Daily Archives: 26/10/2010

મારા પ્રતિભાવો (૨) – આગંતુક

મુળ લેખ: કટ્ટર ધર્માન્ધતા


મારો પ્રતિભાવ: કલા-સંગીત-નૃત્ય અને સાહિત્યથી વંચિત આ તાલીબાનોની ધર્માંધતાને ધિક્કાર છે. જેમની ભાષા છે માત્ર તલવાર અને તલવાર (આધુનિક સમયમાં શસ્ત્ર)


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , | Leave a comment

પ્રેમળ જ્યોતિ તારો દાખવી – નરસિંહરાવ દિવેટિયા

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ

રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ


સૌજન્ય:સ્વર્ગારોહણ


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | Leave a comment

હાસ્ય-રસ (૨) – જોરાવરસિંહ જાદવ

નોંધ: આ લેખ ’નવા નાકે દિવાળી’ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.











Categories: હળવી પળો, હાસ્ય | Tags: , | 4 Comments

અરુણાચલ સ્તુતિ (૪૦) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.