શ્રી હરિમીડે સ્તોત્ર PDF Format માં Download કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.
Posts Tagged With: શ્રી હરી મીડે સ્તોત્ર
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૩૭ થી ૪૦ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૩૭ |
सत्तामात्रं केवलविज्ञानमजं सत् सूक्ष्मं नित्यं तत्त्वमसीत्यात्मसुताय । साम्नामन्ते प्राह पिता यं विभुमाद्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३७॥ |
સત્તામાત્ર, કેવલ વિજ્ઞાનરુપ, અજન્મા, સદરૂપ, સુક્ષ્મ ને નિત્ય તે તું છે તેમ પોતાના પુત્રને સામવેદની છંદોગ્યોપનિષદમાં પિતા જે વ્યાપક તથા આદ્યને કહેતા હતા તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૮ |
मूर्तामूर्ते पूर्वमपोह्याथ समाधौ दृश्यं सर्वं नेति च नेतीति विहाय । चैतन्यांशे स्वात्मनि सन्तं च विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३८॥ |
પ્રથમ સાકારને ને નિરાકારને દૂર કરીને પછી બ્રહ્મમાં સર્વ દૃશ્યને આ નહિ, ને આ નહિ, એમ ત્યજીને ચેતન સ્વભાવવાળા પોતાના આત્મામાં રહેલા જેને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૯ |
ओतं प्रोतं यत्र च सर्वं गगनान्तं योऽस्थूलाऽनण्वादिषु सिद्धोऽक्षरसंज्ञः । ज्ञाताऽतोऽन्यो नेत्युपलभ्यो न च वेद्य- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३९॥ |
આકાશ સુધી સર્વ જેમાં ઓતપ્રોત છે, જે અસ્થૂલ તથા અનણુ આદિમાં અક્ષર નામથી પ્રસિદ્ધ છે, આનાથી અન્ય જ્ઞાતા પ્રાપ્ત થવા યોગ્ય નથી તે સંસારાંધકારની નિવૃત્તિ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
૪૦ |
तावत्सर्वं सत्यमिवाभाति यदेतद् यावत्सोऽस्मीत्यात्मनि यो ज्ञो न हि दृष्टः । दृष्टे यस्मिन्सर्वमसत्यं भवतीदं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥४०॥ |
જ્યાં સુધી તે હું છું એમ દેહમાં જે જ્ઞાતા છે તેનો સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી જે આ સર્વ છે તે સત્યના જેવું જણાય છે, અને તેનો સાક્ષાત્કાર થયે સતે આ સર્વ અસત્ય થાય છે તે સંસારાંધકારની નિવૃત્તિ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૩૩ થી ૩૬ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૩૩ |
कोऽयं देहे देव इतीत्थं सुविचार्य ज्ञाता श्रोताऽऽनन्दयिता चैष हि देवः । इत्यालोच्य ज्ञांश इहास्मीति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३३॥ |
શરીરમાં આ કોણ દેવ છે? એ પ્રમાણે અહીં સારી રીતે વિચારીને જાણનાર, સાંભળનાર અને આનંદ આપનાર આ જ દેવ છે, આ પ્રમાણે વિચાર કરીને અહીં જ્ઞાનના અંશરૂપ હું છું એમ જેને જાણે છે તે સંસારાંધકારના વિનાશક – બાધક પ્રભુની હું સ્તુતિ કરું છું. |
૩૪ |
को ह्येवान्यादात्मनि न स्यादयमेष ह्येवानन्दः प्राणिति चापानिति चेति । इत्यस्तित्वं वक्त्युपपत्त्या श्रुतिरेषा तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३४॥ |
જો આ આનંદરુપ પ્રસિદ્ધ આત્મા શરીરમાં ન હોત તો કોણ પ્રાણની ચેષ્ટા કરત? આ આનંદરુપ પ્રસિદ્ધ આત્માં જ પ્રાણની ચેષ્ટા કરે છે, અને અપાનની પણ ક્રિયા કરે છે. આ પ્રમાણે આ શ્રુતિ, યુક્તિ અને દૃષ્ટાંત વડે આનંદરુપ આત્માનું અસ્તિત્વ કહે છે. તે સંસારરુપ અંધકારનો વિનાશ બાધ કરનાર હરિની (આત્માની) હું સ્તુતિ કરું છું. |
૩૫ |
प्राणो वाऽहं वाक्श्रवणादीनि मनो वा बुद्धिर्वाहं व्यस्त उताहोऽपि समस्तः । इत्यालोच्य ज्ञप्तिरिहास्मीति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३५॥ |
