Conversations and Dialogues
મારા પ્રતિભાવો (૭) – આગંતુક
કુરુક્ષેત્ર પર ના લેખ
સુંદરતા,બુદ્ધિ અને બેવફાઈ???
પરનો મારો પ્રતિભાવ
શ્રી ભુપેન્દ્રસિંહજી,
અહીં ૩ બાબતોની એક બીજા સાથે સંગતતા ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
૧. સુંદરતા
૨. બુદ્ધિ
૩. બેવફાઈ
આપના લેખ પ્રમાણે આપે માત્ર શારિરિક સુંદરતાની વાત કરી છે – પણ આ ઉપરાંત વ્યવહાર, વાતચીત, પહેરવેશ, સ્વચ્છતા, કલાત્મકતા વગેરે દ્વારા પણ વ્યક્તિ પોતાની સુંદરતા અભીવ્યક્ત કરી શકે છે. જે વ્યક્તિ પોતાને યોગ્ય રીતે અભિવ્યક્ત નથી કરી શકતી તે સુંદર હોવા છતાં પણ લોકોમાં માનીતી નથી થઈ શકતી જ્યારે જે વ્યક્તિ ઓછી સુંદર હોય પણ તે લોકો સાથે પ્રેમ-પૂર્વક હળે-ભળે તો તે સુંદર વ્યક્તિ કરતાં વધારે પ્રગતી કરી શકે.
૨. બુદ્ધિ ના ભગવદ ગીતા પ્રમાણે ૩ ભેદ પાડવામાં આવ્યાં છે સાત્વિક, રાજસીક અને તામસીક બુદ્ધિ.
જે બુદ્ધી શું કરવું અને શું ન કરવું એને જાણે વળી બંધન શું અને મુક્તિ શું તેને જાણે છે તે બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહે છે.
શું કરવું , શું ન કરવું તથા ધર્મ અને અધર્મને જે બુદ્ધિ યથાર્થ રીતે જાણી નથી શકતી તેવી બુદ્ધિને રાજસીક બુદ્ધિ કહે છે.
જે બુદ્ધિ દરેક બાબતના ઉલટાં જ અર્થ કરે અને અધર્મને જ ધર્મ માની લે તેવી બુદ્ધિને તામસીક બુદ્ધિ કહે છે.
બેવફાઈ – દેશ, કાળ, સમાજવ્યવસ્થા વગેરે પર આધાર રાખે છે. આપે પ્રાણીઓનો ઘણો અભ્યાસ કર્યો છે અને મનુષ્યોનો મહદ સમાજ હજુ પણ પ્રાણીઓ જેવો જ છે જેમાં બેવફાઈને સુંદરતા કરતાં બુદ્ધિ સાથે અને આસપાસના વાતાવરણ તથા બાહ્ય પરિબળો સાથે સંબધ છે.
બુદ્ધિશાળી સંબધ બાંધતા પહેલા અનેક વખત વિચાર કરે છે. એક વખત સંબધ બાંધ્યા પછી તેને સમસ્ત જીવન પર્યંત જાળવવા પ્રયત્ન કરે છે – તેમ છતાં જો કોઈ રીતે અનુકુલન ન જ સાધી શકાય તો શાંતિથી સંબધ વિચ્છેદ કરે છે.
જે બુદ્ધિશાળી નથી તે જેની તેની સાથે સંબધ બાંધ્યા જ કરે છે, પછી એક પણ સંબધ ટકાવી ન શકીને અંતે પતન નોતરે છે. જો આવી વ્યક્તિને કોઈ બુદ્ધિશાળીનો સહારો મળી જાય અને તેના કહેવા પ્રમાણે તે પોતાની જાતમાં સુધારો કરે તો તેને માટે બચવાની કશીક પણ આશા રહે છે નહીં તો પછી તે સમાજમાં આબરુ, મર્યાદા, માન સઘળું ગુમાવીને ક્ષુદ્ર જંતુ સમાન બની જાય છે.
ટુંકમાં બુદ્ધિ અને બેવફાઈને સંબધ છે પણ સુંદરતાને બુદ્ધિ સાથે કે સુંદરતાને બેવફાઈ સાથે કોઈ સંબધ હોય તેમ મને લાગતું નથી.
તા.ક. આપના બ્લોગ પર મેં પ્રતિભાવ આપેલો પણ સ્પામમાં ચાલ્યો જતો હોવાથી ફરી અહીં મુકેલ છે.
