અરે અરે આ સવારમાં વહેલાં તૈયાર થઈને શેની તૈયારી શરુ કરી છે?
જુઓને ભાઈ, આજે કોર્પોરેશનની ચૂંટણી ખરીને? તેથી મત દેવા જવાનું છે એટલે થયું કે જલ્દી જલ્દી સવારમાં વહેલો જઈને જ મત આપી આવું. પાછી વળી મત દેવા માટે ય લાઈન લગાવવી પડશે. આપણો દેશ એટલે લાઈનોનો દેશ, જ્યાં જુઓ ત્યાં લાઈન જ લાઈન. અને આપણે કાંઈ અમીતાભ બચ્ચનની જેમ ફીલ્મ જેવું જીવન થોડું જીવીએ છીએ? આપણે તો વાસ્તવિક ધરતી પર જીવવાનું હોય છે અને ત્યાં કાઈ એમ કહેવાય કે “હમ જહાં ખડે રહતે હે, વહાં સે લાઈન શુરુ હોતી હૈ” .
હા, હા, તે તો ખરું પણ તમે મત કોને દેવાના?
એ..ય આ બધું છાનું છપનું રાખવાનું હોય હો.. જાહેર ન કરાય. જો આપણે એમ કહીયે કે કોંગ્રેસને મત દેશું તો ભાજપ વાળા હારે વાંધો પડે, અને જો આપણે કહીયે કે ભાજપને મત દેશું તો કોંગ્રેસવાળા તો આપણને શ્રદ્ધાંજલી જ આપી દે કે નહીં?
હા હો આ તો માળું ખરું કહેવાય આપણી તો કોઈ વેલ્યુ જ નહીં. આ નેતાઓની હા જી હા જ કર્યે રાખવાની?
સાવ એવું નથી હો ભાઈશાબ, આ નેતાઓને જો તમે મનમો દેતા બંધ થઈ જાવ અને કહી દ્યો કે અલ્યાં આખું વરસ તો પાણી આપવાની ત્રેવડ નહોતી અને હવે મત માંગવા શું હાલી નીકળ્યાં છો? તો કુતરાની જેમ પુંછડી પટપટાવતા આવે અને કહે કે હશે ભાઈ, એમ તો સાવ તરસ્યા યે નથી જ રાખ્યા ને? કદાચ એકાંતરે પાણી દીધું હશે.
અને હા, તમે કાઈક કહેતા હતા ને કે જેમના દિકરા-દિકરીઓ વિદેશમાં હોય તેમાં થી કોઈક કોઈક દારુની લતે ચડી જાય છે, શું તે વાત સાચી છે?
ભાઈ જુઓ બધું બહુ પુછ પુછ ન કરો અમુક વાતો મોઘમમાં કહેવાની હોય અને અત્યારે તો મારે મત દેવા જાવાનું મોડું થતું હોવાથી આટલું જ રાખીએ.
વધું આવતાં અંકે…