Monthly Archives: April 2014

શું તમે ગુજરાતના નાગરીક છો?

શું તમે ગુજરાતના નાગરીક છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે ૧૮ વર્ષથી વધુ વય ધરાવો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે મતદાન કરવું જોઈએ તેમ માનો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે કોને મત આપવો જોઈએ તેને માટે બીજાને પુછો છો?
હા
તો આગળ ન વાંચશો.

તમે મતદાન કરવા જવાના છો?
ના
તો આગળ ન વાંચશો.

જો તમે અહીં સુધી પહોચ્યા હો તો તમે ગુજરાતના એક પુખ્ત વયના કે જેનું મગજ હજુ સાબુત છે તેવા નાગરીક છો.

અલ્યા ભૈ કે બુન નાગરીકત્વ તમારું, મત તમારો, તો વિચાર કરીને તમને જે ઉમેદવાર યોગ્ય લાગે ઈને મત આપી આવજોને . . .

કોને મત આપવો કે કોને નહીં એની પંચાત કરવાને બદલે શું તમારી પાંહે બીજા કોઈ અગત્યના કામ નથી?

Categories: ગુજરાત, ગુજરાતી, જીવે ગુજરાત, લોકમત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચારે ગુજરાત | Tags: | Leave a comment

ગુજરાતના શાણા મતદારોને હાર્દિક અપીલ

Mitranandsagar is here

પ્રિય મતદારો,

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શમી ગયાં છે અને મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્‍યારે થોડીક મહત્ત્વની બાબતોનો વિચાર કરજો.

તમારો એક જ મત કોઈ પણ માંધાતાને સત્તા ઉપરથી ઉથલાવવાની ઠંડી તાકાત ધરાવે છે અને તમારો એક જ મત કોઈ અનજાન મુસાફિરને સત્તાના શિખર ઉપર પહોંચાડવાનો જાદુ પણ ધરાવે છે. તમને મળેલું એક મતનું વરદાન જ પાંચ વરસે એકવાર ભલભલા મહારથીને તમારા પગમાં આળોટવા માટે મજબૂર કરે છે. કારણ કે તમારો એક જ મત તમે ધારો તેવું ચમત્‍કારી પરિણામ લાવવાની ગુપ્‍ત તાકાત ધરાવે છે.

તમને મળેલી આ અણમોલ શક્‍તિ વેડફાઈ ન જાય તે ખાસ યાદ રાખીને મતદાન કરશો તો પાંચ વરસ સુધી પસ્‍તાવાનો વારો નહીં આવે.

મત આપતાં પહેલાં નીચેની વાતો ગાંઠે બાંધીને પછી જ મતદાન મથક તરફ કદમ માંડજો.

તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના…

View original post 472 more words

Categories: લોકમત, વખત વિત્યાની પહેલા, વિચાર વિમર્શ | 1 Comment

પીડ પરાઈ જાણે રે

વૈષ્ણવજન તો તેને રે કહીંયે જે પીડ પરાઈ જાણે રે

વૈષ્ણવ એટલે વિષ્ણુના જે ભક્ત છે તે. વિષ્ણુ એટલે વ્યાપક. એટલાં વ્યાપક કે જ્યાં જ્યાં તેનો વ્યાપ હોય તે સર્વ તેની વિભૂતિથી વિભૂષિત થઈ જાય. ટુકમાં પ્રકૃતિના સત્વગુણમાં પડતા ચૈતન્યનો પ્રભાવ એટલે વિષ્ણુંની વિભૂતિ. આ સત્વ ગુણના ચાહક, સંવર્ધક, પ્રેરક તે વૈષ્ણવ. આવા લોકો દૈવી સંપત્તિના સંગ્રાહક હોય છે. દૈવી સંપત્તિ વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.

આસુરી જન તો તેને રે કહીંયે જે પરને પીડી જાણે રે

અસુ એટલે પ્રાણ. પ્રાણના સુખમાં રમણ કરનાર અસુર. પ્રાણનું સુખ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે એટલે કે અન્યને પીડી શકે, અન્યનું નુકશાન કરી શકે કે અન્યનું અસ્તિત્વ પણ મિટાવી દઈ શકે તે આસુરી જન. આસુરી જન મુખ્યત્વે રજોગુણ પ્રધાન હોય. ખૂબ કાર્ય કરે પણ સર્વ કાર્ય કામ, ક્રોધ અને લોભથી પ્રેરિત હોય. આસુરી જન વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.

તામસ જન તો તેને રે કહીંયે જે સ્વની અધોગતિ નોતરે રે

આવા લોકોની શું વાત કરવી? જેમને અન્યની પીડાની કે અન્યને પીડવાની નહીં પણ આળસ અને પ્રમાદથી સ્વને જ અધોગતિમાં લઈ જવાની ટેવ પડી ગઈ હોય.