હું પ્રાણ છું? અથવા વાણી છું? અથવા શ્રવણાદિ છું? અથવા મન છું? અથવા બુદ્ધિ છું? અથવા હું તેમાંથી કોઈ એક છું? અથવા શું સમસ્તરુપ છું? એ પ્રમાણે વિચારીને હું આમાં જ્ઞાનસ્વરુપ જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૬ |
नाहं प्राणो नैव शरीरं न मनोऽहं नाहं बुद्धिर्नाहमहंकारधियौ च । योऽत्र ज्ञांशः सोऽस्म्यहमेवेति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३६॥ |
હું પ્રાણ નથી, હું શરીર નથી જ, હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર ને બુદ્ધિ નથી, અહીં જ્ઞાનના અંશરુપ છે તે હું જ છું. એમ જેને જ્ઞાનીઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૨૯ થી ૩૨ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૨૯ |
एकीकृत्यानेकशरीरस्थमिमं ज्ञं यं विज्ञायेहैव स एवाशु भवन्ति । यस्मिँल्लीना नेह पुनर्जन्म लभन्ते तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२९॥ |
અનેક શરીરમાં રહેલા જે આ આત્માને એકરૂપ સમજીને અને અનુભવીને વિદ્વાનો શીઘ્ર અહીં જ તે જ રૂપ થાય છે, જેમાં અભેદ ભાવે લીન થયેલા અહીં પુનર્જન્મ પામતા નથી તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૦ |
द्वन्द्वैकत्वं यच्च मधुब्राह्मणवाक्यैः कृत्वा शक्रोपासनमासाद्य विभूत्या । योऽसौ सोऽहं सोऽस्म्यहमेवेति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३०॥ |
મધુ બ્રાહ્મણનાં વાક્યો વડે જે દ્વંદ્વનું એકપણું કરીને, અને ઐશ્વર્ય વડે ઈંદ્રની પૂજાને પ્રાપ્ત કરીને, જે આ તે હું, ને તે હું જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૧ |
योऽयं देहे चेष्टयिताऽन्तःकरणस्थः सूर्ये चासौ तापयिता सोऽस्म्यहमेव । इत्यात्मैक्योपासनया यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३१॥ |
જે આ અંત:કરણમાં રહેલો શરીરમાં ચેષ્ટા કરાવનાર છે, ને જે આ સૂર્યમાં તપાવનારો છે, તે હું જ છું, આ પ્રમાણે આત્માના એકપણાની ઉપાસના વડે જે ઈશ્વરને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું |
૩૨ |
विज्ञानांशो यस्य सतः शक्त्यधिरूढो बुद्धिर्बुध्यत्यत्र बहिर्बोध्यपदार्थान् । नैवान्तःस्थं बुध्यति तं बोधयितारं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३२॥ |
જે સદ્રૂપ વિજ્ઞાનનો અંશ અવિદ્યામાં પ્રતિબિંબિત અહીં બુદ્ધિને તથા જાણવા યોગ્ય બાહ્ય પદાર્થોને જાણે છે, જે અંતરમાં રહેલા જાણનારને બુદ્ધિ જાણતી નથી જ તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૨૫ થી ૨૮ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૨૫ |
यस्यातर्क्यं स्वात्मविभूतेः परमार्थं सर्वं खल्वित्यत्र निरुक्तं श्रुतिविद्भिः । तज्जादित्वादब्धितरङ्गाभमभिन्नं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२५॥ |
જેની સ્વાત્મવિભૂતિનું વાસ્તવિક રૂપ તર્કમાં ન આવે એવું છે તેમ શ્રુતિને જાણનારાઓએ “આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે” આ શ્રુતિથી કહ્યું છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તેમાંથી થવાથી તે સમુદ્રના તરંગની પેઠે અભિન્ન છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૬ |
दृष्टवा गीतास्वक्षरतत्त्वं विधिनाजं भक्त्या गुर्व्याऽऽलभ्य ह्रदिस्थं दृशिमात्रम् । ध्यात्वा तस्मिन्नस्म्यहमित्यत्र विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२६॥ |
ગીતામાં જણાવેલા અજન્મા ને અવિનાશી તત્વને વિધિવડે જાણીને, તથા ઉત્તમ ભક્તિ વડે હ્રદયમાં રહેલા નિરુપાધિક દ્રષ્ટાને પામીને, અને તેમાં હું છું તેમ ધ્યાન કરીને મુનિઓ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૭ |
