મીત્રો,
આમ તો આ કવિતા અમારે ભણવામાં આવતી. અનેક બ્લોગ ઉપર આ કવિતા જોવા મળે છે. વળી વીકીપીડીયામાં પણ છે જ. નાનપણમાં આ કવિતા વાંચીને ખુબ હસવું આવતુ પણ આવું બની શકે છે તે અનુભવે સમજાયું. લ્યો ત્યારે પૂઠ-સંગ્રહમાં એકનો ઉમેરો કરી દીધો.
પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.
ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”
ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.
ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”
ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.
રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.
તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.
“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”
કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”
પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”
મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.
ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ
શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”
ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.
Reading this I remembered my child hood School days of 1960e’s ana our GRATE GURUJI”S Known Educationist of Gujarat From Gram Dakshina Murti Ambala and Lokbharti Sanosara
Shree Mulshankarbhai bhatt,
Natwarlal p, Buch. ( Buch Daada )
And Manubhai Pnacholi. Darshak.
I highly appreciate your stapes of sharing and trying to keep our original literature values alive,
am reading your site occasionally and enjoying it.
Thanks
વાહ ! અતુલભાઇ, (આ વાહ, આ કવિતા યાદ કરાવવા માટે છે !) અમારા, ખરા અર્થમાં, એક શિક્ષક આ કાવ્ય ભણાવતી વખતે ’વિવેક’ શિખવો કેટલો જરૂરી છે તે ખાસ સમજાવતા. બધાને એક લાકડીએ ન હંકાય તેવું પણ સમજાયેલું. અને ખાસ તો ’હું ચઢું’ ’હું ચઢું’ કરીને કોઇક ત્રીજાને જ શુળીએ ચઢાવી દેવાની રમત જગજુની છે ! આ ત્રીજા ક્યાંક આપણે ન બનીએ તેનું શિક્ષણ પણ ત્યાં પ્રાથમિકશાળામાં જ મળેલું ! રમુજ રમુજમાં ઘણું શિખવતું સરસ કાવ્ય છે. આભાર. (આ ’પૂંઠ-સંગ્રહ’ એટલે શું તે ન સમજાયું, દલપતરામ વિશે વાંચ્યું પણ તેમનો આવો કોઇ ગ્રંથ દેખાયો નહીં)
વાહ અશોકભાઈ,
આ વાહ તમારા માટે છે. મને તો ખરેખર તમે એક સાચા શીક્ષક જ લાગ્યા છો કે જે શીક્ષા કર્યા વગર શીક્ષણ આપે. લાકડી અને હાંકવાની વાતમાં તો એવું છે કે લાકડીએ કોકની ને ડોબા એ કોકના મારી જેવા તો ક્યારેક ડચકારો કરે. પૂંઠ શબ્દ તો મને આપણા વિદ્વાન મીત્ર પંચમભાઈ પાસેથી વિનયભાઈના ફન એન જ્ઞાન ઉપરની એક હઝલ વાંચતા જાણવા મળેલો. કોપી-પેસ્ટમાં જ્યાંથી પોસ્ટ ઉપાડી ત્યાં આ કાવ્ય સામે કવીનું નામ દલપતરામ લખેલું. હમણાં હમણાં હું વિવેક શીખી રહ્યો છું (આમેય આજીવન શીષ્ય છું) એટલે ક્યાંય વિવેક ભંગ ન થઈ જાય એટલા માટે અનીવાર્ય સંજોગો સીવાય ક્યાંય પ્રતીભાવ નથી મુકતો.
સ્કૂલના દિવસોની કવિતા વાંચવાની મજા આવી ગઇ. પહેલી ત્રણ ચાર લાઇન કોઇક વખત યાદ આવી જતી. આજે આખી કવિતા વાંચવા મળી.
શ્રી મીતાબહેન,
નમસ્કાર.
આપના અભ્યાસપુર્ણ પ્રતિભાવો “કુરુક્ષેત્ર” ઉપર વાંચ્યા હતા. “ભજનામૃતવાણી”માં આપનું સ્વાગત છે. અનુકુળતા હોય ત્યારે પધારતા રહેશો. આ આખી કવિતા આજે મને સવારમાં જ એકાએક મગજમાં ઝબકી અને સર્ચ એંજીનમાં શોધતા તરત જ મળી આવી.
ખૂબ જાણીતી કવિતા. આ પૂઠ-સંગ્રહવાળું જબરું લઈ લાવ્યા. મે તો નામની હઝલ લખી પણ તમે તો એકશબ્દમાં આખી હઝલના નવાનીત સમાં રમૂજ અને વ્યંગ વણી લીધાં.
શ્રી પંચમભાઈ,
ખરેખર આ બ્લોગ આનંદ કરવા જ બનાવ્યો છે. મીઠો ઝગડો કરવામાં પણ ક્યારેક આનંદ આવે છે. બાકી આ કવિઓના પેંગડામાં પગ ઘાલવાનું મારુ બીલકુલ ગજુ નથી.
Aa kavita mara sasra naa purvajo (great-great father-in-law) a lakhal che! Vaachi nay ghano aanand aavayo.