Daily Archives: 10/02/2010

Spiritual Diary (10/2)

Paramhansa Yogananda

February 10
Inner Renunciation

પ્રભુ ઈચ્છે છે કે આ આપણી માયાની દુનિયામાંથી આપણે છટકવું જોઈએ. એ આપણા માટે રડે છે, કારણ કે એ જાણે છે કે આપણે માટે મુક્તિ મેળવવાની કેટલી અઘરી છે પરંતુ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે તમે એના બાળક છો. તમે તમારી જાતની દયા ખાશો નહીં. પ્રભુ જેટલો ક્રાઈસ્ટ અને કૃષ્ણને પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ તમને કરે છે. તમારે તેનો પ્રેમ મેળવવો જોઈએ, કારણ કે તે શાશ્વત મુક્તિ, અનંત આનંદ અને અમરતાને આવરી લે છે.

The Lord wants us to escape this delusive world. He cries for us, for He knows how hard it is for us to gain His deliverance. But you have only to remember that you are His child. Don’t pity yourself. You are loved just as much by Gods as are Krishna and Jesus. You must seek His love, for it encompasses eternal freedom, endless joy, and immortality.

Sri Sri Paramahansa Yogananda,
“The Divine Romance”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

બ્રહ્મ એક જલતી આગ હૈ – નાથા ભગત

૧) બ્રહ્મ એક જલતી આગ હૈ,
કુદે વોહી વોહી જલ જાવે
કાયર શું બ્રહ્મને સાધે
કોઈ મર્દો સાચા સાધકો આવે

૨) જલાવે કામ શત્રુ કો
જલાવે ક્રોધ દુશ્મન કો
મોટા લોભ – મોહને બાળે
સુક્ષ્મ અહંકાર જલી જાવે

૩) પુત્ર પરિવાર કો જલાદે
માત અને તાત કો બાળે
સગા સંસારના સંબધી
જડ મુળથી જલાવે

૪) જપ તપ વ્રત કો જલાદે
આગ અનુષ્ઠાન કો લગાદે
રિદ્ધિ – સિદ્ધિ સભી બાળે
નવનિધિ કો ભી જલાદે

૫) પક્ષા પક્ષી દ્વૈત અને વાદ
ભ્રમણા ભેદ કો ભી જલાદે
ત્રિવિધ તાપ કો બાળે
અદ્વૈત ભી જલી જાવે

૬) ધ્યાતા ધ્યાન ધ્યેય સહિત
ત્રીપુટી ભી જલી જાવે
અહં બ્રહ્માસ્મિ અનુભવ
કહે નાથા ભગત થઈ જાવે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

Blog at WordPress.com.