મિત્રો,
આજે શ્રી અશોકભાઈના બ્લોગ ઉપર Zementa ટુલ વિશે સરસ આર્ટિકલ વાંચ્યો. કોમ્પ્યુટરની કોઈ પણ ટેકનિકલ બાબત વિશે માહિતિ મળે એટલે તરત જ મને તેનો પ્રયોગ કરવાની ઈચ્છા થાય. એટલે મેં તે પ્રમાણે પ્રયોગ કરી જોયો. અને Zementa ની મદદથી સુંદર લાલ ગુલાબ મળી આવ્યાં. તો આપ સહુના જિવન પણ કંટક રહિત ગુલાબની જેમ મહેકી ઉઠે તેવી ખૂબ ખૂબ શુભ કામનાઓ.
અને હા, આ જાણકારી બદલ અશોકભાઈ મોઢવાડીયા(વાંચનયાત્રા) નો ખૂબ ખૂબ આભાર.
આભાર, અતુલભાઇ.
આશા રાખીએ સૌ બ્લોગર મિત્રો લેખને મનનીય શાથે દર્શનીય બનાવવા માટે આ સગવડનો ઉપયોગ કરશે.
(અને બિનજરૂરી કોપી-પેસ્ટનાં વિવાદથી બચશે.)
શ્રી અશોકભાઈ
સાચુ કહું તો મીતાબહેન જેવા સૌમ્ય બ્લોગર પાસેથી હું બે વાત શીખ્યો (બિનજરૂરી વિવાદથી બચવા માટે)
૧. તમારી વાત સાચી છે.
૨. તમારો ખૂબ ખૂબ આભાર.
હા જ્યારે જરૂરી હોય ત્યારે અને સિદ્ધાંતોનો પ્રશ્ન હોય ત્યારે કોઈની સાથે હા માં હા મેળવવાની જરૂર નહીં. પણ સામાન્ય વાતચીત અને હળવાશભરી પળોમાં ’બિનજરૂરી વિવાદ’ થી બચવું જોઈએ.
મને લાગે છે કે મારા વિચારો તમને સ્પષ્ટ લાગ્યા હશે, તેમ છતાં જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે આપના તરફથી ચોખવટ કરતાં રહેશો તો બિનજરૂરી વિવાદો ને ઉગતાં ડામી શકાશે.
આમ ક્યારેક ક્યારેક આવતા રહો ભાઈ, તમને તો ખબર છે ને હું કેટલો બધો એકલવાયો થઈ જાઉ છું.