા કે એની શક્તી, પ્રભુ યેશુજી ને માનનાર્ને કે પછી એના ઘરના લોકોને છુવાનુ તો શુ, જોઇ પણ નહિ શકે, કારણ સ્વર્ગ અને પ્રુથ્વીની બધી જ શક્તિ યેશુજી ની આગળ માથુ નમાવે એવો પરમાત્મા નો હુકમ છે………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: