Monthly Archives: March 2010

સદાચાર સ્તોત્ર

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે સ્તોત્રકાર સ્તોત્ર રચવાની પ્રતિજ્ઞા કરે છે:-

સર્વવેદાન્તસિદ્ધાન્તૈર્ગ્રથિતં નિર્મલં શિવમ |
સદાચારં પ્રવક્ષ્યામિ યોગિનાં જ્ઞાનસિદ્ધયે || ૨ ||

શ્લોકાર્થ:- સર્વ ઉપનિષદોના સિદ્ધાંતો વડે ગૂંથેલા, પવિત્ર ને કલ્યાણરૂપ સદાચારને યોગીઓના જ્ઞાનની સિદ્ધિ માટે હું કહીશ.

ટીકા:- ઈશાદિ સર્વ ઉપનિષદોના સિદ્ધાંતો જેમાં ઓતપ્રોત છે એવા, વાસ્તવિક પવિત્ર, ને કલ્યાણસ્વરૂપ બ્રહ્મની સાથે સંબધ રાખનાર હોવાથી કલ્યાણરૂપ એવા, ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા સદાચારથી ભિન્ન સદાચારનું પોતાના ચિત્તને પરબ્રહ્મમાં જોડવાનો પ્રયત્ન કરતા યોગીઓના બ્રહ્મજ્ઞાનની સિદ્ધિ માટે હું કથન કરીશ.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

સદાચાર સ્તોત્ર

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

સચ્ચિદાનન્દરુપાય જગદંકુરહેતવે |
સદોદિતાય પૂર્ણાય નમોSનન્તાય વિષ્ણવે || ૧ ||

શ્લોકાર્થ: સચ્ચિદાનંદરૂપ, જગદરૂપ અંકુરના કારણ, સર્વદા ઉદય પામેલા અસ્તિત્વવાળા, પૂર્ણ અને અનંત પરમાત્માને મારા નમસ્કાર હો.

ટીકા: ત્રણે કાલમાં એકરૂપે રહેનારા, જેનો જ્ઞાનસ્વભાવ કદી પણ લોપ પામતો નથી એવા, પરમપ્રીતિના સ્થાનરૂપ વા પરમાનંદરૂપ, પ્રતીત થતા આ જગતના અભિન્નનિમિત્તોપાદાનકારણરૂપ, (નિમિત્તકારણરૂપ તથા ઉપાદાનકારણરૂપ) સર્વદા સ્ફુરણરૂપે ઉદય પામેલા જણાતા, સ્વગત સજાતીય ને વિજાતીય ભેદ વિનાના અને દેશ કાલ ને વસ્તુના પરિચ્છેદ વિનાના વ્યાપક પરમાત્માને વા પરમાત્માથી અભિન્ન શ્રી ગોવિંદપાદને મારા વિનયપૂર્વક નમસ્કાર હો.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

સદાચાર સ્તોત્ર

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા

દોહરો

બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુપાય;
સદાચારની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧

આ સ્તોત્રમાં સદરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરવાના આચાર વા ઉપાય દર્શાવેલા છે, તેથી આ સ્તોત્રનું નામ સદાચાર સ્તોત્ર રાખવામાં આવ્યું છે.

ટીકાની નિર્વિઘ્ને પરિસમાપ્તિ થવા માટે તથા શિષ્ટાચારનું પરિપાલન કરવા ટીકાકાર નમસ્કારરૂપ મંગલાચરણ કરે છે:-


