મિત્રો,
શું તમારા મેઈલ બોક્ષ માં કદી આવો મેઈલ આવ્યો છે?
“મિત્રો,
______ પર આજે જ પોસ્ટ થયેલી એક ગઝલ આપના પ્રતિભાવની
પ્રતીક્ષામાં છે…સ્વાગત છે આપ સહુનું…ગઝલપૂર્વક -આભાર.”
હવે તમે આપેલ લિંક પર ક્લિક કરીને ગઝલ વાંચો. અને તમને ગમે તેવો સામાન્ય અને કશોય વાંધાજનક ન હોય તેવો પ્રતિભાવ લખો. તે પ્રતિભાવ Moderation માં ચાલ્યો જાય. થોડા વખત પછી કશાય કારણ જણાવ્યા વગર તેને Delete કરી નાખવામાં આવે તો તમને કેવું લાગે?
મને આવું થાય તો એવું લાગે કે જાણે કોઈ મને તેના ઘરે બોલાવે અને જ્યારે હું તેના ઘરે શિષ્ટાચાર રુપે બે વાક્યો કહું તો મને કહે કે – ચૂપ.
આવા ઘરે તમે બીજી વખત જવાનું પસંદ કરો ખરા?
na … jyan aavo avkar male tyan na javay …
તમારી વાત સાચી.
પાછા બોલાવે આવી રીતે –
“એક ગઝલ આપના પ્રતિભાવની પ્રતીક્ષામાં છે…સ્વાગત છે આપ સહુનું…”
જો ગઝલ પ્રતિભાવની પ્રતિક્ષામાં છે અને તેને પ્રતિભાવ આપવામાં આવે અને ગઝલ ગુંગળાઈ જતી હોય તો સ્વાગત શા માટે કરતા હશે?
આવો અને વાહ વાહ કરો એમ કહેવા?