જન સમાજમાં ઘણાં પ્રકારના લોકો હોય છે. તેમાંથી કોઈ કોઈ વ્યક્તિ વધુ ઉચ્ચ ધ્યેય અથવા તો કશીક દિવ્ય અનુભુતિની પ્રાપ્તિ માટે જીવનની ચીલાચાલુ ઘરેડને તોડી, પોતાની જાતને સમજવા માટે વધારે ઉંડા ઉતરીને સામાન્ય કર્તવ્યનો ત્યાગ કરી, પોતાની જાતને જાણવાનો તથા આ સમષ્ટીના ચાલક સાથે એક્તા અનુભવવાનો પ્રયત્ન કરે છે. આવા લોકો પોતે કોઈ અલગ ધ્યેય માટે જઈ રહ્યા છે તેવું દર્શાવવા જુદા પ્રકારના વસ્ત્રો ધારણ કરે છે અને જુદો બાહ્ય વેશ અપનાવે છે જેથી જન સમાજ સમજી શકે કે તેમનું ધ્યેય આપણી જેમ ભૌતિક જગતની સિદ્ધિ નથી પણ કશીક આંતરખોજ માટે તે પ્રયત્નશીલ છે.
હવે આ પ્રકારની સાધનાઓ કરનારાઓમાં જેઓ પોતાની સાધના અને લક્ષ્ય પ્રત્યે ગંભીર હોય છે તેમને આંતરજગતના ઘણાં બધા સત્યો સમજાય છે કે જે માનવના આંતરિક દુ:ખોને દુર કરવા માટે ઉપયોગી હોય છે. સમયાનુસાર આ પ્રકારના લોકો જન સમુહને આ સત્યો પોતાની ભાષામાં સમજાવવા માટે પ્રયત્ન કરે છે અને તેનાથી ઘણાં લોકોને જીવનના પરિતાપમાંથી છૂટીને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. આવી આંતરિક શાંતિ પ્રાપ્ત કરનાર મનુષ્યો પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે આવા મહાનુભાવોની અર્ચના વંદના કરવાનું શરુ કરી દે છે. તેમને જોઈને બીજા લોકો પણ દેખાદેખીથી તેમની પૂજા અર્ચના શરુ કરે છે. આવા માનપાન બહારથી મેળવતા અને કશું કામ કરતા ન દેખાતા લોકોને જોઈને બીજા કેટલાક લોકો દંભ કરીને પોતાના વસ્ત્રો અને વેશ આવા મહાનુભાવો જેવો કરીને લોકોને મુર્ખ બનાવવાનું અને માનપાન મેળવવાનું શરુ કરે છે. પરીણામે માત્ર બાહ્ય વેશ અને વસ્ત્રોથી અંજાનારા તેમની પાસે જઈને મુર્ખા બને છે. આવા ઢોંગી – ધુતારાઓને હાથે છેતરાયા પછી તે સાચા વાસ્તવિક અનુભુતિ પ્રાપ્ત લોકો પાસે જવાનું પણ બંધ કરે છે અને પરીણામે યથાર્થ જ્ઞાન મેળવવા માટે યોગ્ય માર્ગદર્શનથી વંચિત રહે છે.
