Daily Archives: 22/02/2010

શું તમને તમારી જાતમાં શ્રદ્ધા છે?

જુનો ધર્મ કહે છે કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે, જ્યારે નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે (સ્વામી વિવેકાનંદ)

આવા જ ભાવને જગાડતુ કવિ શ્રી પ્રહલાદ પારેખનું આ કાવ્ય સમજવા જેવું છે.

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ ….

મીત્રો, નીચે એક મત પેટી આપેલ છે. તેમાં ચાર વિકલ્પ છે. તેમાંથી કોઈ એક વિકલ્પને આપનો મત આપવા વિનંતી.

Categories: ચિંતન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: | 3 Comments

ગમાર માણસો – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 2 Comments

Create a free website or blog at WordPress.com.