Posts Tagged With: શ્રીમન્નથુરામ શર્મા

યોગતારાવલી – આદિ શંકરાચાર્ય

યોગતારાવલી સ્તોત્ર શ્લોકાર્થ તથા ટીકા સાથે વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :

યોગતારાવલી

Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૧૮ થી ૨૨ / ૨૯) – આદિ શંકરાચાર્ય

Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૧૨ થી ૧૭ / ૨૯) – આદિ શંકરાચાર્ય

Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૬ થી ૧૧ / ૨૯) – આદિ શંકરાચાર્ય

Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | Leave a comment

યોગ તારાવલી (૧ થી ૫ / ૨૯) – આદિ શંકરાચાર્ય

Categories: અધ્યાત્મ / યોગ, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , , | 1 Comment

સદાચાર સ્તોત્ર (54)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

આ સદાચારના વિચારાદિ વડે થનારા ફલને કહીને હવે આ સ્તોત્રની (લઘુગ્રંથની) સમાપ્તિ કરે છે:

સદાચારમિમં નિત્યં તેSનુસન્દધતે બુધા: |
સંસારસાગરાચ્છીગ્રં મુચ્યન્તે નાત્ર સંશય: ||૫૪||

ઈતિ શ્રીમર્પરમહંસપરિવ્રાજકાચાર્ય શ્રીમચ્છન્કરાચાર્યવિરચિતં સદાચારસ્તોત્રં સમ્પૂર્ણમ ||

શ્લોકાર્થ: આ સદાચારને જે વિવેકીઓ નિત્ય વિચારે છે તે વિવેકીઓ અવશ્ય સંસારસમુદ્રથી શીગ્ર મોકળા થાય છે એમાં સંશય નથી.

ટીકા: આ સદાચાર નામના લઘુ પુસ્તકમાં વર્ણવેલા વિષયનો જે વિવેકી પુરુષો નિત્ય આદર પૂર્વક વિચાર કરી પછી નિદિધ્યાસન કરે છે તે વિવેકી પુરુષો બ્રહ્મ સાક્ષાત્કાર વડે અવશ્ય અસંખ્ય દુ:ખોરૂપ જલથી ભરેલા સંસાર સાગરથી શીગ્ર મોકળા થાય છે, અર્થાત તેના પર તીર રૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે, એમાં લેશ પણ સંદેહ નથી.

એ પ્રમાણે બ્રહ્મવિદ્યા વાળા પરમહંસોના ને પરિવ્રાજકોના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા સદાચાર નામના સ્તોત્રરૂપ રત્નની શ્રીનાથશર્મપ્રણીત ભાવાર્થદીપિકા નામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

સદાચાર સ્તોત્ર (53)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

કૃપા કરીને હવે વાસ્તવિક વાનપ્રસ્થના સ્વરૂપનું વર્ણન કરે છે:

કિમુગ્રૈશ્ચ તપોભિશ્ચ યસ્ય જ્ઞાનમયં તપ: |
હર્ષામર્ષવિનિર્મુક્તો વાનપ્રસ્થ: સ ઉચ્યતે ||૫૩||

શ્લોકાર્થ: જેનું જ્ઞાનમય તપ છે તેને ઉગ્ર તપો વડે શું? જે હર્ષ ને ઈર્ષાથી સારી રીતે મોકળો થયેલો છે તે વાનપ્રસ્થ કહેવાય છે.

ટીકા: જેનું જ્ઞાનમય એટલે સર્વ દૃશ્યના મિથ્યાપણાનો અપરોક્ષ નિશ્ચય કરી સર્વત્ર બ્રહ્માનુભાવ કરવારૂપ તપ છે તેવા દૃઢ જ્ઞાનીને શરીરને બહુ કષ્ટ થાય એવાં તીક્ષ્ણ તપો વડે ક્યું પ્રયોજન સિદ્ધ કરવાનું છે? ઉગ્ર તપનાં જે અન્ય સ્વર્ગાદિ ફલો શાસ્ત્રમાં કહ્યાં છે તે સર્વ ફલો બ્રહ્મજ્ઞાનના મોક્ષરૂપ ફલની આગળ અતિ તુચ્છ હોવાથી તેમને હવે કોઈ પણ ફલ પ્રાપ્ત કરવાનું બાકી ન રહેવાથી શરીરને અતિ કષ્ટ થાય એવું કોઈ ઉગ્ર તપ કરવાની તેમને લેશ પણ આવશ્યકતા રહી નથી. જે પુરુષ જ્ઞાનમય તપવાળો તથા હર્ષ ને અદેખાઈ આદિ ચિત્તના દોષોથી રહિત છે તે પુરુષ વાસ્તવિક વાનપ્રસ્થ (નિર્જન સ્થાનરૂપ બ્રહ્મમાં ઉત્તમ પ્રકારે સ્થિતિ કરીને રહેલો) કહેવાય છે. અનુકૂલ પ્રાણિપદાર્થના લાભથી થતા ચિત્તના ને મુખના વિકાસને હર્ષ અને અન્યના ઉત્કર્ષને સહન ન કરવો તેને અદેખાઈ કહે છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

