સ્વનું તંત્ર એટલે સ્વતંત્રતા. અંગ્રેજોએ આપણને પારકાં ગણ્યાં એટલે આપણે અંગ્રેજોને દૂર કર્યાં અને ૧૫મી ઓગષ્ટે સ્વતંત્રતા દિન મનાવીએ છીએ. જે કોઈ આપણને પરાયા ગણે અને આપણી પર શાસન ચલાવે તેના આપણે ગુલામ થયાં કહેવાઈએ. આજના રાજકારણીઓ ચુંટાયા પછી દેશને અને દેશવાસીઓને પરાયા ગણે છે. દેશ અને દેશવાસીઓ માટે કાર્યો કરવાને બદલે ધનના ઢગલાં ઉસરડીને વિદેશમાં મુકી આવે છે. પ્રજા ત્રસ્ત અને નેતાઓ મસ્ત.
આપણે ફરી પાછું સ્વતંત્રતાનું આંદોલન ચલાવવું પડશે એવું હવે નથી લાગતું ?
કે પછી આ પશુતૂલ્ય નેતાઓની ગુલામી માફક આવી ગઈ છે?