મારા પ્રતિભાવો (૬) – આગંતુક
મુળ લેખ: સ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ
પાન મસાલાં બહાર કાઢીને આવવું – આગંતુક
મિત્રો,
આજે મને જીવનમાં મારા એક ઓળખીતાને બે શબ્દો કહેવા પડેલાં તે યાદ આવે છે. પહેલાં હું ગ્રાહકની જેવી જરૂરીયાત હોય તેવા સોફ્ટવેર બનાવી આપતો હવે કામ વધારે રહેતું હોવાથી એક સ્ટાન્ડર્ડ એકાઉન્ટિંગ સોફ્ટવેર “શ્રી સવા” વેચવાનું તથા તેને આનુષાંગીક સેવાઓ આપવાનું કામ કરું છું. દિપ્તિ ગેસ એજન્સી નામના મારા એક મીત્રની એજન્સી માટે મેં એક સોફ્ટવેર બનાવી આપેલું. ત્યાં બુકીંગનું કામ ભરતભાઈ નામની એક વ્યક્તી કરતી હતી. તેને સોફ્ટવેર ચલાવતા શીખવાડવું વગેરે કાર્ય રહેતું હોવાથી તેની સાથે કેમ છો – કેમ નહીં નો સંબધ બંધાયેલો. થોડાં વખત ત્યાં કામ કર્યા પછી બીજે વધારે પગારની નોકરી મળવાથી છુટા થઈને બીજે એક કુરીયર કંપનીમાં કામે લાગેલા.
એક વખત હું અને મારા મીત્ર ઉદયભાઈ બક્ષી કોમ્પ્યુટર તથા સોફ્ટવેર વીષે કશીક વાતચીત મારા ઘરે કરતાં હતા. મારી નાનકડી ઓફીસ અને ઘર બંને સાથે છે. મોટા ભાગે ગ્રાહકને ત્યાં કામ કરવાનું હોય અને અવકાશે સોફ્ટવેરને લગતું કામ દિવસ-રાત ગમે ત્યારે કરી શકું તેથી ઘરે ઓફીસ રાખવી મને અનુકુળ પણ પડે છે. આવે વખતે એકાએક તે ભરતભાઈ એક કવર લઈને મોઢામાં માવો (સોપારી+તમાકુ+ચુનો) ભરીને આવ્યાં. બોલી તો શકે તેમ નહોતા તેથી સહી કરવાનો કાગળ અને બોલપેન ધર્યા. હાથ ઉંચો કરીને કેમ છો કર્યું. એટલે મેં તેમને કહ્યું કે પહેલું કામ તમે આ માવો “મધુવન”ની બહાર કાઢીને આવો.”મધુવન” ભાવનગરના પ્રતિષ્ઠીત વિસ્તાર આંબાવાડીના મુખ્ય રસ્તા પર આવેલ છે – કોઈ શેરી કે પછાત વિસ્તારમાં નહીં. એટલે તે ભાઈ આનાકાની કરવા લાગ્યા.
મેં કહ્યું કાંતો તમારો આ માવો બહાર ખાઈને નીંરાતે આવો અથવા તો બહાર કાઢીને આવો. કપાળમાં મોટો ચાંદલો – સ્વામીનારાયણ સંપ્રદાયનો. મેં કહ્યું સાધુ-સંતો તો વ્યસન છોડવા માટે કહે છે તમે આ માવા ક્યારથી ખાવા મંડ્યા. કચવાતે મને માવો બહાર કાઢીને પછી એ ભાઈ આવ્યા – મને કહે હજુ હમણાં જ ખાધો હતો. મેં કહ્યું જો ભાઈ આ મારુ ઘર મેં મંદિરની જેમ સજાવ્યું છે. અહીં કોઈ ગમે તેમ આવન-જાવન કરે. જે-તે વસ્તુ મોઢામાં ભરીને આવે તે મને બીલકુલ ન પોસાય. હવે પછી “મધુવન” માં આવતાં પહેલા ધ્યાન રાખજો કે મોઢામાં પાન-માવા ન હોય.
તેમણે કહ્યું કે તમારી વાત સાચી છે. એક તો આ વ્યસન ખર્ચાળ છે અને પાછું નુકશાનકારક છે પણ હવે છુટતું નથી.મેં કહ્યું કોશિશ કરો કદાચ છુટી જાય અને ન છુટે તો પણ “મધુવન” માં તો વ્યસનની છૂટ કોઈને પણ નથી. ફરી કદી તે મારે ત્યાં પાન-માવો ખાઈને આવ્યાં નથી.
