Daily Archives: 06/10/2010

ઊંટ કહે: આ સભામાં – કવિ દલપતરામ

Camel Corps

Image by The National Archives UK via Flickr

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”


શબ્દ સૌજન્ય:”ટહુકો”


અને હા, આ કાવ્ય ઉપર સરસ ટીપ્પણી જોવા માટે અહીં ક્લીક કરશો.


Categories: ટકોર, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, હળવી પળો, હાસ્ય | Tags: , , , | 7 Comments

Blog at WordPress.com.