Monthly Archives: September 2010

ભવાન્યષ્ટકમ – આદિ શંકારાચાર્ય

મિત્રો,
દસમાં ધોરણમાં મારે સંસ્કૃત વિષયમાં આ સ્તોત્ર ભણવામાં આવતુ અને તે વખતે મેં લગભગ કંઠસ્થ: કરેલું. આમેય પરિક્ષા માટે પણ તે પાકું કરવું જરૂરી હતું પણ ત્યાર બાદ તો આ સ્તોત્ર મને એટલું બધું પ્રિય થઈ ગયેલું કે તે મેં લગભગ હ્રદયસ્થ: કરી લીધેલું. સાતમો શ્લોક મારો સૌથી વધુ પ્રિય શ્લોક હતો જો કે આમ તો આખુંયે સ્તોત્ર મને પ્રિય છે.


न तातो न माता न बन्धुर्न दाता
न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
न जाया न विद्या न वृत्तिर्ममैव
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥१॥

ન તાતો ન માતા ન બન્ધુર્ન દાતા
ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ।
ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમૈવ
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૧॥

ભાવાર્થ – હે ભવાની ! પિતા, માતા, ભાઇ, દાતા, પુત્ર, પુત્રી, નોકર, સ્વામી, સ્ત્રી, વિદ્યા, વૃત્તિ – આમાંથી કંઇ જ મારું નથી. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારી ગતિ છો.

भवाब्धावपारे महादुःखभीरु पपात प्रकामी प्रलोभी प्रमत्तः ।
कुसंसारपाशप्रबद्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥२॥

ભવાબ્ધાવપારે મહાદુઃખભીરુ પપાત પ્રકામી પ્રલોભી પ્રમત્તઃ ।
કુસંસારપાશપ્રબદ્ધઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૨॥

ભાવાર્થ – હું વિશાળ ભવસાગરમાં, મહાદુઃખોથી કાયર થઈ પડ્યો છું. હું કામી, લોભી અને પ્રમત્ત બની અનિચ્છનીય એવાં સંસારના બંધનોમાં સદાય બંધાયેલો પડ્યો છું. હે માઁ ભવાની ! હવે તમે જ એકમાત્ર મારી ગતિ છો.

न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् ।
न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥३॥

ન જાનામિ દાનં ન ચ ધ્યાનયોગં ન જાનામિ તન્ત્રં ન ચ સ્તોત્રમન્ત્રમ્ ।
ન જાનામિ પૂજાં ન ચ ન્યાસયોગં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૩॥

ભાવાર્થ – હું દાન આપવું જાણતો નથી, ધ્યાનયોગની મને ખબર નથી, પૂજા અને મંત્રનું પણ મને જ્ઞાન નથી, પૂજા અને ન્યાસ વગેરે કર્મકાંડથી તો હું તદ્દન અજાણ છું. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારું શરણ છો.

न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् ।
न जानामि भक्तिं व्रतं वापि मातर्गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥४॥

ન જાનામિ પુણ્યં ન જાનામિ તીર્થં ન જાનામિ મુક્તિં લયં વા કદાચિત્ ।
ન જાનામિ ભક્તિં વ્રતં વાપિ માતર્ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૪॥

ભાવાર્થ – હું પુણ્ય જાણતો નથી, ન તો તીર્થ, લય કે મુક્તિનું મને ભાન છે, હે માતા ! ભક્તિ કે વ્રત પણ મને ખબર નથી. હે માઁ ભવાની ! હવે તો તમે જ કેવળ મારું શરણ છો.

कुकर्मी कुसङ्गी कुबुद्धिः कुदासः कुलाचारहीनः कदाचारलीनः ।
कुदृष्टिः कुवाक्यप्रबन्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥५॥

કુકર્મી કુસઙ્ગી કુબુદ્ધિઃ કુદાસઃ કુલાચારહીનઃ કદાચારલીનઃ ।
કુદૃષ્ટિઃ કુવાક્યપ્રબન્ધઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૫॥

ભાવાર્થ – હું ખરાબ કર્મવાળો, કુસંગતમાં રહેવાવાળો, દુર્બુદ્ધિ, કુટેવોને ગુલામ, કુળને શોભે તેવા આચાર વગરનો, દુરાચારમાં પરોવાયેલ, ખરાબ દ્રષ્ટિવાળો, અયોગ્ય શબ્દો બોલવાવાળો છું. હે માઁ ભવાની ! હવે તો તમે જ એકમાત્ર મારું શરણ છો.