જરૂર પડે લોકોને કડવુંયે કહેવું પડે. કડવા ઓસડ માં જ પાય.
મારા પ્રતિભાવો (૫) – આગંતુક
મિત્રો,
આજે શ્રી મીતાબહેનના બ્લોગ ઉપર એક લેખ વાંચ્યો –
હિટ એન્ડ રન, દારૂબંધી અને એનઆરઆઈ….
તે પોસ્ટની સામે મેં મારો પ્રતિભાવ આપ્યો છે. ઘણી વખત મારા પ્રતિભાવો અસંગત હોય છે અને ઘણી વખત તે સ્પામમાં જતા રહેતા હોય છે તેથી તે જે તે પોસ્ટની સાથે દેખાતા નથી તેથી તે પ્રતિભાવ અહીં પોસ્ટ રૂપે મુક્યો છે. આશા છે કે મારા પોતાના પ્રતિભાવ જ્યારે પોસ્ટ બને ત્યારે કોઈને વાંધો નહીં હોય.
શ્રી મીતાબહેન
એન.આર.આઈ. શા માટે લિકર લાવે છે તેના બે કારણો હોઈ શકે. ૧. ત્યાં લિકર સસ્તુ હોય (અહીંની સરખામણીમાં) ૨. ત્યાં કદાચ શુદ્ધ લિકર મળતું હોય (અહીં તો લઠ્ઠો, તાડી, ભાંગ, ચરસ, ગાંજો અને એવા કેટલાય પદાર્થો પીવાય છે). ગઈ કાલે હું અને કવિતા બહાર જતાં હતા અને અહીના આડોડીયાવાસમાંથી એક પીધેલા અને હોશકોશ ખોઈને જમીન પર પડી ગયેલાને જોઈને મેં હંસ: ને કહ્યું કે તું જલદી કેમેરો લઈ આવ આપણે આનો ફોટો પાડીને પ્રશ્ન કરશું કે ગુજરાતમાં દારુબંધી છે તે વાત ખરી છે? કવિતા કહે હવે આવું તો રોજનું થયું છે આપણે પાછા આવશું તો યે આ પડ્યો જ હશે. મેં રોષ સાથે કહ્યું તો પછી ગુજરાતમાં દારુબંધી છે તેવા બણગા તંત્ર શા માટે ફુંકે છે? કવિતા કહે હવે રોજ ઉઠીને કેટલાક પ્રશ્નો ઉઠાવશો – અહીં મારા ઘરના પ્રશ્નોના ઉકેલ લાવો તોયે ઘણું.
મેં કહ્યું શું પ્રશ્નો છે તારા? તો કહે રીંગણા ૧૦૦ રૂ. કીલો, દુધમાં લીટરે ૧૦ રુ.નો વધારો, પેટ્રોલમાં લીટરે ૩ રૂ.નો વધારો હવે મારે ઘર કેમ ચલાવવું? મેં માથું ખંજવાળતા કહ્યું હા તારી વાત તો સાચી છે – આ બ્લોગની રામાયણ બંધ કરીને ૨ સોફ્ટવેર વધારે વેચુ તો તારી સમસ્યાનો ઉકેલ આવે. તો છણકો કરતાં બોલી હું તો ૧ વર્ષથી કહું છું કે આ બ્લોગે જ તમારું મગજ બગાડ્યું છે. આખો દિવસ વિચારમાં હો છો અને બેવડી વાત કર્યા કરો છો.
મેં કહ્યું જો કવિ એવું નથી – બ્લોગ ઉપર મને સાચા મિત્રો મળે છે, સુખ-દુ:ખ વહેંચી શકું તેવા સાથીઓ મળે છે. વળી જુદી જુદી સમસ્યા આપણે ઉકેલી તો ન શકીએ પણ તે બાબત તંત્ર અને લોકોનું ધ્યાન તો દોરી શકીએને તો આ કાર્ય પણ થોડાં અંશે બ્લોગ ઉપર થઈ શકે છે. માટે હું બ્લોગ-લેખન કરું છું.
અરે મીતાબહેન આ જુઓને વળી પાછી ગાડી આડા પાટે ચડી ગઈ. એક તો ઘણાં વખતે તમારી જેવા ખાસ મિત્ર સાથે વાત કરવાની તક મળી એટલે મારા ઘરની રામ-કહાણી કરવા બેસી ગયો.
પણ તમારી વાત સાચી છે – આ લિકરનું રહસ્ય તો શોધવું જ જોઈએ.
