મિત્રો,
ગઈકાલે ભાવનગરના શ્રી કીરણભાઈ ઓઝાના પ્રવાસ વર્ણનનો એક વર્કશોપ રાખવામાં આવ્યો હતો. શ્રી કીરણભાઈએ જુદા જુદા ૧૭૫ દેશનો પ્રવાસ કર્યો છે અને તેમની પાસે પ્રવાસના અનુભવોનું વિશાળ ભાથું છે. ગઈકાલે તેમણે તેમના આફ્રીકાના પ્રવાસ વિશે વાત કરી જે ઘણી રસપ્રદ હતી. આ ઉપરાંત તેમણે તેમના અલાસ્કાના પ્રવાસની વાત કરેલી. શૂન્યથી -૩૦ ડીગ્રીએ જ્યાં દિવસના ૨૨ કલાક અંધારુ રહે છે અને માત્ર બે કલાક સુર્ય જોવા મળે તો મળે તેવા સ્થળે તેમના ૧૫ દિવસ રહેવાના રોમાંચક અનુભવને સાંભળવાની અને ત્યાં જોવા મળેલી અરોરા તથા તેના ફોટોગ્રાફની સ્લાઈડથી દર્શકો અભીભૂત થયાં હતાં. અરોરા – નોર્ધન લાઈટ્સ તરીકે પણ ઓળખાય છે.
અરોરા વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.
થોડા અરોરાના ફોટોગ્રાફ્સ જોવા અહી ક્લીક કરો.
નોર્ધન લાઈટ્સની વીડીયોગ્રાફી ખૂબ મુશ્કેલ હોય છે તેને માટે ખાસ પ્રકારના કેમેરાની જરૂર પડે છે. કારણ કે ત્યાં તાપમાન -૩૦ ડીગ્રી હોય છે અને -૧૦ ડિગ્રીથી ઓછા તાપમાને સામાન્ય ડિજીટલ કેમેરા કાર્ય કરી શકતા નથી.
વિરાટ અને વિશાળ કુદરતની અજબ કરામત પાસે માનવ બચ્ચાની કીંમત કેટલી?