Posts Tagged With: વર્ડપ્રેસ

વર્ડપ્રેસના બ્લોગરો શું આ જાણે છે?

પ્યારા બ્લોગરો,

વર્ડપ્રેસ ઘણી સુવિધાઓ આપતું હોય છે જેનાથી ઘણી વખત આપણે અજાણ હોઈએ છીએ. વર્ડપ્રેસના
સંચાલન વિભાગમાં

Screen Option છે.

તેમાં જવાથી

Right Now
Recent Comments
Your Stuff
What’s Hot
QuickPress
Recent Drafts
Stats

આટલા વિકલ્પો મળે છે. તેની બાજુમાં રહેલ ચોરસ બોક્સ જેને ચેક બોક્સ કહેવાય તેના પર ક્લિક કરવાથી (ચેક કરવાથી) તે વિકલ્પ સંચાલનની સ્ક્રીનમાં દેખાશે. અને જો તેને ફરી વખત ક્લિક કરવામાં આવશે (અન ચેક) તો તે વિકલ્પ સ્ક્રીનમાં દેખાતો બંધ થઈ જશે. આ વિકલ્પો શું કાર્ય કરે છે તે તમે જાતે પ્રયોગ કરીને જોઈ જુઓ. અહીં હું માત્ર

What’s Hot

વિકલ્પ વિશે વાત કરીશ.

What’s Hot વિકલ્પ પસંદ કરવાથી તેના ૪ Tab દેખાશે.

WordPress.com News
Top Blogs
Top Posts
Latest

તે દરેક Tab પર ક્લિક કરવાથી જે તે Tab ને લગતી ૧૦ માહિતિ મળશે. જેમ કે

Wordpress.Com News પર ક્લિક કરવાથી વર્ડપ્રેસ દ્વારા પ્રસારીત થયેલ છેલ્લા દસ સમાચાર જાણવા મળશે.

Top Blogs પર ક્લિક કરવાથી જે તે ભાષાના હાલમાં સહુથી વધુ વંચાતા બ્લોગની યાદી મળશે. અહીં જે તે ભાષાની વાત અગત્યની છે. તમે જે ભાષામાં તમારો બ્લોગ રાખ્યો હશે તે ભાષાના Top Blogs ની યાદી મળશે.

Top Posts પર ક્લિક કરવાથી જે તે ભાષાની સહુથી વધુ વંચાતી દસ પોસ્ટની યાદી મળશે.

Latest પર ક્લિક કરવાથી જે તે ભાષાની તાજેતરમાં પ્રસારીત થયેલી દસ પોસ્ટની યાદી જોવા મળશે.

ધારો કે તમે તમારી ભાષા અંગ્રેજી રાખી છે તો તમને ગુજરાતી બ્લોગની યાદીને બદલે અંગ્રેજી બ્લોગની યાદી મળશે. તેવી રીતે હિન્દિ, ચાઈનીસ, જાપાનીસ કે ફ્રેંચ ભાષા રાખી હશે તો તે ભાષાના બ્લોગની યાદી જોવા મળશે. સ્વાભાવિક છે કે જો તમે ગુજરાતી ભાષા સીવાયની અન્ય ભાષા રાખી હોય તો જેમણે ગુજરાતી ભાષા રાખી હોય તેમને તમારા બ્લોગ પર થતી પ્રવૃત્તિની માહિતિ અહીં બેઠા ન મળે. ઘણી વખત તમારો બ્લોગ કે લેખ વધારે વંચાતો હોય તોએ તે આ યાદીમાં ન આવે. તો જેમણે તેમની ભાષા ગુજરાતી ન રાખી હોય તેઓ આજે જ તેમની ભાષા ગુજરાતી કરી દેશે ને?

આ ભાષા ગુજરાતી ક્યાંથી કરવી?

સાવ સહેલું છે.

સંચાલન માં જાવ.

ત્યાં નીચેના ભાગમાં Setting છે ત્યાં જાવ.

તેમાં સહુથી નીચેનો વિકલ્પ ભાષાનો છે ત્યાં જઈને અનેક ભાષાઓમાંથી ગુજરાતી પસંદ કરો.

ત્યાર બાદ તેની નીચે રહેલ Save વિકલ્પ પર ક્લિક કરવાનું ન ભુલશો.

આટલું કરવાથી તમેય આવી જશો વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગ-જગતમાં.

