Daily Archives: 17/10/2010
વિજયા દશમી – આગંતુક
મિત્રો,
વિજયાદશમી એટલે ધર્મનો અધર્મ પર અને દિવ્યતાનો દુષ્ટતા પરનો વિજય. સત્ય હોય કે કલ્પના પણ શ્રીરામ ભારતીય સંસ્કૃતિ સાથે ઓત-પ્રોત થઈ ગયાં છે. એવું કહેવાય છે કે દશરથ રાજાના પુત્ર શ્રીરામ કે જેઓ તેમના ન સમજાય તેવા અતી ગંભીર સ્વભાવ, મર્યાદા અને અમાપ શક્તિને લીધે ભગવાન તરીકે આજે પણ કરોડો લોકોના હ્રદયમાં બીરાજમાન છે. તેમના ધર્મપત્નિને રાવણ નામનો અત્યંત બુદ્ધિશાળી અને પરાક્રમી માણસ છળ કરીને ઉપાડી ગયેલો. તે વખતે પણ તે વિજ્ઞાનની અવનવી સિધ્ધિનો ઉપયોગ કરતો અને તેણે સીતાજીનું અપહરણ વિમાનમાં કરેલું (તેમ કહેવાય છે). તેના ક્રુરતાભર્યા દુષ્ટ કાર્યો અને અનેક લોકોને રંજાડવાને લીધે લોકો તેને રાક્ષસ તરીકે ઓળખતા. આજે વિજયા-દશમીના દિવસે શ્રીરામે આ રાવણને હણી નાખેલો અને તેનું રાજ્ય તેના નાના ભાઈ વિભીષણને આપેલું (જે સાત્વિક હતો). પોતાની પ્રાણથી યે વધુ પ્રિય પત્નિને તેમણે પાછી મેળવેલી અને અયોધ્યામાં પરત ફરેલા. આ બધું આજે આપણને સત્ય લાગે કે ન લાગે તેમ છતાં આજે પણ આપણે જોઈએ છીએ કે લોકો બીજાની પત્નિને તફડાવી જાય છે, ત્યાર બાદ તેની ઈચ્છા ન હોય તો પણ તેના પર જોર જુલમ કરે છે અને તેને સતત દાબમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તો આવો આજે આપણે સહુ સંક્લ્પ કરીએ કે આવું કરનારા દુષ્ટોને જાહેરમાં ખૂલ્લા પાડશું અને તેમને ચોક-બજારમાં ફાંસી દઈ દઈશું અથવા તો કોર્ટ ફાંસી આપી દે તેવી માંગણી કરશું.
….બોલો “જયશ્રી-રામ”