Monthly Archives: September 2012

આજનું ચિંતન – ગામને મોઢે ગળણું ન બંધાય

મૃત્યુલોકમાં ૭ અબજ કરતાંયે વધારે માનવીઓ વસે છે. સહુ પોત પોતાની રીતે વિચારે છે અને જે રીતે વર્તવું હોય તે રીતે વર્તવા માટે પોતાની જવાબદારીએ અને જોખમે સ્વતંત્ર હોય છે. આ બધા લોકો શું વિચારે છે અને શું બોલે છે તેને વિશે વિચારવા જઈએ અને તેમાંથી જે યોગ્ય ન લાગે તેનો તેમને જવાબ આપવા જઈએ તો પાગલખાનામાં ભરતી થવું પડે. જેને જેમ વિચારવું હોય તેમ વિચારે અને જેને જેમ બોલવું હોય તેમ બોલે.

આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આપણું જીવન ઘડવું જોઈએ. ગામના મોઢે ગળણું બાંધવા ન જવાય પણ આપણાં કાનમાં શ્રવણ ફિલ્ટર પહેરી લેવાય.


શ્રવણ ફિલ્ટર એટલે શ્રવણની એવી કળા કે સાંભળેલી વાતોમાંથી બીન જરુરી ભાગને કચરાની માફક ગાળીને ફેંકી દેવો.


Categories: ચિંતન | Tags: , , , , , , | Leave a comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૨૦


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

સ્લાઈડ શો કેવી રીતે બનાવશો?

મિત્રો,

ઘણી વખત આપણે છબીઓના સંગ્રહને સ્લાઈડ શો સ્વરુપે રજુ કરવા ઈચ્છતા હોઈએ છીએ. વર્ડપ્રેસ તે માટેની સરળ સુવિધા પુરી પાડે છે. હવે આપણે ક્રમ બદ્ધ રીતે જોઈએ કે સ્લાઈડ શો કેવી રીતે બનાવી શકાય.

તમારા વર્ડપ્રેસ એકાઉન્ટના Admin માં Login થઈને User Name તથા Password આપો. તેથી તમે સંચાલન ના પેજ ઉપર પ્રવેશ કરશો.

ડાબા હાથ પર રહેલ વિકલ્પોની હારમાળામાંથી Media પર માઉસનું પોઈન્ટર લઈ આવો. તેથી તેમાં બે વિકલ્પો મળશે.

૧.Library

૨. નવું ઉમેરો

તેમાંથી નવું ઉમેરો પર ક્લિક કરો.

અહીં તમે jpg, jpeg, png, gif, pdf, doc, ppt, odt, pptx, docx, pps, ppsx, xls, xlsx પ્રકારની ફાઈલ અપલોડ કરી શકો છો. સામાન્ય રીતે છબીઓ jpg કે jpeg ફોર્મેટમાં હોય છે.

Files અપલોડ કરવા માટે બે પ્રકારના અપલોડર અત્યારે વર્ડપ્રેસ પર ઉપલબ્ધ છે.

૧. Browser uploader – એક એક ફાઈલ વારાફરતી અપલોડ કરવા માટે.

૨. Multi-files uploader – એક કે વધારે ફાઈલ એક સાથે અપલોડ કરવા માટે

Browser uploader થી ફાઈલ upload કરવા માટે browse પર ક્લિક કરો તેથી ફાઈલનું લિસ્ટ મળશે. જરુરી ફાઈલ વારાફરતી પસંદ કરીને તેને upload કરો.

Multi-Files uploader થી ફાઈલ upload કરવા માટે Select Files પર ક્લિક કરો. અથવા તો Drop here પર જરુરી files ને ડ્રેગ કરીને મુકી શકો છો.

જરુરી Files ને પસંદ કરીને Open પર ક્લિક કરવાથી બધી ફાઈલ અપલોડ થઈને સ્ક્રીન પર જોવા મળશે.

Save all changes બટન પર ક્લિક કરીને તેને સંગ્રહિત કરો.

આ બધી ફાઈલો તમારી Media Library માં સંગ્રહિત થઈ જશે.

હવે નવો લેખ ઉમેરવા માટે ડાબા હાથ પર રહેલ વિકલ્પોની હારમાળામાંથી Post વિકલ્પ પર માઉસનું પોઈન્ટર લઈ જાવ.

