દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ.
આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક પોસ્ટ-કાર્ડ પર સરસ ચિત્ર દોરીને સરનામું કર્યા વગર શાળામાં જમા કરવાનું હતું ત્યાર બાદ શાળામાંથી જુદા-જુદા વિદ્યાર્થીઓને એક-બીજાને પોસ્ટ-કાર્ડ શુભેચ્છા રુપે મોકલવાના તેવી ગોઠવણ કરી હતી. આસ્થાને પણ એક શુભેચ્છા કાર્ડ આજે પ્રાપ્ત થયું.
સહુ બ્લોગ-મિત્રોને “મધુવન” પરિવાર તરફથી દિપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું પર્વ મંગલમય અને આનંદમય રહે તેવી હ્રદય-પૂર્વકની ભાવના સાથે..
સહુને જયશ્રીકૃષ્ણ