Daily Archives: 26/05/2014

ધ્યાનના પ્રયોગો (૨૪)

तं विद्याद् दुःखसंयोगवियोगं योगसञ्ज्ञितम्।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥ ભ.ગી.૬.૨૩ ||

जो दुःखरूप संसार के संयोग से रहित है तथा जिसका नाम योग है, उसको जानना चाहिए। वह योग न उकताए हुए अर्थात धैर्य और उत्साहयुक्त चित्त से निश्चयपूर्वक करना कर्तव्य है॥

જેમાં દુ:ખોના સંયોગનો જ વિયોગ છે, એને ’યોગ’ નામથી જાણવો જોઈએ. તે યોગ જે ધ્યાન-યોગનું લક્ષ્ય છે. તે ધ્યાનયોગનો અભ્યાસ ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ.

પ્રાણીમાત્ર સુખ ઈચ્છે છે. સુખની સાથે દુ:ખ એકની સાથે એક મફતની જેમ ચાલ્યું આવે છે. જીવ સુખનો સંયોગ કરવાની સાથે સાથે અનાયાસે જ દુ:ખનો સંયોગ પણ કરી લે છે. સુખ અને દુ:ખ બંનેની અનુભૂતી મનમાં થાય છે. આધુનિક વિજ્ઞાને પ્રયોગો દ્વારા જાણ્યું છે કે અમુક પ્રકારના સ્ત્રાવો ઝરે તો સુખાનુભૂતિ અને અમુક પ્રકારના સ્ત્રાવો ઝરવાથી દુ:ખની અનુભૂતી થાય છે. જો કે સુખ દુ:ખ અનુભવવાને લીધે આ સ્ત્રાવ ઝરે છે કે સ્ત્રાવ ઝરવાને લીધે સુખ દુ:ખ અનુભવાય છે તે તો વિજ્ઞાન જ જાણે. અહીં દુ:ખનો મનની અંદર જ્યાં સંયોગ થાય છે તેને દૂર કરવા અથવા તો દુ:ખની ગ્રંથી જે મનમાં બરાબર ગંઠાઈ ગઈ હોય છે તેને છુટી પાડવા માટે અથવા તો દુ:ખગાંઠનો વિયોગ કરવા માટે આ યોગ છે. ત્રીગુણાત્મક પ્રકૃતિ અને તેના કાર્ય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ અને શરીર સાથે ચૈતન્ય જે સંયોગ કરી લે છે તે સઘળા દુ:ખનું મુળ કારણ છે અને તેને જ અવિદ્યા કહે છે. આ યોગનો નીરંતર, ધૈર્યપૂર્વક અને નિષ્ઠાથી અભ્યાસ કરવાથી ધીરે ધીરે ચૈતન્યનો આ પ્રકૃતિ સાથે માની લીધેલ સંયોગ છુટવા લાગે છે. રોજે રોજ ઉત્સાહથી નીશ્ચયપૂર્વક આ યોગ કરનાર એક દીવસ પછી આ દુ:ખરુપ અવિદ્યા સાથે માની લીધેલા સંયોગથી સંપૂર્ણપણે વિયોગ પામે છે અને ત્યારે ચૈતન્યની બ્રહ્મ સાથે એકતા સિદ્ધ થઈ જાય છે કે જે હંમેશા હોય જ છે અને તે જ આ ધ્યાનયોગનું લક્ષ્ય છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે મુળ કારણ દૂર કર્યા વગર દુ:ખ નીવારવાના જેટલા ઉપાયો કરવામાં આવે તે માત્ર થોડા કાળ પુરતા ઉપયોગી થઈને ફરી પાછા માથું ઉંચકે છે. ભૂખનું દુ:ખ દુર કરવા માટે ભોજન કરવામાં આવે તો ફરી પાછું પેટ ખાલી થતાં ભૂખનું દુ:ખ ઉત્પન્ન થાય છે. કોઈ પણ અભાવરુપી દૂ:ખને પુરુષાર્થ કરીને દૂર કરવામાં આવે તો ફરી પાછો કોઈ બાબતનો અભાવ ઉત્પન્ન થતા દુ:ખ ઉત્પન્ન થશે. આ અભાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે તેને શોધી કાઢવામાં આવે અને સ્વભાવને અભાવ કે પ્રભાવથી મુક્ત રાખતાં શીખીએ તો આઠે પ્રહર આનંદ જ રહે. આ યોગ સાધકને સર્વ પ્રકારના દૂ:ખના સંયોગથી વિયોગ કરાવીને સ્વરુપ સાથે યોગ કરાવવાનું સામર્થ્ય રાખતો હોવાથી દુ:ખનો આત્યંતિક વિયોગ ઈચ્છનારે આ યોગ નીરંતર, ઉત્સાહપૂર્વક ધૈર્ય રાખીને કરવો જોઈએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.