સદગતની નોંધ:- અમે તા.૨૫.૦૩.૨૦૧૦ ના રોજ ફાની બ્લોગજગત છોડીને વાસ્તવિક મૃત્યુ લોકમાં સિધાવી ગયા છીએ. સામાન્ય રીતે સદગતની સદગતી માટે તેના કુટુંબીજનો શ્રીમદ ભાગવત, ભગવદગીતા વગેરે આધ્યાત્મિક પુસ્તકોના પારાયણનું આયોજન કરતા હોય છે. આમ તો આ પારાયણ જીવતે જીવ કરવાનું હોય છે પણ ઘણાના મૃત્યુ બાદ કુટુંબીજનો આવું પારાયણ કરે. સામાન્ય રીતે એવું જોવા મળતું નથી કે મૃત્યુ પામનાર પોતે જ પોતાની પાછળ પારાયણ કરે, પણ આ બ્લોગજગત આવી ખુબીઓથી ભરેલું હોવાથી અહીં મૃત્યુલોકમાં સીધાવી જનાર પણ પોતાની પાછળ પારાયણ બેસાડી શકે. આ સદગતે પોતાની પાછળ શ્રીમત આદિ શંકરાચાર્યજી મહારાજના સદાચાર સ્તોત્રનું પારાયણ કરાવવાનું નક્કી કરેલ છે. તો જેમને આ પારાયણમાં રસ હોય અને મૃતસ્થની સદગતીની ભાવના વાળા હોય તેમને આ પારાયણના પાઠ કરવા માટે નિમંત્રણ આપવામાં આવે છે.


Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | 10 Comments

ગાયત્રી મંત્ર

મિત્રો,

જન્મથી બ્રાહ્મણ હોવાને લીધે અને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલા હોવાથી દરરોજ યથા શક્તિ ગાયત્રી મંત્રનું રટણ કરુ છું. આ મંત્રના જપથી મને ઘણી જ શાંતિ પ્રાપ્ત થાય છે તે મારો સ્વાનુભવ છે. વેદમૂર્તી અને તપોનિષ્ઠ આચાર્ય શ્રી રામ શર્માજીના ઉપનિષદોનો સંદેશ વાંચીને ઘણો જ પ્રભાવિત થયો છુ અને તેમના મહાન જ્ઞાનથી મારી અલ્પબુદ્ધિમાં ઘણો પ્રકાશ થયો છે. ઘણા લોકો એમ માને છે કે મને આ વૈદિક સંસ્કૃતિમાં વિશ્વાસ નથી અને હું આડંબરી, અહંકારી અને મિથ્યા બકવાસ કરનારુ વાજુ બની ગયો છું. તે સર્વને મારે એટલું જ કહેવાનું છે કે હું વૈદિક સંસ્કૃતિમાં સંપુર્ણપણે આસ્થા ધરાવું છુ અને આ સંસ્કૃતિ માટે મને અનહદ માન છે. મારો પ્રયાસ અહીં કશાનો વિરોધ કરવા માટેનો નથી પણ બધી બાબતોમાથી સાર ગ્રહણ કરવાનો જ છે તેની નોંધ લેવા નમ્રે ભાવે વિનંતી કરુ છું.

Categories: ઉદઘોષણા | Tags: | 3 Comments

ઘણાં જન્મો, ઘણાં આત્માઓ

ઘણાં જન્મો, ઘણાં આત્માઓ
લેખક: ડો.બ્રાયન વૈશ (Brain Weiss)
ભાવાનુવાદક: અશોકભાઈ ન શાહ

ભાવાનુવાદકની પ્રસ્તાવનાનો અંશ

આપણે ત્યાં ના મોટા ભાગના ધર્મ-સંપ્રદાયો આત્માના અસ્તિત્વને તેના અમરત્વને સ્વીકારે છે અને માને છે કે દરેક જીવે તેના વર્તમાન ભવ પહેલા અનેક ભવ કર્યા હોય છે અને મૃત્યુ પછી પણ આવા અનેક ભવો તે કરશે. એમ કહી શકાય કે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે આવી શ્રદ્ધા ગળથુથી માંથી લઈને જન્મે છે.

તથાકથિત સુધરેલા દેશના લોકો, ત્યાના વૈજ્ઞાનિકો અત્યાર સુધી આ વાત સ્વીકારતા નહોતા અને એ વાતને સાવ ધતિંગ કે વહેમ નહી તો પણ અંધશ્રદ્ધામાં ખપાવતા હતા.