સદાચાર સ્તોત્ર (52)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે વાસ્તવિક ગૃહસ્થ કોને કહેવો તે જણાવે છે:

ગૃહસ્થો ગુણમધ્યસ્થ: શરીરં ગૃહમુચ્યતે |
ગુણા: કુર્વન્તિ કર્માણિ નાહં કર્તેતિ બુદ્ધિમાન ||૫૨||

શ્લોકાર્થ: જે ગુણોમાં મધ્યસ્થ: તે ગૃહસ્થ છે. શરીર ઘર કહેવાય છે. ગુણો કર્મો કરે છે, હું કર્તા નથી, એમ બુદ્ધિમાન સમજે છે.

ટીકા: જે શરીર, ઈંદ્રિયો, પ્રાણો, અંત:કરણ ને આ જગતરૂપ ગુણોનાં કાર્યોમાં રાગદ્વેષ રહિત રહે છે તે ગૃહસ્થ કહેવાય છે. આ પ્રતીત થતું સ્થુલ શરીર, તેની અંતર રહેલું સૂક્ષ્મશરીર, ને તેની અંતર રહેલું કારણ શરીર ગૃહસ્થનું આત્મસ્વરૂપને જાણનાર જ્ઞાનીનું ઘર કહેવાય છે. સત્ત્વગુણ, રજોગુણ ને તમોગુણના કાર્યરૂપ અંત:કરણ, પ્રાણો, ઈંદ્રિયો ને શરીર આ સર્વ કર્મો કરે છે, હું અસંગ ને અપરિણામી આત્મા કાંઈ પણ કર્મ કરતો નથી એમ જ્ઞાની (તે ગૃહસ્થ) સમજે છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

સદાચાર સ્તોત્ર (51)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે વાસ્તવિક બ્રહ્મચારીનાં લક્ષણોનું નિરૂપણ કરે છે:

બ્રહ્માધ્યયન સંયુક્તો બ્રહ્મચર્યરત: સદા |
સર્વં બ્રહ્મેતિ યો વેદ બ્રહ્મચારી સ ઉચ્યતે ||૫૧||

શ્લોકાર્થ: વેદાધ્યયનથી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.

શ્લોકાર્થ: વેદાધ્યયનથી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.

ટીકા: બ્રહ્મસ્વરૂપનું તથા તેની પ્રાપ્તિનાં સાધનોનું નિરૂપણ કરનાર વેદના ઉપનિષદભાગનું અર્થના તથા રહસ્યના જ્ઞાન સહિત જેણે શુદ્ધોચ્ચારથી અધ્યયન કરેલું છે એવો, શ્રી સદગુરુની નિષ્કપટ ભાવે સેવા કરવા રૂપ તથા મન, વાણી ને શરીર વડે સર્વ સ્ત્રીઓના વિકાર ઉપજાવનારા સંગથી દૂર રહેવારૂપ બ્રહ્મચર્યના પરિપાલનમાં સર્વદા દંભરહિત પ્રીતિવાળો, ને આ પ્રતીત થતું સર્વ જગત, કલ્પિત નામ, રૂપ ને ક્રિયાનો બાધ કરતાં વસ્તુતાએ બ્રહ્મરૂપ જ છે એમ જે સ્વાનુભવથી જાણનારો છે, તે વાસ્તવિક બ્રહ્મચારી કહેવાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

સદાચાર સ્તોત્ર (50)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે ભોક્તાદિના સ્વરૂપને કહે છે:

ભોક્તા સત્વગુણ: શુદ્ધો ભોગાનાં સાધનં રજ: |
ભોગ્યં તમોગુણં પ્રાહુરાત્મા ચૈષાં પ્રકાશક: ||૫૦||

શ્લોકાર્થ: શુદ્ધ સત્વગુણ ભોક્તા, રજોગુણ ભોગોનું સાધન, તમોગુણ ભોગ્ય અને જે એમનો પ્રકાશક તેને આત્મા કહે છે.

ટીકા: રજોગુણથી તથા તમોગુણથી નહિ દબાયેલી નિર્મલબુદ્ધિવાળો જીવ ભોક્તા છે, રજોગુણવાળું મન તથા ઈંદ્રિયો ભોગાનુભવનાં સાધનો છે, અને તમોગુણના કાર્યરૂપ પાંચ ભૂતોમાંથી પ્રકટેલા શબ્દાદિ વિષયો ભોગ્ય છે. આત્મા ભોક્તા, ભોગ કે ભોગ્ય નથી, પણ એ સર્વનો અસંગ રહીને પ્રકાશક છે એમ જ્ઞાનીઓ કહે છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.