શું તમે ગુજરાતી બ્લોગ-જગતમાં છો?

નથી તો રાહ કોની જુવો છો?

અત્યારે જ આવી જાવ યાર..

Categories: ટેકનીકલ, ટેકનીકલ/તકનીકી | Tags: , , , | 5 Comments

ચોક્કસ સમયે બ્લોગ પર નવો લેખ કઈ રીતે મુકશો?

ધારો કે તમે એક વ્યસ્ત તબીબ છો. તમે વર્ડપ્રેસમાં બ્લોગ કે વર્ડપ્રેસ પાસેથી ખરીદેલ જગ્યાં દ્વારા વેબ સાઈટ ચલાવો છો. આ ઉપરાંત તમને કવિતા લખવાનો શોખ છે. તમે ઈચ્છો છો કે દર અઠવાડીએ ચોક્કસ દિવસે ચોક્કસ સમયે તમે લખેલી તરોતાજા કવિતા તમારા વાચકો અને પ્રશંસકોને મળી રહે. કવિતા લખવા માટે તો તમને અઠવાડીયાનો સમય મળે છે પણ પ્રગટ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે કરવી છે તો આ કાર્ય કેવી રીતે કરશો?

ધારોકે તમે એક ઉગતા લેખક કે લેખીકા છો. તમારા લેખ તમારા વાચકો અને પ્રશંસકોને નીયમીત રીતે વાંચવા ગમે છે. જો કે લેખક કે લેખીકા સામાજીક પ્રાણી હોવાથી સ્વાભાવિક છે કે તેને અન્ય જવાબદારીઓ નીભાવવાની હોય. તેવે વખતે તેમની પાસે લેખ તો તૈયાર હોય પણ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે પ્રગટ કરવા માટે અવકાશ ન હોય. તો તેમના વાચકો અને પ્રશંસકોને રાજી રાખવા તે શું કરી શકે?

ધારોકે તમે કોઈ એક વિષય પર રોજ ચોક્કસ સમયે સળંગ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છો છો. તો આ કાર્ય તમે કેવી રીતે કરી શકો?

જો તમે વર્ડપ્રેસના બ્લોગર કે સાઈટ ધારક હો તો તમારા માટે આ કાર્ય સરળ બની શકે છે માત્ર વર્ડપ્રેસની થોડીક જાણકારીથી. વર્ડપ્રેસ આપણને Schedule Post પ્રસિદ્ધ કરવાની સગવડતા આપે છે. કેવી રીતે તે થઈ શકે તે હવે જોઈએ :

સહુ પ્રથમ તો તમે તમારા admin A/c માં Log in થાવ.

જેમ કે :

https://bhajanamrutwani.wordpress.com/wp-admin/

જો તમે User Name અને Password યાદ રાખવાનું કહ્યું હશે તો તમે સીધાં જ સંચાલનમાં પહોંચી જશો. નહીં તો તમને User Name અને Password પુછશે. તે આપો.

ત્યાર બાદ

Post માં જઈને નવું ઉમેરો પસંદ કરો.

તેમાં લેખનું યોગ્ય શિર્ષક તથા લેખની વિગત ઉમેરો.

ત્યાર બાદ Publish Immediately ની બાજુમાં રહેલ સંપાદન કરો વિકલ્પ પર ક્લિક કરો.

તેમ કરવાથી તેમાં મહિનો, તારીખ, વર્ષ, કલાક તથા મિનિટ પુછશે.

તમે જે દિવસે આ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે દિવસ તથા જે સમયે લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે સમય દાખલ કરો.

ત્યાર બાદ OK પર ક્લિક કરો.

ત્યાર બાદ Schedule વિકલ્પ પસંદ કરો. હવે નિશ્ચિંત થઈને તમારા વ્યસ્ત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ.

બોલો છે ને તમારા વાચકો અને પ્રશંસકોને રાજી રાખવાનો સરળ ઉપાય?

ન સમજાય તો ઈ-મેઈલ એડ્રેસ તો તમારી પાસે છે જ ને? ઈ-મેઈલ કરો :

atuljaniagantuk@gmail.com

લ્યો ત્યારે – સરળ અને સફળ બ્લોગિંગ માટે હાર્દિક શુભેચ્છાઓ 🙂

Categories: ટેકનીકલ/તકનીકી | Tags: , , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.