Daily Archives: 20/10/2010

સૉનેટ: જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !


સૌજન્ય:લયસ્તરો


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , , | Leave a comment

ભુપેન્દ્રસિંહજી રાઓલને અભિનંદન

મિત્રો,
મારા આદરણીય બ્લોગ મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલના મનમાં વર્ષોથી ચાલતા વિચારોના તુમુલ યુદ્ધને પુસ્તક દેહ પ્રાપ્ત થયો છે. આવા અદભુત પ્રસંગે તેમને મારી હ્રદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ વ્યક્ત કરું છું. જેવી રીતે અર્જુનને વિષાદ થયો હતો તો તેમાંથી સુંદર ભગવદ ગીતા પ્રાપ્ત થઈ તેવી રીતે તેમને પણ વિષાદ થયો તો આજે આપણને ”કુરુક્ષેત્ર મારા વિચારોનું” પ્રાપ્ત થયું. તેમના આ પુસ્તકની પ્રસ્તાવના નીચે પ્રમાણે છે.


પ્રસ્તાવના
હે! પ્રિય વાચક મિત્રો,
હું જે કઈ લખું છું તે પરંપરાગત છે જ નહીં. કોઇ પૂર્વપરંપરાને અનુસરીને હું લખતો નથી. આવું હશે એમ જાણી માનશો નહીં. લૌકિક ન્યાય પણ નહીં લાગે, સુંદર લાગવાનો તો સવાલ જ નથી. શ્રદ્ધાને પોષનારું તો છે જ નહીં, ઉલટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેને તોડનાર બની રહે તેવી શક્યતા છે. ના તો હું પ્રસિદ્ધ છું, ના તો પૂજ્ય છું. બનવું પણ નથી. પણ તમારી વિવેક બુદ્ધિ થી ખરું લાગે તો જ માનશો, સ્વીકારશો. હા! મારા મનમાં વર્ષોથી ચાલતા વિચારોનું આ તુમુલ યુદ્ધ છે, તદ્દન કડવું સત્ય, મને જે લાગ્યું તે લખ્યું છે.


આ લેખ તેમના બ્લોગ ઉપર વાંચવા અહીં ક્લિક કરશો.


Categories: સમાચાર, સાહિત્ય | Tags: , , , , | Leave a comment

વિચાર (૧૨) – સ્વામી વિવેકાનંદ

Categories: શ્રી રામકૃષ્ણ મીશન, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.