પરિસ્થિતિ બદલાવાની શરુઆત થઈ ગઈ છે અને આપણે જેનો અનુવાદ વાંચી રહ્યાં છીએ તે અંગ્રેજી પુસ્તક ’Many Lives, Many Masters’ ના લેખક શ્રી બ્રાયન એલ. વૈશ (Brain L. Weiss, M.D.) કે જેઓ એક પ્રખર વૈજ્ઞાનિક છે અને અગાઉ ક્યારેય પુનર્જન્મ, પૂર્વજન્મની વાતોમાં વિશ્વાસ કરતાં નહોતા. તેઓ ’સ્વાનુભવે’ હવે તે વાતમાં સંપૂર્ણપણે વિશ્વાસ કરતા થઈ ગયા છે.

તેમના પુસ્તક નો શ્રી અશોકભાઈ શાહે કરેલ ગુજરાતી ભાવાનુવાદ વાચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

https://bhajanamrutwani.files.wordpress.com/2009/05/darpan.pdf

ડો. Brain L. Weiss ની વેબ સાઈટ જોવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://www.brianweiss.com/

Categories: ચિંતન | Tags: , | 4 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨૪ – ૪૭)

સંજય બોલ્યા:

એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત |
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ||૨૪||

હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશનાં આ વચનો પર ભગવાન હૃષિકેશે તે ઉત્તમ રથને બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરી દીધો.

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ |
ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ||૨૫||

રથને ભીષ્મ પિતામહ, દ્રોણ તથા અન્ય બધાંજ પ્રમુખ રાજાઓની સામે (એ બન્ને સેનાઓની મધ્યમાં) સ્થાપિત કરી, કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે પાર્થ આ કુરુવંશી રાજાઓને જુઓ.

તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્ |
આચાર્યાન્માતુલાન્ભ્રાતૄન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા ||૨૬||
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ |
તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ ||૨૭||

ત્યાં પાર્થને પોતાનાં પિતાનાં ભાઈઓ, પિતામહો (દાદા), આચાર્યોં, મામાઓ, ભાઈઓ, પુત્રો, મિત્રો, પૌત્રો, શ્વશુરોં (સસુર), સંબંધીઓ બન્ને બાજુની સેનાઓમાં દેખાયા.

કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ |

આ રીતે પોતાનાં સગા સંબંધિઓ અને મિત્રોને યુદ્ધમાં ઉપસ્થિત જોઇ અર્જુનનું મન કરુણાપૂર્ણ થઇ ઉઠ્યું અને તેણે વિષાદ પૂર્વક કૃષ્ણ ભગવાનને કહ્યું.

અર્જુન બોલ્યા:

દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ||૨૮||

હે કૃષ્ણ, હું પોતાનાંજ લોકોને યુદ્ધ માટે તત્પર અહીં ઉભેલાં જોઇ રહ્યો છું.

સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ |
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ||૨૯||

આને જોઇને મારાં અંગો ઠંડા પડી રહ્યા છે, અને મારૂં મોં સુકાઇ રહ્યું છે, અને મારૂં શરીર કંપી રહ્યું છે.

ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે |
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ||૩૦||

મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પડવામાં છે, અને મારી બધી ત્વચા માનો આગમાં સળગી ઉઠી છે. હું અવસ્થિત રહેવામાં અશક્ત થઇ ગયો છું, મારૂં મન ભ્રમિત થઇ રહ્યું છે.

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ |
ન ચ શ્રેયોSનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ||૩૧||

હે કેશવ, જે નિમિત્ત છે તેમાં પણ મને વિપરીતજ દેખાય રહ્યું છે, કારણકે હે કેશવ, મને પોતાનાંજ સ્વજનો ને મારવામાં કોઇ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી.

ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ |
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ||૩૨||

હે કૃષ્ણ, મને વિજય, કે રાજ્ય અને સુખો ની ઇચ્છા નથી. હે ગોવિંદ, (પોતાનાં પ્રિયજનોની હત્યા કરી) આપણને રાજ્યથી, કે ભોગો્થી, ત્યાં સુધી કે જીવન થી પણ શું લાભ છે.

યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ |
ત ઇમેSવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ||૩૩||

જેને માટેજ આપણે રાજ્ય, ભોગ તથા સુખ અને ધનની કામના કરીએ, તે જ આ યુદ્ધમાં પોતાનાં પ્રાણોની બલિ ચઢવા માટે તૈયાર અહીં ઉપસ્થિત છે.