प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् ।
न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥६॥

પ્રજેશં રમેશં મહેશં સુરેશં દિનેશં નિશીથેશ્વરં વા કદાચિત્ ।
ન જાનામિ ચાન્યત્ સદાહં શરણ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૬॥

હું બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર અથવા અન્ય કોઈ દેવતાઓને જાણતો નથી. હંમેશા શરણ આપનાર હે ભવાની ! તમે જ મારી એકમાત્ર ગતિ છો.

विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये ।
अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥७॥

વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે ।
અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૭॥

ભાવાર્થ – હે શરણે આવેલાનું રક્ષણ કરનારી ! વિવાદ, વિષાદ, પ્રમાદ, પ્રવાસ, જળ, અગ્નિ, પર્વત, શત્રુ, વન સર્વની વચ્ચે સદાય મારું રક્ષણ કરજો. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારી ગતિ છો.

अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः ।
विपत्तौ प्रविष्टः प्रनष्टः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥८॥

અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણદીનઃ સદા જાડ્યવક્ત્રઃ ।
વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રનષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥૮॥

ભાવાર્થ – હે દેવી ! હું હંમેશ જ અનાથ, દરિદ્ર, વૃદ્ધાવસ્થાથી જીર્ણ, રોગી, અતિદુર્બળ, દીન, જડ, વિપત્તિઓથી વીંટળાયેલો, પાયમાલ થઈ ગયેલ છું. હે માઁ ભવાની ! તમે જ એક માત્ર મારું શરણ છો.

॥ इति श्रीमदादिशंकराचार्य विरचितं भवान्यष्टकं समाप्तम् ॥
॥ ઇતિ શ્રીમદાદિશંકરાચાર્ય વિરચિતં ભવાન્યષ્ટકં સમાપ્તમ્ ॥


શબ્દ સૌજન્ય:સનાતન જાગૃતિ


Categories: સ્તોત્ર | Tags: , | 1 Comment

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી – ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

મિત્રો,
આજે મારા ખાસ મિત્ર પ્રવીણભાઈ ભટ્ટ દ્વારા ઈ-મેઈલમાં સૌરાષ્ટ્રની ધરાના મહિમાનું યશોગાન કરતું સુંદર ગીત મળ્યું.મને થયું કે સહુની સાથે વહેંચુ એટલે કે ગમતાનો ગુલાલ કરું.


પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે
મધ્યમાં એશિયાની અટારી
હિંદ દેવી તણી કમર પર ચમકતી
દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગર્જતી જલનિધિગાનસરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ઉદરમાં અરુણને ધારતી ઊજળી
પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય
પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર
નિત્ય સંધ્યા રચે કનકહમ્ય
અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી
બલવતી શરીરસંતાપહરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે
માનવી મીઠડાં પ્રેમભીનાં
પાણી જ્યાં આકરા મરદની મૂછના
લલિત લાવણ્ય જ્યાં સુંદરીનાં
સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી
ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

હ્રદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં
હબકીને કદી ના હામ તજતાં
નાકને કારણે શૂર નરનારીઓ
હર્ષથી મૃત્યુના સાજ સજતાં
શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં
પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ભગર ભેંશો વડી હાથણી જેવડી
ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી
ઘોડીઓ માણકી તીખી તાજણ સમી
જાતવંતી ઘણી જ્યાં નીપજતી
યુદ્ધમાં અડગ ત્રમજુટમાં ના હટે
વેગવંતી દીસે ચપળ હરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

કાઠી ખસીયા વસ્યા શૂર રજપૂત જ્યાં
મેર આહિર ગોહિલ વંકા
ખડગના ખેલની રંગભૂમિ મહીં
જંગના વાજતા નિત્ય ડંકા
સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે
ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

યુદ્ધ ઘમસાણ જ્યાં કૈંક જામ્યાં અહા
મરદના વચનની ટેક માટે
નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં
જન્મભૂમિ તસુ એક સાટે
શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ
ક્ષત્રિવટ ઊજળી એકવરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

વૈર વેંડારવા કારમાં તો ય જ્યાં
અભય વીરવદન પર શૌર્ય હસતાં
વૈરી સ્વાગતે ધન્ય જ્યાં માનવી
આપવા શિર સન્મુખ ધસતાં
મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા
મરદને જ્યાં કરી પ્રેમ પરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

