Posts Tagged With: દુ:ખ

ધ્યાનના પ્રયોગો (૯)

जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः || ભ.ગી.૬.૭ ||

सरदी-गरमी और सुख-दुःखादि में तथा मान और अपमान में जिसके अन्तःकरण की वृत्तियाँ भलीभाँति शांत हैं, ऐसे स्वाधीन आत्मावाले पुरुष के ज्ञान में सच्चिदानन्दघन परमात्मा सम्यक्‌ प्रकार से स्थित है अर्थात उसके ज्ञान में परमात्मा के सिवा अन्य कुछ है ही नहीं॥

ઠંડી-ગરમી, સુખ-દુ:ખ તથા માન-અપમાન આવા દ્વંદ્વો વચ્ચેય જે સમત્વ ધારણ કરી શકે છે તેવા આત્માને જીતીને સ્વાધીન બન્યા છે તેમની હંમેશા પરમાત્મામાં જ સ્થિતી રહે છે.

ઠંડી-ગરમી શરીર અનુભવે છે. ઠંડી-ગરમી દ્વારા સુચવાયું છે કે યોગી થવા ઈચ્છનારે શારીરીક અનુકુળતા કે પ્રતિકુળતા વચ્ચે સમત્વ ધારણ કરવું જોઈએ. થોડીક ગરમી વધારે પડે કે વીજળી ચાલી જાય કે થોડી ઠંડી વધારે પડે અને ત્રાહિમામ પોકારી ઉઠતા આધુનિક માનવીઓ એ પ્રાકૃતિક દ્વંદ્વો સામે શરીરને કેટલુંક કેળવ્યું છે તે તો સહુ કોઈ પોતે જ જાણે છે.

સુખ-દુ:ખ મનના દ્વંદ્વો છે. થોડીક અનુકુળતા મળે તો રાજી થઈ જનાર કે થોડીક પ્રતીકુળતા આવે તો શોકમગ્ન થઈ જનાર સુખ-દુ:ખમાં સમતા રાખી શકતો નથી. ગમ્મે તેવી અનુકુળ પરિસ્થિતિ કે ગમ્મે તેટલી વિપરિત પરિસ્થિતિમાં યે જે વિચલિત થતો નથી તેવી વ્યક્તિએ મન પર કાબુ મેળવ્યો છે તેમ કહેવાય.

માન-અપમાન અહંકાર સાથે સંકળાયેલા છે. કોઈક વખાણ કરે તો ફુલાઈ જનાર કે કોઈ થોડી ટીકા કરે તો ક્રોધથી ધુંવાફુંવા થઈ જનારે અહં પર કાબુ મેળવ્યો નથી તે સહેજે સમજી શકાય.

અહંનું સ્વરુપ ઘણું સુક્ષ્મ છે. મનુષ્ય સત્કાર્યોનો યશ લેવા માગતો હોય છે પણ તેણે કરેલા દુષ્કર્મોનો બદલો ઈચ્છતો નથી હોતો. કાઈ સારું કાર્ય કરશે તો તરત જ તેના પર લેબલ લગાડશે કે ’Made by me’ પણ જો કશુંક ખોટું થયું હશે તો કહેશે કે અરે આવું બધું તો થયા જ કરે છે તેમાં હું શું કરું?

એક નાનકડી વાર્તાથી આ વાત સમજવા પ્રયાસ કરીએ :

