નોંધ: આ લેખ આર્ષદર્શન ત્રિમાસિકના ઓક્ટોબર ૨૦૧૧ના અંકમાંથી લેવામાં આવેલ છે.
Posts Tagged With: સ્વામી એકરસાનંદ
આવો, ઓળખીએ અભિનય સમ્રાટને – સ્વામી એકરસાનંદ સરસ્વતી
મીત્રો,
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું છે કે જામનગર – આર્ષદર્શનાલય દ્વારા ૧લી જાન્યુઆરી ૨૦૧૧ થી દર ૩ મહિને “આર્ષદર્શન” નામનું ત્રિમાસિક સામયિક શરું કરવામાં આવેલ છે. મનિષિઓ, ઋષિઓ અને વિદ્વાન અનુભવીઓની કલમે આલેખાયેલા લેખ દ્વારા જીવનને વધુ જિવંત અને સુગંધિત પુષ્પની માફક તાજગીસભર બનાવવા માટે આ સામયિક્નું લવાજમ ભરવા નીચેના સરનામે સંપર્ક કરવા વિનંતી.
આર્ષદર્શન ત્રિમાસિક સામયિક
પથદર્શક: સ્વામી એકરસાનંદ સરસ્વતી
સંપાદક: સ્વામિની નિજનિષ્ઠાનંદા સરસ્વતી
પ્રકાશક: આર્ષદર્શનાલય પ્રકાશન વિભાગ, જામનગર.
લવાજમ સ્વીકારવાનું સ્થળ: વિદ્યાવિકાસ સત્સંગ હોલ, વંડાફળી-૧, પંચેશ્વર ટાવર, જામનગર.
સમય: સાંજે ૫ થી ૬
સંપર્ક સૂત્ર: ૯૪૨૬૨ ૭૬૮૭૨ / ૯૪૨૬૪૭૮૩૬૨
લવાજમના દર: વાર્ષિક રૂ. ૧૨૫/- અને ત્રિવાર્ષિક રૂ.૩૫૦/-
સહાયક સભ્ય: રૂ.૨૫૦૦/-
આજનો લેખ જાન્યુઆરી – ૨૦૧૧ ના અંકમાંથી લેવામાં આવેલ છે.
તું હી તો હૈ પરમાત્મા – સ્વામી એકરસાનંદ
તું હી તો હૈ પરમાત્મા, અરે જાન વેદ પ્રમાન સે,
ભુલા હૈ તું ખુદકા પતા, અરે જાન વેદ પ્રમાન સે.
તેરે હી દમ સે હૈ ઉજાલા, ચાંદ સૂરજ તારોમેં,
તેરી હી સત્તા સે ખીલા હૈ, રૂપ ઈન નઝારો મેં,
ઈસ રૂપ મેં હી છિપા હૈ તું, અરે જાન વેદ પ્રમાન સે. …તું હી તો હૈ પરમાત્મા
નિર્ભય હૈ તું, નિશ્ચલ હૈ તું, સ્વરૂપ સે અમૃત સદા,
અખંડ આનંદ એકરસ, હર હાલ મેં અલમસ્ત રહા,
અજ્ઞાન સે હી બંધા હૈ તું, અરે જાન વેદ પ્રમાન સે. …તું હી તો હૈ પરમાત્મા
અદ્વૈત મેં તું નીત ઠહર, હર પલ સ્વરૂપકા ધ્યાન ધર,
મૈં યહ કો મિથ્યા જાન કર, સાક્ષી કા અનુસંધાન કર.
પ્રપંચ કા અસ્તિત્વ નહી, બસ જાન વેદ પ્રમાન સે. …તું હી તો હૈ પરમાત્મા
સમજણની છે વાત સમજાય તો શાંતિ – (સ્વામી એકરસાનંદ)
આવ્યા તો આનંદ, ને જાવ તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.
હતા તો આનંદ, ને ગયા તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.
છે તો આનંદ, ને નથી તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.
થાય તો આનંદ, ન થાય તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.
શું સમજાય તો શાંતિ?
હું એક અભીનેતા – છું સર્વ ભૂમિકા માં,
સમજાતાં આનંદ – સમજાતાં શાંતિ.
વધે ઘટે ભૂમિકા – ના લાભ ના હાનિ,
અભીનેતા હું અસંગ – સમજાતાં શાંતિ.
આવ્યા તો આનંદ, ને જાવ તો શાંતિ,
સમજણની છે વાત, સમજાય તો શાંતિ.