Daily Archives: 13/06/2011

ઢોલ્કિયાજીનો બ્લોગ

મિત્રો,

આપણા બ્લોગ-જગતના ચિંતન અને મનનશીલ વિદ્વાન શ્રી દિપકભાઈ ધોળકીયાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આપણે સહુ તેમના વિદ્વતાભર્યા પ્રતિભાવોનો લાભ મેળવી રહ્યાં છીએ. આપણાં સદભાગ્યમાં ઉમેરો કરવા એટલે કે આપણા અજ્ઞાનની દિવાલો તોડવામાં મદદરૂપ થવા માટે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે.

wallsofignorance.wordpress.com

આપણે સહુએ તેમના અગાધ જ્ઞાનનો લાભ લેવા જેવો છે. મેં તેમને મજાકમાં પુછ્યું કે:

ઢોલ્કીયાજી,

તમે જો અનુમતિ આપો તો – ઢોલ વગાડીને સમગ્ર બ્લોગ-જગતમાં ઢોલકીયાજી તરીકે પ્રસિદ્ધ કરી આપું – માત્ર તમારી મંજુરી જોઈએ.

અને જવાબમાં તેમણે પોતાની લાક્ષણિક શૈલિમાં કહ્યું કે:

તમારી મરજી. તમે મને ‘ઢોલ્કિયાજી’ એમ શા માટે કહો છો તે સમજાવવા માટે તમારે આ બ્લૉગનો રેફરન્સ આપવો પડશે અને બીજા વાચકો પણ અહીં આવશે! આ તો મારા લાભમાં જ છે! અને ૩૫ વર્ષ સુધી ઢોલ્કિયાજી (પંજાબીઓ અને બીજાઓ માટે) અને ધોલાકિયાજી (બંગાળીઓ માટે) રહ્યો તો ગુજરાતીઓ તો પોતાના છે. માત્ર ‘ઢોલ’ કહીને ‘પોલ’ ખોલવાનું એલાન કરશો તો પણ મારી પબ્લિસિટી જ થશે. Every black cloud has a silver lining! હવે તમે જ નક્કી કરો કે તમારી મરજી શી હોવી જોઇએ

તો ચાલો હવે ઢોલ્કિયાજી અને આપણાં બંનેના લાભમાં તેમના બ્લોગ પર જઈશું ને?

Categories: ઉદઘોષણા, ગમતાંનો ગુલાલ, હળવી પળો | Tags: | 4 Comments

હબસીઓનો પનોતો પુત્ર (૩૮-૩૯) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી
આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | 2 Comments

આજનું ચિંતન – આગંતુક

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લેખ લખનારાઓ / આંદોલન કરનારાઓ / બંડ પોકારનારાઓ / વાતો કરનારાઓ પોતે ભ્રષ્ટ નથી હોતા તેમ માની લેવાની ભૂલ ન કરવી.

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.