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ |
માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબન્ધિનસ્તથા ||૩૪||

ગુરુજન, પિતાજન, પુત્ર, તથા પિતામહ, માતુલ, સસુર, પૌત્ર, સાળા આદિ બધાજ સંબન્ધિ અહીં ઉપસ્થિત છે.

એતાન્ન હન્તુમિચ્છામિ ઘ્નતોઽપિ મધુસૂદન |
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ||૩૫||

હે મધુસૂદન. આને અમે ત્રૈલોક્યનાં રાજ ને માટે પણ નહી મારવા ઇચ્છીએ, તો આ ધરતીને માટે તો વાત જ શું, ભલે તે અમને મારી નાખે.

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન |
પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ||૩૬||

ધૃતરાષ્ટ્રનાં આ પુત્રોને મારી અમને ભલા શું પ્રસન્નતા પ્રાપ્ત થશે હે જનાર્દન. ઇન આતતાયિનોં કો માર કર હમેં પાપ હી પ્રાપ્ત હોગા|

તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ |
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ||૩૭||

માટે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા પોતાનાં અન્ય સંબન્ધિઓને મારવા અમારે માટે ઉચિત નથી. હે માધવ, પોતાનાજ સ્વજનોને મારીને અમને કયા પ્રકારે સુખ પ્રાપ્ત થઇ શકે?

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ |
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ||૩૮||

જો કે આ લોકો, લોભને કારણ જેમની બુદ્ધિ હરાઇ ગઇ છે, પોતાનાજ કુળનાં નાશમાં અને પોતાનાં મિત્રોની સાથે દ્રોહ કરવામાં કોઈ દોષ જોઇ શકતા નથી.

કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન ||૩૯||

પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ).

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ |
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ||૪૦||

કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે.

અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ |
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ ||૪૧||

અધર્મ ફેલાઇ જવાથી, હે કૃષ્ણ, કુળની સ્ત્રિઓ પણ દૂષિત થઇ જાય છે. અને હે વાર્ષ્ણેય, સ્ત્રિઓનાં દૂષિત થઇ જવાથી વર્ણધર્મ નષ્ટ થઇ જાય છે.

સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ |
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ||૪૨||

કુળનાં કુલઘાતી વર્ણસંકર (વર્ણધર્મનું પાલન ન કરવાથી) નરકમાં જાય છે. તેનાં પિતૃજન પણ પિંડ અને જળની પરમ્પરાઓના નષ્ટ થવાથી (શ્રાદ્ધ આદિ ન થવાથી) અધોગતિને પ્રાપ્ત થાય છે (તેમનો ઉદ્ધાર થતો નથી).

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસંકરકારકૈઃ |
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ||૪૩||

આ પ્રકારે વર્ણભ્રષ્ટ કુલઘાતિયો ના દોષોથી તેનાં સનાતન કુલધર્મ અને જાતિધર્મ નષ્ટ થઇ જાય છે.

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન |
નરકેનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ||૪૪||

હે જનાર્દન, કુલધર્મ ભ્રષ્ટ થયેલ મનુષ્યોને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે, તેવું મેં સાંભળ્યું છે.

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ || ||૪૫||

અહો ! આપણે આ મહાપાપ કરવા માટે આતુર થઇ અહીં ઉભા છીએ. રાજ્ય અને સુખનાં લોભમાં પોતાનાજ સ્વજનોને મારવા માટે વ્યાકુળ છીએ.

યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ |
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ||૪૬||

યદિ મારા વિરોધ રહિત રહેતા, શસ્ત્ર ઉપાડ્યા વિના પણ આ ધૃતરાષ્ટ્રનાં પુત્ર હાથોમાં શસ્ત્ર પકડી મને આ યુદ્ધ ભૂમિમાં મારી નાખે, તો તે મારા માટે (યુદ્ધ કરવાને બદલે) વધુ સારૂં હશે.