મુળ વાત તે છે કે દંભી બાવા હોય કે સંયમી સાધુ પણ તેની સાથે સામાન્ય જન સમાજનો વ્યવહાર અમાનવીય હોય છે. શ્રદ્ધાળું લોકો આ સાધુ બાવાઓના પગમાં પડી પડીને તેમના ચરણોમાં ગલગલીયા કરતાં રહે છે અને તેમને જી બાપજી, જી બાપજી કરતાં રહે છે પણ તેઓ શું કહે છે તે કશું સમજતા નથી. તેવી જ રીતે બાવાઓથી છેતરાતા લોકો બધા જ સાધુ બાવાઓને ધૂત્કારે છે અને તેમને મન ફાવે તેવા વચનો કહે છે. આ બંને પ્રકારના વર્તનો અમાનવીય છે. કોઈ પણ મનુષ્યને મનુષ્યોચિત્ત સન્માન આપવું જોઈએ પણ તેને વધુ પડતો ઉંચો કે વધુ પડતો હીન સમજી લઈને વધુ પડતા માન પાન આપવાની કે ધૄણાજનક અશોભનીય વ્યવહાર કરવાની આવશ્યકતા નથી. જો જન સમાજ આ બાબત ઉપર વિચાર કરે અને પ્રત્યેક મનુષ્યને તેના બાહ્ય વેશ પરિધાનથી નહીં પણ આંતરિક ગુણોથી ઓળખવાનો પ્રયત્ન કરે અને તે પ્રમાણે તેની સાથે મનુષ્યોચિત્ત યથાયોગ્ય વ્યવહાર કરે તો માનવ માનવ વચ્ચે યોગ્ય સંવાદિતા જળવાઈ રહે અને ઘણી ભ્રાંત ઘરેડમાંથી બહાર આવી શકે. ટૂંકમાં સાધુ બાવાઓ પણ આપણી જેમ સામાન્ય માનવી જ છે તેથી તેમને એક વિચિત્ર પ્રાણી કે કોઈ દેવ પુરુષ માની લેવાને બદલે સામાન્ય વ્યવહાર કરીને તેમની સાથે યોગ્ય સંવાદિતા જાળવી શકીએ.
its very true atulbhai
It is complicated.
But there is a business of installing temple on government and public utility land and then to make money from offerings. It also becomes a center of anti-social elements. When such unlawful constructions are demolished the Congress starts protesting for taking political benefits.
It is said in UP that Gujarat is heaven for Bava-s. In Gujarat in most cases the antisocial elements are from north India. The North Indian IPS officers have soft corner for these elements.
The case of Asharam is widely known.
આપની વાત સાચી છે. અને એટલે જ કહું છું કે બાહ્ય પરિવેશ ઉપરથી નહીં પણ માનવીને ઓળખીને પછી તેની સાથે વ્યવહાર કરવો જોઈએ. અને બાવા સાધુઓના વેશધારી ગુનેગારોને પકડી પકડીને સજા કરવી જોઈએ.
Aek Tarf Kahiae chhiae, ” Shamlo Koi Pan Veshman Aave “!!! Ane Biji Taraf ………???
શામળીયો કોઇ પણ વેશમાં આવતો હશે. પણ તેણે અસામાજીક તત્વના વેશમાં આવીને અસામાજીક કામો ન કરવા જોઇએ.
યુપી બિહારના આવા તત્વો અહીં પબ્લિકરોડ ઉપરની જમીન ઉપર હનુમાનજી કે એવા બીજાની નાની દેરી જેવું મંદિર બનાવી દે છે. પછી ધીમે ધીમે વિસ્તારતા જઇ મોટું મંદીર અને પછી પોતાને રહેવાનું સ્થળ પણ બનાવી લે છે. અમદાવાદમાં આઇ આઈ એમ ની દિવાલને અડીને આવું જ એક હનુમાનજીનું મંદીર છે. અને ત્યાં આવા ભૈયાજીઓનો અડ્ડો છે.
જ્યારે રસ્તો ઓછી અવરજવર વાળો હોય અને અવરજવર ઓછી હોય ત્યારે આનું નિર્માણ થાય છે. પોલીસવાળા (ટ્રાફીક પોલીસ સહિત) શરુઆતમાં છૂટક પૈસા ઉઘરાવતા હોય છે. પછી શહેરનો વિકાસ ત્યાં પહોંચે, ત્યાં સુધીમાં તો મંદિર મોટું થઇ ગયું હોય છે. મોટાભાગના ઉંચી પોસ્ટના અધિકારીઓ ભૈયાજી હોય છે અને તેમનો સોફ્ટ કોર્નર હોય છે. અને લાંબો સમય જાય એટલે મંદીર હટાવવાની ક્રિયા રાજકીય સ્વરુપ લઇ લે છે.
આવા બાવાઓએ જો થોડું વાંચન કર્યું હોય તો બાહુબળ, સંબંધો અને પૈસાના પ્રભાવે રિયાસત ઉભી કરી દે છે.
