*
(૬૨૪) ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર,
ફિકર કી જો ફાકી કરે, ઉસકા નામ ફકીર.
*
(૬૨૫) પેટ સમાતા અન્ન લે, તનહી સમાતા ચીર,
અધિક હી સંગ્રહ ના કરે, તિસકા નામ ફકીર.
*
(૬૨૬) ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બે પરવાહ,
જીનકો કછુ ન ચાહીયે, સો શાહનશાહ.
*
(૬૨૭) ગૌધન, ગજધન, ગોપીધન, ઔર રતનધન ખાન,
પર જહાં આવે સંતોષધન, તો સબ ધન ધુલ સમાન.
*
(૬૨૮) મારીયે આશા આપની, જીને ડસ્યા સંસાર,
તાકા ઓખડ તોષ હય, કહે કબીર બિચાર.
*
(૬૨૯) કબૂક મંદિર માલીયાં, કબૂક જંગલ બાસ,
સબી ઠોર સોહામણા, જો હરિ હોય પાસ.
*
(૬૩૦) સાહેબ મેરે મુહકો, લુખી રોટી દે,
ભાજી માંગત મેં ડરૂં, કે લુખી છીન ન લે.
*
(૬૩૧) સાત ગાંઠ ગોપીનકી, મનમાં ન રાખે શંક,
નામ અમલ માતા રહે, ગણે ઈંદ્ર કો રંક.
Daily Archives: 12/02/2010
ફકીર સંન્યાસી વિષે – કબીરવાણી
Spiritual Diary (12/2)
February 12
Divine Love
પ્રભુનો પ્રેમ એ જ વાસ્તવિકતા છે. આપણને પ્રભુના આ પ્રેમની અનુભુતિ થવી જોઈએ જ. કેટલો મહાન, કેટલો આનંદદાયક, એની મહાનતાનું વર્ણન કરવાની શરૂઆત પણ કરી શકું તેમ નથી! દુનિયાના લોકો વિચારે છે “હું આમ કરૂં છું, મેં પેલું માણ્યું. તેઓ ગમે તે કરતા હોય અને આનંદ માણતા હોય તેનો અંત નિશ્ચિત છે. પરંતુ પ્રભુનો પ્રેમ અને આનંદ જે હું અનુભવું છું તે અનંત છે. જેણે તેને એક વખત ચાખ્યો છે તે કદી પણ ભૂલી શકે નહીં, એ એટલો મહાન છે કે એની જગ્યા બીજી કોઈ વસ્તુ લઈ ન શકે. આપણે સર્વે ખરેખર ઈચ્છીએ છીએ, તે પ્રભુનો પ્રેમ છે. અને જ્યારે તમે ઊંડી અનુભૂતિ મેળવો ત્યારે તે તમને મળશે
The love of God is the only Reality. We must realize this love of God — so great, so joyful, I could not even begin to tell you how great it is! People in the world think, “I do this, I enjoy that.” Yet whatever they are doing and enjoying inevitably comes to an end. But the love and joy of God that I feel is without any end. One can never forget it once he tasted it; it is so great he could never want anything else to take its place. What we all really want is the love of God. And you will have it when you attain deeper realization.
Rajarshi Janakananda
“Great Western Yogi”
જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf