સ્વતંત્રતા

સ્વનું તંત્ર એટલે સ્વતંત્રતા. અંગ્રેજોએ આપણને પારકાં ગણ્યાં એટલે આપણે અંગ્રેજોને દૂર કર્યાં અને ૧૫મી ઓગષ્ટે સ્વતંત્રતા દિન મનાવીએ છીએ. જે કોઈ આપણને પરાયા ગણે અને આપણી પર શાસન ચલાવે તેના આપણે ગુલામ થયાં કહેવાઈએ. આજના રાજકારણીઓ ચુંટાયા પછી દેશને અને દેશવાસીઓને પરાયા ગણે છે. દેશ અને દેશવાસીઓ માટે કાર્યો કરવાને બદલે ધનના ઢગલાં ઉસરડીને વિદેશમાં મુકી આવે છે. પ્રજા ત્રસ્ત અને નેતાઓ મસ્ત.

આપણે ફરી પાછું સ્વતંત્રતાનું આંદોલન ચલાવવું પડશે એવું હવે નથી લાગતું ?

કે પછી આ પશુતૂલ્ય નેતાઓની ગુલામી માફક આવી ગઈ છે?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , | 4 Comments

Post navigation

4 thoughts on “સ્વતંત્રતા

  1. ગોવીંદ મારુ

    આપણા મોટાભાગના હલકટ, લાલચુ, લુચ્ચા અને બેશરમ નેતાઓની સરખામણી અબોલ પશુઓની સાથે કરવાથી પશુઓનું અપમાન થશે ! હા– આ નેતાઓની ગુલામીમાંથી બહાર નીકળવા આપણે આર્થીક, અને સામાજીક સ્વતંત્રતા મેળવવા આંદોલન કરવું અનીવાર્ય છે.

  2. Prempriya

    આપની વાત બિલકુલ સાચી છે. સત્તા એક એવી વસ્તુ છે કે જે પચે નહિ તો આ અપચાનુ ઝેર અહંકાર, લાલચ અને વ્યભિચાર બની સમગ્ર વ્યક્તિત્વમાં ફેલાઈ જાય છે. એટલે કદાચ નેત્રુત્વ બદલાય તો પણ સ્થિતિમાં ખાસ સુધારો આવે એવુ લાગતુ નથી.

Leave a comment

Create a free website or blog at WordPress.com.