એક વખત એક બગીચાના માળીએ એક સુંદર વિશાળ બગીચો બનાવ્યો હતો. બગીચામાં ઘણાં ફળ ફુલના વૃક્ષ છોડવાઓ તથા સુંદર ક્યારાઓ અને ફુવારાઓ બનાવ્યા હતા. બગીચાની શોભા ઘણી સુંદર હતી. એક વખત એક ગાય બગીચામાં ઘુસી ગઈ અને છોડવાઓ ખાવા લાગી. માળીને ઘણો ગુસ્સો આવ્યો. એક મોટી લાકડી લઈને ગાયને મારવા માંડ્યો. ગાય નબળી હશે અને ઘણાં દીવસની ભુખી હશે તો માળીના પ્રહારને લીધે તે મરી ગઈ. હવે માળીને બહુ બીક લાગી કે અરે આ ગાય મારાથી મરી ગઈ એટલે તેને છાનો માનો એક ખુણામાં મુકી આવ્યો. કોઈકે આ જોયું તેથી તેને કહ્યું કે હવે તમને ગૌહત્યાનું પાપ લાગશે. પેલો માળી કહે કે મને શેનું પાપ લાગે? આ કાર્ય તો મારા હાથ દ્વારા થયું છે અને હાથનો દેવતા તો ઈન્દ્ર છે તેથી પાપ લાગવું હોય તો ઈન્દ્રને લાગશે. મેં કશું કર્યું નથી. ઈન્દ્રને આ વાતની ખબર પડી એટલે તે એક વટેમાર્ગુનું રુપ લઈને ફરતો ફરતો બગીચામાં આવ્યો. બગીચાની શોભા જોઈને તેના ખુબ વખાણ કરવા લગ્યો. કહેવા લાગ્યો કે ધન્ય છે આ બગીચાના બનાવનારને કેટલી જહેમતથી તેણે આ બગીચો બનાવ્યો છે. આવા વખાણ સાંભળીને માળી ફુલાઈ ગયો અને વટેમાર્ગુ પાસે આવીને કહેવા લાગ્યો કે આવો આવો જુઓ આ વૃક્ષો, આ ફુલછોડ, આ ફુવારાઓ, આ ક્યારાઓ બધું મેં ખુબ મહેનતથી બનાવ્યું છે. વટેમાર્ગુ તો જોતો જાય ને વખાણ કરતો જાય. માળી બતાવતો જાય અને ફુલાતો જાય. એમ કરતા તે ખુણામાં આવી ચડ્યાં કે જ્યાં પેલી ગાય મરેલી પડી હતી. વટેમાર્ગુએ કહ્યું કે અરે આ ગાય કેમ અહિં મરેલી પડી છે? આને કોણે મારી? પેલો માળી કહે કે આ ગાય ઈન્દ્રએ મારી છે. તે બગીચામાં ઘુસી ગઈ હતી તેથી મારા હાથે લાકડીથી તેને મારી તો તે મરી ગઈ. હાથના દેવતા તો ઈન્દ્ર છે તેથી આ ગાયને ઈન્દ્રએ જ મારી કહેવાય. તરત જ ઈન્દ્ર પ્રગટ થયા કે વાહ રે માળી, જ્યારે આવો સુંદર બગીચો બનાવ્યો તો તે આ હાથથી જ બનાવ્યો હતો ને? તો તેનો યશ ઈન્દ્રને આપવા ને બદલે તું લેતો હતો અને હવે જ્યારે ગાય મરી ગઈ તો તેનો દોષ ઈન્દ્રને આપે છે?

આમ મનુષ્યનો અહં કેવો સુક્ષ્મ છે કે જે સત્કાર્યોની પાઘડી તો હોંશે હોંશે ઓઢી લે છે પણ દુષ્કર્મોનો ટોપલો કોઈ અન્યને માથે ઓઢાડવા ઈચ્છે છે.

સુજ્ઞેષુ કિં બહુના !

જેમણે યોગી થવું છે, પરમાત્મામાં સ્થિત થવું છે તેમણે શરીરને, મનને અને અહંકારને પ્રભાવિત કરતાં આ દ્વંદ્વો પર કાબુ મેળવવો જરુરી છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , , , , , , , , , | Leave a comment

દુ:ખ – ભોળાભાઈ પટેલ


Categories: નિબંધ | Tags: , | Leave a comment

ચબરાકીયા (૧) – આગંતુક

સહુ કોઈ ચાલે સમયની પાછળ;
દુ:ખનો કરતાં શોક.
😦 😦 😦 😦
’સમય’ પણ જેની પાછળ ચાલે;
“એવા વિરલા” કો’ક
🙂 🙂 🙂 🙂 🙂

Categories: આનંદ, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, હાસ્ય | Tags: , , , , , , , | Leave a comment

ધાર્યુ થાયે સુખ છે – આગંતુક

Happiness

Image by ronsho © via Flickr

ધાર્યું થાયે સુખ છે,

ધાર્યું ન થાયે દુ:ખ.

સુખ દુ:ખ થી પર રહે,

કોઈ વિરલા “આગંતુક”.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૮

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી દુ:ખના આવશે ડુંગરા તોયે, અધીરી બનીશ ન કદી;
પ્રિતમ ચરણે ચાલતી, પગલા ભરીશ રા’ત દી.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૭

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી કાંટા વેરશે કુટુંબ, પણ હૈયે હશે જો હેત;
હેત હિંમતે હાલતા, રહેશે ન કોઈ દુ:ખ.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.