क्षेत्रज्ञत्वं प्राप्य विभुः पञ्चमुखैर्यो भुङ्क्तेऽजस्त्रं भोग्यपदार्थान् प्रकृतिस्थः । क्षेत्रे क्षेत्रेऽप्स्विन्दुवदेको बहुधास्ते तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२७॥ |
જે વ્યાપક અવિદ્યામાં પ્રતિબિંબ વડે સ્થિત થઈ જીવભાવને પામી પાંચ ઈંદ્રિયો વડે ભોગ્ય પદાર્થોને સર્વદા ભોગવે છે, અને જલમાં ચંદ્રની પેઠે એક સર્વ શરીરોમાં અનેક રૂપે પ્રતીત થાય છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું. |
૨૮ |
युक्त्यालोड्य व्यासवचांस्यत्र हि लभ्यः क्षेत्रक्षेत्रज्ञान्तरविद्भिः पुरुषाख्यः । योऽहं सोऽसौ सोऽस्म्यहमेवेति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२८॥ |
ક્ષેત્રનો અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણનારાઓએ શ્રી વ્યાસજીનાં વચનો યુક્તિ વડે અવલોકન કરીને આ જન્મમાં જ પુરુષ નામના તત્વને પ્રાપ્ત કરવા યોગ્ય છે. જે હું તે આ, ને તે હું જ છું એમ જેને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ – કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૨૧ થી ૨૪ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૨૧ |
येनाविष्टो यस्य च शक्त्या यदधीनः क्षेत्रज्ञोऽयं कारयिता जन्तुषु कर्तुः । कर्ता भोक्तात्मात्र हि यच्छक्त्यधिरूढ- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२१॥ |
જે વડે પ્રવેશ પામેલો, જેની શક્તિ વડે યુક્ત થયેલો, ને જેને અધીન થયેલો આ ક્ષેત્રજ્ઞ પ્રાણીઓમાં પ્રેરક, કર્તાનો કર્તા ને ભોક્તા આત્મા અહીં પ્રસિદ્ધ ચેતનશક્તિ વડે અધિરૂઢ છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૨ |
सृष्ट्वा सर्वं स्वात्मतयैवत्थमतर्क्यं व्याप्याथान्तः कृत्स्नमिदं सृष्टमशेषम् । सच्च त्यच्चाभूत्परमात्मा स य एक- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२२॥ |
તે પરમાત્મા જે એક છે, જેમણે બાકી ન રહે તેમ આ અતર્ક્ય સઘળું રચ્યું છે, સર્વ રચીને પછી પોતાના સ્વરૂપ વડે જ વ્યાપીને પરોક્ષ ને પ્રત્યક્ષ થાય છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૩ |
वेदान्तैश्चाध्यात्मिकशास्त्रैश्च पुराणैः शास्त्रैश्चान्यैः सात्वततन्त्रैश्च यमीशम् । दृष्टवाथान्तश्चेतसि बुद्ध्वा विविशुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२३॥ |
જે પરમાત્માને ઉપનિષદો વડે, આધ્યાત્મિક શાસ્ત્રો વડે, પુરાણો વડે, અન્ય શાસ્ત્રો વડે અને વિષ્ણુના તંત્રો વડે જાણીને પછી ચિત્તની અંતર અપરોક્ષાનુભવ કરીને જેમાં પ્રવેશ કરે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૪ |
श्रद्धाभक्तिध्यानशमाद्यैर्यतमानै- र्ज्ञातुं शक्यो देव इहैवाशु य ईशः । दुर्विज्ञेयो जन्मशतैश्चाऽपि विना तै- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२४॥ |
શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન ને શમાદિ વડે યત્ન કરનાર પુરુષોથી જે દેવ અહીં જ શીઘ્ર જાણવાને શક્ય છે, પણ એ વિના સેંકડો જન્મો વડે પણ જે ઈશ્વર દુર્વિજ્ઞેય છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૧૭ થી ૨૦ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૧૭ |
पश्यञ शुद्धोऽप्यक्षर एको गुणभेदान् नानाकारान् स्फाटिकवद्भाति विचित्रः । भिन्नश्छिन्नश्चायमजः कर्मफलैर्य- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१७॥ |
આ શુદ્ધ, અક્ષર, એક ને અજન્મા છતાં પણ કર્મનાં ફલો વડે જે ગુણના ભેદરૂપ નાના આકારોને જોતો છતો સ્ફટિકની પેઠે વિચિત્ર, ભેદ પામેલો ને છેદ પામેલો પ્રતીત થાય છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
૧૮ |
ब्रह्मा विष्णू रुद्रहुताशौ रविचन्द्रा- विन्द्रो वायुर्यञ इतीत्थं परिकल्प्य । एकं सन्तं यं बहुधाहुर्मतिभेदात् तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१८॥ |
બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, ઈંદ્ર, વાયુ ને યજ્ઞ તેમ આવી રીતે કલ્પના કરીને એક છતાં બુદ્ધિના ભેદથી જેને બહુ પ્રકારે કહે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
૧૯ |
सत्यं ज्ञानं शुद्धमनन्तं व्यतिरिक्तं शान्तं गूढं निष्कलमानन्दमनन्यम् । इत्याहादौ यं वरुणोऽसौ भृगवेऽजं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१९॥ |
સત્ય, જ્ઞાન, શુદ્ધ, અનંત, ભિન્ન, શાંત, ગૂઢ, અવયવરહિત, આનંદરૂપ, અદ્વિતીય ને જન્મરહિત જેને આ વરુણ, ભૃગુ પ્રતિ પ્રથમ કહેતા હતા તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૦ |
कोशानेतान् पञ्च रसादीनतिहाय ब्रह्मास्मीति स्वात्मनि निश्चित्य दृशिस्थः । पित्रा शिष्टो वेद भुगुर्यं यजुरन्ते तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२०॥ |
અન્નમયાદિ આ પાંચ કોશોનો ત્યાગ કરીને હું બ્રહ્મ છું તેમ પોતાના આત્મામાં નક્કી કરીને પિતા વડે ઉપદેશ પામેલા ને દૃષ્ટામાં સ્થિત ભૃગુ યજુર્વેદની ઉપનિષદમાં જેને જાણતા હતા તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૧૩ થી ૧૬ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૧૩ |
सर्वं दृष्टवा स्वात्मनि युक्त्या जगदेतद् दृष्ट्रवात्मान चैवमजं सर्वजनेषु । सर्वात्मैकोऽस्मीति विदुर्यं जनह्रत्स्थं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१३॥ |
આ સર્વ જગત યુક્તિ વડે પોતાના આત્મામાં જોઈને તથા એવી રીતે અજન્મા આત્માને સર્વ પ્રાણીઓમાં જોઈને હું સર્વનો આત્મા એક છું તેમ પ્રાણીઓના હ્રદયમાં રહેલ જેને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મને હું સ્તવું છું. |
૧૪ |
सर्वत्रैख पश्यति जिघ्रत्यथ भुङ्क्ते स्पष्टा श्रोता बुध्यति चेत्याहुरिमं यम् । साक्षी चास्ते कर्तृषु पश्यन्निति चान्ये तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१४॥ |
સર્વત્ર એક જુએ છે, સૂંઘે છે, અને ખાય છે, સ્પર્શ કરનાર ને સાંભળનાર છે, તથા જાણે છે, તેમ જે આને કહે છે, જે સાક્ષીરૂપે છે, અને બીજાઓ કર્તાઓમાં જેને જુએ છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. |
૧૫ |
पश्यन् शृण्वन्नत्र विजानन् रसयन् सन् जिघ्रन् बिभ्रद्देहमिमं जीवतयेत्थम् । इत्यात्मानं यं विदुरीशं विषयज्ञं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१५॥ |
જોતો છતો, સાંભળતો છતો, જાણતો છતો, સ્વાદ લેતો છતો, ને સૂંઘતો છતો, આ દેહને જીવપણા વડે ધારણ કરે છે, તેમ જે વિષયને જાણનાર આત્માને ઈશ્વરરૂપ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
૧૬ |
जाग्रद् दृष्ट्वा स्थूलपदार्थानथ मायां दृष्ट्वा स्वप्नेऽथाऽपि सुषुप्तौ सुखनिद्राम् । इत्यात्मानं वीक्ष्य मुदास्ते च तुरीये तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१६॥ |
જાગ્રતમાં સ્થૂલ પદાર્થોને જોઈને, પછી સ્વપ્નમાં માયા જોઈને, પશ્ચાત સુષુપ્તિમાં સુખ નિદ્રા અને તુરીયમાં આત્માને અનુભવીને જે પ્રસન્ન રહે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૯ થી ૧૨ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૯ |
यद्यद्वेद्यं वस्तुसतत्त्वं विषयाख्यं तत्तद्ब्रह्मैवति विदित्वा तदहं च । ध्यायन्त्येवं यं सनकाद्या मुनयोऽजं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥९॥ |
કારણ સહિત વિષય નામની જે જે જાણવા યોગ્ય વસ્તુ છે તે તે બ્રહ્મ જ છે તેમ જાણીને તે હું છું તેમ જે અજન્માનું સનકાદિ મુનિઓ ધ્યાન કરે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મનું હું સ્તવન કરું છું. |
