હબસીઓનો પનોતો પુત્ર (૪૨-૪૩) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | 1 Comment

Post navigation

One thought on “હબસીઓનો પનોતો પુત્ર (૪૨-૪૩) – મુકુલ કલાર્થી

  1. My son created a diorama based on inventions by Carver for his 2nd grade project. I came to know about this impressive man at that time! It is nice to read about him in Gujarati.

Leave a comment

Blog at WordPress.com.