નોંધ: આ લેખ ભરજુવાની નામના પુસ્તકમાંથી સાભાર લેવામાં આવેલ છે.
Posts Tagged With: વિરાટ
બુદ્ધિશાળી અને વિરાટ ‘કહેવાતા જાગરુક પ્રજાજન’?
મીત્રો,
કોઈ વ્યક્તિ સીનીયર સીટીઝન હોય, નિવૃત્ત હોય, સમય ક્યાં પસાર કરવો તે પ્રશ્ન હોય તો શું તેવી વ્યક્તિને અધિકાર મળી જાય છે કે તે દેશની અગ્રણી પાર્ટીઓના વ્યૂહબાજોને ડફોળ અને વામણા કહે? જે લોકોની ભાષા શિષ્ટ નથી હોતી, અભિવ્યક્તિમાં મર્યાદા નથી હોતી તેવા વડીલો પાસેથી આવનારી પેઢી શું આશા રાખી શકે?
મને રાજકારણમાં કશો રસ નથી તેમ જ કોઈ પણ પાર્ટી પ્રત્યે વિરોધી માનસ ધરાવતો નથી તેમ જ કોઈ પણ પાર્ટીનો પ્રશંસક પણ નથી. પણ જ્યારે મોટી ઉંમરની, વિચારશીલ, અનુભવી વ્યક્તિ બ્લોગ જેવા જાહેર માધ્યમોમાં આપણાં દેશના નેતાઓ વિરુદ્ધ બેફામ, ગંધાતી અને કોહવાઈ ગયેલી ભાષામાં લેખ લખે ત્યારે તે આવનારી પેઢીને શું સંદેશ આપવા માંગે છે?
અભીવ્યક્તીની સ્વંતત્રતા જેમ ફાવે તેમ લખવાની છૂટ હરગીઝ નથી આપતી. જેવી રીતે બોલતાં પહેલાં બે વખત વિચાર કરો તેવી રીતે લખતાં પહેલાં પાંચ વખત વિચાર કરો.