૧૦ |
यद्यद्वेद्यं तत्तदहं नेति विहाय स्वात्मज्योतिर्ज्ञानमयानन्दमवाप्य । तस्मिन्नस्मित्यात्मविदो यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१०॥ |
જે જે વેદ્ય છે તે તે હું નથી તેમ તેનો ત્યાગ કરીને સ્વાત્મપ્રકાશ જ્ઞાનમય આનંદને પામીને તેમાં હું છું તેમ જે બ્રહ્મને આત્મવેતાઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. |
૧૧ |
हित्वा हित्वा दृश्यमेशं सविकल्पं मत्वा शिष्टं भादृशिमात्रं गगनाभम् । त्यक्त्वा देहं यं प्रविशन्त्यच्युतभक्ता- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥११॥ |
વિકલ્પવાળા સમગ્ર દૃશ્યનો વારંવાર નિષેધ કરીને, અને આકાશ જેવા કેવલ સ્વયંપ્રકાશ ચેતન રૂપને અવશેષ રહેલું ધારીને, બ્રહ્માનુસંધાન પરાયણ પુરુષો શરીર ત્યજીને જેમાં પ્રવેશ કરે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મને હું અભેદભાવે અનુભવું છું. |
૧૨ |
सर्वत्रास्ते सर्वशरीरी न च सर्वः सर्वं वेत्त्येवेह न यं वेत्ति हि सर्वः । सर्वत्रान्तर्यामितयेत्थं यमयन् य- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१२॥ |
જે સર્વમાં સર્વ શરીરી છે, પણ જે સર્વરૂપ (સર્વ શરીરરૂપ) નથી, જે સર્વને જાણે છે, પરંતુ અહીં જેને સર્વ શરીર જાણતાં નથી, ને જે અંતર્યામીપણા વડે આવી રીતે નિયમમાં રાખતા છતા સર્વત્ર રહે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મનો હું સ્તુતિ ધ્યાનાદિ વડે અભેદ ભાવે સાક્ષાત્કાર કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૫ થી ૮ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૫ |
आचार्येभ्यो लब्धसुसूक्ष्माऽच्युततत्त्वा वैराग्येणाभ्यासबलाच्चैव द्रढिम्ना । भक्त्यैकाग्रध्यानपरां यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥५॥ |
આચાર્યો પાસેથી જેણે વૈરાગ્યવડે ને અભ્યાસના બલથી જ અતિસુક્ષ્મ અવિનાશી તત્વ જાણ્યું છે એવા, અને દૃઢ ભક્તિ વડે એકાગ્ર-ધ્યાન પરાયણ, જે ઈશને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર ઈશને હું સ્તવું છું |
૬ |
प्राणानायम्योमिति चित्तं ह्रदि रुद्ध्वा नान्यत्स्मृत्वा तत्पुनरत्रैव विलाप्य । क्षीणे चित्ते भादृशिरस्मीति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥६॥ |
ઈંદ્રિયોના બાહ્યવેગોને પ્રશાંત કરી, ૐ તેમ ચિત્તને હ્રદયમાં રુંધી, અન્યનું સ્મરણ નહિ કરી, તેને પુન: અહીં જ વિલીન કરી ચિત્ત ક્ષીણ થયે સ્વયંપ્રકાશ ચૈતન્ય હું છું તેમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. |
૭ |
यं ब्रह्माख्यं देवमनन्यं परिपूर्णं ह्रत्स्थं भक्तैर्लभ्यमजं सूक्ष्ममतर्क्यम् । ध्यात्वात्मस्थं ब्रह्मविदो यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥७॥ |
જે દેવ, અનન્ય, પરિપૂર્ણ, હ્રદયમાં રહેલા, ભક્તો વડે પ્રાપ્ત થવા યોગ્ય, અજ, સૂક્ષ્મ, અતર્ક્ય ને પોતાનામાં રહેલા બ્રહ્મનામના તત્વનું ધ્યાન કરી બ્રહ્મવેત્તાઓ જે પરમાત્માને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ – કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૮ |
मात्रातीतं स्वात्मविकाशात्मविबोधं ज्ञेयातीतं ज्ञानमयं ह्रद्युपलभ्यम् । भावग्राह्यानन्दमनन्यं च विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥८॥ |
જે ઈંદ્રિયોથી પર, સ્વાત્માના પ્રકાશથી આત્મજ્ઞાનરૂપ, જ્ઞેયથી પર, જ્ઞાનમય, હ્રદયમાં પ્રતીત થવા યોગ્ય, ભાવ વડે ગ્રાહ્ય, આનંદરૂપ અને અનન્ય જેને જ્ઞાનીઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમતત્વનો હું સ્તુતિ ધ્યાનાદિ વડે અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. |