આ પ્રતિભાવ કદાચ આપને અસંગત લાગશે અથવા તો સ્પામમાં ચાલ્યો જાય તેવી પુરી શક્યતા હોવાથી મારા બ્લોગ ઉપર પોસ્ટ રૂપે પણ મુકી રહ્યો છું.
આ સીવાય પણ યુરોપની વધારે વાત કરશો – બહું ટુંકા સમયમાં તમારે આવવું પડ્યું પણ તોયે આ પ્રવાસ યાદગાર તો જરૂર રહ્યો હશે.
તમે થીમ કેમ બદલતાં નથી?
મિત્રો,
ઘણાં લોકો મને પુછે છે કે આ શુ એકનો એક થીમ રાખ્યો છે? તમે થીમ કેમ બદલતાં નથી? તો હું તેમને કહું છું કે પહેલાં હું થીમ બદલતો હતો. પરંતુ એક વખત જેતપૂરથી મારા મિત્ર શ્રી કાંતિલાલભાઈ કરશાળા ભાવનગર આવેલા તેમણે મને આ થીમ સેટ કરી આપ્યો છે. તેમણે મને ગુજરાતીમાં લખવા માટે સોફ્ટવેર આપેલું અમે સાથે બેસીને ચા પણ પીધેલી. તેમના સ્નેહના પરિપાકરૂપે અપનાવેલો આ થીમ હવે હું કઈ રીતે બદલી શકુ? તેથી જ તો હું આ થીમને વળગી રહ્યો છું…
હેરેસમેન્ટ – ગુજબ્લોગ પર ચર્ચા
Bhupendrasinh Raol
Subject: Re: બે બે અલ્પ-વિરામ,, ચાર ચાર ચાર ચાર પ્રશ્નાર્થ ચિહ્ન???? અને
મારી કૉમેન્ટ!!!!!!
To: Vinay Khatri
વિનય ભાઈ ,
હું તો કાયમ ટાયટલમાં આવું કરતો હોઉં છું.બીજા મિત્રો પણ આવું કરતા હોય છે.ચાર
ઉદગાર ચિહ્નો પણ વપરાતા હોય છે.હા!મારા લખેલા લેખોમાં ક્યાય ચાર અલ્પવિરામ
વપરાતો નથી.ભૂલમાં થયું હોય તો ઠીક.હવે અતુલભાઈ મારી પાછળ પડ્યા છે.એમની અસંગત કોમેન્ટ્સ પાસ કરી નહિ હોય.પહેલા યશવંત ભાઈ જે કાયમ વિવાદો થી દુર રહે છે તેમની પાછળ પડ્યા હતા.એક જોડણી ની સામાન્ય ભૂલ બાબતે નરમ અને સૌમ્ય સ્વભાવના શ્રી અશોકભાઈનું અપમાન કરી ચુક્યા છે.એમની કોમેન્ટ પાસ ના થાય તો નિત નવા મેલ આઈડી બનાવી કોમેન્ટ્સ મોકલી હેરેસમેન્ટ કરવાનું સારું કામ કરતા હોય જ છે.ભલે અસહમતી હોય વિવાદોથી ભરપુર હોય પણ તાત્વિક ચર્ચા વાળી કોમેન્ટ્સ તો પાસ કરતાજ હોઈએ છીએ. કોઈની અસહમતી પર્શનલ લેવાનું હું તો માનતો નથી.તમે ધાર્મિક હોવ તો ગો એહેડ અને તમે નાસ્તિક હોવ તો ગો એહેડ ,તમારી પોતાની ચોઈસ છે.અતુલભાઈ પર્શનલ લઈને બેઠા છે.એમનું માનવું છે કે હું ધર્મના નામે ચાલતી બદીઓ વિરુદ્ધ ના લખું.એક
સમયે એમને મારો બ્લોગ ગમતો હતો હવે નથી ગમતો.યેનકેન પ્રકારે હેરાન કરવાની
મનોવૃત્તિ ધરાવે છે.જ્યાં ને ત્યાં વિવાદ ઉભા કરવાની એમને ટેવ છે.મારા સિવાય
બીજા ઘણાને હેરાન કરવાનું ચાલુ જ છે,પણ ખોટા વિવાદ કરીને શું કરવાનું એવું માની
ચુપ રહે છે.મને કોઈ ફરક પડવાનો નથી.સન્માનીય એવા જુગલકાકા,ધોળકિયાસાહેબ અને
બીજા જેને જણાવવું હોય તેમને જણાવી શકે છે.આ બંને મારા મિત્રો ને સન્માનીય છે
એમને મારા લેખો વિવાદી હોવા છતાં ગમે છે.અસહમતી હોવા છતાં ગમે છે.
