Daily Archives: 14/05/2014

ધ્યાનના પ્રયોગો (૧૩)

બુદ્ધ પુર્ણિમા

शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्‌ ॥ ભ.ગી.૬.૧૧ ||

तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥ ભ.ગી.૬.૧૨ ||

शुद्ध भूमि में, जिसके ऊपर क्रमशः कुशा, मृगछाला और वस्त्र बिछे हैं, जो न बहुत ऊँचा है और न बहुत नीचा, ऐसे अपने आसन को स्थिर स्थापन करके ॥11॥

उस आसन पर बैठकर चित्त और इन्द्रियों की क्रियाओं को वश में रखते हुए मन को एकाग्र करके अन्तःकरण की शुद्धि के लिए योग का अभ्यास करे ॥12॥

શુદ્ધ ભૂમિ જેના પર ક્રમશ: દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથેરલા છે. તેમજ જે ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિરરૂપે સ્થાપીને

તે આસન પર બેસીને ચિત્ત અને ઈન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અન્ત:કરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે.

સહુ પ્રથમ તો જે સ્થળે યોગનો અભ્યાસ કરવાનો છે તે ભૂમિ શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. કોઈ નદી કીનારો કે શાંત અરણ્ય કે કોઈ શાંત આશ્રમ કે પછી ઘરનો કોઈ ઓરડો કે જે માત્ર યોગાભ્યાસ માટે જ અલાયદો રાખ્યો હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. વિદ્યાર્થી કાઈ રસ્તા પર બેસીને કે બસમાં કે ટ્રેનમાં કે હાલતા ચાલતા જેમ વિદ્યાભ્યાસ ન કરી શકે પરંતુ યોગ્ય વર્ગખંડ અભ્યાસ માટે જોઈએ તેમ યોગાભ્યાસ માટે પણ યોગ્ય સ્થળ હોવું જોઈએ.

જે સ્થાન પર બેસે તે ન તો અતી ઉંચુ હોવું જોઈએ કે ન તો સાવ ભૂમીને અડીને હોવું જોઈએ વળી શરીરનો સીધો જ ભૂમી સાથે સંપર્ક ન થાય એટલા માટે દર્ભ, કુદરતી રીતે મૃત્યુ પામેલ મૃગનું ચર્મ અને તેના પર વસ્ત્ર બીછાવવું. હવેના યુગમાં મૃગચર્મ પર બેસવા જઈએ તો વન વિભાગ કેસ ફટકારી દે તેથી મૃગચર્મને બદલે કામળો કે ઉનનું ગરમ આસન પાથરવું જોઈએ જેથી શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જા જમીન સાથે સંપર્કમાં આવીને જમીનમાં ન ચાલી જાય.

આ આસન પોતાનું હોવું જોઈએ. આવા આસન પર સિદ્ધાસન, સ્વસ્તિકાસન કે પદ્માસન વાળીને સ્થીરતાથી દિર્ઘકાળ સુધી બેસવું.

આ આસન પર બેસીને મનને એકાગ્ર કરીને તથા ઈન્દ્રિયોને વશમાં રાખીને અંત:કરણની શુદ્ધિ માટે દિર્ઘકાળ સુધી યોગાભ્યાસ કરવો જોઈએ.

શરુઆતમાં એકાદ કલાક થી શરુ કરીને સમયની અનુકુળતા મુજબ ૩ થી ૫ કલાક સુધી સમય વધારી શકાય. ઘણાં નિવૃત્ત યોગીઓ અઢાર કલાક સુધી પણ ધ્યાનનો અભ્યાસ કરતાં હોય છે. ટુંકમાં સમય અને શક્તિ પ્રમાણે જેટલો વધારે સમય અભ્યાસ થઈ શકે તેટલો અભ્યાસ કરવો જોઈએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.