સંજય બોલ્યા

એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ |
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ||૪૭||

આમ કહીને શોકથી ઉદ્વિગ્ન થએલા મનથી અર્જુન પોતાનાં ધનુષ બાણ છોડી રથનાં પાછલા ભાગમાં બેસી ગયા.

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

પડઘાનો સિદ્ધાંત

મિત્રો,

આપણે હંમેશા જોયું છે કે આ જીવન એક Echo System છે. આપણે કોઈ ઉંચા પહાડ ઉપર ચડીને સામેના પર્વત સામે જોરથી બુમ પાડીએ કે હે પર્વત તું મહાન છો. તો સામેથી પર્વત પણ કહેશે હે પર્વત તું મહાન છો. આપણે કહેશું કે તું સુંદર છો તો પર્વત પણ કહેશે કે તું સુંદર છો. આપણે કહેશું કે હું તને ચાહું છુ તો પર્વત પણ કહેશે હું તને ચાહું છું. આપણે કહેશું કે યાદ રાખજે તારુ આવી બનશે તો પર્વત પણ કહેશે યાદ રાખજે તારુ આવી બનશે. આપણે કહેશું કે હું તારો મિત્ર છું તો પર્વત પણ કહેશે હું તારો મિત્ર છું.

બસ આ સિદ્ધાંત સર્વત્ર લાગુ પડે છે. જેવો આપણો અવાજ તેવો સામેથી પડઘો. જીવન એટલે “પડઘાનો સિદ્ધાંત”.

Categories: ચિંતન | Tags: | Leave a comment

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨૦ – ૨૩)

અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ |
પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ||૨૦||
હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે |

ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.

અર્જુન બોલ્યા:

સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેSચ્યુત ||૨૧||
યાવદેતાન્નિરિક્ષેSહં યોદ્ધુકામાનવસ્થિતાન્ |
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ||૨૨||

હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો જેથી હું યુદ્ધની ઇચ્છા રાખવા વાળા આ યોદ્ધાઓનું નિરીક્ષણ કરી શકું જેની સાથે મારે યુદ્ધ કરવાનું છે.

યોત્સ્યમાનાનવેક્ષેSહં ય એતેSત્ર સમાગતાઃ |
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ ||૨૩||

દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં ભલું ઇચ્છવા વાળા રાજાઓને, જે અહીં યુદ્ધ માટે એકત્રિત થયા છે, હું જોઇ લઉં.

Categories: ભગવદ ગીતા | Tags: | 1 Comment

શબ્દોની અસર – મિત્રના ઈ મેઈલ પરથી

શું શબ્દોની અસર પાણી ઉપર થાય ખરી? ડો. માસારુ ઈમોટો, એક જાપાનના વૈજ્ઞાનિક એવું માને છે. અને તેની પાસે સાબીતી પણ છે.

Can water be affected by our words?

Dr. Masaru Emoto, a Japanese scientist, believes so. And he has proof.

ડો.ઈમોટોએ પાણીની નાની બૂંદો લઈને, તેની ઉપર જુદા જુદા શબ્દપ્રયોગો કર્યા, સંગીત સંભળાવ્યું, અને જુદા જુદા વાતાવરણમાં મુક્યા. ત્યાર પછી તેમને ૩ કલાક સુધી સ્થીર રાખીને જમાવી દીધા. પછી તેમણે તેની સ્ફટીકરચનાનું સુક્ષ્મદર્શકયંત્રમાં અંધકાર ક્ષેત્રમાં અવલોકન કર્યું અને છબી ઉતારી.

Dr. Emoto took water droplets, exposed them to various words, music, and environments, and froze them for three hours. He then examined the crystal formations under a dark field microscope. And he took photographs.

પરીણામ અત્યંત અદભૂત મળ્યું.

The results were totally mind-blowing.

અહીં સામાન્ય પાણીની છબી છે કે જેની ઉપર કશી દિવ્યવાણીઓ ઉચ્ચારવામાં આવી નથી, તેની સ્ફટીક રચનામાં ઘણી ગરબડ છે.

Here’s a photo of ordinary water without any prayer spoken over it. The molecular structure is in disarray.

