Daily Archives: 28/02/2010

એક વાચકના હ્રદયનો ભાવ

મીત્રો,
દુબઈ થી ગીરીશભાઈએ આ કોમેન્ટ રૂપે સંદેશો મોકલ્યો છે જે આપ સહુની સાથે વહેચુ છું.

ઘણા બધા NRI કે જેઓ માત્ર ૨૪*૭*Indian Rs. માં પૈસા જ ગણ્યા કરે છે. તેઓ હવે પાછા ફરવા માંગતા નથી કારણકે તેઓ પાસે Residence Status નથી, હ્રદયમાંથી પ્રેમ ગુમાવી બેઠા છે અથવા તો પૈસા નો લોભ છે. ગયા વેકેશનમાં હું આણંદ ગયો હતો. એક કાકા (જેનો પુત્ર NRI છે) એ મને કહ્યું કે દર વર્ષે તમે ઘણા બધા પૈસા ખર્ચી નાખો છો. ત્યારે તેમણે તે કાકાને જવાબ આપ્યો હતો કે દર વર્ષે હું મારા માતા, પિતા અને મિત્રોને મળું છુ અને તે માટે હું કેલ્ક્યુલેટર નથી રાખતો કે મે શું ખર્ચ્યું છે. મા બાપને ભુલશો નહીં, ફરી પૈસા આપતા નહીં મળે. તમારા જીવનનું પ્રથમ કર્તવ્ય યાદ રાખો, બધા NRI ને રસ્તો મળશે. આ સાથે તેમણે મોકલેલ માતાપિતાની છત્રછાયા જોડેલ છે.



આપ તેમનો નીચેના ઈમેઈલ પર સંપર્ક કરી શકો છો.
harsh251721@gmail.com

Categories: મારી વહાલી મા | Tags: | 6 Comments

હોળી – આગંતુક

હોળી,

વસંતઋતુ,
પુનમનો ચાંદ,
હ્રદયમાં ઉત્સાહ,
પ્રેમથી ભીંજવવાનો અને ભીંજાવાનો આનંદ.

હોલિકા કે જેને અગ્ની બાળી ન શકે તેવું વરદાન હોવા છતાં જ્યારે તે
અગ્નિ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તેવો વાયુ,
વાયુ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તેવું આકાશ,
આકાશ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તે તામસ અહંકાર,
સાત્વિક, રાજસી અને તામસી અહંકાર પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તે સમષ્ટી બુદ્ધિ,
અને સમષ્ટી બુદ્ધિ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તે મહત તત્વ અને
આ મહત તત્વ જેના આશરે રહેલું છે તે પરમાત્મા
અને આ પરમાત્મા જેના હ્રદયમાં રમી રહ્યાં છે તે પ્રહલાદને બાળવાની કોશીશ કરે છે ત્યારે
પોતે જ બળી જાય છે.

સહુને આ હોળીના ઉત્સાહ અને આનંદભર્યા પર્વના વધામણા.

Categories: ચિંતન | Tags: | 3 Comments

Blog at WordPress.com.