આપ મારી આ મેઈલ ગુજબ્લોગ દ્વારા બધાને મોકલી શકો છો.એક બાજુ આખું ગુજરાતી
બ્લોગ જગત હશે અને એક બાજુ હું એકલો હોઈશ તો પણ શું ફરક પડવાનો?પણ મારા ચાહક
મિત્રો,મારા પ્યારા વાચક મિત્રો આવું નહિ કરે તેની મને ખાતરી છે.સિંહો ના ટોળાં
થોડા હોય????વળી પાછા ચાર પ્રશ્નાર્થ?ચાર વાર પુચ્છ્યું છે તેમ સમજી લેશો.હું
ભલે અમેરિકામાં વસતો હોઉં,ભારત મારો આત્મા છે,દેશ મારો ગુજરાત છે અને હું છું
એક ગર્વિષ્ઠ ગુજરાતી.જય જય ગરવી ગુંજરાત!
j_jugalkishor Vyas
રાઓલજી,
તમારા વ્યથા ભર્યો સંદેશ વાંચ્યો. આ જ વાતને મેં આજે મારી રીતે કોમેન્ટ પર મૂકી છે. એ જરા જોઈ જવા જેવી છે. એમાં ખુલાસાઓ છે. હું હમણાંથી સમયના અભાવે તમારા કે યશભાઈ વ.ના બ્લોગ વાંચી શકતો નથી.
કુશળ હશો.
– જુ.
આગંતુક અતુલ જાની
સિંહોના ટોળા પણ હોય તેના ફોટો મળશે ત્યારે જરૂર મુકશુ. માણસ સામાજિક
પ્રાણી છે. નામની પાછળ સિંહ લગાડવાથી કોઈ માણસ મટીને સિંહ ન બની જાય.
Hemant Punekar
અતુલભાઈ,
“સિંહોના ટોળાં થોડાં હોય?” એક રૂઢિપ્રયોગ છે, એને શબ્દશઃ ના લેશો. ભૂપેન્દ્રસિંહજીને એવું લાગે કે એ પોતે સિંહ છે તો લાગે, એમાં તમને વાંધો હોવો ના જોઈએ. અને તમને એવું ના લાગતું હોય તો એમાં ભૂપેન્દ્રસિંહજીને વાંધો હોવો ના ઘટે.
બાકી બાપુ, તમ તમારે જેટલા પ્રશ્નાર્થ, ઉદ્ગારચિહ્નો અને અલ્પવિરામ, અર્ધવિરામ,
પુર્ણવિરામ વાપરવા હોય એટલા વાપરોને યાર!!!! હાથી ચલા બજાર તો ……
હવે આ કહેવત વાપરું એમાં કોઈને હાથી કે બીજા કોઈને બીજુ કંઈ કહેવાનો જરાય આશય નથી. ભાવનાઓ કો સમજો!
અમેય માણસ છીએ. અમનેય હાસ્યપ્રદ (હાસ્યાસ્પદ નહીં હોં કે) લખવાનું મન થાય ને.
વાતાવરણ હળવું કરવા આટલું લખ્યું. મન પર ના લેશો.
બાકી સિંહોનું ટોળુય હોય છે ખરું. આ રહ્યું:
http://www.dailymail.co.uk/news/article-1090790/Pictured-Lion-pride-g…
Hemant Punekar
My Blog: HEM-KAVYO
Chirag Patel
અતુલભાઈ, જો તમે નામ બદલીને કે પ્રોક્સી પછવાડે જઈને અંગત કે અરુચિકર ટીપ્પણી
લખી હોય તો એ તદ્દન ખોટી બાબત છે. દરેકને પોતાનો મત પ્રદર્શિત કરવાની સ્વતંત્રતા પર આમ તરાપ મારવી શિયાળ કામ જ છે, જે ભૂતકાળમાં ઘણા અનામી લોકો દ્વારા બહુ થઇ ચૂક્યું છે. છાતી છપ્પનની હોય અને હૈયે હામ હોય તો જાહેરમાં જ જાહેર થઈને પ્રતિ-ટીપ્પણી કરવી જોઈએ.
શું વિરામ ચિહ્નો કે શું જોડણી? એમાં આટલા ઘાંઘા થવાની જરૂર નથી. ૧૦૦%નું તો મન
પણ નથી રહેતું તો આ તો વળી કઈ એવી મોટી વાત છે?