ત્યાર બાદ નવું ઉમેરો પસંદ કરો.

લેખને યોગ્ય શિર્ષક આપો.

હવે ઈચ્છિત છબીઓને લેખમાં ઉમેરવા માટે Upload/Insert વિકલ્પ પર ક્લિક કરો.

Add Media નામનું પેજ ખુલશે.

તેમાંથી Media Library નામનો વિકલ્પ પસંદ કરો.

તમારી Media Library માં રહેલી બધી છબીઓ દેખાશે. વધારે છબીઓ જોવા માટે ૨,૩,૪ વગેરે પેજ પર ક્લિક કરવાથી પહેલા અપલોડ કરેલી છબીઓ પણ દેખાશે. હવે તમારી પસંદગીની છબી સામે રહેલ Show બટન પર ક્લિક કરો. પરીણામે તે છબી થોડી વિસ્તૃત દેખાશે અને તેની પ્રોપર્ટી જોવા મળશે. તેની નીચે તેની સાઈઝ માટેના વિકલ્પો હશે. યોગ્ય સાઈઝ પસંદ કરીને Insert into post પર ક્લિક કરો.

જો તમે Text મોડમાં કામ કરતાં હશો છબી દર્શાવવા માટેનો જરુરી HTML કોડ લખાશે અને જો Visual મોડમાં કામ કરતાં હશો તો છબી દેખાશે.

આ રીતે જેટલી છબી દર્શાવવા ઈચ્છતા હો તેટલી છબીઓ વારાફરતી Upload/Insert વિકલ્પથી પસંદ કરો.

જેટલી છબીઓ દર્શાવવા ઈચ્છતા હો તે insert થઈ જાય પછી એક લાઈન ચોરસ કૌંસ માં ’[ ]’ slideshow લખીને ઉમેરો

હવે જો તમે માત્ર સ્લાઈડ શો જ બતાવવા ઈચ્છતા હો તો ઉપર Insert કરેલ છબીઓ દુર કરી દ્યો.

સ્લાઈડ શોને અનુરુપ લખાણ લખીને પોસ્ટ ને યોગ્ય ટેગ તથા કેટેગરી આપીને ’પ્રસિદ્ધ કરો’ બટન પર ક્લિક કરીને લેખને પ્રસિદ્ધ કરો.

આ રહ્યો આ રીતે તૈયાર કરેલ એક લેખ


This slideshow requires JavaScript.


ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ
ગુણશરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

ગાનચતુરાય ગાનપ્રાણાય ગાનંતરાત્મનૈ
ગાનોત્સુકાય ગાનમત્તાય ગાનોત્સુકમનસે
ગુરુપૂજિતાય ગુરુદૈતાય ગુરુકુલસ્થાયિને
ગુરુર્વિક્રમાય ગુહ્યપ્રવરાય ગુરવે ગુણગુરવે
ગુરુદૈત્યગલચ્છેત્રે ગુરુધર્મસદારાધ્યાય
ગુરુપુત્રપરિત્રાત્રે ગુરુપાખંડખંડકાય

ગીતસારાય ગીતતત્વાય ગીતગોત્રાય ધીમહિ
ગૂઢગુલ્ફાય ગંધમત્વાય ભોજપ્રદાય ધીમહિ
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

ગ્રંથગીતાય ગ્રંથગેયાય ગ્રંથાંતરાત્મને
ગીતલીનાય ગીતાશ્રવાય ગીતવાદ્યપટવે
ગેયચરિતાય ગાયકવરાય ગંધર્વપ્રિયકતે
ગાયકાધીન વિગૃહાય ગંગાજલપ્રણયવતે
ગૌરીસ્મવંદનાય ગૌરીહૃદયનંદનાય
ગૌરભાનુસુતાય ગૌરીગણેશ્વરાય

ગૌરીપ્રણયાય ગૌરીપ્રવનાય ગૌરભાવાય ધીમહિ
ગૌસહસ્ત્રાય ગોવર્ધનાય ગોપગોપાય ધીમહિ
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ


શરુઆતમાં slideshow બનાવવો થોડો અઘરો લાગશે પણ મહાવરાથી ફાવટ આવી જશે. તો ક્યારે પ્રસિદ્ધ કરો છો આપના તરફથી એક ઝાકમ ઝોળ slideshow?