નીચેની છબી તેની ઉપર દિવ્યવાણી ઉચ્ચાર્યા પછીની છે. પરીણામ ઘણું વિસ્મયકારી છે.

The photo below is water after the prayer was said. It’s simply breathtaking. (I now have a great respect for praying before meals! More on this later.)

ડો.ઈમોટોએ પાણીને ઘોંઘાટભર્યા ધાત્વિક સંગીત સમક્ષ ,મુક્યું. અને તે નીચે પ્રમાણે લાગે છે. જાણે કે ઉદાસ.

Dr. Emoto also exposed water to Heavy Metal music. Here’s how it looks like. Looks sad if you ask me.

હવે પાણીને શાસ્ત્રિય સંગીત અને લોકનૃત્ય સમક્ષ રાખવામાં આવ્યું. અને હવે તે ઘણું સારુ લાગે છે, બરાબર ને?

Here’s water exposed to classical music and folk dance music. Looks much better, right?

પછી ડો.ઈમોટોએ કાગળમાં આ પાણીને મુક્યું કે જેમાં લખ્યું હતુ કે “તે મને માંદો પાડી દીધો, હું તને મારી નાખીશ” ,અને હવે જુઓ તે કેવું દેખાય છે.

Next, Dr. Emoto stuck a piece of paper with these words: “You make me sick. I will kill you.” Here’s how the frozen water droplets looks like under the microscope…

નીચે જુઓ આ પાણી ને જ્યારે “પ્રેમ” લખેલા કાગળ પર મુકવામાં આવ્યું.તફાવત ઘણો વિસ્મયકારક છે.

Below is how water looked like with the words “Love” over it. The difference is amazing.

આ પ્રદૂષીત પાણી છે….

This is Polluted water…

આ Lourdes, ફ્રાંસ નું પાણી છે. બીલકુલ સુંદર છે, બરાબર ?

This is water from Lourdes , France . Utterly beautiful, right?

એક મિનિટ ઉભા રહો, શું તમે પાણીથી બનેલા નથી?

Wait A Minute— Aren’t You Made Up Of Water?

હા, તમારા શરીરનો ૭૨% બ્ભાગ પાણીથી બનેલો છે. વિચાર કરો કે શબ્દોની અસર તમારા ઉપર કેવી થતી હશે? તમે જ્યારે કહો છો કે “હું નિષ્ફળ છું”, “હું નકામો છું” અથવા તો “મને સારુ નથી” કલ્પના કરો કે આ શબ્દોથી તમારુ સ્વાસ્થ્ય કેટલું બધુ નબળું પડી જશે?

Yes! 72% of your body is made up of water. Imagine how your words affect your own body. When you say, “I’m a failure,” or “I’m hopeless,” or “I won’t get well,” imagine how these words weaken your health.

હંમેશા પોતાની જાતને માટે ઉંચુ સન્માન રાખો અને વારંવાર કહો “હું અદભુત છું” અને “હું સુંદર છું”

Make a choice to say the best words out there. Say often, “I’m wonderful,” and “I’m beautiful,”.

આ માત્ર પાણીની જ વાત નથી.

It’s not only water.

ડો.ઈમોટોએ રાંધેલા ચોખા ઉપર પણ પ્રયોગ કર્યો. તેમણે એક કપ જેટલા રાંધેલા ચોખા બે જુદી જુદી હવાચૂસ્ત બરણીમાં રાખ્યાં. એકની ઉપર લખ્યું “હું તને પ્રમ કરુ છું” અને બીજા ઉપર લખ્યું “તું મુરખ છો”. લગલગાટ ૩૦ દિવસ સુધી રોજ ડો.ઈમોટોએ આ શબ્દો બંને ચોખા ભરેલી બરણીને કહ્યાં.

Dr. Emoto also experimented with cooked rice. He placed one cup of cooked rice in two airtight jars. On one jar, he wrote, “I love you,” and on the other, “You fool.” Everyday for 30 days, Dr. Emoto would say these words to each jar of rice.