– ચિરાગ
Atul Jani to Chirag
શ્રી ચિરાગભાઈ,
મેં ક્યારેય પ્રોક્સી બદલીને ટીપ્પણી નથી લખી. મારો પ્રત્યેક ટીપ્પણી જાહેર જ હોય છે. છપ્પનની છાતી તો ટીપ્પણી પ્રાપ્ત કરનારની નથી હોતી કે મારી ખુલ્લેઆમ ટીપ્પણી પ્રગટ કરે. ઘાંઘો હું નથી થયો – ઘાંઘા આખો વખત બધાને ઉતારી પાડનારાઓ થયાં છે. એક પોસ્ટ લખો અને તેના વિરોધમાં બીજી પોસ્ટ હાજર જ હોય. અહીં યા કોઈ લડવા થોડું આવ્યું છે? પણ લડનારાઓને જવાબ તો દઈશ દઈશ અને દઈશ જ
અને ફરી વખત દોહરાવુ છું કે મારી કોઈ પણ ટીપ્પણી પ્રોક્સી બદલાવીને કરવામાં આવી નથી. ઈ-મેઈલ એડ્રેસ બદલવું એટલે પડ છે કે બ્લોગરો છપ્પનની છાતી વાળા નથી હોતા કે મારી ટીપ્પણી પ્રકાશીત કરી શકે.
Chirag Patel to me
અતુલભાઈ,
જેમ મને ગૂંચ પડી એમ બીજાને પણ પડી હોઈ શકે. તમે આ ખુલાસો જાહેરમાં કરો તો તમારો મત પણ બધા સમજે. મેં જો કે જે વાત લખી એ બદલ તમને દુખ થયું એ માટે માફી માંગુ છું. ભૂતકાળમાં મને પ્રોક્સી ટીપ્પણીઓનો એટલો બધો કડવો અનુભવ થઇ ગયો છે કે એ બાબતે ગુસ્સો ઉતારી લીધો એમાં તમે પણ આવી ગયા. ફરી, માફી.
હા, એ વાતે પુરો સંમત છું કે વિરોધી સુરની ટીપ્પણી અપ્રૂવ ના કરનાર બ્લોગર ગુનાને પાત્ર છે. એમાં સૌરભ શાહ જેવા કહેવાતા કુખ્યાત પત્રકાર પણ આવી ગયા. પોતાના લેખને અનુકુળ ટીપ્પણી છપાવી અને બીજી દુર કરવી…
ફરી વાર કહું છું કે, તમે આ બાબતે જાહેર ખુલાસો કરી તમારો મત બધા સમક્ષ મુકો.
કાર્તિક મિસ્ત્રી
પરફેક્ટ જવાબ, ચિરાગભાઈ અને હેમંતભાઈ.
પૂર્ણવિરામ, અલ્પવિરામનો વાંધો કાઢતા (અને પોતે જ ઢગલાબંધ,, જોડણીઓ ખોટી
લખતાં) અતુલભાઈ અંગત રીતે આવા સવાલો બ્લોગ પર ઉઠાવે તે ઠીક નથી. વધુમાં,
ગુજબ્લોગ પર તેમનાં ઈમેલનો મારો સ્પામથીય ઓછો નથી.
વિનયભાઈ, વિષય બદલ્યા વગર દરરોજ પોસ્ટ કરતાં એમનાં ઈમેલ્સને મોડરેટ ન કરી
શકાય?
~ Kartik
j_jugalkishor Vyas
પ્રિય બાપુ, હેમંતભાઈ, ચીરાગ, વિનયભાઈ તથા સૌ,
મને પણ બહુ પસ્તાવો થાય છે કે, ક્યાં આમાં પડ્યા !! અલ્પવિરામની વાતે
પૂર્ણવિરામ શરૂઆતમાં જ મૂકવાની જરૂર હતી ! પણ ભાષાની વાત આવે એટલે લખવાનું મન
થઈ જાય – આને કુટેવ પણ કહી શકાય – તેથી ક્યારેક અંગત બાબતોનો અણસાર આવતો નથી ને શામેલ થઈ જવાય છે….
આ આખો પત્રવ્યવહાર ભાષા કરતાં વ્યક્તિગત બની ગયો એમાં મારો પણ ફાળો ગણીને
દીલગીરી વ્યક્ત કરું છું.
– જુ.
કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય?
મારા પ્રતિભાવો (૪) – આગંતુક
મુળ લેખ:માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે??????