આવા સામાજીક દૂષણો સામે લડવા માટે જાગૃત નાગરીકોનું મંડળ બનાવવું જોઈએ જેમાં વકીલો, પોલીસ ઓફીસરો, ડોક્ટરો, ટુંકમાં સમાજના દરેક ક્ષેત્રના લોકોને સામેલ કરવા જોઈએ અને પછી આવા અસમાજીક કાર્યો સામે લડત આપવી જોઈએ. એકલ દોકલ માણસ અરણ્ય રુદન કરે તેનાથી જાગૃતિ આવે પણ પરીણામ લાવવા તો નક્કર પ્રયત્ન જ કરવાની આવશ્યકતા છે. ભાવનગરના ગધેડીયા ફીલ્ડમાં આડોડીયા લોકોએ કબજો જમાવેલો અને અસામાજીક પ્રવૃત્તિનો અખાડો બની રહ્યું હતું. તેને જાગૃત નાગરીક મંડળ (બુધાભાઈ પટેલ – ભૂતપુર્વ મેયર ) તથા કલેક્ટરની મદદથી હટાવવામાં આવ્યું હતું. (આ તાજેતરની જ વાત છે.)
હે પિતા પરમેશ્વર, તમે જોઈ શાકાતા નથી, અડી શાકાતા નથી, બગાડી શકાતા નથી, ભીના કરી શકાતા નથી, બાળી શાકાતા નથી, શારીરીક કર્મો દ્વારા પામી શાકાતા નથી ફક્ત્ત અનુભવી શકાઓ છો માટે હે પરર્મેશ્વર, માફ કરજો મારા દેશના ભોળાઅ ભાઈ-બહેનોને, જે કહે અને માને તો છે કે તમે કણ કણમાં છો, પણ કરની તો તેઓની આંધળા જેવી છે, તમારાથી ડરતા તો જરાયે નથી, (જુઠ્ઠુ બોલ્વુ, કરવુ, વધરો કરવો, જુઠ્ને સચ મનાવવુ, પાપને પુણ્યમાં ખપાવવુ, વગેરે વગેરે ખોટા કામો કરવા) અને પોતાના મનનીમાની, અને ભટ્કાવનારાઓના મનની માની કરે છે, અને છેવટે નરક માં જાય છે, (નરક એટ્લેકે પરમપિતા પરમેશ્વર ના સ્થાન થી વિમુખ અન્ય શક્તિઓના હાથમાં જાય છે જે આ પ્રુથ્વી પર, ૮૪ લાખ યોનિ માં છે અને સ્વર્ગમાં તો નથી જ) ભટકે છે અને બીજાને પણ ઘસડે છે, એટ્લેજ તો દયાનંદ સરસ્વતીજી, બુધ્ધજી, મહવીરજી, નાનક્જી, કબીરજી, વગેરે ઘણા વીરલાઓએ અલગ અલગ ચીલા પાડ્યા, છતાં પણ આજે પણ ભાણેલા-ગણેલા હોવા છતાં કોઈની આખો ઉઘડતી નથી અને હજુ પણ ઠેબા ખાય છે, પાપ કરે છે કરાવડાવે છે, તમારું બલિદાન, જે પાપોથી મુક્તિ અપાવનારુ છે એને માનવાનુ તો શું સમજવાની પણ કોશિશ નથી કરતા કે કરવા દેતા, બ્રહ્મ સુત્ર, યોગસુત્ર, વિવેકચુડામણિ, ગીતા, વગેરે ગ્રંથોમાં પણ જે પરમપુરુષનુ વર્ણન છે જે આ ધરતી પર ફક્ત પ્રભુ યીશુજી સિવાય કોઈમાં પ્રતિબિંબીત થયુ નથી, એ સમજતા કે અપનાવતા નથી અને નરકની ખાઈમાં અનન્તકાળ સુધી બળતા રહે છે અને ભોળા-ભક્તોને ભટ્કાવે છે. માટે દયા કર મારા ભારાતીય ભાઈ બહેનોની સંભાળ લે, એમને પણ તારા બલિદાનમાં ભાગી બનાવ અને મુક્તી આપ, એ લોકોને પણ પવિત્ર બનાવ, જેમ પરમ પિતા પરમેશ્વર પવિત્ર છે, એમને પણ પવિત્ર બનાવ અને પિતાની સાથે મળાવ, આ મારી પ્રાર્થના હુ યીશુજીના દ્વારા માંગુ છુ અને તમે કહ્યુ છે કે યીશુના નામથી જે કાંઈ પણ માંગશો તે તમે કરશો માટે એ વાયદા ને યાદ કરી ને મારી આ પ્રાર્થના હુ તમારા બાળકો માટે માંગુ છુ…આમિન (તથાસ્તુ)
સ્વર્ગ અને કે નર્ક જેવું કશું છે જ નહીં. માણસોને ડરાવી કે ભોળવી કે એવી કોઇ બુદ્ધિહીન રીતે માનવ સમાજને સુધારી શકાય નહીં.
