વિશ્વધર્મ પરિષદમાં એક નાનકડી વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે માનવ માનવ વચ્ચેના ભેદભાવ અને અણબનાવનું કારણ સંકુચિતતા, પોતાનો જ દૃષ્ટિકોણ સાચો છે તથા અન્યનો દૃષ્ટિકોણ ખોટો છે તેવી જડ માન્યતાઓ છે. મનુષ્યની બુદ્ધિના વિકાસની સાથે સાથે સમજણ પણ વિકસે કે આ જગત માત્ર આપણી સંકુચિત દૃષ્ટિથી જોઈએ છીએ તેવો નાનક્ડો કુવો નથી પરંતુ અનેક શક્યતાઓથી ભરેલ મહાસમુદ્ર છે અને આપણે સહુ આ મહા સમુદ્રમાં તરતાં નાનકડાં જળચરો છીએ. જે જેટલી વિશાળ જળરાશીમાં તરી શકે તેટલો તેનો આનંદ વધારે અને જે માત્ર પોતાના ખાબોચીયાને જ સર્વસ્વ માને છે તે તો કાદવમાં કુદા કુદ કરીને છેવટે તેના ક્ષુલ્લક ખાબોચીયામાં જ જીવન પુરુ કરે છે.
Posts Tagged With: શા માટે !
ભેદભાવ શા માટે !
Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ
Tags: ભેદભાવ, વિશ્વધર્મ પરિષદ, શા માટે !, સ્વામી વિવેકાનંદ
2 Comments