મારો પ્રતિભાવ: ગરીબી કલંક છે. જે વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા જેટલો સક્ષમ ન હોય તેણે લગ્ન ન કરવા જોઈએ. ધન પાછળની દોટ ભુંડી છે. રીસર્ચ કરનારાઓ મોટા ભાગના ધનના લોભી નથી હોતાં. હા તેમની પેટન્ટ ખરીદી લઈને પછી તેમની શોધ-ખોળ પર ચરી ખાનારા ધનિકો હોય છે. દરેક બાબતમાં મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ કામ શરૂ કરે તો તે નિષ્ઠા-પૂર્વક કરવું જોઈએ. બાકી રમત કરવા ખાતર કોઈ કામનો આરંભ કરે તો અંતે તેના પરીણામો પણ એવાં વિચિત્ર જ આવે. જે લોકો બ્લોગ બનાવે તેમણે બ્લોગને વ્યવસ્થિત અપડેટ કરવા જોઈએ પણ જે લોકો છાન-ગપતીયા કરવાં બ્લોગ બનાવે છે તેઓ જ્યારે ચળ હોય ત્યારે જ બ્લોગ અપડેટ કરે છે બાકીના દિવસોમાં તો લીલા-લહેર અને કહેવાતો ’કર્મયોગ’ કર્યાં કરે છે.
આ લેખ ઉપર ધોળકીયા સાહેબનો પ્રતિભાવ: dipakdholakia | November 8, 2010 at 6:01 am | Reply
00 Rate This
ઈશાવસ્યમિદં સર્વં, યત્કિં ચ જગત્યાં જગત
તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્યસ્વિદ ધનમ
ઈશાવાસ્યોપનિષદનો આ પહેલો મંત્ર છે – આખું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. એનો ત્યાગ કરીને ભોગવ. કોઈનું ધન ન લઈ લેજે.
વાત ક્યાંથી ક્યાં પહોંચી. પહેલાં જ્ઞાનની મહાન વાત. આ જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. ત્યાગ જ ખરેખરો ભોગ છે – અને અંતમાં પ્રૅક્ટિકલ વાત. કોઈનું ધન ન લે. કઈં મેળ છે જ્ઞાન અને આ ચેતવણી વચ્ચે? ગરીબો પાસે ધન હોત તો એ ગરીબ ન હોત. એટલે ધન તો એમનું નથી એ વાત નક્કી. બીજાનું એટલે ધનિકોનું ધન લઈ લેવાની પણ મનાઈ. સરવાળે ધનિકોના લાભમાં જ આ ઈશ્વરથી વ્યાપ્ત જગત ચાલ્યા કરે. જગતમાં જે કઈં છે એનો ત્યાગ કરીને ભોગવો – બધું ઈશ્વરમય હોય તો કશાનો ત્યાગ કરવાની સલાહ શા માટે? મૂળ વાત છેલ્લે કહી છે- ્જે ગરીબ છે તે ગરીબ જ રહે. માણસને ગરી્બ જ રાખવો હોય તો ગરીબીનાં ગુણગાન કર્યા વિના કેમ ચાલે?
ધોળકીયા સાહેબના પ્રતિભાવ પર મારો પ્રતિભાવ:
વાર્તાલાપ | November 8, 2010 at 7:38 am | Reply
Your comment is awaiting moderation.
00 Rate This
સહુ પ્રથમ તો જે ભાષા જે બાબતને લગતી હોય ત્યાં તેને ટાંકી શકાય. ઈશોપનિષદનો આ શ્લોક ક્યાં સંદર્ભમાં શરુ કરવામાં આવ્યો છે તે સમજ્યાં વગર તેને હૈયા વરાળ કાઢવા માટે ઉપયોગ કરવાથી અર્થનો અનર્થ થાય છે.
આપણે સમજવું જોઈએ કે આપણો જન્મ આપણી મેળે નથી થયો. માતા-પિતાના રજ-વિર્યના મેળાપથી આપણે ઉત્પન્ન થયાં. આમાં આપણું શું પ્રદાન છે? વળી આપણાં મા-બાપ પણ આ જ રીતે ઉત્પન્ન થયાં છે તેમાં તેમનું શું પ્રદાન છે? આ પૃથ્વિ આપણે હોઈએ તે પહેલાં પણ હતી તેને બનાવવામાં આપણું શું પ્રદાન છે? આપણે જે કાઈ લઈએ છીએ હવા,પાણી , અન્ન આ બધા શું આપણે બનાવ્યા છે? અરે આપણે પોતે પણ જાણતા નથી કે આપણને કોણે બનાવ્યા છે તો આ બધાના આપણે માલીક ક્યાંથી થઈ ગયાં?