૩૦ દિવસ પછી “તને પ્રેમ કરુ છું” લખેલ બરણીના ભાત હજુ પણ સફેદ હતા પરંતુ “તુ મુરખ છો” તેવું લખેલ બરણીના ચોખા સડીને કાળા પડી ગયા. આ તમે કેવી રીતે સમજાવશો?

After 30 days, the “I love you” rice was still white. But the “You fool” rice was so rotten, it was black. How can you explain this?

Just as a side note: When I was a child, my mother taught me to pray before meals. Now I realize it wasn’t just a nice thing to do. When I pray over my meal, I know a material transformation takes place in the molecular level of the food that I pray for. I say, “Be blessed,” to the water and food on the table—and I expect it to be blessed.

Yeah – that’s why we always wish others well on birthdays, anniversaries, graduation, festivals, examination days, etc…. BE BLESSED, everybody!!!


From: eMail of my friend – Pravinbhai Bhatt


શ્રી અશોકભાઈના પ્રતિભાવ ના આધારે ખાસ નોંધ:- ડો. માસારુ ઈમોટો એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. તેમણે પોતે જ સ્વિકારેલું કે તેઓ કોઇ વૈજ્ઞાનિક નથી. તેમની પાસે જે ડોક્ટરની ડીગ્રી છે તે ભારતની એક અનધિકૃત યુનિ. (unaccredited institution) ’Indian Institute of Alternative Medicines’માંથી મેળવેલ છે. તેમનાં કહેવાતા પ્રયોગો અન્ય વૈજ્ઞાનિકો દ્વારા ચકાસાયા નથી, તેમને તેમનો દાવો સાબીત કરી દેખાડવા માટે એક મિલિયન ડોલરનાં ઇનામની ઘોષણા થયેલી, જે પડકાર ઉપાડવામાં તેઓ સક્ષમ થયા નહીં, તેઓ તેમનાં ઉપર જણાવેલા પ્રયોગોનું ધંધાદારીકરણ કરી અને કહેવાતા ચમત્કારી પાણીની બોટલો ’ઇન્ડીગો વોટર”નાં નામથી વેંચતા (આ તો પાછું મંત્રેલા પાણી જેવું થયું ને !!) અર્થાત આપણે સીધેસીધા તેમના દાવાઓ માની લેવા જેવા નથી, એથી તો સારૂં છે કે રસ ધરાવતા કોઇ મિત્રો પોતે આવા સીધાસાદા પ્રયોગો કરી અને તેમના પરિણામો પ્રસિધ્ધ કરે. (આધાર: http://en.wikipedia.org/wiki/Masaru_Emoto અને અન્ય વાંચનસામગ્રી)


Categories: ચિંતન | Tags: | 7 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૧૨ – ૧૯)

તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ |
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ||૧૨||

ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિંહનાદ કર્યો અને શંખ વગાડવો શરૂ કર્યો.

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ |
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોSભવત્ ||૧૩||

ત્યારે અનેક શંખ, નગારા, ઢોલ, શૃંગી આદિ વગડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો.

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ |
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ||૧૪||

ત્યારે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાનાં શંખ વગાડ્યા.

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ |
પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ ||૧૫||

ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુન)એ દેવદત્ત નામક શંખ વગાડ્યો. તથા ભીમ કર્મા ભીમે પોતાનો પૌણ્ડ્ર નામક મહાશંખ વગાડ્યો.

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ |
નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ||૧૬||

કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે પોતાનો અનન્ત વિજય નામક શંખ, નકુલે સુઘોષ અને સહદેવે પોતાનો મણિપુષ્પક નામક શંખ વગાડ્યો.

કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ |
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ ||૧૭||
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે|
સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્પૃથક્ ||૧૮||

ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અજેય સાત્યકિ, દ્રુપદ, દ્રોપદીનાં પુત્રો તથા અન્ય બધા રાજાઓએ તથા મહાબાહુ સૌભદ્ર (અભિમન્યુ) એ – બધાએ પોતપોતાનાં શંખ વગાડ્યા.

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ |
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ ||૧૯||

શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા.

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

Create a free website or blog at WordPress.com.