Posts Tagged With: સ્તુત્ય

ગુજરાત સરકારનું સ્તુત્ય પગલું

મિત્રો,

તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨થી ગુજરાતમાં ગુટખા તથા તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ આવી રહ્યો છે જેની ઉદઘોષણા મુખ્યમંત્રીએ ૧૫મી ઓગષ્ટના રોજ કરીને એક સરાહનીય પગલું ભર્યું છે.

વ્યસનથી થતી બરબાદી નિર્વ્યસની કરતાં વ્યસનીઓ સારી રીતે જાણતાં હોય છે. એક વખત વ્યસનની ચૂંગાલમાં ફસાયા પછી તેમાંથી બહાર આવવું ઘણું કઠીન હોય છે. જે પદાર્થો સહજ અને સરળતાથી પ્રાપ્ય હોય તેની જરુર ન હોય તો યે લોકો તે ગ્રહણ કરતાં થઈ જાય છે. વ્યસનને લગતી પ્રોડક્ટો નાના બાળકો ખુબ ઝડપથી ગ્રહણ કરવા લાગે છે. આરંભમાં મજા માટે ગ્રહણ કરવામાં આવતાં આ પદાર્થો માનવીના ચિત્ત તંત્ર પર એટલો બધો પ્રભાવ પાથરી દે છે કે છેવટે આવા હાનિકારક પદાર્થો ગ્રહણ કર્યા વગર ચાલી શકતું નથી.

ગુજરાતમાં દારુબંધી હોવાને લીધે દારુ છુટથી મળતો નથી તેને લીધે ઘણાં લોકો દારુડીયા થતાં બચી ગયાં છે. તેવી રીતે જો તમાકુને લગતા ઉત્પાદનો પણ મળતાં બંધ થશે તો ઘણાં બધાં લોકો આ દુર્વ્યસનથી બચી શકશે અને આવનારા જીવલેણ અને ભયાનક રોગ સામે સલામત રહી શકશે.

વ્યસનમુક્તિ અને ગુટખા પ્રતિબંધ માટે દિવ્યભાસ્કર અખબારી ગ્રુપે એક મહા-અભીયાન ઉપાડ્યું છે અને નવ રાજ્યોમાં ગુટખા પર પ્રતિબંધ પ્રાપ્ત કરવામાં સફળતા હાંસલ કરી છે. તેમનો ભગીરથ પુરુષાર્થ સ્તુત્ય છે.

આશા રાખીએ કે આવનારા દિવસોમાં સમગ્ર ભારત વર્ષમાં ગુટખા અને તમાકુના જીવલેણ ઉત્પાદનો પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે.

હાલની કેન્દ્ર સરકાર પાસે કશા સત્કાર્યની આશા રાખવી તે મુર્ખતા છે છતાં કદાચ તેમનામાં ક્યારેક સદબુદ્ધિ પ્રવેશે તેવી આંકાંક્ષા સાથે કેન્દ્ર સરકારને ભારતના નાગરીક તરીકે અનુરોધ છે કે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગુટખા અને તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવે.

Categories: આનંદ, ગુજરાત, જીવે ગુજરાત, સમાચાર | Tags: , , , , | 3 Comments

Blog at WordPress.com.