Monthly Archives: January 2014
મહાપ્રયાણ
મતિ (આજનું ચિંતન – આગંતુક)
હે પ્રભુ ! મને એવી મતિ આપજે કે જેથી હું સ્વાર્થી, સત્તા લોલુપ અને ધૂર્ત લોકોએ વિભાજીત કરેલ લઘુમતિ અને બહુમતિને બદલે સર્વની અંદર તને જોઈ શકું.
આટલું કહીને હું આંખો બંધ કરીને ઉંડા વિચારમાં સરી ગયો.
ત્યાંતો આંતરજગતમાં થી એક વિચાર ઉદભવ્યો. જાણે કે પ્રભુ મરક મરક હસતા હસતા મને કહી રહ્યાં હતા. વત્સ આ જ તો મારી માયા છે કે જેમાં શુદ્ર લાભો માટે મુઢમતિઓ ઝગડતા રહે છે અને આ મારુ અને આ તારુ કહીને સર્વ મારુ હોવા છતા જાણે તેમના બાપનો માલ હોય તેમ ભાગલા પાડે છે.
લે હું તને એવી મતિ આપું છું કે જેથી તને સમજાય કે સર્વ કોઈ મારી અંદર અને હું સર્વની અંદર સર્વવ્યાપક પણે રહેલો છું. અલબત્ત આ સર્વના મલિન ભાવો તેમની અવિદ્યાને આધારે રહે છે અને તે અવિદ્યા મારે આશરે રહે છે તેથી તે સર્વ મારામાં છે પણ હું તેમના આ મલિન ભાવોમાં નથી.