વિકટ ગિરિ ગવહરે વાઘ સિંહો રહે
ગજવતા જંગલોને હૂંકારે
માનભંગે થઈ મરણિયા આથડે
બહારવટિયા ભડવીર ભારે
શૌર્યગીતો અહા ગુંજતી એહના
ઘૂઘવે ઘેલી સરિતા ડુંગરની
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

કડક ધરતી જહાં ખડકની આકરી
ડુંગરા ડુંગરી ને કરાડો
મુકુટ શા મંદિરો ગાજતાં શિર ધરી
ગજવતા ગગન ઊંચા પહાડો
ગીર ગોરંભતી ગાય જ્યાં નેસમાં
ખડકતી દૂધની પિયૂષઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ધાવીને દૂધ મજબુત ધરણી તણાં
પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
કોયલો ગાન ગાતી ન થાકે
લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા
લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

આવી શત્રુંજયે જાય ગિરનાર પરે
અનખ પંખી સમો સૂર્ય વ્યોમે
ગહનતલ ઘુમટથી ઝળકતાં એમના
પિચ્છ વેરાય અગણિત ભોમે
પશ્ચિમે અસ્તમાં શોભતી ક્ષિતિજ શી
ચાંદલો ચોડીને ભાલ ધરતી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

દ્વારિકા કનકની દુર્ગપુરી જહાં
કૃષ્ણની કીર્તિદીપ્તિ પ્રકાશે
યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન જ્યાં
સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે
સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને
શીખવી ભક્તિ નિષ્કામ-કરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં
સંપદા પામીયો જ્યાં સુદામો
વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા
સતી અને સંતનો જ્યાં વિસામો
ગામે ગામ ઊભા સ્થંભ પોકારતા
શૂરના ગુણની ગાથા વરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ભક્તિ ને શૌર્યને રંગે રોળાઈ જ્યાં
ગુર્જરી ગુણગંભીર ગીરા
ગીતસાગર મહીં મસ્ત એ મલપતી
અલપતી મધુર આલાપ ધીરા
ભાટ ને ચારણો ભભકતા કવિત જ્યાં
પંચમો વેદ દુહો સુચરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , | 5 Comments

વિવાદ – પ્રતિભાવ આપવા જોઈએ? – આગંતુક

મિત્રો,
લોકો લેખના અંતે લખે, અથવા તો મેઈલ માં લખે કે આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂર આપજો. હવે આપણે પ્રતિભાવો આપીએ, તે એવા કાઈ વાંધા જનક પણ ન હોય, પણ તેમના અહંકારને અનુરુપ ન હોય એટલે તેને એપ્રુવ ન કરે. તો શું આવા બ્લોગ ઉપર બીજી વખત પ્રતિભાવ આપવાની કોશીશ કરવી જોઈએ? મને અનુભવ થયેલાં ૩ બ્લોગ ના નામ આપુ છું. જેમ જેમ વધારે અનુભવો થશે તેમ આ યાદી લંબાવીશ.

૧. અસર
૨. કુરુક્ષેત્ર
૩. Read ગુજરાતી

Categories: ટકોર | Tags: , , | 41 Comments

હાસ્યલેખ લખવાના અભરખા (૧) – આગંતુક

મિત્રો,
ઘણાં બધા બ્લોગ ઉપર હમણાં હાસ્યલેખ લખવાના પ્રયોગો ચાલે છે. પ્રયોગનું તો એવું કે ભાઈ તેમાં સફળતા યે મળે ને નિષ્ફળતા યે મળે અને ઘણી વખત વળી હાસ્યલેખમાંથી કશુંક નવું જ સર્જન થઈ જાય. તો પણ વૈજ્ઞાનિકો જેમ પ્રયોગશાળામાં આદુ ખાઈને કે આધુનિક મેડીસીન ખાઈને પ્રયોગ પાછળ પડ્યા રહે છે તેમ હાસ્યલેખકોએ નીરાશ થયા વગર હાસ્ય-લેખ લખવાનું ચાલું રાખવું જોઈએ.

વળી આ વર્ડપ્રેસની મફતીયા સુવિધાનો ભરપૂર લાભ શા માટે ન ઉઠાવવો? કોઈક છાપાં, મેગેઝીન માં તો આપણાં લેખ કોણ છાપવાનું હોય? પણ અહીંયા તો ભાઈ દલા તરવાડી ની જેમ રીંગણા લઉ બે-ચાર? લે ને ભાઈ દશ બાર. એમ હાસ્યલેખ લખું બે-ચાર? અરે ભાઈ લખ ને દશ-બાર. અહીં કોની મા એ સવા શેર સૂંઠ ખાધી છે કે ઈ આપણને ના પાડે?