ઈશ્વર અને આત્મા એ પણ વિજ્ઞાનના વિષય છે. શ્રદ્ધા પણ બુદ્ધિના આધારવાળી હોવી જોઇએ. નહિ તો તે ટકી ન શકે. માણસનો સમુહ જે રીતે વર્તશે તેવી રીતની સમાજની ગતિ થશે. માણસ પણ જે રીતે વર્તશે તેવો તેનો સ્વભાવ ઘડાશે. અને તે રીતે તે ભવિષ્યમાં વર્તશે અને તે પ્રમાણે કર્મના ફળ મળશે. સમાજના કર્મોના ફળ સમાજને મળશે અને મનુષ્યને તેના પરિણામી ફળ મળશે.
ઈશ્વર મોહ માયથી ઉપર છે અને તે કોઇના પાપો લેતો નથી અને કોઇને લેવા દેતો નથી.
ઇશ્વરે જગતના નિયમો ઘડ્યા છે અને મનુષ્યને સુઝબુઝ આપી છે. હવે તેને કંઇ કરવાનું રહેતું નથી. જે કંઇ કરવાનું છે તે મનુષ્યે અને સમાજે કરવાનું છે.
કર્મના ફળને કાયદેસરની માન્યતા છે. અને તેથી સમાજે કાયદાઓ અને ન્યાયાલયો બનાવ્યા છે.
આપ જે વાત કરી રહ્યા છો એમાં એવું છે કે જે સાચા સંતો છે એમને કોઈ હેરાન કરતુ હોય તેવું જણાતું નથી.જે મવાલીઓ યુપી બિહાર ના ગુંડાઓ છે એમને પણ ધાર્મિક લાગણી થી દોરાઈને હેરાન કરતુ હોય તેમ મને લાગતું નથી.નહીતો એ લોકો આટલા શક્તિશાળી કઈ રીતે બની શકે?
શ્રી રામકૃષ્ણ પરમહંસ,સ્વામી વિવેકાનંદ,સ્વામી યોગાનંદ,રમણ મહર્ષિ,સ્વામી રામતીર્થ,મહર્ષિ અરવિંદ,ક્યાય ગરબડ આપને દેખાય છે?કોઈ સ્કેન્ડલ?એમના ઉપદેશોમાં પણ ગરબડ દેખાય આપને?આમાંનો એક પણ સંત ભણેલો હોય કે અભણ એ જો એવું કહે ભૂલ માં પણ કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” કે સ્ત્રી નું મોઢું ના જોવાય તો હું તમે કહો તે સજા ભોગવવા તૈયાર છું.સછા કે ખોટા સંતો નો વાંક નથી.વાંક છે આપણો કે આપણે સત્ય ના નકલી વાઘા પહેરીને બેઠેલા ખેલાડીઓને ઓળખતા નથી.સાચા સંતો ને પ્રસિદ્ધિ નો મોહ હોતો નથી.
એટલે જ આવા બની બેઠેલા સંતોને વધારે પડતું માન પાન આપવાને બદલે તેમની સાથે સામાન્ય મનુષ્ય જેવો જ વ્યવહાર કરવો જોઈએ. તેમને દેવ તુલ્ય કે વધુ પડતા ઉચ્ચ માની ન લેવા જોઈએ. મારુ કહેવાનું માત્ર એટલુ જ છે કે આ અતિશયોક્તિ વધ પડતુ માન આપવાની કે વધુ પડતો ધૃણાજનક વ્યવહાર કરવાની ટાળવાની જરૂર છે જે આપ જેવા વિવેકી મનુષ્યો કરી જ રહ્યાં છે.