Posts Tagged With: સંન્યાસ

સ્વાગત ૨૦૧૬

મિત્રો,

ઈ.સ.૨૦૧૬નું હર્ષ અને ઉલ્હાસભેર સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું.

ગયા વર્ષે આપણે સદાચાર સ્તોત્રના ૧૫મા શ્લોક પર વિચાર કરવાનો પ્રયાસ કરેલો. આ વર્ષે સદાચાર સ્તોત્રના ૧૬મા શ્લોક પર વિચાર વિમર્શ આગળ ધપાવીએ.

સદાચાર સ્તોત્ર (૧૬)

હવે સંન્યાસનું તથા ત્યાગનું સ્વરૂપ કહે છે:

હઠાભ્યાસો હિ સંન્યાસો નૈવ કાષાયવાસસા |
નાહં દેહોSહમાત્મેતિ નિશ્ચયો ન્યાસલક્ષણમ || ૧૬ ||

શ્લોકાર્થ: હઠાભ્યાસ જ સંન્યાસ છે, ભગવાં વસ્ત્ર વડે નહિ જ. હું દેહ નથી, હું આત્મા છું, એવો નિશ્ચય તે ત્યાગનું લક્ષણ છે.

ટીકા: ઊર્ધ્વગતિ વાળા પ્રાણને તથા અધોગતિવાળા અપાનને પ્રાણાયમ વડે એકત્ર કરવાનો અભ્યાસ કરવો, ને દૃશ્યમાં રહેલો રાગ ત્યજવો, તે જ વાસ્તવિક સંન્યાસ છે, અંત:કરણની યોગ્યતા વિના માત્ર ભગવાં વસ્ત્રો ધારણ કરી લેવાં તે વડે વાસ્તવિક સંન્યાસ થતો નથી જ. હું આ સ્થૂલ શરીર નથી, પણ બ્રહ્મથી અભિન્ન આત્મા છું, આવો નિશ્ચય કરી દૃશ્યને મનમાંથી કાઢી નાંખવું તે ત્યાગનું સ્વરૂપ છે.

Advertisements
Categories: અધ્યાત્મ / યોગ, સદાચાર સ્તોત્ર | ટૅગ્સ: , , , , , , | Leave a comment

સદગુણીને જ સંન્યાસ લેવાનો અધિકાર છે

સૂત્ર ૯ : જેઓ અનૈતિક અને ભ્રષ્ટ છે, સ્વનિયંત્રણ અને વિશ્વસનિયતા વગરના છે, તેણે પરિવ્રાજકના પિત વસ્ત્રોને છોડી દેવા જોઈએ, ચોક્કસ જ તે આ પરિવેશને લાયક નથી.

સૂત્ર ૧૦ : જેમણે અપવિત્રતાને ધોઈ નાખી છે, સદગુણોથી વિભૂષિત છે અને સ્વનિયંત્રીત તથા વિશ્વસનીય છે, તે ખરેખર સંન્યાસીના પીળા વસ્ત્રો પહેરવાને લાયક છે.

બૌદ્ધ ધર્મએ સંન્યાસ ઉપર ઘણો ભાર મુકેલો. દૈવી સદગુણ પ્રાપ્ત કરવા ઈછતી વ્યક્તિ સતત જગતના કોલાહલ વચ્ચે સાધનામાં પ્રગતિ ન કરી શકે. અહીં જણાવ્યું છે કે જેમણે પોતાની ઈંદ્રિયો અને મન પર કાબુ મેળવ્યો છે અને જે ખરેખર દૈવી સદગુણો અને દિવ્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ સંન્યાસ ધારણ કરે તો તેમને તે શોભે છે. જેઓ ભ્રષ્ટ છે, જેમની ઈંદ્રિયો અનિયંત્રિત છે તેવી વ્યક્તિઓએ સંન્યાસ ન લેવો જોઈએ અને કદાચ લીધો હોય તો યે સંન્યાસીનો પરિવેશ છોડીને ફરી પાછા જન સામાન્ય પહેરતા હોય તેવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

Categories: ચિંતન | ટૅગ્સ: , , , | Leave a comment

સંન્યાસ: તેનો આદર્શ અને આચરણ – સ્વામી વિવેકાનંદ


Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | ટૅગ્સ: , | Leave a comment

Blog at WordPress.com.