આપણો દેશ તો દશાનનોનો ને આપણો માંહ્યલો તો જટાયુ છે, એટલે આપણે પરોપકારાર્થે લેખ લખવાનો પ્રયાસ તો કરીએ પણ આ દશ માથાળાં દશાનનો એમ તમને સખે શી રીતે લખવા દે? એટલે જાત જાત ના ને ભાત ભાતના વાંધા વચકા કાઢી કાઢી ને આપણાં લેખોના શબ્દે શબ્દ ઉપર અર્થોનું કેમીકલ છાંટીને આપણને હતા ન હતા કરી નાખવાનો પ્રયાસ કરે. પણ અલ્યાં પાંખો કપાઈ જાય તોયે કાઈ માંહ્યલો જટાયું છાનો માનો બેસી રહે? એ તો તેનાથી થાય એટલો આ દશાનનોનો વિરોધ કરે કરે અને કરે જ .

હાસ્ય તો ગમે ત્યાંથી મળે, અરે સહુથી વધારે હાસ્ય-લેખકો કરુણરસના સ્નાનાગારમાં જન્મ્યાં છે. મને થયું કે આ ગાડરીયા પ્રવાહમાં મારી જેવું મેશ રાશીનું ઘેંટું ક્યાંક હાસ્ય-લેખ લખવામાં બાકી ન રહી જાય એટલે થયું કે લા’વ ચાલ આજે એકાદ કહેવાતો હાસ્ય-લેખ ઘસડી જ કાઢું.

હવે તમને વાત કરું મારા જામનગરના સરકારી પોલિટેકનીકના અભ્યાસની. જામનગરમાં હું અને મારા ચોથા ધોરણથી સાથે રહેલાં અને છેક પોલિટેકનિક ના અભ્યાસ સુધી સાથ આપ્યો તેવા લંગોટીયા (કારણ કે તે લંગોટ પહેરે છે) મિત્ર કૃષ્ણસિંહ જાડેજા બંને જોડાયા. થોડા દિવસ તો બધું વાતાવરણ સમજતા થયાં. ધીમે ધીમે આ નવા વાતાવરણમાં સેટ થયાં એટલે અમારી અંદર રહેલ મસ્તીખોરો જાગી ઉઠ્યા. અમારા ૩૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં ૨૭ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થીનીઓ. હવે તમે જ કલ્પના કરી લ્યો કે કેવા સંઘર્ષમય એ દિવસો હશે? આપણાં રામ તો પહેલેથી જ છોકરીઓથી દૂર ભાગે પણ મારા બધાં મિત્રો એવા નહીં હો.. પછી હું તેમને મદદરુપ થવા શક્ય એટલી કોશીશ કરુ. એક દિવસ અમે થોડાં વહેલા ગયા અને બ્લેક-બોર્ડ ઉપર થોડાંક વાકયો લખ્યાં.

હસી તે ફસી.

હસે તેનું ઘર વસે.

હસવામાં હાની શી?

હસો, ખૂબ હસો, હસી લ્યો પણ હસવા સમ નવ બનાવશો જિંદગી.

પછી છાનાં માના બેસી ગયાં. ધીમે ધીમે બધા વિદ્યાર્થીઓ (વિદ્યાર્થિનિઓ પણ) આવી ગયાં. અમે બારીકાઈથી નીરીક્ષણ કરીએ કે કોઈ હસે છે કે નહીં? વિદ્યાર્થિઓ તો બધાં હસ્યા પણ ૩ માંથી એક જ વિદ્યાર્થિની હસી. પછી તો તેનું ગોઠવાઇ પણ ગયું હતુ, બાકીની બે બાકી રહી ગયેલી.