Categories: ટેકનીકલ/તકનીકી | Tags: | 3 Comments

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૯


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

આજનું ચિંતન

નગ્નતા દેખાડવાનો આટલો બધો શોખ હોય તો માત્ર નગ્ન સ્ત્રીઓ જ શા માટે? નગ્ન પુરુષો શા માટે નહીં? કે પછી પુરુષ તો કપડાં પહેર્યા હોય તો યે નાગો જ હોય છે?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , , | Leave a comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૮


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

જીવો અને જીવવા દ્યો

નોંધ: આ લખાણ કોઈએ ગંભીરતાથી ન લેવું.


આપણાં માનનીય મુખ્યમંત્રીશ્રી કહે છે કે “હું ખાતો નથી ને ખાવા દેતોયે નથી”. આ તો ભારોભાર અન્યાય ન કહેવાય?

જૈન ધર્મની ફીલસુફી કહે છે કે: “જીવો અને જીવવા દ્યો”. આવા બીજા અનેક સૂત્રો પ્રચલીત કરી શકાય જેમ કે:

“હસો અને હસવા દ્યો”

“ફરો અને ફરવા દ્યો”

“ચરો અને ચરવા દ્યો”

”મરો અને મરવા દ્યો”

“રડો અને રડવા દ્યો”

“ભસો અને ભસવા દ્યો”

“ખસો અને ખસવા દ્યો”

“ગાવ અને ગાવા દ્યો”

“ભણો અને ભણવા દ્યો”

“લડો અને લડવા દ્યો”

વગેરે વગેરે

ટુંકમા કોઈ પણ ક્રીયા વિશે આવા સુત્રો આપી શકાય.

આપણે આઝાદ થયાં પછી દેશમાં ઘણાં પરીવર્તનો આવી ગયાં તેમ છતાં એક પાર્ટી તો કોઈક રાજ્યમાં કે કેન્દ્રમાં ક્યાંકને ક્યાંક સત્તામાં કોઈને કોઈ રીતે આવતી જ રહી. તો તેમની આવી મહાન સફળતાનું સુત્ર શું હશે?

વિચારો

….

…..

……

…….

……..

………

વિચારો યાર, હવે આપણી પાસે વિચારવા સિવાય બીજું કરવા જેવું યે શું રહ્યું છે?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

તે મહાન સુત્ર છે:

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

“ખાવ અને ખાવા દ્યો”

Categories: હળવી પળો | Tags: , , , , | 3 Comments

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૭


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

સાતત્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૮)


ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય
માલી સીંચે કેવડા, ઋતુ આયે ફલ હોય

ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય

વૈજ્ઞાનિકો કહે છે કે અબજો વર્ષથી પ્રકૃતિમાં ચાલી આવતી વિકાસની પ્રક્રીયાને અંતે આજે જીવ આજના મનુષ્યત્વ સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થીઓ સતત અને રોજે રોજ અભ્યાસ કરતાં કરતાં એક દિવસ વિદ્યાભ્યાસમાં પારંગત બની જાય છે. બાળક રોજ રોજ વિકસે છે અને ક્યારે યુવાન બની જાય છે તે ખબર નથી પડતી. યુવાન ધીરે ધીરે આધેડ, આધેડ વૃદ્ધ અને છેવટે આ જગને અલવિદા કરી દે છે તે દરમ્યાન પ્રકૃતિ રોજે રોજ તેના શરીરના પરમાણુંઓમાં ફેરફાર કરે છે. પ્રકૃતિ નિરંતર પરિવર્તન પામતી રહે છે. તેના નિયમોમાં સાતત્ય છે.