તેથી કોઈ એક અગમ્ય તતવ કે તેને જે નામ આપવું હોય તે અપાય ઈશોપનિશદમાં તેને ઈશ્વર કહ્યાં કે : આ ઈશ તત્વથી આ જે કાઈ છે તે આચ્છાદિત કરવા લાયક છે. આપણે તેના માલિક નથી પણ તે ઈશ તત્વની કૃપાથી આપણે તે માણી શકીએ છીએ માટે આપણે તે ઈશ તત્વના અભારી છીએ અને તે ઈચ્છે ત્યારે તે આપણી પાસેથી લઈ લેવા માટે સક્ષમ હોવાથી તેનો ઉપયોગ (ઉપભોગ નહીં) ત્યાગીને કરવો.
dipakdholakia | November 9, 2010 at 3:25 am |
પ્રિય મિત્ર,
વાત ગરીબાઈનાં ગુણગાનની ચાલે છે, ઈશ્વરની નહીં. આ શ્લોકમાં ઇશ્વરના મહિમાની સાથે ‘મા ગૃધ ક્સ્યસ્વિદ્ધનમ’ કઈ રીતે ફિટ થાય છે? આ શ્લોકના આ ભાગને કોઈએ જીવનમાં ઉતાર્યો હોય અને શ્લોકના ‘મા ગૃધ…’ ને પણ જીવનમાં અમલમાં મૂક્યો હોય એવાં કેટલાં ઉદાહરણો છે? કેટલ્ગલા ધનિકોએ પોતાના ધનનો “ત્યાગ કરીને એનો ઉપભોગ કર્યો”? અહીં “ભુંજિથા”નો અનુવાદ “ઉપયોગ” નથી. અને એવો અર્થ હોય તો પણ જેની પાસે ધન જ ન હોય અને બીજાનું ધન લેવા્ની પણ મનાઈ હોય તે કઈં આ જગત ઈશથી વ્યાપ્ત છે એને આ શ્લોક કઈ રીતે સંતુષ્ટ કરશે? ગરીબોને રોટી જોઈએ.ભગવાનનાં ગુણગાન નહીં. વિનોબાજીએ ‘સંપત્તિ’ શબ્દનો અર્થ બરાબર સમજાવ્યો છેઃસંપત્તિ એટલે સમાન રૂપે પડે તે અથવા સમાન પાંતી. વિપત્તિ એટલે અસમાન પાંતી. આ વ્યાખ્યામાં ‘મા ગૃધ…’ ફિટ નથી થતું. ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત તમે અર્થ કરો છો તેવો જ છે, પણ કોઇ ધનિકે માન્યો છે? એટલે ભૂપેન્દ્રસિંહભાઈનું કહેવું સાચું છે કે બધી પોલિસીઓ ધનિકો માટે જ છે.
શ્રી દિપકભાઈ,
એટલાં માટે જ અહીં આ શ્લોક ફીટ નથી થતો. ઈશોપનિષદમાં ક્યાંય ગરીબોને ગરીબ રાખવાની વાત જ નથી. ક્યારેક અહીં અનુકુળ હશે તો ઈશોપનિષદનું ભાષ્ય મુકવાનો પ્રયત્ન કરીશ. કેટલું સશક્ત આ ઉપનિષદ અને તેને આ પ્રકારના લેખ સાથે ટાંકવામાં આવ્યું તે હાસ્યાસ્પદ લાગ્યું માટે જ અહીં લખવું પડ્યું. પાનની દુકાને જઈને કોઈ એમ કહે કે આ સોનાની લગડી ઉપર પાનનું ચિત્ર દોર્યું છે તો આ સોનાની લગડીના કેટલાં પાન આવશે? અને જે રીતે આશ્ચર્ય થાય તે જ રીતે આ લેખ સાથે ઈશોપનિષદનો આ શ્લોક જોઈને આશ્ચર્ય થયું. ’કુરુક્ષેત્ર’ પર મારી મો-માથા વગરની કોમેન્ટ પાસ નથી થતી તેથી મારે નામ બદલીને વાત કરવી પડી. પણ જ્યારે મો-માથા વગરના લેખો અને મો-માથા વગરના પ્રતિભાવો જોવા મળે છે ત્યારે મારાથી પણ મો-માથા વગરનો વાર્તાલાપ કર્યા વગર નથી રહી શકાતું