એક વખત કેમીસ્ટ્રીના સાહેબ હાજરી પુરતાં હતા. મારી આગળનો નંબર બોલ્યા તો તે વિદ્યાર્થીએ ધીમેથી કહ્યું કે ’યસ સર’ સાહેબ ને કાઈ સંભળાયું નહીં એટલે બીજી વાર નંબર બોલ્યા.ત્રીજી વાર બોલ્યા પછી ગેર-હાજરી પુરી દે. ૩ જી વારે ભાઈ ઉભા થઈને બોલ્યા ’યસ સર’ ’યસ સર’. સાહેબ ખીજાણાં કે જોરથી બોલતા હો તો, જમીને નથી આવ્યાં? પછી મારો નંબર બોલ્યાં, એટલે મેં જોરથી કહ્યું કે “યસ સર” . મારી આજુ બાજુ વાળા હલબલી ગયાં, સાહેબ પણ ચમકી ગયાં. સાહેબ કાઈ પુછે તે પહેલાં જ કહી દીધુ સાહેબ જમીને આવ્યો છું. ચારે બાજુ હસા-હસ પણ મારી મુખમુદ્રા તો ગંભીર.

આજે હવે આટલું જ રાખીએ, ને અહીંયા તો હપ્તે હપ્તે લખવામાં યે ક્યાં વાંધો છે? બધું મ.ફ.ત. જ છે ને?

તો વધુ આવતે અંકે…

Categories: હાસ્ય | Tags: , , | Leave a comment

ભક્તિયોગ (૩) – સ્વામી વિવેકાનંદ
Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , | Leave a comment

હું તો બસ ફરવા આવ્યો છું… – નીરંજન ભગત

નાનપણથી જ શ્રી નિરંજન ભગતનું આ કાવ્ય મારુ અતીશય પ્રિય કાવ્ય રહ્યું છે.


હું તો બસ ફરવા આવ્યો છું…
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું…

હું તો બસ ફરવા આવ્યો છું…


આ મજાનું કાવ્ય બ્લોગ-જગતમાં અનેક બ્લોગ ઉપર માણી શકાય છે. તે વાત જ દર્શાવે છે કે ખરેખર તો આપણે અહીં આનંદ કરવા, ફરવા, એકબીજા સાથે પ્રેમથી હળવા મળવા આવ્યા છીએ. ચાલો તો આ કાવ્યના માધ્યમથી બ્લોગ-જગતના કેટલાંક બ્લોગની મુલાકાત લઈએ.

કવિલોક

અભિષેક

માવજીભાઈ.કોમ

લયસ્તરો

આમ તો લયસ્તરો કાવ્યના સચોટ વિશ્લેષકો અને વિવેચકોની વેબ સાઈટ ગણાય છે, પણ તેમણે મુળ કાવ્યમાં કરેલો આ ફેરફાર અક્ષમ્ય ભૂલ ગણાય તેવો છે.
મુળ કાવ્ય પ્રમાણે:-
“હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?”
અને લયસ્તરો પ્રમાણે:-
‘હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?’
આમ કાવ્યમાં ફેરફાર કરવાથી મુળ કાવ્ય નો જે અર્થ છે કે હું મસ્ત બનીને કોઈના યે કામની ફીકર કર્યા વગર ફરવા આવ્યો છું તે અહીં ‘હું ક્યા તમારું કામ કરવા આવ્યો છું?’ તેમ કરવાથી કવિને સ્વાર્થી ઠરાવે છે. જે ભૂલ ભરેલું અને કવિની ગરિમાને ધક્કો પહોંચાડનારુ છે. આ બાબત લાગતા વળગતા લોકોએ તરત જ સુધારી લેવી જોઈએ.

મલજીનો બ્લોગ

ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો

આ સીવાય પણ ઘણાં બ્લોગ પર આ કાવ્ય છે. પણ અત્યારે મારે મારી દિકરી આસ્થાને તેની શાળાએ મુકવા જવાનું કામ છે તેથી બાકીના બ્લોગ તમે ખોળી કાઢજો હો..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

ગુરુ ( ભક્તિયોગ – ૨ ) – સ્વામી વિવેકાનંદ
Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , , , | Leave a comment

ભક્તિયોગ – પ્રથમ સોપાન (સ્વામી વિવેકાનંદ)

Bhaktiyog_1_1
bhaktiyog_1_2
bhaktiyog_1_3
bhaktiyog_1_4
bhaktiyog_1_5
bhaktiyog_1_6
bhaktiyog_1_7

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

જીવનવ્યવહારમાં વેદાંત – 3 (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

gyanyog_7_1
gyanyog_7_2
gyanyog_7_3
gyanyog_7_4
gyanyog_7_5

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

ચાબખા – આગંતુક

લોકો મરી ગયાં પછી શબનું શું કરવું જોઈએ તેની ચર્ચામાં એટલા બધા વ્યસ્ત હોય છે કે જીવતા માણસનું શું કરવું જોઈએ તેનો વિચાર કરવાનો તેને સમય જ નથી મળતો.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.