જે વ્યક્તિ પ્રકૃતિ સાથે તાલમેલ મીલાવી શકે તે પ્રકૃતિ પાસેથી મહત્તમ મેળવી શકે છે. સુર્યોદયથી શરુ કરીને રાત્રીના ગાઢ અંધકાર સુધી પ્રકૃતિમાં કેટલા બધાં પરિવર્તનો આવે છે. સતત પરિવર્તન પામતી હોવા છતાં તેને આશરે રહેલા જીવોને કશીએ અગવડ ન પડે તેમ તે એકધારું કાર્ય કરતી રહે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે. સુર્ય ઉર્જા વહાવતો રહે છે. ગ્રહો ઘુમતા રહે છે. તારલાઓ પોતાના અસ્તિત્વને સસ્મિત ચમકાવતા રહે છે. ઉષાથી લઈને સંધ્યા સુધીમાં પ્રુથ્વીના પરિવર્તનને લીધે સુર્ય જાણે કે અનેક રંગો બદલતો કાંચીડો હોય તેવો ભાસ ઉભો થાય છે. છેવટે ફરતી ફરતી પૃથ્વી સુર્યથી વિમુખ થઈ જાય છે ત્યારે ઘનઘોર રાત્રીમાં અંધકારની ગર્તામાં ડુબેલી ધરાને ચાંદો અને તારાઓ સ્મીત રેલાવતાં કહે છે કે પૃથ્વીબહેન આખા દિવસની તમારી આ ચમક દમક તો સુર્યને લીધે હતી તે સમજી ગયા કે નહીં?

જ્ઞાન મેળવવું હોય કે ધન, ઐશ્વર્ય જોઈતું હોય કે શાણપણ, પ્રતિષ્ઠા જોઈતી હોય કે નીષ્ઠા – કાઈ પણ પ્રાપ્ત કરવું હશે તો સતત એકધારું કાર્ય કરવું પડશે. રાતો રાત કોઈને સિદ્ધિ કે પ્રસિદ્ધિ મળતી નથી.

એક એક જન્મદિવસ ઉમેરાતા જાય તેમ તેમ જીવનમાં એક એક વર્ષ ઉમેરાય છે. જે બાળક નાનો હોય ત્યારે નાનક્ડો દડોયે ફેંકી શકવાની ક્ષમતા ન ધરાવતો હોય તે અભ્યાસથી મોટા વોલીબોલને ફંગોળી શકવાને શક્તિમાન થઈ જાય છે. અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ – અભ્યાસ એક જ સર્વ પ્રગતિનું રહસ્ય છે. કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ આવવું હશે તો એકધારા અને સતત અભ્યાસનો કોઈ વિકલ્પ નથી. અભ્યાસ કરતાં કરતાં સાધક સિદ્ધ બની જાય છે, નાનકડો વેપારી મોટો ધનપતિ બની જાય છે. સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયેલ વ્યક્તિ પોતાની નિષ્ઠા અને સાધનાથી રાજ્યનો મુખ્યમંત્રી કે દેશનો વડાપ્રધાન બની શકે છે. તેવી જ રીતે પદ કે પ્રતિષ્ઠા કે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી જે ગાફેલ રહે છે તેમની અધોગતી થતાંયે વાર નથી લાગતી.

શ્રી રામકૃષ્ણ પરમહંસ રોજ સાંજે ભગવદ ભજનમાં તરબોળ થઈને ભાવમાં લીન થઈ જતાં. તોતાપુરીજી પાસેથી તેમને બ્રહ્મની અદ્વૈત અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી. તેમ છતાં તેઓ સાંજે નિયમિત ભજન કરતાં. એક દિવસ તોતાપુરી કહે છે કે હવે તો તને સર્વોચ્ચ અનુભૂતી થઈ ગઈ છે પછી શા માટે આ તાળી પાડીને રોટલા શેકે છે? ત્યારે શ્રી રામકૃષ્ણ સસ્મિત કહેતા કે લોટાને રોજ રોજ માંજવો જોઈએ નહીં તો તેના પર મેલ જામી જાય. તેવી રીતે સર્વ સફળ મનુષ્યો સફળતા મળ્યાં પછીએ પોતાની સાધના અવિરત ચાલુ રાખતા હોય છે.

જગતમાં જેટલીએ સફળ વ્યક્તિઓ છે તેના જીવનનો અભ્યાસ કરશું તો જણાશે કે તેમણે કરેલો એકધારો સતત પુરુષાર્થ જ તેમને સિદ્ધિ અપાવવામાં સહાયરુપ બન્યો છે.

મિત્રો, આપણે પણ આ સાતત્યના ગુણને આપણાં જીવનમાં ઉતારીને સફળતાં પ્રાપ્ત કરશુંને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૬


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.