Posts Tagged With: સ્વસ્થતા
સ્વસ્થતા
શું તમે સ્વસ્થ છો?
સ્વસ્થ એટલે શું?
સ્વ+સ્થ = સ્વસ્થ
સ્વ એટલે શું?
પ્રકૃતિને પણ સ્વ કહેવાય અને સ્વરુપને પણ સ્વ કહેવાય.
અત્યારે આપણે પ્રકૃતિ અને સ્વરુપના મિશ્રણ ચિદાભાસને સ્વ કહેતાં હોઈએ છીએ.
જો પ્રકૃતિ તેવો લક્ષ્યાર્થ લેવામાં આવે તો સહુ કોઈએ પોતાના સ્વભાવ મુજબ યોગ્ય આચરણ કરવું તે સ્વસ્થતા કહેવાય.
જો સ્વરુપને લક્ષ્યાર્થ તરીકે લેવામાં આવે તો કુટસ્થ ચૈતન્યમાં એટલે કે બ્રહ્મથી અભીન્ન તેવું ત્રણેય શરીરે રોકેલ ચૈતન્યમાં સ્થિતિ કરવી તેને સ્વસ્થતા કહેવાય.
જેઓ પ્રકૃતિમાં સ્થિત થઈને સ્વસ્થ રહ્યાં તેઓ જે તે ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓ બની ગઈ.
જેઓ સ્વરુપમાં સ્થિત થઈને રહ્યાં તેઓ મહામાનવ બની ગયાં.
બાકીના લોકો અસ્વસ્થ રહ્યાં.
પેલું નાનકડું મુક્તક યાદ છે ને?
સ્વમાં વસ
પરથી ખસ
આટલું બસ
તો મીત્રો,
નોંધી લ્યો ઈ.સ.૨૦૧૩ નો
આગંતુક મંત્ર
“સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા”
શું તમે સ્વસ્થ છો?
નોંધ: આજની પોસ્ટ કવિતાને તેના જન્મ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અર્પણ