મિત્રો,
આજે શ્રી ભુપેન્દ્રસિંહજીના નીચેના લેખ પર મેં આ પ્રમાણે પ્રતિભાવ આપેલ છે. કદાચ મારી કોમેન્ટ સ્પામમાં જતી રહેતી હશે તેથી ત્યાં આપને ન પણ જોવા મળે.
શ્રી ભુપેન્દ્રસિંહજી,
સહુ પ્રથમ તો નારી શક્તિને સો સો સલામ.
ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ભારત પાક વચ્ચેની બોર્ડર પર હાથમાં ભારેખમ રાઈફલ લઈને ચોકી કરી રહેલી ૬૦૦ મજબૂત યુવતીઓ ને જોઇને કયા ભારતીય ની છાતી નહિ ફુલાય?
દરેક ભારતીયની છાતી ફુલાશે. પણ માત્ર છાતી ફુલાવીને તો દેડકાઓ પણ બેસી રહે છે. તેથી માત્ર છાતી ફુલાવવા કરતાં આ નારી શક્તિ વધુને વધુ જાગૃત થાય તે માટે નારીઓએ જ પ્રયાસો હાથ ધરવા પડશે. મેં તો એવી નારીઓ જોઈ છે કે જેઓ ઈ-મેઈલ એડ્રેસમાં પણ નરના એડ્રેસ લખે છે. આવી નારીઓને જોઈને કોની છાતીના પાટીયા નહીં બેસી જાય???
ગુજરાત રેજિમેન્ટ કે ગુજરાત રાઈફલ્સ કેમ નહિ??????
આ પ્રશ્ન મને પણ સતાવે છે. રાજ્યની અંદર નારીઓની રક્ષા માટે લગભગ દૂર્ગા વાહિનિ ની સ્થાપના કરવામાં આવી છે. પણ સીમાડાઓના રક્ષણ માટે ગુજરાત રેજીમેન્ટ કેમ નથી તે પ્રશ્ન મને પણ થાય છે. મારા બે વિપ્ર મિત્રો ૧.અરુણભાઈ જોષી અને ૨.જયપ્રકાશ પાઠક કે જેઓ મિલિટરી માં રહી ચૂક્યા છે તેમને મળીશ ત્યારે આ વિશે જરૂર પ્રશ્ન કરીશ.
http://brsinh.wordpress.com/2010/10/24/ભારતીય-નૌકાદળમાં-અંબિકા/