Categories: ચિંતન | Tags: , , , , | Leave a comment

શું તમને લાગે છે કે તમે લક્ષ્યવિહિન છો? તો આ વીડીયો જરુર જુઓ

શું તમને લાગે છે કે તમે લક્ષ્યવિહિન છો? તો આ વીડીયો જરુર જુઓ

Categories: પુરુષાર્થ, વ્યક્તિત્વ વિકાસ, સાધના | Tags: , | 1 Comment

બાળકો માટેનો બ્લોગ

સાથીઓ / દોસ્તો / મિત્રો / યારો

બાળકોને ધ્યાનમાં રાખીને એક નવોનક્કોર તરોતાજા બ્લોગ બનાવવામાં આવ્યો છે. જેનું નામાભિધાન છે “કિલ્લોલ“. અહીં કોઈ પણ ઉંમરના બાળકનું ધિંગામસ્તી કરવા માટે હ્રદયપૂર્વક સ્વાગત છે.

Categories: આનંદ, ઉત્સવ, ઉદઘોષણા, ઊજવણી, કેળવણી, ગમતાંનો ગુલાલ | Tags: , , , | Leave a comment

પાછળથી ઘુસાડ્યું હશે

શાસ્ત્રો જ્યારે રચાયા ત્યારે આપણે હાજર નહોતા. અત્યારે જે કાઈ સાહિત્ય રચાય છે તેમાંથી થોડું પછીના જમાનામાં શાસ્ત્ર બની જાય તેવું બને. જુદા જુદા સમયે જે તે પરિસ્થિતિ અને સત્તાધીશોની સત્તાને આધારે કાયદાઓ, હુકમો, ફતવાઓ, આજ્ઞાઓ, નીયમો કે કર્તવ્યોનો ઉપદેશ કરવામાં આવ્યો હોય. સમય બદલાય, દેશ-કાળ અને સત્તાધીશો બદલાય એટલે આ બધું જ બદલાય.

જુના જમાનાના શસ્ત્રો અત્યારે ન ચાલે તેમ જુના જમાનાના શાસ્ત્રોએ અત્યારે ન ચાલે. સનાતન ધર્મીઓએ શાસ્ત્રના બે વિભાગ પાડ્યાં.

૧. શ્રુતિ અને ૨. સ્મૃતિ

શ્રુતિ એટલે એવા સિદ્ધાંતો કે જેનો જુદા જુદા સમયે જુદા જુદા મહાપુરુષોએ અનુભવ કર્યો. આ અનુભવ સહુ કોઈને થઈ શકે તે પ્રયોગો કરીને સાબીત કરી બતાવ્યું અને તે પ્રયોગોના આધારે પદ્ધતિઓ આપી જેને સૂત્રાત્મક રીતે કે શ્લોક દ્વારા સાચવી રાખીને પરંપરાથી સંતાનો અને શીષ્યોને કંઠસ્થ કરાવીને જાળવણી કરવામાં આવી, જેને શ્રુતિ કહેવાય છે.

જ્યારે આ જ નીયમો દ્વારા જે તે દેશકાળની પરિસ્થિતિને આધારે કાયદાઓ અને નીયમો બનાવવામાં આવ્યાં તે સ્મૃતિઓ કહેવાણી. મનુસ્મૃતિ અને ભગવદગીતા બંને સ્મૃતિ છે. જ્યારે ઉપનિષદો શ્રુતિ છે.

દેશ કાળ પ્રમાણે જ્યારે સ્મૃતિઓની કોઈક બાબત કેટલાક લોકોના મનમાં ખટકે ત્યારે તેઓ સ્વીકારી નથી શકતા કે જે તે સમયે તે બાબતો લાગુ પાડવામાં આવી હશે. જે દેશ, કાળ અને પરિસ્થિતિ બદલાતા અત્યારે અનુરુપ નથી લાગતી. તેવે વખતે તેઓ કહી દેતા હોય છે કે આ તો બધું પાછળથી ઘુસાડવામાં આવ્યું છે.

કોઈ પણ બાબત માનવી કે ન માનવી તે બાબતે દરેક સ્વતંત્ર છે પણ જે કોઈ બાબત પોતાની માન્યતાને અનુરુપ ન હોય તેને પાછળથી ઘુસાડવામાં આવ્યું હશે તેમ શા માટે કહેવું જોઈએ?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: | Leave a comment

દિવ્યવાણી – સ્વામી વિવેકાનંદ

દિવ્યવાણી - સ્વામી વિવેકાનંદ

દિવ્યવાણી – સ્વામી વિવેકાનંદ


પૃષ્ઠ સંખ્યા: 23
File Size: 2.66 MB


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, સ્વામી વિવેકાનંદ, eBook, Swami Vivekananda | Tags: , | Leave a comment

નવા નાકે દિવાળી

નવા નાકે દિવાળી

જોરાવરસિંહ જાદવની કલમે લોકબોલીમાં આલેખાયેલ હાસ્યલેખનો સંગ્રહ


પૃષ્ઠ સંખ્યા: 110
File Size: 14.3 MB


Categories: હાસ્ય, eBook | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.