Posts Tagged With: હું

કાગળ, પેન, લેખ અને હું…

Net_Banking_1

મિત્રો,

હમણાં બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યાં.

૧. કાગળ, પેન અને લેખ.

૨. કાગળ, પેન અને હું

પહેલા એવી ઈચ્છા હતી કે ગુજરાતી બ્લોગ જગતમાં બે લેખ વાંચ્યા તેમ લખું પણ પછી થયું કે બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યા તેમ લખવું વધારે સાચું રહેશે.

સાહિત્યમાં આમ તો મારી ચાંચ ન ડુબે તેથી આવા લેખો બહુ બહુ તો વાંચી શકું. તેની પર વિદ્વતાભરી સમીક્ષા કે હળવા હાસ્ય-કટાક્ષ કરવાનું મારું ગજું નહીં.

બદલાતા જતા સમય સાથે સાધનો બદલાય છે. વળી જુની ટેવો ભુલાતી જાય અને નવા સાધનો પ્રમાણે નવા મહાવરાઓ થતા જાય તે આ લેખના કેન્દ્રવર્તી વિચાર હોઈ શકે તેવું મને લાગ્યું.

બંને લેખના શિર્ષકમાં સામાન્ય ’કાગળ, પેન અને’ છે.

શિર્ષકના અંતે પહેલામાં ’લેખ.’ અને બીજામાં ’હું’ છે.

બંને લેખના વાચકો જુદા જુદા છે, Like કરનારા જુદા જુદા છે.

કાગળ અને પેનની મદદથી પહેલા વિચારો અને લાગણીઓ રજૂ કરાતી, કાગળ અને પેનના યે સમય પહેલા કદાચ પત્થર પર શીલાલેખ કોતરાતા હશે. સમય જતા બધું બદલાઈ ગયું છે. કાગળ અને પેનનું સ્થાન ધીરે ધીરે કોમ્પ્ય઼ુટર અને કી-બોર્ડ લઈ રહ્યાં છે.

બેંકો કહે છે કે હજુ તમે ચેક લખો છો? નેટબેંકીગ શા માટે નહીં?

એક બાજુ રખડતી ગાયો નકામા કાગળના ડુચા ખાવા ધસતી હોય અને બીજી બાજુ કાગળ અને પેન હવે આઉટ ઓફ ડેટ થઈ રહ્યાં હોય તેવે સમયે પણ લાગણીઓ અને વિચારો તેમના અભીવ્યક્તિના માધ્યમો તો શોધી જ લેવાના છે.

માધ્યમ બદલાશે તોયે લેખ તો લખાતા રહેશે.

ઘણું બધુ બદલાતું રહેશે.

લાગે છે કે પથ્થર યુગથી શરુ કરીને આજ પર્યંત કે ભવિષ્યમાં યે ન બદલાય તેવું કોઈ હશે તો તે હશે
માત્ર ને માત્ર

’હું.’

Categories: વાંચન આધારિત | Tags: , , , , | Leave a comment

આજનું ચિંતન – આગંતુક


એક ઈશ્વર કોનો?
સર્વ જીવોનો –

એક રાજા કોનો?
સર્વ પ્રજાજનોનો –

એક નેતા કોનો?
સર્વ અનુયાયીઓનો –

એક શિક્ષક કોનો?
સર્વ વિદ્યાર્થિઓનો –

એક વક્તા કોનો?
સર્વ શ્રોતાઓનો –

એક પિતા કોનો?
સર્વ બાળકોનો –

એક માતા કોની?
સર્વ બાળકોની –

એક બ્લોગર કોનો?
સર્વ બ્લોગજનો અને વાચકોનો –

એક માણસ કોનો?
સર્વ માણસોનો?

આવો આ વિશ્વને એટલું નાનકડું બનાવી દઈએ એટલે કે આપણાં હ્રદયને એટલું વિશાળ બનાવી દઈકે કે સહુ કોઈનો આપણાં હ્રદયમાં સમાવેશ થઈ જાય.

હું નહીં , તું નહીં : આપણે –

Categories: ચિંતન | Tags: , , , , , , | 3 Comments

હું અને કવિતા

ગઈ કાલે સુરતથી કવિતાનો ફોન આવ્યો – શું મારી ગેરહાજરી તમને સાલતી નથી?

મારી અને બાળકો વગર બા સાથે એકલા ગમે છે?

તેને કહ્યું કે ગેરહાજરી તો સાલે – આ તો રવિવાર સુધીની જ વાત છે ને – સોમવારે તો તું આવી જઈશ.

મનમાં કહ્યું તને શું ખબર – બંધ આંખે ય તું હંમેશા મારા હ્રદયમાં ધડકતી હો છો – તારી ગેરહાજરી મને કેવી રીતે સાલે?

તને હું ક્યાં શોધું?

શું કામ શોધું?

દૂર હોય તેની શોધ થાય – મારા અસ્તિત્વનો એક અંશ બની ચૂકી હોય તેના વિશે સંશોધન કોણ કરે?

Categories: હું અને કવિતા | Tags: , | 7 Comments

આ હું કહું છું – આગંતુક

મિત્રો,

કેટલાંક લોકોને પોતાની વાત યેન કેન પ્રકારેણ સાચી સાબીત કરવાની ગ્રંથી બંધાઇ ગઈ હોય છે. જ્યારે અનેક લોકો કહે કે તમે જે વાત કરો છો તેમાં આ વાત બરાબર નથી, આ જગ્યાએ ખામી છે. તો યે તે પોતાની વાતને સતત વળગી જ રહે. આ પ્રકારના માનસને શું કહેવાય તે હવે અમેરિકા સંશોધન કરીને કહેશે ત્યારે આપણને જાણવા મળશે કારણ કે કહેવાતા બ્લોગરોના મતે ભારતમાં સંશોધન થતા જ નથી.

હવે જો તેમની વાતને સમર્થન આપતાં મુદ્દાઓ ક્યાંકથી મળી આવશે તો તરત જ તેઓ ’આ હું નથી કહેતો’ પણ ફલાણાં મહાપુરુષ કહે છે તેમ કહીને પોતાની વાત આપણે માથે મારશે. પણ જો હજારો લોકો, અને કરોડો સાબિતિઓ તેમની વાત વિરુદ્ધની હશે તો તેવી વાતો પ્રત્યે તે આંખ આડા કાન કરશે.

આ પ્રકારના લોકો એક પ્રકારનું હઠીલું માનસ ધરાવે છે અને જીવનના અંત સુધી પોતાનો તંત છોડતા નથી.

આ હું કહું છું.

Categories: ચિંતન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.